કવિ: Halima shaikh

રાજ્યસભા ની ચૂંટણી પહેલા ભાજપ પોતાના ધારાસભ્યો ને લઈ જશે તેવા ડર વચ્ચે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મોરબી તરફ લઈ જવાના પ્લાન અગાઉ જ સૌરાષ્ટ્રના 3 ધારાસભ્યો રિસોર્ટમાં ગાયબ જણાતાં કોંગી છાવણી માં ફરી નિરાશા જન્મી છે. કોંગ્રેસના અમરીશ ડેર, પુંજા વંશ, વિક્રમ માડમ રિસોર્ટ બહાર હોવાનું સામે આવ્યું છે. જેથી હવે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને રાજ્ય બહાર રાજસ્થાન તરફ લઈ જાય તેવી અટકળો તેજ બની છે. કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્યા બાદ તમામ ધારાસભ્યો મોરબી જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે રાત સુધીમાં રાજસ્થાન લઈ જવાઈ તેવી સંભાવના પણ વ્યક્ત કરાઇ રહીં છે. જાણવા મળી રહ્યું છે કે…

Read More

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પિંજોરા વિસ્તારમાં સેનાએ આજે સોમવારે 4 આતંકીઓને ઠાર કર્યા હોવાના અહેવાલ છે. સાથેજ છેલ્લા 8 દિવસ માં જવાનો એ 6 એકાઉન્ટર હાથ ધરી 18 આતંકીઓ ને ઠાર કર્યા છે. કોઈ મોટી ઘટના ને અંજામ આપવા માટે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલાં ગઈકાલે રવિવારે પણ શોપિયાના જ રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરમાં પુલવામા અને કુલુગામના હિજ્બુલ કમાન્ડર ફારુક અહમદ બટ ઉર્ફે નાલીને પણ ઠાર કરાયો હતો. ઈન્ટેલિજન્સ એજન્સીએ ગયા મહિને પાકિસ્તાનથી આતંકીઓની ઘૂસણખોરીનું એલર્ટ આપ્યું હતું. ત્યારપછી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરીને એકપછી એક આતંકીઓએ ઠાર મારવામાં…

Read More

હાલ ચીન અને ભારત વચ્ચે ના તણાવ ના માહોલ વચ્ચે ચીનના પ્રોપગેન્ડા ન્યૂઝ પોર્ટલ ગ્લોબલ ટાઇમ્સે ભારતીયો માં ચાલતી ચાઈનીઝ વસ્તુઓ ના બહિષ્કાર મામલે નિશાન સાંધ્યું છે. ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક લેખમાં કહ્યું છે કે કેટલાંક ભારતીય રાષ્ટ્રવાદીઓના લીધે ભારતમાં એન્ટી-ચીન ભાવના ફેલાઇ છે પરંતુ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ નું સુરસૂરીયું થઈ જશે કેમકે તે અશક્ય છે, કારણ કે ચાઈના ની સસ્તી પ્રોડક્ટ વાપરવા માટે તેઓ આદિ બની ચુક્યા છે અને મોંઘવારી ના માર માં ચાઈના ની આઈટમ સામાન્ય ભારતીયોની જિંદગીનો એક હિસ્સો બની ચૂકી છે અને તેને હટાવવું અશક્ય છે આપને જણાવી દઇએ કે તાજેતરના દિવસોમાં સરહદ પર…

Read More

એક તરફ આજથી વડોદરા શહેર-જિલ્લામાં છૂટછાટ નો તબક્કો શરૂ થયો છે કોરોના ની સ્થિતિ માં પણ લોકો હવે મંદિર,મોલ,હોટલ ખુલતા થોડી હળવાશ અનુભવી રહયા છે ત્યાંજ હવે વડોદરા માં આતંકી હુમલાની ધમકી મળતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.ગુજરાત ના વડોદરા માં આતંકીઓ ટાર્ગેટ કરે તેવું IB દ્વારા અલર્ટ આપાયું છે. અલર્ટના પગલે શહેર અને જિલ્લાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકવાદી હુમલા ને દયાને લઈ વડોદરા ના એરપોર્ટ, રેલવે સ્ટેશન, ST ડેપો, ધાર્મિક સ્થળોએ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશન જાહેર સાહસો, નિમેટા પ્લાન્ટ, કમાટીબાગની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકો ને પણ સાવધ રહેવા સૂચના અપાઈ છે.

Read More

અમદાવાદ માં કોરોના ને લઈ અરાજકતા નો માહોલ છે ત્યારે એશિયા ની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કોરોના કાળ માં ઘરેઘરે જાણીતી બની ગઈ છે ત્યારે અહીંના કિડની વિભાગ માં કોરોનાના શંકાસ્પદ સાથે સારવાર માટે દાખલ કરાયેલી મહિલાના મૃત્યુનાં 3 દિવસ બાદ પણ કોરોનાનો રિપોર્ટ આવ્યો નથી. મહિલાના પરિજનો દ્વારા છેલ્લાં 3 દિવસથી કિડની હોસ્પિટલમાં વારંવાર ફોન કરીને પુછવા છતાં હજુ રિપોર્ટ બાકી હોવાનું જણાવી રહ્યા છે. અહીંના વેજલપુરમાં રહેતી એક મહિલાને ફેફસામાં પાણી ભરાવાની સાથે ઓક્સિજનની ઉણપ વર્તાતા કિડની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, 4 જૂને મહિલાનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે, મહિલાનો કોરોનાનો રિપોર્ટ 5…

