ભારતીય સીમામાં ઘૂસી આવેલા માસૂમ પાકિસ્તાની બાળકને પાક રેન્જર્સના માધ્યમથી તેના પિતાને સોંપતું BSF ભારતીય જવાનોનો પાકિસ્તાની એ માન્યો આભાર, સાહબ આપનેતો હમારા દિલ જીત લિયા !! બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ ફરી એકવાર દિલ જીતી લે તેવું કામ કર્યું છે,બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભૂલથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયેલા ત્રણ વર્ષના બાળકને પાકિસ્તાન રેન્જર્સને સોંપી દીધો છે. બાળક રમતા રમતા ભારતીય સરહદમાં ઘુસી ગયો હતો, કારણ કે પાકિસ્તાને તેની બાજુમાં ફેન્સિંગ લગાવી નથી. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે 19:15 કલાકે ત્રણ વર્ષનો છોકરો રમતી વખતે ભૂલથી ભારતીય ક્ષેત્રમાં ઘુસી ગયો હતો. બીએસએફ જવાનોએ બાળકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને…
કવિ: Halima shaikh
ઉદયપુર કનૈયાલાલા હત્યાકાંડના ચારેય આરોપીઓને શનિવારે બપોરે દોઢ વાગે જયપુર NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમને રજૂ કરતી વખતે ટોળાએ આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરીને આરોપીઓને કોર્ટમાં જ માર્યા હતા. આરોપીઓના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. જોકે પોલીસે વચ્ચે પડીને તેમને બચાવ્યા અને કોર્ટ રૂમમાં લઈ ગયા હતા. આરોપીઓ પોતાના પગ ઉપર બરાબર ઉભા પણ રહી શકતા ન હતા,તેઓ જે રીતે વિડીયોમાં બોલી રહયા હતા તે મુજબ હાલ ઢીલા પડી ગયેલા જણાતા હતા. આરોપીઓ જે રીતે વિડીયોમાં બોલી રહયા છે તે જોઈ લોકોમાં ભારે રોષ છે અને નરેન્દ્ર મોદી વિશે પણ આરોપીઓ આપત્તિજનક ટિપ્પણી કરતા નજરે પડતા હોય…
વડોદરામાં રખડતા ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમને ખદેડી મૂકી પશુ માલિકો ઢોર છોડાવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો શહેરના પૂર્વ વિસ્તારમાં આજે પાલિકાની ઢોર પાર્ટીના માણસો અને પશુપાલકો વચ્ચે ઢોર પકડવા મામલે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતા લોકો એકત્ર થઇ ગયા હતા. આજવા રોડ ઉપર રાત્રિ બજાર પાસે ઢોર પાર્ટી દ્વારા એક વાછરડી અને એક ભેંસને પકડી ઢોર ડબામાં પુરવા તૈયારી કરી રહ્યા હતા તે સમયે પશુપાલકોને આ વાતની જાણ થતાં તેઓ સ્થળ ઉપર આવી જતા ઢોર પાર્ટીના માણસોને ઘેરી તેઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી ભેંસ છોડાવી ગયા હતા. મુખ્ય માર્ગ ઉપર ઢોર પાર્ટીના માણસો અને પશુપાલકો…
વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 46 કેસ નોંધાયા છે,વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 318 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 6 દર્દી દાખલ છે. વડોદરામાં જ્યાં નવા કેસો નોંધાયા છે તે વિસ્તારોમાં ગોત્રી, અકોટા, ગોરવા, સમા, સુભાનપુરા, તાંદલજા, હરણી, જેતલપુર, માંજલપુર, નવીધરતી, પાણીગેટ, એકતાનગર, ભાયલી, ગાજરાવાડી, નવાપુરા, કપુરાઈ, સુદામાપુરી, થુવાવી, અંજેસર, સોખડા અને રણુ વિસ્તારનો સમાવેશ થાય છે. આમ રાજ્યમાં સતત કોરોના ના કેસ વધવા લાગ્યા છે અને 3200 ઉપર આંકડો પહોંચી ગયો છે ત્યારે વડોદરામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા હોય તંત્ર હરકતમાં આવ્યું છે.
