રાજ્યમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ આજે બંધ રાખી વિરોધ કર્યો છે અને ડેરીના વાહન અટકાવવામાં આવી રહ્યા ના બનાવો વચ્ચે સુરતમાં સુમુલ ડેરીના ટેમ્પોમાં માલધારીઓ એ તોડફોડ કરી દૂધ રોડ ઉપર ઢોળી દેવાની ઘટના બાદ પલસાણા તાલુકાના ચલથાણ માં સુમુલ પાર્લર પર માલધારી સમાજના 100 જેટલા યુવાનો પહોંચી પાર્લર માલિકને ધમકાવી દૂધના કેરેટ ભરેલી ગાડીઓ લઈ ભાગી છૂટતા ભારે ચકચાર મચી છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને જનતાને બાન માં લેવાના પ્રયાસને વખોડી કાઢયો હતો, લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં શેરથામાં યોજાયેલા સંમલનમાં સરકારને બતાવી દેવા…
કવિ: Halima shaikh
બિહારના સાસારામથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં માલગાડીના 20 વેગન પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત દીનદયાલ ઉપાધ્યાય રેલ વિભાગના કુમહાઉ સ્ટેશન પાસે થયો હતો. આ દુર્ઘટનાને કારણે ગયા-હાવડા રૂટની અનેક ટ્રેનોને અસર થઈ હતી. રેલ્વે કર્મચારીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે જાનહાનિ થઈ નથી. દુર્ઘટનાની ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે કમ્પાર્ટમેન્ટના ભાગો અહીં-તહીં વેરવિખેર થઈ ગયા છે. રેલવે મંત્રાલયે એક ટ્વિટમાં લખ્યું છે કે DDU ડિવિઝનના DDU-ગયા ગ્રાન્ડ ચોર્ડ રેલવે સેક્શનના કુમહાઉ સ્ટેશન પર આજે 21મી સપ્ટેમ્બરે સાંજે 06.30 વાગ્યે માલસામાન ટ્રેનના…
વડોદરાના વાઘોડિયા GIDCમાં ખાતેના પ્લોટ નંબર 728/29 સ્થિત શ્રી રાધે ક્રિષ્ણ મંડપ કંપનીમાં ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી, આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા આવી પહોંચેલા લાશ્કરોએ આગ ને માંડ કાબુમાં લીધી હતી. વિગતો મુજબ વાઘોડિયા GIDCમાં લાલાભાઈ ગૌર અને નીલેષભાઈ ગૌરની માલિકીના પ્લોટ નં.728/29માં રાજસ્થાની રાધે ક્રિષ્ણ મંડપ કંપનીમાં ઓચિંતાની આગ લાગતાં અફરા તફરી મચી હતી. સદનશીબે કંપનીમાં કામ કરતા કામદારોની શિફ્ટ છુટ્યા બાદ આગ લાગતાં કામદારો નહિ હોવાથી મોટી જાનહાની ટળી હતી. રાત્રીના લગભગ પોણા અગિયાર વાગે મંડપ ડેકોરેશન માટે ફાઈબર અને પ્લાસ્ટિકના સામાનમાં મંડપ ડેકોરેશનના સામાન સહિત કાપડ અને ગાદલા ભરેલ ગોડાઊનમાં આગ લાગતાં…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ છેડાવાની શક્યતા વચ્ચે હવે અહેવાલ એવા છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. આ અંગે કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. અગાઉ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બંને પક્ષોએ ચૂંટણી ગઠબંધનથી જ લડી હતી. ભાજપે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં સ્થાન આપી દેતા હવે કોંગ્રેસ માટે ભાજપ સામે સીધો જંગ કરવો શક્ય નથી કારણકે આમ આદમી પાર્ટીએ તે સ્થાન લઇ લીધું છે તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન થઇ ભાજપ સામે ટકકર લેવા રણનીતિ ગોઠવાઈ…
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ અગાઉ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ મનાઈ રહ્યો છે ત્યારે ઓવૈસીની AIMIM પાર્ટી ગુજરાતમાં 65 બેઠકો પર જીતવાનો દાવો કર્યો છે. AIMIM ગુજરાતની કુલ 65 બેઠકો પર ઉમેદવાર ઉતારશે. જેમાં AIMIM અમદાવાદની 5 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં દરિયાપુર, જમાલપુર ખાડિયા, વેજલપુરમાં ઉમેદવારો ઉતારશે. ત્યાં જ દાણિલીમડા અને બાપુનગર બેઠક પર AIMIM ઉમેદવાર ઉતારશે. ઓવૈસીની પાર્ટી AIMIMની નજર ગુજરાતમાં મુસ્લિમ વોટબેંક પર છે અને આવા ગુજરાતના 3 જિલ્લા કચ્છ, ભરૂચ, અરવલ્લી અને અમદાવાદમાં જ્યાં મુસ્લિમના બહુમત વિસ્તાર છે તેવા વિસ્તાર માં પાર્ટી જીતની આશા રાખી રહી છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 47 બેઠકો…
