સોમવારે બપોરે 1 વાગ્યે (ભારતીય સમય મુજબ 11:30) મેક્સિકોના પશ્ચિમ કિનારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.6 નોંધવામાં આવી હતી. કોલિમા રાજ્યના મંઝાનિલો શહેરમાં એક સ્ટોરની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અનેક ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. અહીં પશ્ચિમ કિનારે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંથી 500 કિમી દૂર રાજધાની મેક્સિકો સિટીમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. રાજધાનીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સિસ્મોલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મિકોઆકન રાજ્યમાં કોલકોમનથી 59 કિમી દક્ષિણમાં, પેસિફિક કિનારે જમીનથી 15 કિમીની ઊંડાઈએ હતું.
કવિ: Halima shaikh
હિન્દુ નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્રએ આજે સોમવારે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એસએમએસના આઈસીયુમાં તેઓની સારવાર ચાલી રહી હતી. લગભગ એક મહિના અગાઉ તેઓને આંતરડાના રોગની સારવાર માટે એડમીટ કરાયા હતા. દેશભરના હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ આચાર્ય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આચાર્યએ શ્રી રામ મંદિર આંદોલનમાં સક્રિય રહીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ લાંબા સમયથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હતા, આ દરમિયાન તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા પણ તેમને મળવા માટે એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા…
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર મોહાલીમાં યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહી ભણતી વિદ્યાર્થીનીઓનો સ્નાન કરી રહેલો વીડિયો વાઇરલ થયા બાદ ભારે હોબાળો મચી જતા યુનિવર્સિટીમાં વર્ગો છ દિવસ માટે બંધ કરવામાં આવ્યા હતા. આ મામલાથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ છોડવાનું ચાલુ કરી દીધું છે. તેમનાં માતા-પિતા પોતાની પુત્રીઓને ઘરે લઈ જતા રહયા છે. હિમાચલ પોલીસે મોડી રાત્રે આ પ્રકરણમાંમાં આરોપી બે યુવકની ધરપકડ કરી છે, જેમાં યુવતીએ જે યુવકની તસવીર બતાવી હતી તે શિમલાના ઢલીમાંથી ઝડપાયો હતો. તેનું નામ રંકજ વર્મા છે, જ્યારે અન્ય આરોપી સની મહેતાની રોહડુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં પણ વીડિયો બનાવનાર યુવતીની પંજાબ પોલીસે ધરપકડ કરી હતી.…
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ફરી વેગ પકડી રહી છે. રાજસ્થાન બાદ છત્તીસગઢ અને ગુજરાત કોંગ્રેસ યુનિટે પણ સર્વસંમતિથી રાહુલ ગાંધીને ફરીથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની અપીલ કરતો ઠરાવ પસાર કર્યો હતો. રવિવારે રાયપુરમાં યોજાયેલી રાજ્ય કોંગ્રેસની બેઠકમાં સીએમ ભૂપેશ બઘેલે પ્રસ્તાવ મૂક્યો કે રાહુલ ગાંધી પુનર્વિચાર કરે અને પાર્ટીના અધ્યક્ષ બને. આ દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ફરી વેગ પકડી રહી છે. તેની શરૂઆત રાજસ્થાનથી થઈ હતી. રવિવારે છત્તીસગઢ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પણ આ અંગેનો ઠરાવ પસાર કર્યો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ…
કચ્છ જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ થયો છે અને ભુજ શહેરનું હમીરસર તળાવ ઓવર ફ્લો થઈ ગયું છે,જોકે, જિલ્લાના દશતાલુકામાં કુલ 170 ડેમોમાંથી હજુ સુધી 108 ડેમ જ પૂર્ણ ભરાયા છે પણ 54 જેટલા ડેમોમાં હજુ પણ ખાસ પાણી આવ્યું નથી. વિગતો મુજબ ભુજ તાલુકામાં 35માંથી 18, અંજાર તાલુકાના 12માંથી 4, ભચાઉ તાલુકાના 18માંથી 4, રાપર તાલુકાના 16માંથી 3, માંડવી તાલુકાના 21માંથી 18, મુન્દ્રા તાલુકાના 11માંથી 9, નખત્રાણા તાલુકાના 16માંથી 15, અબડાસા તાલુકાના 24માંથી 24, લખપત તાલુકાના 17માંથી 13 ડેમો પૂર્ણ ભરાઈ ગયા છે. હાલ જે વરસાદ પડ્યો છે તેમાં પશ્ચિમ કચ્છની સરખામણીએ પૂર્વ કચ્છમાં બહુ ઓછા ડેમોમાં પાણી આવ્યું…
