કવિ: Halima shaikh

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ આંતરકલહનો આજે અંત આવવાની આશા છે. વાસ્તવમાં શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. શિંદે જૂથ વતી અરજી દાખલ કરવામાં આવી હતી અને 16 ધારાસભ્યોને મળેલી નોટિસને અમાન્ય જાહેર કરવામાં આવી હતી. આ કેસમાં ઉદ્ધવ જૂથે પણ સુપ્રીમ કોર્ટમાં પોતાની તરફેણમાં દલીલો રજૂ કરી હતી. આ પછી કોર્ટે આ મામલાને સોમવાર માટે લિસ્ટ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ શિંદેનું ભવિષ્ય પણ નક્કી થશે. સૌથી મોટી વાત એ છે કે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ એ 16 ધારાસભ્યોમાં સામેલ છે જેમને ઉદ્ધવ જૂથ દ્વારા નોટિસ…

Read More

ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. માઈકલ લોબો સહિત તેના પાંચ ધારાસભ્યો ગાયબ છે. એવી અટકળો છે કે આ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા (LoP)ના પદ પરથી માઈકલ લોબોને હટાવ્યા છે. પાર્ટીએ તેમના અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત પર ભાજપ સાથે મળીને પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના ગોવા ડેસ્ક પ્રભારી દિનેશ ગુંડુ રાવે કહ્યું કે લોબો અને કામત સિવાય પાર્ટીના અન્ય ત્રણ ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુકુલ વાસનિકને ગોવા જવાની સૂચના આપી છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી કોંગ્રેસના ગોવાના…

Read More

રાજ્યમાં આજે 11મી તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થતા મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી સમીક્ષા કરી હતી. દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લાઓ તથા દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા તથા કચ્છ જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં પણ અલગ-અલગ સ્થળોએ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ તથા મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની…

Read More

રાજ્યમાં દેમાર વરસાદ થતાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ વચ્ચે આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી વરસાદની સ્થિતિ ઉપર ચર્ચા કરી સબંધિત વિભાગ અને તંત્રને એલર્ટ રહેવા સૂચનાઓ આપી હતી. અમદાવાદમાં અતિભારે વરસાદ થતા જનજીવન ખોરવાયું હતું, આજે શાળા કોલેજ બંધ રાખવામાં આવી છે. ઠેરઠેર પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રહલાદનગર પાસેના ઔડા તળાવની પાળ તૂટતા વ્રજવિહાર એપાર્ટમેન્ટનું બેઝમેન્ટની આખેઆખી કાર ડૂબી ગઈ હતી પાલડી-વાસણા, એલિસબ્રિજમાં પ્રહલાદનગરમાં ભારે પાણી ભરાયા હતા, તળાવ ફાટતા વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી ગાડીઓ ડૂબી હતી.…

Read More

દેશમાં છેડતીના ગુનાઓનું પ્રમાણ વધ્યુ છે અને રોમિયો બેફામ બન્યા છે ત્યારે મહિલા પોલીસની ખાસ સી ટીમ આવા રોમિયોને પકડીને સીધા કરી રહી છે પણ હવેતો પોલીસ વિભાગમાં નોકરી કરતી મહિલાઓ પણ સુરક્ષિત નથી અને તેમના ઉપરી સાહેબજ છેડતી કરતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં PI તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર કે જેઓ હાલ વડોદરા આદિજાતિ વિકાસ સેલના DYSP તરીકે ફરજ બજાવે છે તેઓ સામે મહિલા PSI એ છેડતીની ફરિયાદ કરતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે. તેઓ જ્યારે ભરૂચમાં પીઆઇ હતા ત્યારે મહિલા પોલીસને પોતાની ચેમ્બરમાં બોલાવી કહેતા હતા કે ‘શુ ચાલે છે, ડિયર. તમે…

