હાલ મહારાષ્ટ્ર માં કોરોના ની સ્થિતિ હોવાછતાં કેટલાક ધંધા ને શરતી પરમિશન અપાઈ છે અને તેના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકાર તરફથી પરમિશન બાદ મોટા ભાગના કલાકારોએ ધીરેધીરે શૂટિંગ ચાલુ કર્યુ છે. ત્યારે ‘શુભારંભ’ શોની એક્ટ્રેસ મહિમા મકવાણા પણ શૂટિંગ માં વ્યસ્ત છે તેવે સમયે તેને અચાનક છાતીમાં દુખાવો થયો છતાંપણ તેણે કામ ચાલુ રાખ્યું તે વાત જ્યારે આજુબાજુના લોકોને ખબર પડી તો તે બધાએ તેને કોરોના પોઝિટિવ સમજીને અંતર બનાવી લેતા એક્ટ્રેસને દુઃખ થયું હતું મહિમાનું માનવું છે કે, કોરોના ની સ્થિતિમાં લોકોએ એકબીજાને સાથ અને સાંત્વના આપવી જોઈએ તેના બદલે લોકો જ્યારે દૂર ભાગે તે ખુબજ કમનસીબ છે, મહિમાએ શુક્રવારે…
કવિ: Halima shaikh
રાજસ્થાન માં વર્તમાન સરકાર સંકટ માં હોવાના અહેવાલો વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે જે વાત કરી છે તે ખુબજ ગંભીર અને ચોંકાવનારી છે તેઓએ કહ્યું કે કેન્દ્રીય નેતૃત્ત્વના ઇશારે ભાજપના નેતાઓ તેમની સરકાર ઊથલાવવાના પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસના ધારાસભ્યોને 25-25 કરોડ રૂ. ની ઓફર કરવામાં આવી રહી છે અને તે રકમ પૈકી 10 કરોડ એડવાન્સ અને 15 કરોડ રૂ. સરકાર ઉઠલાવ્યા બાદ આપવા સુધી ની ઓફર કરવામાં આવી રહી હોવાનો સનખેજ આરોપ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે. મુખ્યમંત્રી ગેહલોતે ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા, પ્રદેશપ્રમુખ ડૉ. સતીશ પૂનિયા અને વિધાનસભામાં વિપક્ષના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડના નામજોગ માહિતી આપતા જણાવ્યું કે રાજસ્થાન…
વલસાડ માં દારૂ ના ખુલ્લેઆમ ચાલતા અડ્ડાઓ અંગે અવારનવાર અહેવાલો બહાર આવતા રહે છે અને આ બધા વચ્ચે એલસીબી ની ટીમે વલસાડ સિવિલ હોસ્પિટલ ની કેન્ટીન માં દમણ ની જેમજ ચાલતા ‘દારૂ ના બાર’ ની પોલ ખોલી નાખતા ભારે ચકચાર મચી ગઇ છે આમ વલસાડ દમણ પછી નું દારૂનું હબ હોવાનું બહાર આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલની કેન્ટિંગમાં ગ્રાહકોને ખુલ્લેઆમ દારૂ પીરસવામાં આવી રહ્યો હોવાની હકીકત બહાર આવતા ભારે હંગામો મચી ગયો છે. વલસાડ LCBની ટીમે ગતરોજ શનિવારે સિવિલ હોસ્પિટલની કેન્ટિંગ માં બાતમી ના આધારે રેડ કરી હતી અને તપાસ કરતા કેન્ટીન ના રસોડાના સામાન ભેગો રાખવામાં આવેલો 80 બોટલ…
ગુજરાત માં છેલ્લા વર્ષોથી કોંગ્રેસ નબળી પડી રહી છે ત્યારે કોંગ્રેસ નું સુકાન યુવા ચહેરા ને આપી પાર્ટી હાઈ કમાન્ડે નવો દાવ ખેલ્યો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે,પાટીદાર નેતા હાર્દિક પટેલને પાર્ટીના ગુજરાત એકમ ના કાર્યકારી પ્રમુખ બનાવવા ની ઘટના બાદ ઘણા પીઢ નેતાઓ માં નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચાલુ વર્ષના અંતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ હાઈ કમાન્ડ હાર્દિક પટેલ નું પરફોર્મન્સ જોવા મળી શકે છે, જોકે હાઈકમાન્ડના આ નિર્ણયને કારણે પક્ષમાં જ આંતરીક ડખ્ખા થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. જોકે ઓછી ઉંમર ના હાર્દીક ના માર્ગદર્શન હેઠળ પક્ષના સિનિયર નેતાઓ…
ગુજરાત માં હાર્દિક પટેલ ને તાત્કાલિક અસર થી ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે અને કોંગ્રેસ અધ્યક્ષે તાત્કાલિક અસરથી ગુજરાતમાં નીચેના જિલ્લા પ્રમુખોની નિમણૂકના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.જેમાં 1. શ્રી. મહેન્દ્રસિંહ એચ પરમાર- આણંદ 2. શ્રી. આનંદ ચૌધરી ધારાસભ્ય-સુરત 3. શ્રી. યાસીન ગજ્જન- દેવભૂમિ દ્વારકા નો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં આવી રહેલી પેટાચૂંટણી અગાઉ કોંગ્રેસમાં પણ ફેરફાર શરૂ થયા છે જેના ભાગરૂપે પાટીદાર નેતા હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતા રાજકારણ ગરમાયુ છે. જો કે, હાલ અમિત ચાવડા પ્રમુખ પદે યથાવત છે આ તકે અમિત ચાવડાએ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ…
