કવિ: દિલીપ પટેલ

લોક-જંગ :લોકસભાની ચૂંટણી આવી છે. સાથે ભારતને દેવાદાર બનાવવાની ક્ષણતા પણ લાવી રહી છે. આપણને દરેકને દેવાદાર બનાવીને દેશને દેવામાં ડૂબાડીને લોકસભાની ચૂંટણી આવી છે. નરેન્દ્ર મોદીએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે તેમના પહેલા દેશના 14 વડાપ્રધાનો કરી શક્યા નથી. 14 વડાપ્રધાનોએ મળીને 67 વર્ષમાં માત્ર 55 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. હંમેશા રેસમાં આગળ રહેવા માંગતા નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતનું દેવું સાડા ત્ર્રણ ગણું વધાર્યું. તેણે માત્ર નવ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હતી. 2024 સુધીમાં મોદીની લોન 115 લાખ કરોડ થઈ જશે. માથાદીઠ દેવું ગુજરાતના શ્રીમંત કે ગરીબ લોકો પર પ્રત્યેક પર…

Read More

લોક-જંગ,ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક 2023 કાયદો બનાવાયો છે. અન્ય પછાત વર્ગ – OBCને 27 ટકા અનામત લાવી દેવામાં આવી છે. કુલ રાજકિય અનામત 50 ટકા થઈ ગઈ છે. રાજ્યના લગભગ 11 જિલ્લાઓમાં ઓબીસીની સંખ્યા ઘણી વધારે છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપને સીધો રાજકીય ખૂબ મોટો ફાયદો થશે, એવું મનાય છે. ગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકારણ ચાલે છે. ભાજપ સરકાર ઓબીસી માટેની અનામત વધારાઈએ મુદ્દાનો પૂરજોરમાં પ્રચાર કરી રહી છે. તેને પ્રભાવ ઊભો કરી રહી છે. નવી અનામત પ્રથા લાવવા માટે ચૂંટણીઓ રોકી રાખી છે. નવા અનામતના ધોરણો લાગુ થયાં બાદ અહીં ચૂંટણીઓ થશે. તેથી ભાજપને…

Read More

Ahmedabad. સિટી ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં 500 મોંઘી કારની ચોરીમાં સંડોવાયેલી એક શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાંથી ચોરીની 10 કાર કબજે કરીને આ ગેંગના બે મુખ્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઈરફાન ઉર્ફે પિન્ટુ હસન (34) અને અશરફ સુલતાન ગદ્દી (32)નો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલી મોંઘી કારની કિંમત 1.32 કરોડ રૂપિયા છે. આ ગેંગના 20-25 સભ્યો દિલ્હી-એનસીઆરમાં રહે છે. તેઓ એટલા હોશિયાર અને ટેક્નોલોજીથી સજ્જ છે કે તેઓ લેપટોપની મદદથી હાઈ સિક્યોરિટી કોડ તોડીને કારની ચોરી કરતા હતા. તેઓ કારની ચોરી કરનાર વ્યક્તિને 30-35 હજાર રૂપિયા આપતા…

Read More

દિલીપ પટેલ દ્વારા અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2023 નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ઝીંગા ખેડૂતોનું સંમેલન 14 સપ્ટેમ્બર 2023માં બોલાવાયું હતું. તેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ઝીંગા ખેતીમાં રોગ આવે કે નાશ પામે તો વીમા પોલીસી જાહેર કરી હતી. મોબાઈળ ફોન એપ્લીકેશન ખુલ્લી મૂકીને ઝીંગા ખેડૂતોના તમામ પ્રશ્નો ઉકેલવા કહ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં 1 લાખ હેકટર જગ્યામાં ઝીંગાની ખેતી માટે અવકાશ છે.  ઝીંગાના તળાવોને કારણે દરિયાના પાણીના ભરાવા મુદ્દે લોકોનો ભારે વિરોધ છે. તેનું સંશોધન કરી ઝીંગાના ખેડૂતો અને ગ્રામજનો વચ્ચે સુમેળ જાળવવા કહ્યું હતું. તેમણે પાટીલની વાત માની હતી. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા છે. તેઓ ગુજરાતના અમરેલીના છે. તેઓ જ્યારથી…

Read More

અમદાવાદ 14 સપ્ટેમ્બર 2023 માનગઢ ધામ કી ગૌરવ ગાથા કાર્યક્રમમાં મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેની મિત્રતા દેખાઈ આવી હતી. જે રીતે અહમદ પટેલની દોસ્તી મોદી સાથે જાહેરમાં ન હતી પણ ખાનગી હતી. પણ ગેહલોતની બે રીતે દોસ્તી છે. એક જાહેર અને બીજી ખાનગી દોસ્તી. અશોક ગેહલોતના વખાણ નરેન્દ્ર મોદી વારંવાર કરી રહ્યાં હતા ત્યારે ગેહલોતના હરિફ સચિન પાયલટે કોંગ્રેસ નેતૃત્વને જાહેરમાં કહ્યું હતું કે, બન્નેની મિત્રતાને હળવાશથી લીધા જેવી નથી. ગુજરાતના નેતાઓ અને મોદી સાથે અંગત સંબંધો છે. મોદી ધાર્યું નિશાન પાર પાડવા માટે રાજસ્થાન અને ગુજરાતમાં પ્રસિદ્ધ છે. તે પણ કોંગ્રેસના નેતાઓના કારણે. ગુજરાતમાં જે…

