બ્રિટનના સ્વ. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કારમાં જોડાવા લગભગ 10 લાખ સામાન્ય નાગરિકો લંડનમાં પહોંચ્યા છે. વિશ્વભરના 500 થી વધુ રાજ્યના વડાઓ, પ્રતિનિધિઓ અને રાજવીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અહીં પહોંચનારાઓ રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. વરિષ્ઠ નાગરિકો અને બાળકો તેમની શ્રદ્ધાંજલિ આપવા માટે લાંબી કતારોમાં ઉભા છે. બ્રિટનમાં રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર નિમિત્તે આજે સોમવારે રાષ્ટ્રીય રજા જાહેર કરાઇ છે. અહીં શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં લોકો રાત્રે જ આવવા લાગ્યા હતા. અંતિમ દર્શન માટે 10 કિમી લાંબી લાઇન છે. લોકોને લાંબો સમય, લગભગ 24 કલાક…
કવિ: Halima shaikh
ગોવા કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા બાદ તેઓ દિલ્હી પહોંચ્યા છે અને આજે સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. વિગતો મુજબ ગોવાના સીએમ પ્રમોદ સાવંત મોડી રાત્રે આ 8 ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવ્યા છીએ. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યો તેમના દિલ્હી પ્રવાસ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળવાની શક્યતા છે. મહત્વનું છેકે ગત બુધવારે, 14 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના ધારાસભ્યો દિગંબર કામત, માઈકલ લોબો, ડેલિલા લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અનોનકર, એલેક્સીઓસ સિક્વેરા અને રુડોલ્ફ ફર્નાન્ડિસ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.…
ગુજરાતમાં આગામી 15 ઓક્ટોબર મહિના સુધીમાં વિધાનસભાની ચૂંટણી ગમેત્યારે ડિકલેર થવાની શક્યતાઓ વચ્ચે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં અને આગામી મહિનામાં11 ઓક્ટોબરમાં એમ પખવાડિયામાં બે વખત રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે. વડાપ્રધાનના હસ્તે રાજકોટમાં અનેક સ્થળો ઉપર નિર્માણ પામેલા વિકાસ કાર્યોમાં મુખ્યત્વે લાઈટ હાઉસ પ્રોજેક્ટ અને હોસ્પિટલ,ચોક બ્રિજ સહિતના અન્ય વિકાસ કામોનું પણ મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાની ગણતરી છે. સપ્ટેમ્બરના અંતમાં મોદીજી આવી ગયા બાદ તેઓ ફરી આગલા મહિને 11 ઓક્ટોબરે વડાપ્રધાનની જામકંડોરણા, ગોંડલ અથવા જેતપુરમાં જાહેરસભા ગોઠવવાનું આયોજન થઈ રહ્યું છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી.…
આજે રવિવારે એક શક્તિશાળી ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી ગઈ હતી. મળતી માહિતી મુજબ અહીં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આંચકા એટલા જોરદાર હતા કે એક બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ અને એક જગ્યાએ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. મળતી માહિતી અનુસાર, ભૂકંપના આંચકા શહેરથી 50 કિલોમીટર ઉત્તરમાં 2:44 કલાકે (સ્થાનિક સમય મુજબ) અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિમી નીચે હતું. બે માળની ઈમારત ધરાશાયી થયા બાદ બે ઘાયલોને બચાવી લેવાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, કેટલાક અહેવાલો એવું પણ કહે છે કે 7.2ની તીવ્રતાના ભૂકંપની તીવ્રતા તાઈવાનના યુજિંગથી 85 કિમી દૂર નોંધાઇ છે. ભૂકંપ…
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ની અગાઉ થઈ છે. આજે વડોદરા પંથક સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજથી આજે રવિવાર અને સોમવારે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. દિક્ષણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે. ભાવનગરથી લઇને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી બે-ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા પડી શકે છે. આગામી 48 કલાક દરમિયાન દક્ષીણ ગુજરાત અને અન્ય કેટલાક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક જીલ્લામાં મધ્યમ વરસાદની આગાહી…
વડોદરામાં છુટા છવાયા ઝાપટાં વચ્ચે ફરી આજે રવિવારે બપોરે વરસાદ પડતાં સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. સવારે એકંદરે તડકો નીકળ્યા બાદ બપોર પછી અઢી વાગ્યાના અરસામાં આકાશમાં અચાનક વાદળો ચડી આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. શહેરના ગોત્રી વિસ્તારમાં વરસાદ પડતાં રસ્તા ઉપર પાણી ભરાઇ જવા પામ્યા હતા અને છત્રી અને રેઇનકોટ વગર બહાર નીકળેલા લોકો પલળી ગયા હતા ગતરોજ સાંજે પણ જોરદાર વરસાદી ઝાપટું પડતા બજારમાં નીકળેલા લોકો ભીંજાઈ ગયા બાદ આજે બપોર બાદ અચાનક વરસાદ પડતા લોકોએ ભીંજાવાની મોજ માણી હતી.
