કવિ: Shakil Saiyed - Political Editor

ગાંધીનગર જિલ્લાના ખાત્રજ ખાતે આવેલી દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીની ઘટના સામે આવી છે.કંપીનીમા ETP પ્લાન્ટની ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતારેલા એક મજુરને બચાવવા એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા.એકનો બચાવ ન થતા પાંચેય મજૂરોએ જીવ ગુમાવ્યો હતો.આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને પાંચેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલના ખાત્રજ જીઆઈડીસી પ્લોટ નંબર 10, બ્લોક નંબર 58માં તુટસન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની દવા બનાવતી કંપની આવેલી છે. કંપનીના દૂષિત પાણીને રિસાયકલ કરવા માટે અહીં એક ETP પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.…

Read More

શનિવારે સવારે થયેલા અકસ્માતના સાક્ષીઓ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી લીક થઈ રહેલું તેલ લેવા પહોંચ્યા હતા. પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ અને આગ લાગવાથી ઓછામાં ઓછા 91 લોકો માર્યા ગયા છે. આ લોકો ટેન્કરમાંથી નીકળતું ઓઈલ ભરવા માટે એકઠા થયા હતા, ત્યારે ઓઈલમાં આગ લાગી અને પછી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. જેના કારણે ત્યાં હાજર લોકો તેની પકડમાં આવી ગયા. શનિવારે સવારે થયેલા અકસ્માતના સાક્ષીઓ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી લીક થઈ રહેલું તેલ લેવા પહોંચ્યા હતા. ઉપનગરીય વેલિંગ્ટનમાં એક બસ ટેન્કર સાથે અથડાઈ હતી. તે…

Read More

સુરત શહેરના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર પાસે રમતી અઢી વર્ષની માસુમ બાળકી ગુમ થઇ ગઈ છે.બાળકીને શોધવા માટે પોલીસ દોડતી થઇ ગઈ છે.છેલ્લા 48 કલાકમાં સુરત પોલીસ DCB સહિતના 100 જવાનોએ બાળકીને શોધવા માટે રાત-દિવસ એક કરી નાખ્યા છે.આ માસુમ બાળકી રમતા રમતા અચાનક ક્યાં જતી રહી છે કે અથવા તેનું અપહરણ થયું છે તેની તેના પરિવારને અને પોલીસને પણ ચિંતા છે. પાંડેસરાના PSI એ જણાવ્યું છે કે આ ઘટના દિવાળીની રાતના થયેલ છે.માસુમ બાળકીના પિતા એક મિલમાં મજૂરી કામ કરે છે.તેમની બે બાળકી છે.એમાં આ મોટી દીકરી છે.દિવાળીના રાતના ઘર પાસે રમતી આ માસુમ દીકરી અચાનક ગુમ…

Read More

મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને રાહત મળી છે. હકીકતમાં, મુંબઈની વિશેષ અદાલતે દેશમુખની ED કસ્ટડી વધારવાનો ઇનકાર કરી દીધો છે. કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ માટે રાહતના સમાચાર છે. મુંબઈની વિશેષ અદાલતે દેશમુખની ઈડી કસ્ટડીને વધુ લંબાવવાનો ઈન્કાર કરી દીધો છે. તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અગાઉ અનિલ દેશમુખને નિયમિત આરોગ્ય તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટે 2 નવેમ્બરે દેશમુખને 6 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 12 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ 1 નવેમ્બરના રોજ મોડી રાત્રે દેશમુખની ધરપકડ…

Read More

વડોદરા શહેરમાં મકરપુરા GIDCમાં આવેલી શ્રી સાઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ ફેક્ટરીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી.આ આગના બનાવમાં ફેટરીમાં રહેતી એક વૃદ્ધા આગમા ભડથું થઇ ગઈ.આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી અને પાણી ચલાવતા આગને કાબુમાં લીધી હતી. વડોદરા મકરપુરા GIDCમાં આવેલી સાંઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ કંપનીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી.આ આગએ કંપનીના ચારે બાજુ વિકરાળ સવરૂપ ધારણ કરી લીધું હતું.કંપનીમાં રહેતા 70 વર્ષના સંતુબેન પોતાનો બચાવ કરી શક્ય નહિ અને તે આગમાં લપેટાઈ જતા ભડથું થઇ ગયા હતા. ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આગમાં બળી જતા સંતુબેન કંપનીમાં છેલ્લા 2 વર્ષથી રહેતા…

Read More

ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાની કિંમત વધીને 47,943 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. તે જ સમયે, ડિસેમ્બર વાયદા ચાંદીનો ભાવ વધીને રૂ. 64,400 થયો છે. શનિવારે દિવાળીના દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર વાયદાના સોનાના ભાવમાં વધારો થયો હતો. આ પછી 24 કેરેટ સોનાની કિંમત વધીને 47943 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. સોનાની કિંમતમાં 400 રૂપિયાનો વધારો થયો છે. શુક્રવારે એમસીએક્સ પર સોનાની કિંમત 47,540 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શનિવારે ચાંદીની કિંમત પણ વધીને રૂ. 64,400 પ્રતિ કિલો થઈ ગઈ હતી. શુક્રવારે ચાંદીનો ભાવ 64,300 રૂપિયા…

