કવિ: Halima shaikh

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે હજુપણ મારે લોકસેવા કરવી છે, વિકાસનાં કામો બાકી છે, જે પુરા કરવા છે માટે આ છેલ્લીવાર ટિકિટની માગ કરી છે.પોતાની આ છેલ્લી ચૂંટણી હશે તેવી જાહેરાત પણ મધુ શ્રીવાસ્તવે કરી છે. તેઓએ ઉમેર્યુ હતું કે, છેલ્લા 6 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે પરંતુ હજુ પોતાના મત ક્ષેત્ર વિસ્તારમાં જોઈએ તેવો વિકાસ થયો નથી અને હજુપણ કામો બાકી છે. હજુપણ 15 ટકા લોકો એવા છે જેઓ ભાડાના મકાનમાં રહે છે. જેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, નુર્મ જેવા આવાસો બનાવવા છે. અહીં સારી શાળાઓ નથી તે પણ બનાવવાની છે, લોકોના આરોગ્ય માટે સારી…

Read More

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને કચ્છમાં આજે ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. વલસાડમાં ઉપરવાસના વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધ્યું છે તેમાંય જો આગાહી મુજબ વરસાદ થશે તો સ્થિતિ વિકટ બની શકે તેમ હોય નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. બીજીતરફ રાજ્યમાં છેલ્લા ૧૮ કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં પ.૭૬ ઇંચ વરસાદ પડ્યો છે. હાલમાં વેલમાર્ક લો પ્રેશરની અસર હેઠળ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયામાં ૪૦થી…

Read More

ગુજરાતના રાજકારણમાં આજે ફરી વધુ મોટી ઘટના બનવા જઈ રહી છે અને આજે તા. 17મી ઓગસ્ટના રોજ પીઢ કોંગ્રેસીઓ નરેશ રાવલ અને રાજુ પરમાર સહિત તેમના સમર્થકો ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાશે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો સાથે એક બેઠક પણ મળનાર છે ત્યારે આ કોંગ્રેસના પીઢ નેતાઓ ભાજપમાં જોડાઈ જશે. આ બંને કોંગી નેતાઓએ આમતો ઘણા વખત પહેલાથી જ ભાજપમાં જોડાવાનું એલાન અને દિવસ ફિક્સ કરી દીધો હતો અને દિલ્લી જઈને PM મોદી સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, આ બન્ને નેતાઓ જાણીતા ચહેરા છે જેમાં કોંગ્રેસના નરેશ…

Read More

રાજ્યમાં બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સરકારે દેશી વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવવા આદેશ તો આપ્યો પણ બે દિવસ માત્ર દેખાડો કરી પોલીસે હવે હાથ ઊંચા કરી દેતા ફરી જોરશોરથી અડ્ડા ચાલુ થઈ ગયા છે ત્યારે લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખંડીબારા ગામમાં દેશી દારૂના અડ્ડા પોલીસે બંધ નહિ કરાવતા અહીં બુટલેગરો દ્વારા જાહેરમાં દારૂ ઉતારી વેચવામાં આવતો હોય આખરે ગ્રામજનોએ જાતેજ દારૂના ધંધા બંધ કરાવવાનું નક્કી કર્યું હતું અને ખંડીબારામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી આનોખી રીતે ઉજવવા સૌ ગામના શ્રી રામજી મંદિરે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી આકારે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પહોંચીને અડ્ડાઓની…

Read More

વલસાડના ઉદવાડા સ્થિત અગિયારી ખાતે પારસી સમાજના લોકોએ અગિયારી ખાતે પૂજા કરીને નવરોઝ પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરી હતી. પારસી સમાજ દ્વારા પારસીના નવા વર્ષ નવરોઝ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ઉડવાળાના અગિયારી ખાતે મોટી સંખ્યામાં પારસી પરિવારોએ અગ્નિની પૂજા કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી પારસીનું નવું વર્ષ એટલે નવરોઝ આજે નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓએ નવા કેલેન્ડર વર્ષ 1392ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે પારસીઓનું સૌથી મોટું ધર્મસ્થળ વલસાડના ઉદવાડામાં આવેલું છે જ્યાં પારસીઓ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આશત બહેરામની પૂજા અર્ચના કરે છે ઉદવાડામાં પારસી પરિવારોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી…

Read More

—કપરાડા તાલુકા માં કુલ ૨૪ ટાવરો અપગ્રેડ કરાશે જેમાં ૮ નવા ટાવરો,૪ બી.એસ.એન.એલ,અને ૧૨ અન્ય કંપની ના ટાવરો અપગ્રેડ કરાશે —ધરમપુર તાલુકા માં કુલ ૩૯ ટાવરો, જેમાં ૫ નવા,૭ બી.એસ.એન.એલ. અને અન્ય ૨૭ ટાવરો અપગ્રેડ થશે —વાંસદા તાલુકાના કુલ ૭,જેમાં નવા ૨,બી.એસ.એન.એલ ૪,અને અન્ય કંપની ના ૧ ટાવર જ્યારે આહવા તાલુકાના ના કુલ ૩૬,જેમાં નવા ૮, બી.એસ.એન.એલ. ના ૨૮ ટાવરો,સુબીર તાલુકા ના કુલ ૫૫,જેમાં નવા ૮,બી.એસ.એન.એલ ના ૪૭ ટાવરો,વઘઇ તાલુકાના કુલ ૩૧, જેમાં નવા ૩૧,નવા ૪,બી.એસ.એન.એલ ના ૨૬,અન્ય કંપની ના ૧ ટાવરને અપગ્રેડ કરવા સરકારનો નિર્ણય (પ્રતિનિધિ,સત્યડે,વલસાડ) કેન્દ્ર સરકાર દ્વારા નવા મોબાઈલ ટાવરો અંગે અને જુના ટાવરોમાં ઈન્ટરનેટ સ્પીડ…

