કવિ: Halima shaikh

હિન્દુ છોકરીઓને પટાવો અને ભગાવો મુસ્લિમોને આ જ શીખવવામાં આવે છે :બાબા રામદેવનું નિવેદન બાબા રામદેવે બાડમેરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું- મુસ્લિમો સવારની નમાજ પઢે તે પછી તેમને પૂછો કે તમારો ધર્મ શું કહે છે? માત્ર પાંચ વાર નમાઝ પઢો, ત્યાર પછી તમારા મનમાં જે આવે તે કરો. હિંદુઓની છોકરીઓને ઉપાડો અને તમે જે પાપ કરવા માગો છો એ કરો !! મુસ્લિમ સમાજના ઘણા લોકો આવું કરે છે, પરંતુ ચોક્કસપણે નમાઝ તેઓ અદા કરે છે. તેઓ આતંકવાદી અને ગુનેગાર બની જાય છે, પરંતુ નમાઝ અદા કરે છે. તેઓ ઇસ્લામનો અર્થ માત્ર નમાઝ કરવી તે જ સમજે છે. આ જ શીખવવામાં…

Read More

બજેટ રજૂ થવાનું હતું તેજ દિવસે સીંગતેલના ભાવોમાં ડબ્બે 100 રૂપિયા ભાવ વધારો થયા બાદ બાદ હવે બજેટ રજૂ થયા બાદ પણ જનતાને મોંઘવારીનો મોટો માર પડ્યો હોય તેમ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અમૂલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. અમુલે 2 ફેબ્રુઆરીની રાત્રે જ આ જાહેરાત કરી અને આજે એટલે 3 ફેબ્રુઆરીથી જ ભાવ વધારો લાગૂ કરી પણ દીધો છે. આજથી લાગુ કરાયેલા ભાવ વધારા બાદ લોકોને અમૂલ ગોલ્ડ 66 રૂપિયા લીટર લીટરના ભાવે મળશે. આમ,બજેટ અને બજાર ભાવમાં કોઈ મેળ ખાતો…

Read More

ધર્મનો આંચળો ઓઢીને મુસલમાનો ને બચાવી ધર્મનો ફેલાવો કરવાનો દાવો કરી ભારત સહિત અન્ય દેશો વિરુદ્ધ જેહાદ છેડી દેનારા આતંકીઓ હવે પાકિસ્તાનને અને મુસલમાનોને જ ભારે પડી રહયા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે નેશનલ એસેમ્બલી (પાક સંસદ)માં પોતેજ હવે સ્વીકાર્યું હતું કે, મુજાહિદ્દીન (હવે આતંકવાદીઓ)ને યુદ્ધ માટે તૈયાર કરવા એ એક મોટી ભૂલ હતી. મંગળવારે સંસદના ઉપલા ગૃહને સંબોધતા સનાઉલ્લાહે કહ્યું, “આપણે મુજાહિદ્દીન બનાવવાની જરૂર નહોતી” કારણકે તેઓ હવે પાકિસ્તાનને જ ભારે પડી રહ્યા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી સનાઉલ્લાહનું આ નિવેદન પેશાવરમાં 30 જાન્યુઆરીએ થયેલા મસ્જિદ હુમલા બાદ આવ્યું છે, જેમાં 100 લોકો માર્યા ગયા હતા અને 220થી વધુ ઘાયલ…

Read More

રાજ્યમાં નોકરી શોધી રહેલા બેરોજગાર યુવાનો માટે ખુશ ખબર છે જેમાં 1000 જગ્યાઓ માટે અમદાવાદમાં તા. 4 ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતી મેળો યોજાનાર છે, જેમાં ધોરણ-9, 10 અને 12 પાસ ઉપરાંત ગ્રેજ્યુએટ, ITI, ડિપ્લોમા, BE ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 1000 જેટલી નોકરીની તક છે. અમદાવાદ રોજગાર કચેરી ખાતે યોજાનાર આ ભરતી મેળામાં વિવિધ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓ માટે લગભગ 1000 જગ્યાઓ માટે ભરતી થશે, જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર માર્કેટિંગ ગાર્ડ, હેલ્પર, ટેકનિશિયન, ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, એચઆર એક્ઝિક્યુટિવ જેવી પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં કંપનીઓ દ્વારા ઉમેદવારોને એક લાખ રૂપિયાથી લઈને…

Read More

એક અપરાધી જયારે કોઈ ગુનો કરે ત્યારે તેને સુધરવાની તક આપવામાં આવે છે પણ કેટલાક ગુનેગાર ક્યારેય સુધરતા નથી અને જેલમાં ડાહ્યા ડમરા દેખાતા ગુનેગાર બહાર આવતાજ પોતાનો અસલી ગેર કાનૂની ધંધો શરૂ કરી દે છે, આવાજ એક કિસ્સામાં રાજકોટ શહેર પોલીસ દોઢ વર્ષ પહેલા દત્તક લીધેલી 23 વર્ષની ડ્રગ એડિકટ અમી દિલીપભાઈ ચોલેરા રહે.રાજહસં એપાર્ટમેન્ટ બ્લોક નં.એ-૭ કરણપરા શેરી નં.૧૧૧૨ને એસ.ઓ.જી.ના હાથે ફરી વધુ એક વખત એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઇ છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા કે જે છોકરી ને સુધારવા કાઉન્સિલિંગ અને અનેક પ્રયત્નો કર્યા અને ભરોસો કર્યો તે છોકરી જેલમાંથી બહાર આવતાજ ફરી ગેરકાનૂની ધંધે…