Read More

અમદાવાદ શહેરમાં આવેલા કાંકરિયા થયું સ્ટેડિયમની જેમ ઝગમગતું. કાંકરિયા તળાવ એટલે અમદાવાદની શાન કહેવાય છે.85 માળની બિલ્ડીંગ પરથી કાંકરિયા એવું નજર આવે છે કે સ્ટેડિયમનો અહેસાસ કરાવે છે.એવી ઝગમગતી લાઈટોથી ચમકતું આ કાંકરિયા સ્ટેડિયમ ખુબ જ સુંદર લાગે છે. કાંકરિયા તળાવ એટલે કે અમદાવાદ જ નહિ ગુજરાતની શાન છે.પણ તમે ક્યારેય વિચાર્યું કે કાંકરિયા તળાવ પાસે 50 માળની બિલ્ડીંગ હોય ત્યાંથી કેવું લાગતું હશે? તમને જણાવીએ કે કાંકરિયા તળાવ ડ્રોન વ્યુથી લીધેલા ફોટોમાં સ્ટેડિયમનો અહેસાસ કરાવે છે.રંગબેરંગી લાઈટોથી ઝગમગતું આ કાંકરિયા સ્ટેડિયમ.આ ડ્રોન વ્યુને જોતા જ પહેલી નજરે તેના પર પ્રેમ થઇ જાય.લોકો ફરવા માટે પણ કાંકરિયા પસંદ…

Read More

અમદાવાદમાં દિવાળી તહેવારમાં ફટાકડાના કારણે દર વર્ષે આગ લાગવાના બનાવ બનતા હોય છે.જેમાં આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવ સામે આવ્યા છે.અમદાવાદમાં 24 કલાકમાં ફાયર વિભાગન 80 કોલ આવ્યા હતા. અમદાવાદ શહેરમાં દિવાળી તહેવાર દરમિયાન લોકોમાં ફટાકડા ફોડવાના ઉત્સાહ જોવા મળે છે.તેજ ઉત્સાહની સાથે ધ્યાન રાખવું જોઈએ કે નુકસાન ન થાય.આવામાં દિવાળીના દિવસે જ અમદાવાદમાં ઘણી જગ્યાએ આગ લાગવાના ફાયર વિભાગને કુલ 80 ફોન કોલ આવ્યા હતા. અમદાવાદના ફાયર વિભાગના દેતા મુજબ તેમને 80 કો આવ્યા છે.દિવાળી પહેલા જ ફાયર વિભાગ એલર્ટ રહે છે.ફાયર વિભાગની ટીમને સવારના 6 વાગ્યા થી રાતના 10 વાગય સુધી કુલ 25 કોલ આવ્યા…

Read More

વડોદરા શહેરના આજવા રોડ પાસે રહેતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એકટ્રેસનો બર્થડે હોવાથી તેની બર્થડે પાર્ટીમાં દારૂની પાર્ટી ચાલતી હતી.આ દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદના 3 વ્યક્તિ સહીત એક્ટ્રેસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પોલીસે યુવતીની પણ ધરપકડ કરી હતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ આર.એ.જાડેજાને બાતમી મળી હતી કે વડોદરાના આજવા રોડ પર રહેતી યુવતીના ઘરે દારૂની મહેફિલ ચાલી રહી છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ.આર.કે.તોરાણી, ડી.જે. પ્રજાપતિ તથા સ્ટાફના માણસો હર્ષદભાઈ, ધર્મેન્દ્રભાઈ, યોગેશભાઈ, રાકેશભાઈ, જૈનુલભાઈ અને હરદીપસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અમદાવાદ મેમનગર વિસ્તારની વિશ્રામનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ગજેન્દ્રભાઈ ગોસાઈ, બોલકાદેવ અમદાવાદમાં રહેતો નીરવ રાજેન્દ્રભાઈ શર્મા, મિતેષ અમૃતભાઈ…

Read More

ફાંકાનગર નામ ના એક ગામ માં રહેતા ફાંકા ફોજદાર ની આ વાત છે .. સુખે થી જીવતા આ ફોજદાર ના જીવન માં અચાનક એક પરિવર્તન આવ્યું. ફાંકા ફોજદારે ઘોષના કરી કે આજ પછી ઘર માં તમામ સ્થળે તેમના ફોટા મુકવા માં આવશે. કોઈ પણ કામ થતું હોય તો તેમાં તેમના ફોટા મુકવા માં આવશે. ફાંકા ફોજદાર વગર ચાલશે પણ તેમના ફોટા વગર નહિ ચાલે. ફાંકા ફોજદાર ની આ જીદ પાછળ નું કારણ એ હતું કે કૈક આવું જ એમના રાજ્ય ના રાજા પણ કરી રહ્યા હતા. રાજા આખાય રાજ્ય માં પોતાના ફોટા ચોંટાડાતા હતા એટલે ફાંકાભાઈએ નક્કી કર્યું કે એ…

Read More