સરકારે ડાયાબિટીસની સસ્તી દવા સીટાગ્લિપ્ટિન અને તેના અન્ય ફોર્મ્યુલેશન બજારમાં લોન્ચ કર્યા છે. તેની 10 ગોળીઓની કિંમત 60 રૂપિયા સુધીની હશે અને આ દવા જેનરિક દવાની દુકાન જન ઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) એ જનઔષધિ કેન્દ્રો પર સીતાગ્લિપ્ટિન અને તેના ફોર્મ્યુલેશનના નવા સંસ્કરણો લોન્ચ કર્યા છે. 50 મિલિગ્રામ (એમજી) સિટાગ્લિપ્ટિન ફોસ્ફેટ ધરાવતી દસ ગોળીઓ 60 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે 100 મિલિગ્રામની 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે સિટાગ્લિપ્ટિન અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડનો 50mg/500mg ગુણોત્તર 65 રૂપિયા પ્રતિ 10 ટેબ્લેટમાં ઉપલબ્ધ થશે, જ્યારે 50mg/1000mg મિશ્રણ 70 રૂપિયામાં…
કવિ: Halima shaikh
ભાજપ દ્વારા PM મોદીજીના જન્મ દિવસની ઉજવણી સેવા અભિયાન પખવાડિયા તરીકે કરવાનું નક્કી કર્યું છે જેનો પ્રારંભ આજથી થશે. ભાજપ 17 સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી પીએમનો જન્મદિવસ ઉજવશે. પાર્ટીએ તેનું નામ સેવા અભિયાન પખવાડિયા રાખ્યું છે. આ અંતર્ગત તમામ જિલ્લાઓમાં વિવિધતામાં એકતાની ઉજવણી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવામાં આવશે. 17 સપ્ટેમ્બરના રોજ PM મોદીના 72માં જન્મદિવસ પર બધા કાર્યકર્તાઓ પોત-પોતાના ક્ષેત્રોમાં અલગ-અલગ કાર્યક્રમ કરાવશે. આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ સંચય અભિયાન, વિકલાંગ વ્યક્તિઓમાં સાધન-સામગ્રી વિતરણ, સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવશે. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે 72 વર્ષના થશે. તેઓ પોતાના જન્મદિવસ પર આજે ચાર મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સંબોધન કરશે. સૌથી પહેલા PM શનિવારે જ નામીબિયાથી 8 ચિતાઓના આગમનના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સિવાય પીએમ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સંબોધિત કરશે. શનિવારે જ ભાજપ સેવા અભિયાન પખવાડિયાની શરૂઆત કરશે. તેમના જન્મદિવસ પર, PM 70 વર્ષ પહેલા લુપ્ત જાહેર કરાયેલ ચિત્તાને ભારતમાં લાવવાના પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કરશે. નોંધનીય છે કે નામીબિયાથી આઠ ચિત્તાઓને શનિવારે જ કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવી રહ્યા છે. પીએમ પોતે તેમને રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડશે. આ વિષય પર રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણ પર વાત…
વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીના મહિલાનાં સગાઓ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે છુટ્ટાહાથની મારામારી અને ઝપાઝપીનો બનાવ બનતા ભારે ચકચાર મચી ગઇ હતી,સોનોગ્રાફી વિભાગના ગાર્ડ અને મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને યોગ્ય જવાબ ન મળતાં અને સમયસર સારવાર ન મળવાના કારણે દર્દીઓના સગાઓ રોષે ભરાતા હોવાના બનાવ વારંવાર બની રહ્યા હોવાની ફરિયાદો અગાઉ થી જ ઉઠી રહી છે. આવીજ એક સામાન્ય બાબતમાં સોનોગ્રાફી વિભાગ દ્વારા દર્દીને યોગ્ય જવાબ ન મળતા મહિલાઓ અને સિક્યોરિટી વચ્ચે મારામારી થતા ભારે ચકચાર મચી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ સયાજી હોસ્પિટલમાં એક મહિલા સોનોગ્રાફી માટે આવી હતી પણ સોનોગ્રાફી વિભાગ દ્વારા આ મહિલા…
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગઇકાલે ધરપકડ બાદ આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આગળના ગેટ પર અર્બુદા સેનાના કાર્યકરોની ભીડ જામતા સવારે 12 કલાકે વિપુલ ચૌધરીને કોર્ટના પાછળના ગેટથી લેવામાં આવ્યા હતા. જેમાં સાંજે 4 વાગ્યે કોર્ટે વિપુલ ચૌધરીના 23 તારીખ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહેસાણા કોર્ટમાં વિપુલ ચૌધરીને રજૂ કરવાના હોવાની જાણ થતાં જ અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ બહાર ઉમટી પડતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સમર્થકોની ભીડ જામતા વિપુલ ચૌધરીને પાછળના દરવાજેથી કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં લાબી દલીલો બાદ 4 વાગ્યે 7…
રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી માટે ખાલી જગ્યોઓ ભરવાનો રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય કર્યો છે,વિગતો મુજબ કૃષિ મંત્રીની ઉપસ્થિતીમાં યુનિના કુલપતિઓની મળેલી બેઠકમાં ચર્ચા વિચારણા બાદ રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ સત્વરે ભરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભમળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેના ભાગરૂપે રાજ્યમાં ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ ભરવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા. 14-09-2022 ના રોજ ગાંધીનગર ખાતે કૃષિ…
ગુજરાતના માછીમાર પરિવારોને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના માછીમારોને 14 પ્રકારની ગેરંટી આપવામાં આવી હતી. કોંગ્રેસે તેના સંકલ્પપત્રમાં જણાવ્યું હતું કે જો ગુજરાતના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થશે તો તેના પરિવારને રૂ.10 લાખ અને જ્યાં સુધી માછીમાર જેલમાં રહે ત્યાં સુધી તેના પરિવારોને રોજના 400 રૂપિયાની કોંગ્રેસ સહાય આપશે એટલેકે દર મહિને રૂ.12000ની ચુકવણી કરવામાં આવશે. અમદાવાદ ખાતેથી આ મુજબની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષના શાસનમાં ભાજપે માછીમારોના હક્ક ઝૂંટવી લીધા છે તેથી ભાજપની સરકારને હટાવીને 2022માં કોંગ્રેસ…
સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં નવી બની રહેલી પ્લેડિયમ રેસિડેન્સીમાં 14મા માળે લિફ્ટથી કામગીરી દરમિયાન નીચે પટકાતા બે કારીગરોના નીચે પટકાતા મોત થઇ ગયા છે. આ રેસીડેન્સીમાં લિફ્ટના સેટ-અપનું કામ ચાલતું હતું અને વર્કર્સ કામ કરતા હતા. લિફ્ટના સેટ-અપ માટે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતુ ત્યારે આ ઘટના બની હતી. મૃતકોમાં આકાશ બોરસે અને નિલેશ પાટીલનો સમાવેશ થાય છે. બંને મહારાષ્ટ્રના નંદુરબારના વતની છે. લિફ્ટના ભાગમાં કામદાર કામ કરવા ગયા હતા. સ્ટુલ પર ઉભો રહી એક કામદાર કામ કરી રહ્યો હતો. બીજો કામદાર તેની સાથે હતો. એક કામદારનું બેલેન્સ બગડતા તેને નીચે પડતા અટકાવવા બીજો બચાવવા ગયો ત્યારે બન્ને લિફ્ટની ગેલેરીમાં 14…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટને સંબોધિત કરી રહયા છે તેમણે હિન્દીમાં ભાષણ આપ્યું હતું. “ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે,” તેમણે કહ્યું. મને ખુશી છે કે ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. પીએમે કહ્યું, “અમે દરેક ક્ષેત્રમાં નવીનતાને સમર્થન આપી રહ્યા છીએ. આજે ભારતમાં 70 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, જેમાં 100થી વધુ યુનિકોર્ન છે. આ ક્ષેત્રમાં અમારો અનુભવ SCO દેશો માટે ઉપયોગી થઈ શકે છે. આ હેતુ માટે જ અમે SCO સભ્ય દેશો સાથે અનુભવો શેર કરવા તૈયાર છીએ. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત થયો…
મહેસાણામાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવાની જાણ થતાંજ અર્બુદા સેનાને થતાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કાર્યકરો કોર્ટ બહાર એકત્ર થઈ જતા કોર્ટની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અહીં ગેટ નંબર-2 પર અર્બુદા સેનાના કાર્યકરો ઉમટી પડતા તેમને પાછળના ગેટ નંબર-3 પરથી કોર્ટમાં લઈ જવાયા હતા. વિપુલ ચૌધરીની ધરપકડને લઈને અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપી ગયો છે અને મહેસાણા ખાતે અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી અને કલેક્ટર કચેરીમાં વિપુલ ચૌધરીને ધરપકડમાંથી મુક્ત કરવા માટે મોટી સંખ્યામાં અર્બુદાના કાર્યકરોએ એકત્રિત થઈ કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. ત્યારે આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં…