રાજ્યમાં ખુબજ ચકચારી લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં વગોવાયેલા અને કલેકટર પદનો દુરુપયોગ કરવા મામલે IAS ઓફિસર કે.રાજેશની CBIએ ધરપકડ કરતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. IAS ઓફિસર કે.રાજેશને ગાંધીનગર લઈ જવાયા હતા. કે.રાજેશને અમદાવાદ સ્થિત સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. ધરપકડ પહેલા સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. અગાઉ આ અધિકારી સામે સીબીઆઈએ તપાસનો ગાળીયો ફિટ કર્યો હતો અને ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત વતનના નિવાસસ્થાને એકસામટા દરોડા પાડવામાં આવ્યા…
કવિ: Halima shaikh
રાજ્યમાં બે દિવસ પડેલા અનરાધાર વરસાદ બાદ હજુપણ ભારે વરસાદની આગાહી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 13થી 17 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયુ છે અને અત્યાર સુધી 28 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. અનેક રસ્તા તૂટી ગયા છે અને પાણી ભરાવાના કારણે 15 સ્ટેટ હાઈવે ઉપર વાહનવ્યવહારને અસર થઈ છે અને વૃક્ષો તેમજ વીજપોલ તૂટી પડતા 105 ગામોમાં અંધારપટ…
વલસાડમાં ઔરંગાનદીના પાણી ઘુસી જતા સર્જાયેલી પૂર સ્થિતિ બાદ હવે પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવી રહયા છે. વલસાડના છીપવાડ બજાર ખાતે આવેલ 60 થી વધુ દુકાનમાં પૂરના પાણી ઘૂસી જતા અંદાજે કરોડો રૂપિયાનો અનાજનો જથ્થો બગડી ગયો હોવાની વાસ્તવિકતા સામે આવી છે. વેપારીઓએ બગડેલો અનાજનો જથ્થો ભારે હૈયે દુકાન બહાર કાઢી બગડેલા અનાજને ફેકવાની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડના છીપવાડ દાણા બજારમાં છેલ્લા 2 દિવસથી રેલના પાણી દુકાનોમાં ભરાયેલા રહેતા 60 થી વધુ દુકાનમાં અનાજ સહિતનો સામાન બગડી ગયો હતો તેને કાઢવાની કામગીરી શરૂ થઇ હતી. વલસાડમાં અચાનક પૂરના પાણી ફરી વળતા વેપારીઓને સામાન કાઢવાનો સમયજ મળ્યો ન હતો…
આખરે સંકટગ્રસ્ત શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી જવામાં સફળ રહ્યા છે, તે માલદીવ ભાગી ગયા છે. AFP ન્યૂઝ એજન્સીએ અધિકારીઓના હવાલાથી આ સમાચાર આપ્યા છે. તે કેવી રીતે ભાગવામાં સફળ થયા તે હજુ સુધી જાણી શકાયું નથી. તાજેતરમાં જ વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધા બાદ રાજપક્ષે અહીંથી કોઈ અજાણી જગ્યાએ ભાગી ગયા હતા. તેમના રાજીનામાની સત્તાવાર જાહેરાત આજે એટલે કે 13મી જુલાઈએ થવાની હતી. ગોટાબાયા રાજપક્ષેનું હસ્તાક્ષરિત રાજીનામું એક વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવ્યું હતું જે તેને સંસદના અધ્યક્ષને સોંપશે. તેની ઔપચારિક જાહેરાત 13 જુલાઈએ થવાની હતી. શ્રીલંકામાં રસ્તા પરના વિરોધને જોતા હવે સર્વપક્ષીય સરકાર રચાશે તો…
કચ્છના મુંદ્રા પોર્ટ પર વધુ એકવાર રૂ.350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે અને આ રીતે વારંવાર ડ્રગ્સ ઝડપાતા પોર્ટની સલામતી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ગુજરાત ATSએ કચ્છના મુંદ્રા પોર્ટ પર દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં છાપો મારી કરોડોનું હેરોઇન ઝડપી લીધું હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 350 કરોડનું 70 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થો કોને આપવાનો હતો અને કોણે મોકલ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપર વારંવાર ડ્રગ્સનો મોટો જથ્થો મળવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે તેમછતાં કોઈ નક્કર પગલાં નહિ…
ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ડાઉનટ્રેન્ડ ચાલુ છે. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી હાલમાં $20,000 થી ઉપર ટ્રેડ કરી રહી છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં તે ($19925) થી નીચે ટ્રેડિંગ કરતી જોવા મળી છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટનું માર્કેટ કેપ $1 ટ્રિલિયનની નીચે આવી ગયું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં બિટકોઈન 69900 ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ, ત્યારથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવેમ્બરથી તેની કિંમતોમાં લગભગ 56 ટકાનો ઘટાડો થયો છે. બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એથેરિયમની કિંમતમાં 8 જુલાઈથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે, જો તેની કિંમત $ 1140 થી નીચે આવે છે, તો તે $…
રાજ્યમાં વડોદરામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હવે ભારે વરસાદ થવાની આગાહીને પગલે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ પૂરની સ્થિતી સર્જાય તેવી શક્યતાઓ ઉભી થતા પુર આવે તે પહેલાં તકેદારી રાખવા માટે તંત્ર સ્ટેન્ડબાય છે અને વિશ્વમિત્રી નદીમાં પૂરની સ્થિતી દરમિયાન જુદાજુદા બ્રિજ ઉપર પાણીનું લેવલ કેટલું છે તે જાણવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા 10 વોટર લેવલ સેન્સર મૂકવામાં આવ્યા છે. આ ઓટોમેટિક વોટર લેવલ સિસ્ટમથી જળ સ્તર જાણી શકાશે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વિશ્વામિત્રી નદીની જળ સપાટી માપવા માટે ત્રણ વર્ષ પહેલાં વોટર લેવલ સેન્સર લગાવવામાં આવ્યા હતા. અગાઉ જૂની પદ્ધતિથી પાણીનું લેવલ…
રાજ્યમાં ભારે વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા છે પરિણામે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ છે પરિણામે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામતા દેવ નદી પરના દેવ ડેમના 6 દરવાજા ખોલી નાખવામાં આવતા દેવ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ડેમમાંથી હાલમાં 24504 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દેવ નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે દેવ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વાઘોડિયા તાલુકાના 19 અને ડભોઇ તાલુકાના 7 ગામો મળી 26 ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળતી હોય ઢાઢર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ છે. તંત્ર દ્વારા…
રાજકોટમાં ભારે ચકચાર જગાવનાર બામણબોર જીવાપર નજીકની રૂ. 1000 કરોડની સરકારી જમીન કેટલાક નેતાઓ અને અધિકારીઓની મિલીભગતમાં ગપચાવી જવાના કૌભાંડ મામલે સીબીઆઇની ટીમે કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુભાસને ઝડપી લેવા પાંચેક સ્થળે રેડ કરી હતી પણ આ કૌભાંડનો સૂત્રધાર સુભાષ બોદર હાથ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મસમોટા જમીન કૌભાંડ માં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરથી લઇ રાજ્યના ટોચના નેતાઓને સંડોવણી હોયઆ જમીન કૌભાંડમાં સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરતાં ભારે ફફડાટ ફેલાયો છે. રાજકોટના સુભાષ બોદરે બામણબોર અને જીવાપરની સરકારની માલિકી સહિતની કરોડો રૂપિયાની જમીનના તેના સગા સંબંધીઓ સહિતના નામના દસ્તાવેજ બનાવી નાખ્યા હતા અને તે જમીન પર 70 થી 80…
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં 6 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. શહેરના છેવાડાના વિસ્તાર પોપટપરામાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે પરિણામે લોકો ઉપરના માળે જતા રહ્યા હતા,લલુડી વોકળીમાં રસ્તા જળબંબાકાર બન્યા છે.પાણીનો ભરાવો થઈ જતા વાહનો ડૂબ્યા હતા. શહેરમાં ગતરાતથી જ વરસાદ ચાલુ હોય 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારો પાણીથી તરબોળ બન્યા છે. રેલનગર અન્ડરબ્રિજમાં 3થી 4 ફૂટ પાણી ભરાતાં હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. રેલનગર અન્ડરબ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.…