કોરોના ની વધતી જતી સ્થિતિ ને લઈ રાજ્ય સરકાર કેટલાક આકરા પગલાં ભરવા ગંભીર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે માટે મુખ્ય સચિવે આજે 19 જિલ્લાઓ ના કલેક્ટરો સાથે આ બેઠકમાં કરી ચર્ચા કરી સ્થિતિ નો તાગ મેળવ્યો હતો. મુખ્ય સચિવ આગામી કેબિનેટમાં પોતાનો રિપોર્ટ મૂકશે ત્યારબાદ આગળ નો નિર્ણય શુ આવે છે તેના ઉપર આધાર રહેલો છે. વિગતો મુજબ રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા તકેદારીના પગલાં ભરવા કડક નિર્દેશ આપે તેવી ચર્ચા છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવે કોરોના અસરગ્રસ્ત 19 જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં…
ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે તેમના પત્ની અંજલીબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા તેઓએ શ્રી મહાદેવજી ના જળાભિષેક સાથે મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીના આગમનને લઈને સોમનાથ મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કાલે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો મહત્વનું છે કે ગઈકાલે સોમનાથ મંદિરની સુરક્ષામાં રહેતા લાઈઝનિંગ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જ પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી હતી. સોમનાથ માં મુખ્યમંત્રી ના પરિવારે ભગવાન મહાદેવજી ની પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
વડોદરા માં ચાલુ વર્ષે ખાસ વરસાદી માહોલ જામ્યો નથી અને છુટા છવાયા ઝાપટાઓ વચ્ચે એકંદરે જોઈએ તેવો વરસાદ પડતો નહિ હોવાથી પાણી નું સંકટ ઉભું થવાની દહેશત છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી સિઝનનો કુલ 13.42% વરસાદ પડ્યો છે. વરસાદ ઓછો હોવાથી હાલ આજવા સરોવરની સપાટી જુલાઈ મહિનામાં 206.90 છે.જે ગત વર્ષ 209 ફૂટ કરતા 2 ફૂટ ઓછી નોંધાઈ છે. તંત્રના જવાબદારો માં મતે 205 ફૂટ સુધી પાણીની કોઈ ચિંતા નથી પરંતુ જરૂર જણાશે તોજ્યારે સપાટી ઓછી થશે ત્યારે નર્મદામાંથી પાણી લેવામાં આવશે. ગત વર્ષ દરમ્યાન 10 જુલાઈ સુધીમાં તો 10 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો હતો અને ઉપરવાસમાં પણ સારો…
કોરોના ના લોકડાઉન માં લોકો બેહાલ થઈ ગયા છે અને બીજા વર્ગ ને તો કોઈ ફાયદો સરકાર આપી શકી નથી પણ ગરીબ વર્ગ ને મફત અનાજ આપવાની સરકાર ની યોજના માં પણ ઠેકાણા નથી અને જાહેરાત માં દર્શાવતા સગર્ભા મહિલાઓ ને પણ પોષક આહાર મળ્યો નથી , કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન સમય એપ્રિલ, મે અને જૂનમાં ગરીબો માટેની મફત અનાજની યોજનાનો લાભ ગુજરાત આખા માં કેટલા ને મળ્યો અને કેટલા ને નહિ પરંતુ માત્ર અમદાવાદ માં કેટલા લોકો ને લાભ મળ્યો તે અંગે ના થયેલા સર્વે માં અમદાવાદ ની વાત કરવામાં આવેતો અહીં 37 ટકા પરિવારોને આ અનાજ…
દેશ માં પહેલે થી જ રોજગાર સહિત ની કેટલીય મુશ્કેલીઓ માંથી પસાર થઈ રહ્યો હતો તેવામાં કોરોના ની મહામારી આવતા ત્રણ મહિના જેવા તબબકવાર આવેલા લોકડાઉનમાં ધંધો-રોજગાર બંધ રહેતાં લોકો આર્થિક રીતે બિલકુલ તૂટી ગયા છે અને જનતા ને આશા હતી કે ઘરમાં રહ્યા બાદ આ દિવસો માં થયેલા નુકશાન માં સરકાર રાહત આપશે પરંતુ નેતાઓ એ ચાલાકી પૂર્વક જાહેરાતો કરી છટકી જઈ ને ઉપર થી કોરોના માં તૂટી ગયેલા લોકો ની પરવા કર્યા વગર આંતર રાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ના ભાવો તળિયે હોવાછતાં પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ બેફામ ભાવ વધારો કરી દઈ વધારાનો આર્થિક બોજ નાખી દેતા હવે જેની ચિંતા હતી તે…