Read More

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં પણ ઉપરવાસના ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગ દ્વારા તા.17મીએ યલો એલર્ટ અપાયું છે હાલમાં ઉપરવાસના વરસાદ ને કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહે છે અને ઉપરથી તા.17મીએ ભારે વરસાદની અગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. વલસાડ જિલ્લા કલેકટર દ્વારા ટ્વીટ કરી ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણ વાળા વિસ્તારમાં વસતા લોકોને સાવધ રહેવા જણાવાયુ છે અને તંત્રની સુચનનો અમલ કરવા વિનંતી કરવામાં આવી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે વલસાડની લોકમાતા ઔરંગા, પાર, કોલક, અને દમણગંગામાં પાણીનો ફ્લો વધતા નદીઓ બે કાંઠે વહી રહી છે અને વધુ વરસાદ ને કારણે કપરાડા, ધરમપુર અને વલસાડ…

Read More

(સપન ઉપાધ્યાય,સત્યડે પ્રતિનિધિ,વડોદરા દ્વારા) કહેવાય છે કે રાજકારણમાં કાયમ કોઇ વેરભાવ નથી હોતો,એતો માત્ર રાજકીય દાવપેચ અને વિપક્ષ તરીકેની એક ફરજના ભાગરૂપે બધું ચાલતું હોય છે કારણ કે રાજકારણમાં એકબીજાનો વિરોધ કરનારા ઘણી વખત એક સાથે મિત્રોની જેમ જોવા મળતા હોય છે. આવુજ કઈક વડોદરામાં જોવા મળ્યું વડોદરામાં પરસ્પર એકબીજા ના નાક કાપનાર પાર્ટી આગેવાન એકસાથે એક સ્થળ પર ગણપતિજી ની સવારીનું સ્વાગત કરી દર્શન કર્યા હતા. ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી એક સાથે વડોદરા શહેરની પ્રતાપ મડઘાની પોળમાં ઐતિહાસિક ગણપતિજી સ્થાપના સ્થળ પર એક સાથે જોવા મળ્યા તે દ્રશ્ય કહી શકાય કે ભાગ્યેજ આવો સંયોગ રચાય તે સંયોગ શ્રીજીના…

Read More

આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ પોતાના જન્મ દિવસ ઉપર ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવ્યા હતા જેઓ એ ગુજરાતમાં કોંગેસ અને ભાજપને ભંગારનો વાડો ગણાવી જણાવ્યુ હતુ કે ગુજરાતમાં મોટાભાગની ખાનગી સ્કૂલો ભાજપના નેતાઓની હોવાથી ખાનગી શાળાઓ મનમાની કરે છે અને સરકારી સ્કૂલો તરફ ધ્યાન નહિ અપાતા સરકારી સ્કૂલોની હાલત કફોડી છે. તેઓએ ઉમેર્યું કે દિલ્હીમાં 4 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ્યા છે કારણ કે દિલ્હીમાં ખાનગી શાળાની ફી વધારા પર રોક લગાવી, ઓડિટમાં કરોડોની ગેરકાનૂની રીતે એફ.ડી. કરાવેલી તે રૂપિયા વાલીઓને પરત કરાવ્યા છે અને આવુ જ ગુજરાતમાં કરવાનું છે. કેજરીવાલે લમ્પીમાં મૃત્યુ પામેલા ગૌવંશ માટે બે મિનિટનું…

Read More

–અદાણી લોજીસ્ટિકસ લિ.એ ભારતના સૌથી મોટા ICD પૈકીના ૦.૫ મિલિયન TEUs ની ક્ષમતા સાથેના તુમ્બ ( વાપી ) , ગુજરાત હસ્તગત કર્યો છે. –હઝીરા પોર્ટ ( ૧૬૦ કિ.મી. ) અને ન્હાવા શેવા પોર્ટ ( ૧૬૦ કિ.મી. ) વચ્ચે પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પાસે વ્યુહાત્મક સ્થળે આવેલ તુમ્બનો ICD અનેક જીઆડીસી અનેક એમઆઇડીસીને વિવિધ સેવા પૂરી પાડે છે, તુમ્બનું આ હસ્તાંતરણ ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટી અને પેન ઇન્ડિયા લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની વ્યૂહરચના સાથે બંધ બેસે છે અને અદાણી લોજિસ્ટિક્સ પોર્ટફોલિયોમાં હાલના સાત મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્કમાં ઉમેરો કરે છે . –જીઆડીસી અને એમઆઇડીસીની ઔદ્યોગિક વસાહતો આસપાસના પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરને જોડતા વ્યુહાત્મક સ્થળે…

Read More