કવિ: Halima shaikh

અમદાવાદમાં કોરોના ની હાડમારી હજુ પણ યથાવત છે અને રોજ નવા કેસો નોંધાઇ રહયા છે તેવે સમયે સુરત સહિત દક્ષિણ ગુજરાત માં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણ આગળ વધતું રોકવા અમદાવાદ માં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે અમદાવાદ માં ગીતામંદિર, રાણીપ અને કૃષ્ણનગર એસટી બસ મથકે આવતા પેસેન્જરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમોએ 1 હજારથી વધુ પેસેન્જરોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી 22 પેસેન્જરો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. કોરોના પોઝિટિવ આવેલા મોટાભાગના પેસેન્જરો વડોદરા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાત તરફથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોઝિટિવ આવેલા આ તમામ દર્દીઓમાંથી શહેરના લોકોને…

Read More

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં લો-પ્રેશરની અસર ને લઇ રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસો દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે તેમ હવામાન વિભાગ ના સૂત્રો નું કહેવું છે. આજે આકાશ મુખ્યત્વે વાદળીયું જોવા મળ્યું હતું ગતરોજ રવિવાર ના દિવસે રાજ્ય માં વરસાદ નોંધાયો હતો અમદાવાદ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણની સાથે સૌરાષ્ટ્ર કચ્છનાં ગીર-સોમનાથ, પોરબંદર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી છે. વલસાડ,વાપી, પારડી,કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. ભાવનગર એન…

Read More

દેશ ની લોકશાહી ને જાણે બટ્ટો લાગ્યો હોય તેવું જણાઈ રહયું છે કેટલાક બુઝુર્ગ જાણકારો એવો પણ મત વ્યક્ત કરી રહ્યા છે કે એક દિવસ એવો આવશે કે જેની બોલી વધુ તેની સરકાર અને આઇપીએલ ની રમત જેવું થઈ જશે હાલ માં ધારાસભ્યો ખરીદ વેચાલ પ્રક્રિયા ખુબજ નિરાશાજનક છે. રાજસ્થાનમાં હાલ રાજકકારણ ચરમસીમાએ છે. મોડી રાત્રે રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ અવિનાશ પાંડે, રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા અને અજય માકને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પાંડેએ કહ્યું કે રાજસ્થાનની ગેહલોત સરકાર સંપૂર્ણ સલામત છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના 109 ધારાસભ્યોએ સમર્થનનાં પત્રો સોંપ્યા છે. રાજસ્થાનના રાજકારણમાં અત્યારે ભૂકંપ આવી ગયો છે. રાજ્યના યુવા…

Read More

પત્રકાર જગત માં વધુ એક પીઢ કટાર લેખક અને પદ્મશ્રી એવા આદરણીય નગીનદાસ સંઘવીનું આજે 100 માં વરસ ની જૈફ વયે અવસાન થયું છે. આજે રવિવારે સવારે 11.30 કલાકે શ્વાસ લેવામાં તકલીફ જણાતાં તેઓ ને મહિધરપુરા વિસ્તારમાં આવેલી બુરહાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં 3.30 કલાકે તેઓ એ અંતિમ શ્વાસ લીધા હતા.ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ…

Read More

વડોદરામાં ભારે ઉકળાટ ના માહોલ બાદ આજે રવિવાર બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે,પરિણામે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો સાથે જ અમદાવાદ શહેરનાએસ.જી. હાઇવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોડકદેવ, ઘુમા-બોપલમાં વરસાદ પડ્યો હતો,તેમજ દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી,વલસાડ,વાપી પંથક માં પણ વરસાદ પડ્યા ના અહેવાલ છે.દક્ષિણ ગુજરાતમાં આગાહીને લઈને આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. જેમાં અત્યાર સુધીમાં 17 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડા અને કામરેજમાં અડધો ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લાં ત્રણેક દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પણ બે દિવસ દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઇને મધ્યમ વરસાદ તેમજ 13 જુલાઇ બાદ…