Read More

દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. એફ આઈ આર નોધાયા બાદ ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાયાના 11 મહિના બાદ ધરપકડ થઈ હતી. આશા ઠાકોર પોતાના ખેતરમાં છૂપાયા હતા. આશાબેનને વડનગર PSI જે.ટી.પંડ્યાએ‌ પકડયા હતા. આશાબેન ચેરમેનના સમય દરમિયાન કાયમી ચેરમેનની ઓફિસમાં બેસતાં ન હતાં અને ચેરમેનની ઓફિસની બાજુની ઓફિસમાં બેસતાં હતાં. જ્યારે કાયમી ચેરમેનની ઓફિસમાં વિપુલ ચૌધરી બેસતા હતા. વિપુલ ચૌધરી અત્યારે વિદેશના પ્રવાસે છે. તેમની પર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ હતો. કૌભાંડમાં વાઇસ ચેરમેન આશાબેન ઠાકોરની વતન કહીપુરથી ધરપકડ કરી હતી. 7 જુલાઈ 2021ના રોજ…

Read More

ગુજરાતમાં 21 રેલવે મથકોનું નવીનીકરણ થશે. એક સ્ટેશન માટે રૂ.50 કરોડનું સરેરાશ ખર્ચ થશે. તે હિસાબે ગુજરાતને 1100 કરોડ મળવા જોઈતા હતા. પણ એટલાં નહીં મળે. ગુજરાતમાં 457 રેલવે સ્ટેશન છે. જેમાંથી માંડ 5 ટકા રેલ મથકો સારા બનાવાશે. બાકીના 435 સ્ટેશનો અંગે કંઈ કરવામાં નહીં આવે. આમ ગુજરાતને નરેન્દ્ર મોદી સરકાર અન્યાય કરી રહી છે. મોદીએ 10 વર્ષમાં ગુજરાતને રેલવે માટે ભારે મોટા અન્યાય કર્યા છે તેથી પ્રજા આ લોકસભામાં તેનો હિસાબ માંગે તો ના નહીં. કારણ કે પ્રજાને ફાયદો થાય એવી રેલવે ગુજરાતને મળી નથી. બુલેટ ટ્રેન મળી છે તે પ્લેનમાં જનારા મુસાફરો માટે બની છે. તેના 1…

Read More

દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. ઘી કૌભાંડમાં મહેસાણાની દૂધ સાગર ડેરીમાં 08-09-2020માં વહીવટદારની નિમણૂંક કરાઇ હતી. સાગર ઘીમાં ભેળસેળ મામલે 40 કરોડનું નુકસાન પહોંચતા નિયામક મંડળને રાજ્ય સરકારે બરખાસ્ત કરી દીધું હતું. વહીવટદાર તરીકે વાય.એ.બલોચની નિમણૂક કરાઈ હતી. ડેરીના સત્તાધીશો અને ડેરીનું વહીવટી તંત્ર આમને સામને આવી ગયું હતું. 24 જૂલાઇમાંદૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કરને જપ્ત કરવામાં આવ્યા હતા. ડેરીના સત્તાધીશોને નોટિસ પાઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા વાઇસ ચેરમેન અને MDની પૂછપરછ કરવામાં આવી હતી. ભેળસેળવાળા ઘીના સમગ્ર પ્રકરણમાં રાજ્ય સહકારી રજીસ્ટ્રારે ડેરીના નિયામક મંડળને પત્ર લખીને ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નિશિત…

Read More

લોક-જંગ દિલીપ પટેલ દ્વારા અમદાવાદ 11 સપ્ટેમ્બર 2023 દરેક ચૂંટણીમાં મોટું ફંડ આપવા માટે વસંત ગજેરા(Vasant Gajera) જાણીતા છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદી સામે બળવો કર્યો ત્યારે સુરતથી તેમને મોટો ટેકો મળ્યો હતો. વસંત ગજેરાના ભાઈ ધીરૂભાઈ ગજેરાએ મોદી સરકાર પાડી દેવા માટે 85 ધારાસભ્યો કેશુભાઈ સમક્ષ ગાંધીનગરમાં રજૂ કર્યા હતા. પણ મોદીને કેશુભાઈએ બચાવી લીધા હતા. ત્યાર પછી કેશુભાઈએ પોતાના જ પક્ષના નેતા નરેન્દ્ર મોદીને રાક્ષસ કહ્યાં હતા. જુલાઈ 2018માં વસંત ગજેરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ગજેરાનું આપેલું સૂત્ર બધાને હિંમત આપે એવું છે. “ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો. કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ…

Read More

દિલીપ પટેલ અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2023 આત્મહત્યા ભાજપની રાજકીય હત્યા કરશે?  વર્ષોથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલા રહેલાં, મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, મહેસાણાના 84 સમાજના પૂર્વ પ્રમુખ, મહેસાણા અર્બન બેન્ક ડિરેક્ટર અને બેચરાજી તાલુકાના રણેલા ખાતે સરસ્વતી મહિલા કોલેજના સંચાલક કિરીટ પટેલે આપઘાત કરી લીધો હતો. 1 જુલાઈ 2023ની વહેલી સવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.  ઉત્તર ગુજરાતના એવા પાટીદાર આગેવાન તરીકે થતી હતી, જેમને ઘણા સમાજોને સકારાત્મક રાહ ચીંધી હતી.  ઉત્તર ગુજરાતમાં સનસની મચી ગઈ હતી. જેનું રાજકારણ ઉત્તર ગુજરાતમાં ભાજપને ભારે પડી શકે છે. લોકસભા ચૂંટણી આપઘાતનો મુદ્દો હવે નવો વળાંક લઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં રાજકિય મુદ્દો…

Read More