ગુજરાત એન. એસ.યુ. આઈ.ના નવનિયુક્ત પ્રમુખના શપથ ગ્રહણ વખતે જ કોંગ્રેસ ને ગ્રહણ લાગ્યુ છે અને ગુજરાત એન એસ યુ આઈ માં મોટો ડખો જોવા મળી રહ્યો છે. એન એસ યુ આઈ ના વિધાર્થી નેતાઓના રાજીનામાની વાતે ભારે ચર્ચા જગાવી છે. NSUI ના નવા પ્રમુખ ચાર્જ ગ્રહણ કરે તે પહેલાં જ ડખ્ખો ઉભો થયો છે. નરેન્દ્ર સોલંકીના ચાર્જગ્રહણ પહેલાંજ કેટલાક NSUI કાર્યકર્તાઓની નારાજગી સામે આવી રહી છે અને રઘુ શર્મા થકી નરેન્દ્ર સોલંકીની પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી થઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. અનેક સિનિયર વિદ્યાર્થી નેતા હોવા છતા આ નિર્ણય લેવાતા નારાજ જૂથનું કહેવુંછે કે, 10 જેટલા વિદ્યાર્થી નેતાઓ પ્રદેશ…
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના અહેવાલો વચ્ચે વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહ્યો છે, વલસાડજિલ્લામાં છેલ્લા 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતાં વલસાડ સહિત વાપી અને ઉમરગામમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પરિણામે નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છીપવાડ રેલવે અંડર પાસ સહિત નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ બન્યા છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથીજ ધોધમાર વરસાદ પડતા પાણીનો ભરાવો થઈ ગયો છે. વલસાડ ,પારડી, અને વાપીમાં સૌથી વધુ વરસાદ પડતા જનજીવન ખોરવાઇ ગયું છે. વલસાડના ધારાસભ્યના ભરતભાઇ પટેલના ગામ પારનેરા પારડી માં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા…
હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થતાંજ બહારનું વાસી ખાવાનું ખાતા પહેલા વિચારજો કારણકે પાણી પુરી જેવા પદાર્થો આરોગવાથી બીમારીઓનો ભોગ બનવું પડતું હોય છે. આ બધા વચ્ચે અહેવાલો છે કે નેપાળના કાઠમંડુના લલિતપુરમાં પાણીપૂરી વેચવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ લગાડવા પાછળના કારણોમાં પાણીમાં કોલેરાના બેક્ટેરિયા હોવાનું જણાયું હતું જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો હતો. ત્યારે જો તમે પણ ચોમાસામાં પાણીપુરીનો સ્વાદ માણતા હોય તો ચેતી જવા જેવું ખરું. પાણીપુરી આરોગવાથી કોલેરા, કમળો, પાચન તંત્રમાં ગરબડ,ઝાડા, અલ્સર,લીવરમાં તકલીફ, ઉલટી,આંતરડામાં સોજો વગરે સમસ્યા ઉભી થતી હોવાનું તબીબી સુત્રોનું કહેવું છે.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હવે બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલીએ પોસ્ટ શેર કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. તેણે લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરી છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા નિક્કી તંબોલીએ લખ્યું, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોવિડ 19 ના ગંભીર લક્ષણો છે. મેં મારી જાતને ક્વોરેન્ટાઇન કરી છે અને તેની સાથે તમામ સાવચેતી રાખી રહી છું. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મને મળ્યા મારા સંપર્કમાં આવ્યા છે, હું…
સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ પરના નિવેદન માટે ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માને ફટકાર લગાવીને દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે,તેના માટે નુપુર શર્મા જવાબદાર હોવાનું જણાવી માફી માંગવા આદેશ કર્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઉદયપુર હત્યાકાંડને ‘તાલિબાની ઘટના’ ગણાવી છે. આરએસએસએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટના ઉશ્કેરણીનું પ્રત્યાઘાત નથી પરંતુ ચોક્કસ માનસિકતા અને માન્યતાનું પરિણામ છે. આરએસએસના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે ઉદયપુરમાં જે બન્યું તે આખી દુનિયામાં કોઈપણ ઉશ્કેરણી વગર થઈજ રહ્યું છે. ક્યાંક હમાસ, ઇસ્લામિક સ્ટેટ, તાલિબાન છે. જ્યારે આપણા દેશમાં સિમી અને પીએફઆઈ છે. આ ઘટના ઉશ્કેરણીથી તે બની નથી. તાલિબાનની…
રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના અહેવાલો વચ્ચે રાજકોટમાં ધોધમાર વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી જ્યારે ગોંડલમાં પણ દેમાર વરસાદ પડતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં પાણી ભરાતા મારવાડી યુનિવર્સિટીની બસ પાણીમાં ફસાઈ હતી, ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા વાહન-વ્યહાર બંધ હોવા છતાં પણ બસ ડ્રાઇવરે વિદ્યાર્થીઓથી ભરેલી બસને જોખમી રીતે કાઢવાનો પ્રયાસ કરતા બસ ફસાઈ ગઈ હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. જો કે, ઉપસ્થિત લોકો અને ગોંડલની સેનિટેશન ટીમ દ્વારા બસને માંડ કરીને બહાર કાઢવામાં આવી હતી. ગોંડલની ભવનાથ, રાધાકૃષ્ણ, કૈલાશબાગ અનેનાની બજાર સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા ભારે વરસાદને પગલે ગોંડલના માર્કેટિંગ…