Read More

વલસાડ જિલ્લામાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે ત્યારે વિલ્સન હિલ પર આવતા પ્રવાસીઓ ને રોકવા સહિત કલેકટર આર.આર.રાવલે નિયમો નહીં પાળતા વિવિધ એકમો સામે પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, સત્યડે ડોટકોમ  માં આવેલા અહેવાલો બાદ હરકત માં આવેલા તંત્ર એ તરત જ ધરમપુરના વિલ્સન હિલ સહિતના પર્યટન સ્થળોે ઉપર બપોરથી જ સહેલાણીઓને આવતા રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિલ્સન હિલ ઉપર હાલ માં કોરોના ની હાડમારી ને લઈ પર્યટકોને અહીં જાહેર માં મુલાકાત માટે પ્રતિબંધ હોવાછતાં અહીં સુરત સહિત ના વિસ્તારો માંથી મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવતા હતા જેઓ માસ્ક અને…

Read More

જમાનો બદલાયો છે અને ચોર -લૂંટારા હવે તમને દેખાતા પણ નથી અને તમને લૂંટીને જતા રહે છે એવો જમાનો આવી ગયો હોય કોઇપણ ઓનલાઇન ખરીદી કે પૈસા ની લેવડ દેવડ કરતા સો વાર વિચાર કરજો ,આજકાલ આવા બનાવો રોજના થઈ પડ્યા છે. અમદાવાદ ના શાહીબાગમાં રહેતી રિચા અમીન નામની યુવતી નો પતિ રેડીમેડ કપડાંની દુકાન ધરાવે છે જે માટે તે સારા અને સસ્તા કપડાં મેળવવા ઓન લાઇન સર્ચ કરી રહી હતી તે દરમ્યાન રિચા એ એથેનિકમેનિયા નામની વેબસાઈટ પર 199માં વિન્ટેજ પ્રિન્ટેડ હેરમ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર મુજબ ડિલિવરી ન મળતા તેઓએ ફેસબુક પરથી કસ્ટમર કેર નંબર શોધી ફોન કર્યો…

Read More

વલસાડ જિલ્લા માં કોરોના બેકાબુ બની ગયો છે અને રોજ દર્દીઓ નોંધાઈ રહ્યા છે ત્યારે વલસાડ પોલીસ મથક માં એક આરોપી ને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા ભારે ચિંતા નો માહોલ ઉભો થયો છે અને આરોપી ના સંપર્ક માં આવનાર ના ટેસ્ટ કરાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે વિગતો મુજબ વલસાડ સિટી પોલીસ દ્વારા અગાઉ દારૂ ના કેસ માં વોન્ટેડ આરોપી હાજર થઈ ગયો હતો પરંતુ તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેને એડમિટ કરી દેવાયો હતો. અહમદ નામનો સુરત નો આરોપી દમણ ના વાઇન સોપ સંચાલક ની સાથે સંકળાયેલ મનાઈ રહયો છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડ સિટી પોલીસ મથકે…

Read More

મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન માં પણ કોંગ્રેસ નું શાસન ખતરા માં મુકાઈ ગયું છે અને ગમેત્યારે કોંગ્રેસ નો ઉલાળીયો થાય તેવા એધાણ વર્તાય રહ્યા છે. અહેવાલો મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતથી નારાજ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિતના 15 ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી છે. આ તમામ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળીને પોતાનો પક્ષ રજૂ કરે તેમ મનાઈ રહ્યુ છે બીજી તરફ મોડી રાત્રે ગેહલોતે કેબિનેટની બેઠક પણ બોલાવી હતી જેમાં કેટલીક ચર્ચા થઈ હતી. હાલ માં રાજસ્થાન સરકારે રાજ્યની તમામ સરહદ સીલ કરી દીધી છે. રાજસ્થાન બહાર જવા માટે હવે સરકારની મંજૂરી લેવી ફરજિયાત હશે. આ ઉપરાંત…

Read More

અમદાવાદ માં કોરોના ની ભયાનક સ્થિતિ ને નજર અંદાજ કરી જાહેરમાં થુંકનાર અને માસ્ક નહી પહેરનાર તત્વો સામે હવે તંત્ર એ કડક હાથે કામ લેવાનું ચાલુ કર્યું છે અને આવા ગંદકી ફેલાવી કોરોના ને આમંત્રણ આપનાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છેલ્લા 10 જ દિવસમાં 85 જેટલા પાનના ગલ્લા સીલ કરી દઇ રૂ. 40.64 લાખનો દંડ ફટકારવામાં આવતા ગંદા ગોબરા લોકો માં ફફડાટ ફેલાયો છે.આ માટે અમદાવાદ શહેરમાં મહા નગરપાલિકા દ્વારા કુલ 151 જેટલી ટીમ બનાવી સઘન ઝુંબેેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 16305 જેટલા સ્થળની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 31 પાનના ગલ્લા સીલ…

Read More