Read More

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ છે,નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જિલ્લામાં વાંસદા તાલુકામા વીતેલા 24 કલાક દરમ્યાન 10 ઇંચથી વધુ વરસાદ તેમજ ડાંગના વઘઇ તાલુકામાં 7 ઇંચ વરસાદ પડતા કાવેરી અને અંબિકા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ચીખલીના હરણ ગામના ડિસ્કો ફળિયામાં 40 કાચા મકાનોમાં પાણી ભરાયા હતા.કાવેરી નદી કિનારે વસેલા ફડેવલ ખુધ, હરણ સહિત અન્ય ગામોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે. નવસારીમાં ગુરૂકૂળ સુપા પાસે પૂર્ણા નદી બેકાંઠે વહી રહી છે જેમાં એક બોટ તણાઈને આવી હતી. ગુરૂકૂળ સુપા અને કુરેલ વચ્ચેનો સંપર્ક તૂટ્યો હોવાના અહેવાલો છે. આમ,દક્ષિણ ગુજરાત અનરાધાર વરસાદ પડતાં…

Read More

વડોદરામાં દારૂ પીને જાહેરમાં વાહનો ચલાવી રહેલા પીદ્ધડો સામાન્ય જનતા માટે ખતરો બની રહયા છે ત્યારે હવે આવા ઈસમો પોલીસના વાહનોને નિશાન બનાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે, ટોયોટા ઇટીઓસ કાર લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસેથી નીકળેલા એક દારૂ પીધેલા યુવાને પોલીસની શી ટીમની જીપ તેમજ એક પોલીસ મીની બસ પોલીસ વાનની આગળ ઉભેલી ત્રણ જેટલી મોટર સાઇકલને ટક્કર મારતા પોલીસ વાહનોને નુકશાન થયું હતું. ટોયોટા કારનો ચાલક બ્રિજેશ પરમાર ચિક્કાર દારુના નશાની હાલતમાં ધુત્ત થઈને કાર હંકારતો હોવાનું ખુલ્યું હતું પોલીસે નશામાં ધુત્ત નબીરા બ્રિજેશ પરમારની ધરપકડ કરી કાર તેમજ મોબાઈલ ફોન મળીને રૂપિયા 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો…

Read More

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના અહેવાલ છે જ્યારે બોડેલીમાં 16 ઈંચ અને પાવી જેતપુરમાં 10 ઈંચ, છોટાઉદેપુરમાં 9 ઇંચ અને કવાંટમાં 8 ઇંચ વરસાદ પડતા આ વિસ્તારો બેટમાં ફેરવાયા છે,બોડેલીમાં 40 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ અને નર્મદાના સાગબારામાં પાંચ ઈંચ અને ડેડિયાપાડામાં પાંચ ઈંચ વરસાદ ભારે વરસાદ પડયો હોવાના અહેવાલ છે. ભારે વરસાદને પગલે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જતા પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી હતી. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં…

Read More

કચ્છમાં વરસાદ ચાલુ રહેતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે,કચ્છના લખપતમાં ધોધમાર વરસાદને પગલે બાલાપર પાસેનો પુલ ધરાશાયી થયો હોવાના અહેવાલ છે. પુલ પરથી પસાર થતી ટ્રક પલટી મારી હોવાના પણ અહેવાલ છે. પુલ તૂટતા 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે અબડાસા તાલુકામાં કાંઠા વિસ્તારમાં 1 થી 6 ઇંચ જેટલો  વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલુકામાં દસ ઇંચ જેટલો વરસાદ થયો હતો. પણ અંતરિયાળ વિસ્તારના સૂત્રોના જણાવ્યાં મુજબ અમુક સ્થળે 15 ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો. જેના પાણી તાલુકાના દરિયા કિનારે આવેલા પ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવના દરિયા પાસે આજે નાયરો નદીમાં ઘોડાપૂર આવ્યાં હતા કચ્છમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા…

Read More

વલસાડ જિલ્લામાં સતત એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને લઈ નદીઓમાં બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 22 હજાર ક્યુસેકથી પણ વધારે પાણીની આવક થવા પામી છે. ડેમના 6 દરવાજા 1મીટર ખોલાયા છે. બીજી તરફ દમણ ગંગા નદીનો વાપી પાસેનો કોઝવેડેમ ઓવરફ્લો થતા નદી કાંઠા પાસે સાવચેતીના ભાગરૂપે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે દમણગંગા સહિત વલસાડની ઔરંગા નદી પણ બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો કૈલાશ રોડ ઉપરનો નદીનો પુલ પાણીમાં ડૂબ્યો છે. જેને પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તો સાથે બંદર રોડ પર…

Read More