રાજ્યસભા ની ચૂંટણી પહેલા કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી એ રાજીનામુ આપવાની ઘટના ના સ્થાનિક કક્ષાએ ભારે પડઘા પડ્યા છે. કપરાડામાં કોગીં કાર્યકર જહીરામ ભોયાના નિવાસસ્થાને યોજાયેલી બેઠક દરમિયાન વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલ અને માજી સાંસદ કિશનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાતરી એ જણાવ્યું હતું કે જીતુભાઈ ચૌધરી કોંગ્રેસ માંથી જશે તો પાર્ટી મેં કોઈ ફરક પડશે નહિ પણ તેમના જવાથી મજબુત સંગઠન ઉભું થશે.જિલ્લા પ્રમુખ દિનેશભાઇ પટેલે જીતુભાઈ ચૌધરીને મતદારો અને પાર્ટી સાથે દ્રોહ કર્યા ની વાત કરી હતી. માજી સાંસદ કિશન પટેલ જણાવ્યું હતું કે, જીતુભાઈ ગદ્દાર છે, પાર્ટી…
કવિ: Halima shaikh
રાજ્યસભા ની ચૂંટણી અગાઉ નેતાઓ માં ખરીદ વેચાણ ની પ્રક્રિયા ચાલુ થઈ છે અને છેલ્લા કેટલાક વર્ષો થી નગરપાલિકા લેવલ થી શરૂ થયેલી આ બદી હવે ઉંચા લેવલ ઉપર પહોંચી ગઈ છે અને જરૂર પડ્યે ગરજ ના ભાવે નેતાઓ વેચાઈ જતા હોવાની ચર્ચાઓ નોર્મલ બની ગઈ છે ત્યારે હાલ માં રાજ્યસભા ની ચૂંટણી વખતે ચાલતી ભવાઈ ના શીન લોકો કોરોના ના માહોલ માં મફત માં માણી રહ્યા છે અને મીડિયા ને પણ મસાલો મળી ગયો છે જેઓ સ્વાદ અનુસાર મીઠું-મરચું ભભરાવી મેટર ને મસાલેદાર બનાવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા માં લોકો ભાજપ અને કોંગ્રેસ બન્ને ને મનભરી…
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સમાધાન માટે ભારત અને ચીનના આર્મી કમાંડરો વચ્ચે આજે વાતચીત થનાર છે. આ બેઠક ચીનના મોલ્ડામાં યોજાશે. આ બેઠકમાં ભારત તરફથી 14મી કોરના કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ હરવિંદ સિંહ અને ચીન તરફથી મેજર જનરલ લિયુ લિન હાજરી આપશે. લિયુ સાઉથ ઝિંનઝિયાંગ આર્મી ક્ષેત્રના કમાંડર છે. આ પહેલા શુક્રવાર સાંજે બન્ને દેશના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત થઈ હતી. બન્ને દેશનું માનવું છે કે મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત ચીન સમક્ષ પેંગોંગ સો, ગલવાન ઘાટી અને ડેમચોકમાં બન્ને પક્ષના સૈનિકો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ખાસ દરખાસ્ત રજૂ કરશે. અત્યાર…
રાજ્યસભા ની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસના આઠ ધારાસભ્યોનાં રાજીનામાં પડી ચુક્યા છે, ગતરોજ બ્રિજેશ મેરજાનું પણ રાજીનામું પણ પડતા હવે કોંગ્રેસ નું કેપ્ટન વગર નું જહાજ લગભગ ડૂબી ચૂક્યું છે. આ બધા વચ્ચે ગતરોજ શુક્રવારે આણંદ પાસેના એરિસ રિવરસાઇડ નામના એક રિસોર્ટમાં ભરતસિંહે પોતાના જૂથના ધારાસભ્યોને ભેગા કર્યાં હતા આ દસથી વધુ ધારાસભ્યોને ભરતસિંહ સોલંકીએ સોંગદ લેવડાવીને પોતાને સાથ આપવા રિકવેસ્ટ કરી છે, જોકે આ તમામ ધારાસભ્ય પહેલે થીજ સોલંકી જૂથ ના સમર્થકો છે અને તેઓ માટે રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ કરતાં ભરતસિંહની વફાદારી વધુ અગત્ય ની છે. હવે કોંગ્રેસનો એક જ ઉમેદવાર જીતશે અને આથી રાજ્યસભા ચૂંટણીમાં સ્પર્ધા કોંગ્રેસના…
રાજ્યમાં કોરોના એ બૂમ પડાવી દીધી છે અને છેલ્લા 24 કલાક ની જ વાત કરવામાં આવે તો સૌથી વધુ 510 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં લોકડાઉન માં છૂટછાટ બાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 35 દર્દીના મોત થયા છે, જ્યારે 344 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 19119 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 1190 થયો છે. જ્યારે રાજ્યમાં કુલ 13011 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસો માં સૌથી વધુ અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, પાટણ અને જામનગરમાં 6-6,…
