કવિ: Shakil Saiyed - Political Editor

ગાંધીનગર ભાઈ, વાહ મોદીજી વાહ….. એમ કહેવાનું મન થાય છે. વડાપ્રધાને દેશની જનતાને બેસતા વરસના “ઇંધણ મુબારક”  પાઠવી દીધા છે. છેલ્લા કેટલાક મહિનાથી ઇંધણના ભાવ વિફરેલા આખલાની માફક દેશની જનતાને જાણે શીંગડામાં ભરાવીને ફંગોળી રહ્યા હતા. રોજબરોજની ખર્ચનું ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને ભૂગોળ એમ બધુજ હાલક ડોલક થઇ ગયું હતું. ભાજપના કાર્યકરો અને આગેવાનો મનમાં અને મનમાં પ્રાર્થના કરતા હતા કે એ કૂદકે અને ભૂસકે વધી રહેલા ઇંધણના ભાવને મોદી દ્વારા બ્રેક મારવામાં આવે નહિ તો પ્રજા વચ્ચે જઈને કેવી રીતે મ્હોં દેખાડવું એક મોટો સવાલ હતો. છેવટે બિલકુલ કાળી ચૌદશની સમી સાંજે સમાચાર આવ્યા કે પેટ્રોલની એકસાઇઝ ડ્યુટીમાં…

Read More

ગાંધીનગર, છેલ્લા ઘણા સમયથી દેશની જનતા પેટ્રોલ અને ડીઝલમાં થઇ રહેલા અવિરત અને કમરતોડ ભાવ વધારાથી હેરાન પરેશાન હતી. ત્યારે છેવટે મોદી સરકારે નવા વરસના સપરમા દહાડા પહેલાજ દેશવાસીઓને થોડી રાહત આપવાનું વિચાર્યું છે. પેટ્રોલની એક્સસાઈઝ ડ્યુટીમાં રૂ. 5 અને ડીઝલની એક્સસાઈઝ ડ્યુટીમાં રૂ. 10નો ઘટાડો અમલમાં મુકવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. કિંમતમાં કરાયેલો આ ઘટાડો દિવાળીના દિવસથી એટલે કે 4થી નવેમ્બરથી લાગુ કરી દેવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર ભારે ફટકો પડ્યો છે. જો કે હવે મોદી સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ થોડી રાહત થશે. ઓક્ટોબરમાં 25 દિવસ માટે ભાવ વધારો સતત સાત…

Read More

ગાંધીનગર આજે કાળી ચૌદશ છે, આજે રાત્રે સૌ કોઈ વડા બનાવીને ઘરની નજીકના ચાર રસ્તે ઘરનો કકળાટ બહાર કાઢતા હોય છે. ભાજપના ઘણા કાર્યકરો અને આગેવાનો સાથે થતી અંગત વાત-ચિતમાં જે જાણવા મળે છે એ એમ છે કે, ભાઈ અમે શિસ્તના દોરડે બંધાયેલા છીએ એટલે જાહેરમાં બોલી શકતા નથી પણ અમે મનમાંને મનમાં વડાપ્રધાન મોદીને એક જ પ્રાર્થના કરીયે છીએ કે હે મોદીજી….કાલી ચૌદશે આ મોંઘવારીરૂપી કકળાટને દેશમાંથી હવે બહાર કાઢો નહીતો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા ભાજપને બહારનો રસ્તો દેખાડી દેશે. દેશભરમાં વિધાનસભાઓની 29 બેઠકો ઉપર પેટ ચૂંટણી યોજાઈ ગઈ. જેમાંથી ભાજપ ફક્ત 7 બેઠક જીતી શક્યો. લોકસભાની 3…

Read More

ગાંધીનગર ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તામાં નથી. 25 વર્ષથી ભાજપ ખુરશી ઉપર જાણે કે ગુંદર ચોંટાડીને બેસી ગયો છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીએ તાજેતરમાંજ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. 2022ની સાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ તરફથી હરહંમેશની માફક તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે પણ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એવી છે કે સેનાપતિ કોણ બનશે એ પણ આટલા મહિનાઓની કસરત પછી આ લખાય છે ત્યાં સુધી નક્કી નથી. આ બધુતો ટૂંક સમયમાં થાળે પડી જશે પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારોનું થઇ પડશે પરંતુ ચૂંટણી લડવાના રૂપિયા ક્યાંથી કાઢવા એ કોંગ્રેસ માટે એક યક્ષ પ્રશ્ન…

Read More

ગાંધીનગર દિવાળી માથે છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ગુજરાતના પ્રવાસે છે. થોડા દિવસો પહેલા ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે રાહુલ ગાંધીએ દિલ્હીમાં બેઠક યોજીને નવી નેતાગીરી અંગે સેન્સ લીધી હતી જેના પરિણામે દિવાળી પહેલા ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ અને વિપક્ષના નેતા મળવાના હતા. પણ અત્યારે ગુજરાતના કોંગ્રેસીઓ મૂંઝવણમાં છે. મૂંઝવણ એ છે કે દિવાળી તો માથે આવીને ઉભી છે પણ હજુ સુધી દિલ્હી હાઈ કમાન્ડે નવી નેતાગીરી અને પ્રદેશ માળખાની જાહેરાત કરી નથી. તો આ દિવાળી અને બેસતા વર્ષની શુભેચ્છાઓ કોને આપવી? અમિત ચાવડા અને પરેશ ધાનાણીને આપવી કે પછી કોઈ નવ નિયુક્ત પદાધિકારીને આપવી? હવે રઘુ શર્મા…

Read More

સત્ય ડે ન્યુઝ, ગાંધીનગર ગુજરાત કોંગ્રેસ નવસર્જનના માર્ગે ચાલી નીકળી છે. જેમાં યુવા અને અનુભવી આગેવાનો, કાર્યકરોનું યોગ્ય મિશ્રણ કરીને 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાની કવાયત હાથ ધરવામાં આવશે એમ પાર્ટીના સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માએ તાજેતરમાંજ ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે જૂથબંધી ભૂલીને 25 વર્ષથી વેઠાતા સત્તાના દુકાળને 2022ની સાલમાં ખતમ કરો. આ તબક્કે એ જાણવું રસપ્રદ રહેશે કે ગુજરાતના પૂર્વ પ્રભારી અને કોરોનનો ભોગ બની જનારા રાજીવ સાતવની આ ફાની દુનિયામાંથી વિદાય થયા પછી અને રઘુ શર્માની નિયુક્તિ થઇ એ વચ્ચેના સમયગાળા દરમિયાન કોંગ્રેસ હાઈ કમાન્ડ અને ગુજરાત કોંગ્રેસની નેતાગીરી…

Read More

ગુજરાત કોંગ્રેસના નવસર્જનની કસરત પુરી થઇ ચુકી છે. 22મી ઓક્ટોબરના રોજ ગુજરાતના કોંગ્રેસી આગેવાનોની  દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે થયેલી બેઠક બાદ હવે ફક્ત જાહેરાત થવાની  ઔપચારિકતા બાકી રહી છે. કોંગ્રેસના અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પ્રદેશના પ્રમુખ પદે ઠાકોર સમાજના કદાવર નેતા અને કોંગ્રેસના વફાદાર કાર્યકર ગણાતા જગદીશ ઠાકોરની નિમણુંક કરવામાં આવશે. જયારે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે સૌરાષ્ટ્રના પાટીદાર અને આક્રમક છબી ધરાવતા વીરજી ઠુમ્મરની નિમણુંક કરવામાં આવશે. ઉનાથી કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને, દક્ષિણ ગુજરાતના અનંત પટેલને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવશે. હાર્દિક પટેલને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલે છે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિકને ગુજરાત વિધાનસભા ચૂંટણીની…

Read More