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતી કવિતા ચાવલા ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સિઝનની પહેલી કરોડપતિ સ્પર્ધક છે જે એક કરોડ રૂપિયા જીતી ગઈ છે. કવિતા સાડા સાત કરોડ રૂપિયાનો છેલ્લા સવાલનો જવાબ આપવાનું હજુ બાકી છે. કવિતા વર્ષ 2000થી આ શોમાં ભાગ લેવા માગતી હતી અને લગાતાર પ્રયાસ બાદ 21 વર્ષે તે સ્પર્ધા સુધી પહોંચી ગઈ છે. કવિતાએ એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતું, ‘અહીં સુધી આવવા બદલ હું ઘણી જ ખુશ છું. મને મારી જાત પર ગર્વ થઈ રહ્યો છે. હું એક કરોડ જીતનારી પહેલી સ્પર્ધક બની છું. મારો દીકરો વિવેક ને પિતા મારી સાથે મુંબઈમાં છે. મારા પરિવારમાં કોઈને ખ્યાલ નથી કે હું…
રાજ્યમાં માલધારી સમાજ એક થયો છે અને અડાલજ પાસેના શેરથા ખાતે મળેલા માલધારી વેદના સભા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં માલધારીઓ ઉમટી પડ્યા હતા. જેમાં માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો આ સભામાં ઉમટ્ય છે.સભામાં ગર્જના થઈ કે જો આપણી માંગણી પુરી નહીં થાય, તો રાજકોટથી આગળ કોઈની ગાડી જવા નહીં દઈએ એટલી તાકાત આ સમાજમાં છે સમાજના પ્રવકતા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે સરકાર ઢોર અંકુશ નિયંત્રણ કાયદો જે વર્ષ 2022 માં લાવી છે તે કાયદો સરકારી પડતર જમીન…
ડોમેસ્ટિક કંપની Lava એ તેના નવા ઓછી કીમતના ફોન Lava Blaze Pro લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ અદ્ભુત રીતે ડિઝાઇન કરાયેલ ફોન ભારતમાં 20 સપ્ટેમ્બરે લોન્ચ થશે. લાવા બ્લેઝ પ્રોને લાવા બ્લેઝના અપગ્રેડ તબક્કામાં રજૂ કરવામાં આવશે. આ ફોનમાં પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલનો હશે અને કેમેરા સાથે 6X ઝૂમ ઉપલબ્ધ હશે. ફોનમાં 6.5-ઇંચ ડિસ્પ્લે અને 5,000mAh બેટરી માટે પણ સપોર્ટ મળશે. લાવા બ્લેઝ પ્રોને લાવા બ્લેઝના અપગ્રેડ તબક્કામાં રજૂ કરવામાં આવશે. આ ફોન આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યો છે. લાવા બ્લેઝના 3 જીબી રેમ સાથેના 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,699 રૂપિયા છે. આ ફોન લગભગ સમાન કિંમતે…
સલમાન ખાન તેના રિયાલિટી શો ‘બિગ બોસ 16’થી ફરી એકવાર કમબેક કરવા જઈ રહ્યો છે. આ વખતે શોમાં ઘણું બધું જોવા મળશે અને તેના કારણે દર્શકોની ઉત્તેજના પણ ઘણી વધી ગઈ છે. શોમાં ભાગ લઈ રહેલા સ્ટાર્સ વિશે દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. તેવા સમયે હવે એવા અહેવાલો છે કે જિયા માણેક, પ્રકૃતિ મિશ્રા અને રિદ્ધિમા પંડિત, જેઓ ‘બિગ બોસ ઓટીટી’નો ભાગ હતા તે શોમાં ભાગ લઈ રહ્યા છે. વિગતો મુજબ ‘સાથ નિભાના સાથિયા’ના ગોપી બહુ એટલે કે જિયા માણેક શોમાં જોવા મળશે. જો કે આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સિવાય ‘બિગ બોસ ઓટીટી’માં જોવા…