રાજ્યમાં માલધારી સમાજ એક થઈ ગયો છે અને સરકાર સામે બાંયો ચડાવી આજે 21 તારીખે એક દિવસ દૂધ ન ભરવાની જાહેરાત કરવા સાથે દૂધ હડતાળની જાહેરાત કર્યા બાદ દૂધ વિતરણ કરશે નહિ અને કરવા દેશે નહિ નું એલાન કરતા આજે દૂધ મેળવવા જનતા હેરાન થઈ ગઈ હતી. દુધ વિતરણ થતું અટકાવવા કેટલાક માલધારીઓ સુરતની સુમુલ ડેરી બહાર એકત્ર થઈને સુમુલ ડેરીની દૂધ જનતાને પહોચાડવા જઈ રહેલી દૂધનું વાહન રોકી, કાચા તોડી નાખવામાં આવ્યા અને દૂધની થેલીઓ પણ રસ્તા ઉપર ફેંકી હતી, દૂધના કેરેટ રસ્તા પર ફેંકી દેવાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતના નાનપુરા,અડાજણ સહિત અને વિસ્તારો દૂધ માટે પ્રજા…
રાબેતા મુજબ સપ્ટેમ્બરના અંત સુધીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. જો કે, બંગાળની ખાડીમાં રચાયેલ ઊંડા લો પ્રેશર વિસ્તાર હજુ પણ દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું કારણ બની શકે છે. બીજી તરફ પહાડો પર હળવી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેથી પ્રવાસીઓ માટે ફરવાની સારી તક છે. હવામાન એજન્સીઓ અનુસાર, આગામી 24 કલાકમાં ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. સ્કાયમેટ વેધર અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 24 કલાકમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને કચ્છના ભાગોમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરશે, પરંતુ…
એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ કહ્યું કે પછાત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પહેલાથી જ અનામતનો લાભ લઈ રહ્યા છે. સામાન્ય વર્ગના ગરીબ લોકોને આ કાયદા હેઠળ લાભ મળશે જે ક્રાંતિકારી સાબિત થશે. આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતના મામલે સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે EWS ક્વોટા પર સામાન્ય વર્ગનો અધિકાર છે, કારણ કે SC-STના લોકોને પહેલાથી જ અનામતના ઘણા લાભો મળી રહ્યા છે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે મંગળવારે ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની બંધારણીય બેંચ…
કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદાર મનાતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંગઠનની ચૂંટણી લડવાના સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું, પહેલા હું તમામ કોશીશ કરી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા તૈયાર કરીશ. જો તેઓ સંમત નહીં થાય તો હું હાઈકમાન્ડનો આદેશ સ્વીકારીશ. મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારે એટલે કે આજે દિલ્હીમાં હશે. ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળે તેવી શક્યતા છે. આ પહેલા મંગળવારે મોડી રાત્રે સીએમ ગેહલોતે તેમના સત્તાવાર નિવાસસ્થાને કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બેઠકમાં, તેમણે ધારાસભ્યોને કહ્યું કે જો તેઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાનું નક્કી કરશે તો તેમને નવી દિલ્હી આવવા માટે કહેવામાં આવશે. પરંતુ તેઓ પહેલા કોચી જશે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સામે કહ્યું હતું કે, આજનો યુગ યુદ્ધનો નથી,મેં તમારી સાથે આ અંગે ફોન પર વાત કરી હતી,આજે આપણે શાંતિ અને પ્રગતિના માર્ગ પર કેવી રીતે આગળ વધી શકીએ તેની ચર્ચા કરવાની તક મળશે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં ઉચ્ચ સ્તરીય સત્રમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનનું સમર્થન કર્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ખરેખર આ યુદ્ધનો સમય નથી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વાર્ષિક બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. મોદીએ…