પયગંબર મુહમ્મદ પર કથિત ટિપ્પણીને મુસલમાન દેશો સહિત ભારતના મુસ્લિમ સમાજ દ્વારા દેશભરમાં યુપીથી બંગાળ સુધી વિરોધ પ્રદર્શન શરૂ થયા છે અને ઝારખંડમાં આગચંપીનો બનાવ બન્યો છે.અહેવાલો અનુસાર, લોકોએ મુખ્ય માર્ગ પર વિવિધ સ્થળોએ પોલીસ-પ્રશાસન દ્વારા કરવામાં આવેલા બેરિકેડિંગને તોડવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસ પ્રશાસને તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પોલીસ ઉપર પર જ પથ્થરમારો શરૂ કરતા અહીં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. હવે પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ આ મામલે વિરોધ કર્યો છે. શુક્રવારે (10 જૂન) કોલકાતાના પાર્ક સર્કસ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા અને પ્રદર્શન કર્યું હતું. જણાવી દઈએ કે આ મામલામાં ભાજપે પહેલા જ નુપુર શર્માને પાર્ટીમાંથી…
કવિ: Halima shaikh
હાલમાં નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો છે તો બીજી તરફ મધ્યપ્રદેશમાં 15 દિવસમાં આખો પરિવાર મુસ્લિમમાંથી હિન્દુ બનવાની બીજી ઘટના સામે આવી છે. રતલામનાં આમ્બામાં 18 લોકોએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. પરિવારનાં મોભી મોહમ્મદ હવે રામ સિંહ બની ગયા છે. ભીમનાથ મંદિરમાં મહા શિવપુરાણની પૂર્ણાહુતિ પર સ્વામી આનંદગિરિ મહારાજનાં સાંનિધ્યમાં ગાયના છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરીને જનોઈ ધારણ કરી હતી. જોકે આ અગાઉ તમામે પોતાને કોઈપણ પ્રકારના દબાણ વગર ધર્મપરિવર્તન અંગેનું એફિડેવિટ પણ બનાવી લીધું હતું. આ પહેલા પરિવારના મોભીએ સ્વામી આનંદગિરિની પાસે જઈને ધર્મપરિવર્તન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આખા પરિવારે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.…
ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માના સમર્થનમાં નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે સત્ય બોલવું એ બગાવત છે, તો સમજો કે હું પણ બાગી છું. સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે જો સત્ય બોલવું બગાવત છે તો સમજી લો કે અમે પણ બાગી છીએ. જય સનાતન, જય હિન્દુત્વ. આ ટ્વિટ બાદ સાંસદે કહ્યું કે હું સત્ય બોલવા માટે બદનામ છું. તેમણે જ્ઞાનવાપીનું નામ લીધા વિના કહ્યું કે એ હકીકત છે કે શિવ મંદિર હતું અને છે અને રહેશે. તેને ફુવારો કહેવું ખોટું છે. આ આપણા હિંદુ દેવી-દેવતાઓ અને સનાતન ધર્મ પર હુમલો છે, તેથી અમે સત્ય…
ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા થયેલા મહંમદ પયગંબરના વિવાદાસ્પદ નિવેદન બાદ મુસ્લિમ સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહયા છે ત્યારે અમદાવાદમાં દરિયાપુર સહિત આજે લાલ દરવાજા વિસ્તાર સ્થિત ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર સજ્જડ બંધ રહયુ હતું. ઢાલગરવાડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણા બજારના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવી સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માંગ કરતા બેનર લઈને રેલી કાઢી હતી. પાથરણા બજારને 12 વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દેતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે. અત્રે નોંધનીય છેકે ગઈકાલે ગુરુવારે કેટલાક…
મોહમ્મદ પયગંબર વિશે ટીપ્પણી કરવા મામલે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે સુરતમાં કોઈ અજાણ્યા ઈસમોએ જાહેર રોડ ઉપર પોસ્ટર વાહન નીચે આવે તે રીતે ચીપકાવ્યા બાદ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડના પોસ્ટર ચોંટાડતા આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. જ્ઞાનવાપી મસ્જિદ અંગેની ટીવી શો ડિબેટમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો.આજે વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં જાહેર માર્ગ પર નૂપુર શર્માને ફોટો સાથેના પોસ્ટર રોડ પર ચોંટાડી ધરપકડની માંગણી કરવામાં આવી છે. સાથે જ નવીન જિંદાલના પણ આવા જ પોસ્ટર…
રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર સોમવાર,13 જૂનથી શરૂ થઇ રહ્યું છે ત્યારે અસહ્ય મોંઘવારી વચ્ચે વાલીઓ અન્ય ખર્ચ ઉપર કાપ મૂકી બાળકોના યુનિફોર્મ, પુસ્તકો સહિતની વસ્તુઓ ખરીદવા મજબૂર બન્યા છે. સ્કૂલ ફીના વધારા બાદ યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં 35થી 40 ટકાના વધારો થયો છે હવે સીએન્જીના ભાવ વધતા સ્કૂલ વેનમાં ભાડાં વધારવાની વાત આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. ફૂલ યુનિફોર્મ 2 વર્ષ પહેલાં 900માં મળતા હતાં તેના હવે 1300 રૂપિયા સુધીના ભાવ વસુલાય રહ્યાં છે. કાપડ અને ટેલરિંગના દરો વધતાં યુનિફોર્મના ભાવ 2020ની તુલનાએ 40 ટકા વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહયા છે. સ્ટેશનરીમાં 30 ટકાનો ભાવ વધારો થયો છે. પ્લાસ્ટિક રો મટીરિયલના…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવી એટલે કામ થાય તેવું નથી, આ ચુનોતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઇ કામ ન કર્યુ હોય. અમારા માટે સત્તામાં બેસવું તે સેવાનો અવસર છે. પીએમ મોદીએ જણાવ્યું કે ગુજરાત ગૌરવ અભિયાનનો હિસ્સો બનવું મારા માટે ગોરવની પળ છે અને આટલી વિશાળ સંખ્યામાં જન મેદીની તો મારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પણ જોઈ ન હતી આજે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની જોડીએ કમાલ કરી છે અને આજે 5 લાખ લોકો એકત્ર થયા તે ગૌરવની વાત છે. ભાઈઓ બહેનો મને આવતા વાર લાગી કેમ કે હું આદિવાસી ભાઈ-બહેનોની…
ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં જ્યાં ઓવૈસીએ મહા વિકાસ આઘાડીને સમર્થન આપીને મોટી દાવ રમી છે ત્યાં રાજસ્થાન અને હરિયાણામાં ભાજપે અપક્ષ ઉમેદવારોને સમર્થન આપીને કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી છે. આ બધા વચ્ચે રાજ ઠાકરેની પાર્ટી MNSએ શિવસેના પર પ્રહારો કર્યા છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં AIMIMના બે ધારાસભ્યો છે. આ બંને ધારાસભ્યોના મત અહીં રાજ્યસભાની ચૂંટણીને રસપ્રદ બનાવે છે. મતદાનની શરૂઆત પહેલા, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધન મહા વિકાસ અઘાડીને સમર્થન આપ્યું છે. આ અંગે મનસેએ કહ્યું છે કે ઓવૈસીની પાર્ટીનો ટેકો લઈને શિવસેનાનું હિન્દુત્વ ખુલ્લું પડી ગયું છે.…
વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી વડાપ્રધાન નવસારીના ખુડવેલ ખાતે આયોજિત સભા સ્થળે પહોંચ્યા છે. ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જે કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડ, આરોગ્ય વિભાગની 542 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત થશે. લોકાર્પણની વાત કરવામાં આવે તો 901 કરોડના કુલ લોકાર્પણ થશે, જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડ ઊર્જા, 46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનું લોકાર્પણ થશે. આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભા સ્થળે…
વડોદરામાં આગામી 18મી જૂને યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો રદ કરાયો છે. પીએમઓ ઓફિસથી રોડ શો રદ થયો હોવાનો મેસેજ સ્થાનિક કલેક્ટર કચેરીને મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. અલકાયદા દ્વારા અપાયેલી ધમકીના પગલે સલામતીના કારણોથી પણ રોડ શો બંધ રાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વડાપ્રધાન મોદી આગામી તા.18મી જૂનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરીને બપોરે 12 વાગ્યા સુધીમાં વડોદરા ખાતે લેપ્રસી મેદાન ખાતે પહોચશે જ્યાં સભા સંબોધશે. અત્રે નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 18મી જૂનના રોજ પહેલીવાર વડોદરામાં રોડ શો કરવાના હતાં. વડાપ્રધાન એરપોર્ટથી એરપોર્ટ સર્કલ, સંગમ ચાર રસ્તા અને ત્યાંથી મહાવીર હોલ ચાર…