ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાંથી 700 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડ ના હિંગળાજ ગામ તેમજ ભાગડાખુર્ડ ગામે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ શરૂ કરાયું છે,હિંગળાજ ગામે 2000 લોકો ફસાયા છે તો ભાગડાખુર્ડ ગામે લોકો નું રેસ્ક્યુ કરાઈ રહ્યું છેવલસાડ ની ઔરંગા નદી ના પાણી 10 જેટલા ગામો માં ઘુસ્યા છે તોવહીવટી તંત્ર સાથે NDRF ની ટિમ સહિત હવે બચાવકામગીરી માં કોસ્ટગાર્ડ દમણ પણ જોડાયું છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં સતત વરસાદને કારણે પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જ્યારે ગુજરાતના તાપી જિલ્લાના પંચોલ અને કુંભિયા ગામને જોડતો પુલ વરસાદના ધોધમાં ધોવાઈ ગયો હતો. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં નદીઓએ…
કવિ: Halima shaikh
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં સુનાવણી મોકૂફ રાખી છે. કોર્ટે કહ્યું છે કે આ મામલે બેન્ચની રચના કરવામાં આવશે. આ પ્રક્રિયામાં સમય લાગશે. આ સિવાય સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથને રાહત આપતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ મામલે સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્પીકર કોઈ નિર્ણય લેશે નહીં. ઉદ્ધવ જૂથના વકીલ કપિલ સિમ્બલ દ્વારા જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુનાવણી ન કરે ત્યાં સુધી સ્પીકરને નિર્ણય લેવા પર રોક લગાવવી જોઈએ તેવી માંગ કરાઈ હતી જે માન્ય રાખવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અવગણનાના કેસમાં ચાર મહિનાની સજા સંભળાવી છે. આ સાથે બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. માલ્યાને 2017માં સંપત્તિની સચોટ વિગતો ન આપવા બદલ કોર્ટના આદેશોને અવગણવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને અવગણનાના કેસમાં ચાર મહિનાની સજા સંભળાવી છે. આ સાથે બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો કોર્ટે તેને બે મહિનાની વધારાની કેદની સજા પણ ફટકારી છે. આ સિવાય વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા $40 મિલિયનને પણ 4 અઠવાડિયામાં ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. 9,000 કરોડથી વધુની બેંક છેતરપિંડીનો આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા વિરુદ્ધ…
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં તંત્રમાં ભારે દોડધામ મચી છે ત્યારે હજુ ભારે વરસાદની આગાહી થતા તંત્ર એલર્ટ બન્યું છે. વડોદરામાં પણ રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો પરિણામે શહેરના ચાર દરવાજા, માંજલપુર ગામ, મકરપુરા, સરદાર એસ્ટેટ, પ્રતાપનગર, ગોરવા, ગોત્રી, સુભાનપુરા, ભાયલી, સેવાસી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસેલા વરસાદના પગલે કેટલીક જગ્યાએ વૃક્ષો તૂટી પડવાના બનાવો બન્યા હતા,જેમાંસમા-સાવલી રોડ, જેતલપુર, જાંબુઆ બ્રિજ, મનીષા ચોકડી સહિતના વિસ્તારોમાં 6 વૃક્ષો તૂટી પડ્યાં હતાં. સાંજે 6 વાગે મનીષા ચાર રસ્તા પાસે ઝાડ પડતાં કાર દબાઈ હતી. જેતલપુર રોડ ઉદયપાર્કમાં સવારે…
વલસાડમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જતા લોકો સ્થળાંતર કરી રહયા છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે પરિણામે ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું બની ગયુ છે. વલસાડમાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી 300થી વધુ લોકો સ્થળાંતર કરી ચુક્યા છે. વલસાડમાં ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વલસાડ શહેરના બંને બ્રિજ ડૂબ્યા છે, તો શહેરના અંડરપાસમાં કમરસમા પાણી ભરાતાં અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. શહેરના કાશ્મીરનગર, દાણાબજાર, છીપવાડ, તરિયાવાડ, બંદર રોડ, કૈલાસ રોડ, વિસ્તારમાં પાણી ભરાતાં જનજીવન પર અસર…
દેશમાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. આજે સોમવારે દૈનિક ચેપ દર વધીને 5.99 ટકા થયો છે. આજે દેશમાં 16,678 નવા સંક્રમિત મળી આવ્યા છે અને 26 લોકોના મોત થયા છે. સોમવારે સક્રિય કેસોમાં 2973 નો વધારો થયો છે. આ સહિત, સક્રિય કેસોની સંખ્યા વધીને 1,30,713 થઈ ગઈ છે. રવિવારે દેશમાં 18,257 નવા સંક્રમિત નોંધાયા હતા. તેની સરખામણીમાં સોમવારે તેમની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. રવિવારે પણ 42 લોકોના મોત થયા હતા. ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ્સ મુશ્કેલીમાં વધારો કરે છે દેશમાં કોરોના ચેપના સક્રિય કેસ વધીને 1.25 લાખથી વધુ થઈ ગયા છે. મેડિકલ રિપોર્ટ્સ સૂચવે છે કે ઓમિક્રોન અને તેના પેટા વેરિયન્ટ્સને…
(પ્રતિનિધિ) નડિયાદ, તા.૨૪ નડિયાદમાં SRP ગ્રુપ ૭ માં ફરજ બજાવતાં ૪૭ વર્ષીય વાયરલેસ PSI સંતોષ કથીરીયા ૧૪ થી ૧૫ હજાર ફુટની ઉંચાઈ પર આવેલાં આદિ કૈલાશ અને મણી મહેશ કૈલાશ શિખર સર કરી નડિયાદ પરત આવ્યાં છે. આ અગાઉ તેઓએ કૈલાશ માનસરોવર, કિન્નર કૈલાશ અને શ્રીખંડ કૈલાશ શિખર સર કર્યાં હોવાથી, તેઓએ ભગવાન શિવના પાંચેય કૈલાશ શિખર સર કરવાની સિધ્ધી પ્રાપ્ત કરી છે. મુળ રાજસ્થાનના વતની અને છેલ્લાં ઘણાં વર્ષોથી નડિયાદમાં સ્થાયી થયેલાં સંતોષ કથીરીયા હાલ નડિયાદ SRP ગ્રુપ ૭ માં વાયરલેસ PSI તરીકે ફરજ બજાવે છે. ભગવાન શિવજીમાં અતુટ શ્રધ્ધા ધરાવતાં PSI સંતોષ કથીરીયાએ પાંચેય કૈલાશ શિખરો સર કરવાનું…
આજે અષાઢ સુદ ૧૧ થી પાંચ દિવસ સુધી મોળાકત ગૌરીવ્રત નો પ્રારંભ થયો છે, આ વ્રતનું શાસ્ત્રોમાં અનેરા મહત્વનું વર્ણન છે. બાળાઓ આ વ્રત કરે છે જેઓ મીઠા વગર ફરાળ કરે છે તેથી મોળાકત પણ કહેવાય છે આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. સતત પાંચ દિવસ સુધી અન્નનો ત્યાગ કરી અને મીઠા નમક વગરની ફરાળી ચીજો ખાવામાં આવે છે. અષાઢ સુદ એકાદશીને દેવ પોઢી એકાદશી એટલે દેવશયની એકાદશી કહેવાય છે. ભગવાનનો શયન કરવાનો દિવસ તે દિવસથી ચાતુમાર્સનો પ્રારંભ થાય છે. ભગવાન ચાર માસ માટે સુઇ જાય અને છેક કારતક સુદ એકાદશી-પ્રબોધિની એકાદશીના દિવસે જાગે છે. અષાઢી એકાદશી એટલે અહમ…
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કને હવે ટ્વિટરને $4 બિલિયનમાં ખરીદવાના કરારને તોડવા બદલ ટ્વિટરે મસ્ક સામે કેસ દાખલ કરવા માટે ન્યૂયોર્કની ટોચની કાયદાકીય પેઢીને કામ સોંપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં, મસ્કે શેર દીઠ $54.20ના ભાવે લગભગ $44 બિલિયનમાં ટ્વિટર ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ મસ્કે ટ્વિટરના દાવાની સત્યતાની પુષ્ટિ કરવા માટે રેકોર્ડ્સ માંગ્યા કે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પાંચ ટકાથી ઓછા નકલી અને સ્પામ એકાઉન્ટ્સ છે. તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી તેણે મે મહિનામાં સોદો હોલ્ડ પર રાખ્યો હતો. જૂનમાં, મસ્કે ફરીથી ટ્વિટર પર ડીલનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે, તેમણે વિનંતી કરેલ ડેટા…
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ ભારત સહિત જર્મની, ચેક રિપબ્લિક, નોર્વે અને હંગેરીમાં યુક્રેનના રાજદૂતોને બરતરફ કરવાની જાહેરાત કરી છે. જર્મની પ્રત્યે ઝેલેન્સ્કી નારાજ હતા કેમકે ગત સપ્તાહે જર્મનીના રાજદૂતે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિટલર સમર્થિત નાઝીઓના બચાવમાં નિવેદન આપ્યું હોવાથી યુક્રેન નારાજ થઈ ગયું હતું પરંતુ બાકીના રાજદૂતોને કેમ હટાવવામાં આવ્યા તેનો કોઈ ચોક્કસ ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલુ છે અને રશિયા હજુપણ યુક્રેન ઉપર કબ્જો કરવામાં નિષ્ફળ રહ્યું છે તેવે સમયે યુક્રેને ભારત સહિત પાંચ દેશોના રાજદૂતોને પોતાના દેશમાંથી હઠવવાની જાહેરાત કરી છે. જોકે, ભારત અને રશિયા વચ્ચે સારા સંબંધો ના…