Read More

આ એજ ચાઈના છે જેણે વડાપ્રધાન નહેરુ વખતે છેતરીને અચાનક હુમલો કર્યો હતો અને ફરી એવું કરવા મોકો જોઈ રહ્યું છે ,ચાઈના અને ભારત ના અધિકારીઓ વચ્ચે શાંતિ મંત્રણા ની વાર્તા સમાપ્ત થયા બાદ પણ ભારત સાથે પૂર્વી લદ્દાખમાં તણાવ વચ્ચે ચીનનું સરકારી મીડિયા ભારત પર દબાણ લાવી રહ્યું છે. ગ્લોબલ ટાઇમ્સે રવિવારે હજારો સૈનિકોના યુદ્ધ અભ્યાસનો વીડિયો શેર કરી ભારત સામે યુદ્ધ માટે તૈયારી નો આભાસ ઉભો કરી રહ્યું છે. ચીનનું મીડિયા એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે ચીન કોઇ પણ સમયે તેમના સૈનિકો અને હથિયાર સાથે સરહદ ઉપર ત્રાટકી શકે છે. ભારતીય એક્સપર્ટે કહ્યું છે કે આ…

Read More

કોરોના મહામારી વચ્ચે પ્રથમવાર શાળાઓમાં વર્ષ 2020-21ના નવા શૈક્ષણિક સત્રનો કેટલીક સ્કૂલો દ્વારા ઓન લાઇન પ્રારંભ થયો છે, જોકે શાળામાં તારીખ 8 જૂનથી 13 જૂન સુધી ધોરણ-1 અને 9માં પ્રવેશ, પાઠ્યપુસ્તકોનું વિતરણ, પરિણામ તૈયાર કરવું સહિતની કામગીરી માટે જરૂરિયાત મુજબના શિક્ષકોને શાળામાં બોલાવાયા બાદ તારીખ 15 જૂનથી ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓને ઘરેબેઠાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. કોરોનાના સ્થિતિ હેઠળતા. 8 જૂનથી રાજ્યભરની ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જોશી દ્વારા કરાયેલા આદેશ મુજબ નવા શૈક્ષણિત સત્રના પ્રારંભના પ્રથમ સપ્તાહમાં 8થી 13 જૂન સુધી શાળાઓમાં ધોરણ-1 અને…

Read More

વડોદરા માં વારસીયા ખાતે આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજી થી આશાસ્પદ સાયન્ટીસ્ટ યુવતીની તબિયત બગડતા યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં યુવતીનું આજે મોત નિપજ્યું હતું. પોલીસે લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપીકાર્યવાહી હાથ ધરી છે. યુવતી ના પરિવાર જનો એ હોસ્પિટલ સામે આક્ષેપો કરી પોતાની દીકરી ખોવી પડી હોવાનું મીડિયા ને જણાવ્યુ હતું. 1 જુનના રોજ યુવતીને માત્ર ગૂમડું થતા નિસર્ગ હોસ્પિટલમાં ગુમડાની સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. આજવા રોડ ઉપર સાહસ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદિપસિંહ રાવત એમ.આર. તરીકે કામ કરે છે. ભોપાલમાં માખી ઉપર રીસર્ચ કરી રહેલી તેમની દીકરી આકાંક્ષા શાહ લોકડાઉનના…

Read More

સ્વાદ રસિયાઓ ઘર નું ખાઈને કંટાળી ગયા છે એવા લોકો માટે આજનો દિવસ સોનાનો સૂરજ ઉગ્યો છે કારણ કે છેલ્લા 3 મહિનાથી બંંધ રહેલી હોટલો, રેસ્ટોરાં અને મોલ આજથી શરૂ થઇ ચુક્યા છે. જોકે સરકારની ગાઇડલાઇન રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ અમલી બનતો હોવાથી સાંજે 7 વાગ્યા પછી ઓર્ડર નહિ લઈ શકાય, આ સાથે શહેરમાં આવેલા મોટા ભાગના મોલમાં માસ્ક, ગ્લોવ્ઝ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, ગન ટેમ્પરેચર સહિતના નિયમોનું ખાસ પાલન કરવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત મોલમાં નાનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી ઉપરની વ્યક્તિને પ્રવેશ આપવામાં નહિ આવે. હાલ સ્ટાફની તંગી હોવાથી હોટલો પહેલા ની જેમ ધમધમાટ જોવા નહીં…

Read More

અમદાવાદમાં કોરોના ની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે અને અહીં મૃત્યુનો આંક 1 હજારને વટાવી 1015એ પહોંચી ચુક્યો છે. અમદાવાદ માં કોરોના થી એક દર્દી નું પ્રથમ મોત તા.25 માર્ચે થયા બાદ માત્ર 75 દિવસમાં એક હજારથી વધુ દર્દીઓ ના મોત થયા છે. તાજા અહેવાલો માં છેલ્લા 24 કલાકમાં જ વધુ 21 લોકોના મોત થતા હાહાકાર મચ્યો છે, ગતરોજ 318 નવા કેસ નોંધાયા હતા. શહેરમાં 15 એપ્રિલથી એક પણ દિવસ એવો નથી ગયો કે કોરોનાથી મૃત્યુ ન થયું હોય. અગાઉ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયેલા મધ્ય ઝોનના જમાલપુર, ખાડિયા, દરિયાપુર, દક્ષિણ ઝોનના દાણીલીમડા, બહેરામપુરા, ઉત્તર ઝોનના સરસપુર, પૂર્વ ઝોનના ગોમતીપુરમાં 500થી…

Read More