વલસાડ માં કોરોના ના દર્દીઓ નો વધારો થઈ રહયો છે અને આજે વધુ પાંચ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે. વલસાડ પાલિકા માં કામ કરતા અને દિવસભર અસંખ્ય લોકો અને સ્ટાફ ના સંપર્ક માં આવનાર કર્મચારી નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા નગરપાલિકા ના તમામ સ્ટાફ સહિત તેના સીધા સંપર્ક માં આવનાર તમામ ને કોરોન્ટાઇન કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે અન્યથા કોરોના ની સ્થિતિ વિકટ બને તેવી ભીતિ ઊભી થઈ છે. વલસાડ પાલિકા કચેરી સ્થિત સિવિક સેન્ટર ની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો અને મોગરાવાડીની પ્રમુખગ્રીન સોસાયટીમાં રહેતો મનિષ નટવરભાઇ સોલંકી નામનો કર્મચારી લગ્ન ના સર્ટીફીકેટ…
હાલ કોરોના અને લોકડાઉન માં કેટલાય યુવાનો અને યુવતીઓ બેરોજગાર થયા હશે અને નાસીપાસ પણ થયા હશે પરંતુ આવા યુવાનો અને યુવતીઓ માટે એક રિયલ સ્ટોરી અહીં પ્રસ્તુત છે જેનાથી પોતાનું મનોબળ મજબૂત થશે અને નવી આશાઓ અને ઉત્સાહ બેવડાશે વાત છે 2007ની કે જ્યારે આર્થિક મંદીમાં કાનપુરની સૌમ્યા ગુપ્તાનાં પણ સપનાં તૂટી ગયાં હતાં. 19 વર્ષીય સૌમ્યાએ ખુબજ ઉંચા સપના જોયા હતા અને તેથીજ ખુબજ ઉંચા પગાર ની જોબ મળી રહેશે તેવું વિચારી રૂ.65 લાખ ની રકમ દાવ ઉપર લગાવી દીધી હતી અને 65 લાખ જેવી રકમ નો ખર્ચ કરી ને અમેરિકામાં પાઈલટ ટ્રેનિંગ પૂરી કરી હતી પણ નશીબ…
કોરોના ને લઈ સેંકડો શ્રમિકો હાલ કામધંધા વગર ના થઈ ગયા છે ત્યારે તેઓ ઘરમાં નવરા બેઠા બેઠા સેક્સ વધુ માણે તો વસ્તી વધવાનો ભય સરકાર ને સતાવી રહ્યો છે, ગરીબ લોકો લૉકડાઉનના કારણે પરેશાન હતા. હવે જ્યારે લૉકડાઉનમાં છૂટછાટ મળી છે ત્યારે બેરોજગારી પણ વધી છે અને સેક્સ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બેરોજગાર ને કોન્ડોમ આપશે. બિહાર સરકાર કોરંટાઇન બાદ શ્રમિકોને મફતમાં કોન્ડમ આપશે તેવું જણાવાયું છે, જેથી તેઓ અણગમતી પ્રેગનન્સીને રોકી શકે અને વસ્તી વધારો પણ અટકી શકે, માહિતી મુજબ 8.77 લાખ લોકો કોરંટાઇનથી મુક્ત થયા છે જ્યારે 5.30 લાખ…
ભારત સામે ચાઈના એ લડવા સૈનિકો તો ગોઠવી દીધા પણ સૈનિકો હસ્ત મૈથુન કરવાની આદત પડી ગઈ હોવાનું બહાર આવ્યું છે બાકીના વિડીયો ગેમ રમવાની આદત ઘર કરી ગયા નું રિપોર્ટ માં જણાવાયું છે. ચાઈનીઝ મીડિયા માં જણાવ્યું છે કે પીપલ્સ લીબ્રેશન આર્મી (પીએલએ) દ્વારા ભારત સરહદે શાસ્ત્રો સાથે સૈનિકો નો કાફલો ગોઠવ્યો છે પરંતુ ચાઈનીઝ આર્મી એ સ્વીકાર્યુ કે તેના 20 ટકા સૈનિકો યુદ્ધ માટે ફિટ નથી કારણ કે તેઓ રાત દિવસ હસ્તમૈથુન ના રવાડે ચડી ગયા છે. એટલુંજ નહીં અન્ય સૈનિકો સ્માર્ટ ફોન અને ગેમ ના રવાડે ચડ્યા છે. આ જોઇ પીએલએ એ પોતાના સૈનિકો ને આદતો સુધરવા…
આગામી 19 જૂને રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસ માંથી ધારાસભ્યો મોકો જોઈને ચોકો મારી રહ્યા છેઆ બધા વચ્ચે ખબર આવી રહી છે કે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના અક્ષય પટેલેએ પણ રાજીનામા આપી દીધા છે. સાથે જ કેટલાક કોંગી ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા હોવાની અટકળો ચાલી રહી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને સમર્થન આપી ચુક્યા છે તેથી વાત કન્ફોર્મ થઈ ચૂકી છે.તેઓ એ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે રૂબરૂ આવીને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામુ આપ્યું છે. બંને રૂબરૂ આવ્યા હતા. માસ્ક પહેર્યા હતા ઉતારી અને ખરાઈ…