Read More

–અમદાવાદમાં INDIAN PUBLIC SCHOOLમાં ફી નો વિવાદ વકર્યો તપાસ કરવાની જવાબદારી કોની? — શાળામાં ફી રેગ્યુલેશન કમીટી FRC ના નિયમોનું પાલન કરવામાં આવતુ નહિ હોવા સહિત સરકાર તેમજ શિક્ષણ ખાતાને, FRC કમીટી ને અંધારામાં રાખી ને વાલીઓ પાસેથી શાળામાં શિક્ષણના-ટ્યુશન ના નામે ફી વસૂલવા માં આવતી હોવાના લાગ્યા ગંભીર આરોપ અમદાવાદમાં એક અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ફી મામલે મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અને ગંભીર પ્રકારના આક્ષેપો થયા છે તેમાં જે ફી ભર્યાની જે રસીદ આપવામાં આવે છે તે માંથી એક ફી ની રસીદ GMEMS INDIAN PUBLIC SCHOOL, કુબેરનગર,અમદાવાદ શાળાના નામની આપવામાં આવે છે. જ્યારે બીજી…

Read More

આજે વહેલી સવારે રીબડાના મહિપતસિંહ જાડેજાનું અવસાન થતાં ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. સૌરાષ્ટ્રના રિબડામાં રાજકારણનું મોટું અને નામ ધરાવતા અને ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ચૂંટાયા બાદ ગોંડલથી ધારાસભ્ય કાળ દરમિયાન મહિપતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ક્ષત્રિય સેનાની સ્થાપના કરી તેઓ પ્રમુખ પણ બન્યા હતા. માજી ધારાસભ્યની સાથે મહિપતસિંહ જાડેજા ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તેમના નિધનથી ગુજરાત-સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિપતસિંહ જાડેજાએ અગાઉ પોતાના 83મા જન્મ દિવસે પોતાના જીવતા મરસિયા કાર્યક્રમ રાખી ભારે ચર્ચામાં આવ્યા હતા આ કાર્યક્રમ ગોંડલના રીબડા ખાતે 24મે…

Read More

આજે રજૂ થઈ રહેલા બજેટ ઉપર સૌની નજર છે અને મોંઘવારી ઓછી થવાની આશાઓ વચ્ચે રાજ્યમાં મગફળીની આવક છતાં સિંગતેલના તેલના ડબ્બાના ભાવમાં રૂ.30નો વધારો થતા લોકો નિરાશ થઈ ગયા છે અને વધી ગયેલા ભાવો ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. ગુજરાતમાં મગફળીની ખૂબજ આવક થઈ છે અને ચાલું વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થયું હોવા છતાં પણ સિંગતેલના ભાવમાં સતત વધારો કરીને તૈલી માફિયાઓ લૂંટ ચલાવી રહયા છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂપિયા 100નો વધારો થયો છે. ભાવ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે તો બીજી તરફનાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે…

Read More

રાજ્યમાં વિકાસ થશે અને મહા નગરપાલિકા પાલિકા દ્વારા ટેક્સમાં વધારો થશે હાલમાં અમદાવાદ, રાજકોટ,વડોદરા અને સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનના ચૂંટાયેલા સત્તાધીશો સમક્ષ જે બજેટ રજૂ કર્યું છે તેમાં જનતા પર દોઢો ટેક્સ ઝીંકાયો છે. અમદાવાદની વાત કરવામાં આવેતો મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને રૂ. 8400 કરોડ જ્યારે સુરતમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રૂ. 7707 કરોડ અને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રૂ. 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. અમદાવાદની 72 લાખ, સુરતમાં 66.37 લાખ અને રાજકોટમાં 17.73 લાખ વસ્તી છે. ત્યારે આ ત્રણેય શહેરની દોઢ કરોડ વસ્તીને આવરી લેતું બજેટ રાજ્યના મિની બજેટના રૂપમાં રજૂ થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ…

Read More

સુરતમાં એક સમયે ભૂરી ડોનનો સિક્કો ચાલતો હતો પણ લેડી અંડરવર્લ્ડમાં હવે નવી લેડી ડોન ભાવિકા જાહેરમાં “રોલા” પાડી લોકોને ગભરાવી રહી છે અને હવે તે સુરતમાં પોતાની ગુંડાગીરી માટે જાણીતી બની છે. લેડી ડોન ભાવિકાએ જાહેર રોડ પર મારામારી કરી ચપ્પુ બતાવી રોલા પાડતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેથી પોલીસે આખરે લેડી ડોન અને તેના સાગરીતની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસ અને તેના સાગરીત સામે પુણા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી પાસે આવેલી નાલંદા સ્કૂલની સામે જાહેરમાં ચપ્પુ લઈને ફરતી…

Read More