દેશમાં વિપક્ષ એકજૂથ થઈ નીતીશ કુમારને વડાપ્રધાન બનાવવા નીકળ્યા છે પણ આ બધા સામે માત્ર મોદી એકલાજ કાફી છે અને લખી રાખો નરેન્દ્રભાઈ મોદી 2024માં પણ ભારતના વડાપ્રધાન હશે. વડાપ્રધાન મોદી ઉપર લખવામાં આવેલા પુસ્તક મોદી@20ના લોકાર્પણ પ્રસંગે પટનામાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મુજબ જણાવી નીતિશકુમાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, જે વ્યક્તિ સ્વબળે એકલા હાથ ચૂંટણી નથી જીતી શકતા અને જેને મુખ્યમંત્રી બનવા માટે પણ જો કોઈનું સમર્થન લેવું પડતું હોય તેવા વ્યક્તિ વડાપ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યાં છે જે હાસ્યાસ્પદ લાગી રહ્યું છે. દેશમાં પ્રધાનસેવકની રેસમાં માત્ર એક જ વ્યક્તિ છે…
ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થઇ રહ્યું છે અને 16મી ઓક્ટોબરથી શરૂ થનાર વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં ભારે ઉત્સાહ છે આ મેચ અગાઉ ટીમ ઈન્ડિયાની નવી જર્સી લૉન્ચ કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સ દ્વારા નવી જર્સી લૉન્ચ કરવામાં આવી છે. છેલ્લી ટી-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમની જર્સી નેવી બ્લૂ કલરમાં હતી. જો કે નવી જર્સીનો કલર લાઈટ બ્લૂ રાખવામાં આવ્યો છે. ઉપરાંત ખભા ઉપર ડાર્ક બ્લૂ કલરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે હવે ટી-20માં ભારતીય મહિલા ટીમની જર્સીનો કલર પણ સ્કાય બ્લૂ જ રહેશે. BCCIએ…
ભાવનગર શહેરમાં આજે તા. તારીખ 19 સપ્ટેમ્બરને સોમવારથી તા.21 સપ્ટેમ્બરને બુધવાર સુધી જુદાજુદા વિસ્તારમાં સવારના 6:30 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. તારીખ 19 સપ્ટેમ્બરને સોમવારે 11કેવી દિવડી ફીડર હેઠળના સરદારનગર ગુરુકુળ પાછળનો વિસ્તાર, દીવડી ચોક, ગુરુકુળ, લોકમિલાપ આજુબાજુનો વિસ્તાર, કે એસ એમ, ચંપા સોસાયટીથી પન્ના અગરબત્તી મોખડાજી સર્કલ અને બામણીયા પ્લોટ, ડાયમંડ વિસ્તારમાં સવારના 6:30 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જયારે તારીખ 20 સપ્ટેમ્બર ને મંગળવારે 11 કે વી સંસ્કાર મંડળ ફિગર હેઠળના રૂપાણી સર્કલ, ગુલિસ્તા મેદાન, ગોળીબાર હનુમાન મંદિરની આજુબાજુનો વિસ્તાર, આતાભાઇ ચોક, જવાહર મેદાન, તપસી બાપુની વાડીની આજુબાજુનો વિસ્તાર, કસ્ટમ ઓફિસ આજુબાજુનો…
સુરેન્દ્રનગરના નવાગામ પાસે સીએનજી ટેમ્પોમાં ગેસનો બાટલો ફાટતા પિતા-પુત્રના ટેમ્પોમાંજ કમકમાટીભર્યા મોત થઈ ગયા હોવાનો બનાવ બનતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના નવાગામ નજીક સીએનજી ગેસ ધરાવતા છોટા હાથી ટેમ્પોમાં જોરદાર બ્લાસ્ટ થતા ટેમ્પોમાં સવાર પિતા-પુત્ર જીવતા ભડથું થઇ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. વિગતો મુજબ સાયલા તાલુકાના નવાગામ નજીક સવારે છોટા હાથી ટેમ્પામાં સીએનજી ગેસનો બાટલો ફાટતા વીછીયા તાલુકાના ચીરોડા ગામના લાલજીભાઇ મોતીભાઇ ખોરાણી અને અમિતભાઇ લાલજીભાઇ ખોરાણીના ટેમ્પોમજ કરૂણ કમકમાટીભર્યા મોત નિપજતા મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા સાથે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.
જોધપુરના એક પ્લાસ્ટિક સર્જન ડોક્ટરના ઘરમાં સ્ટ્રીટ ડોગ ઘૂસી જતા રોષે ભરાયેલા ડોક્ટરે કૂતરાને પોતાની ગાડી સાથે બાંધીને 5 કિલોમીટર સુધી ઘસડતા કૂતરો લોહીલુહાણ થઈ ગયો હતો જોકે, ત્યાંથી પસાર થતા લોકોએ આ દૃશ્યો જોઈને ચોંકી ગયા હતા અને કાર ને રોકવા ડોકટરની કારની આગળ બાઈક ઊભી રાખીને તેને રોક્યો અને માંડ શ્વાનને છોડાવી એમ્બ્યુલન્સ બોલાવીને શ્વાનને હોસ્પિટલ ભેગો કર્યો હતો. આ ડોકટર વિરુદ્ધ પશુ ક્રૂરતાનો કેસ નોંધાયો છે આ ડોકટર જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન તરીકે ફરજ બજાવે છે જેનું નામ ડૉ. રજનીશ ગાલવા હોવાનું અને અહીં સૌથી પૉશ કોલોની શાસ્ત્રીનગરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી…