ગાંધીનગર—ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરપાલિકાઓનું મર્જર શરૂ કર્યું છે જેમાં સુરેન્દ્રનગર-નવસારી-પોરબંદર નગરપાલિકાઓમાં વઢવાણ – વિજલપોર-છાયા નગરપાલિકાઓનો સમાવેશ કરી સંયુકત નગરપાલિકાઓ રચવાની જાહેરાત કરી છે. રૂપાણીએ નગરોના વિકાસને વધુ વેગ આપવા રાજ્યની ત્રણ નગરપાલિકા વિસ્તારમાં તેને સંલગ્ન અન્ય નગરપાલીકા સમાવિષ્ટ કરીને સંયુકત નગરપાલિકાની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મર્જર કરવાના પરિણામે સ્થાનિક સત્તાતંત્રનો વહીવટી ખર્ચ ઘટશે. એટલું જ નહિ, માનવબળ વધતાં કામગીરીમાં સરળતા આવશે અને વિકાસકામોને નવી ગતિ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આ નિણર્ય અનુસાર, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરીને સંયુકત નગરપાલિકા રચવામાં આવી છે અને તેનું મુખ્યમથક સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું છે.એવી જ રીતે દક્ષિણ ગુજરાતના…
કવિ: Margi Desai
વલસાડ જિલ્લા કલેક્ટર આર આર રાવલે વિશ્વ યોગ દિવસ અંતર્ગત યોગા કરી યોગ ના મહત્વ નો સંદેશ આપ્યો હતો. સાથેજ વલસાડ સહિત ગુજરાતભર માં અને ભારત સહીત વિશ્વ માં યોગ દિવસ ની ઉજવણી કરાઈ હતી. આમતો ભારતમાં યોગાભ્યાસની પરંપરા આશરે 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે. આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અનેક લોકોના દૈનિક જીવનનો એક હિસ્સો બની ગયો છે…
ગાંધીનગર — ગુજરાતમાં રાજકીય નેતાઓ માટે કેવા દિવસો આવ્યા છે કે લોકોને એકત્ર કર્યા વિના ચૂપચાપ ઘેરબેઠાં વિકાસના કામોના લોકાર્પણ કરવા પડી રહ્યાં છે. કોઇપણ પ્રોજેક્ટનું ઉદ્દધાટન કરવાનું હોય તો રાજકીય નેતાઓ પબ્લિક ભેગી કરીને જનસભાઓ કરતા હતા પરંતુ હવે એ દિવસો કોરોના સંક્રમણે છીનવી લીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ પણ ઘેરબેઠાં કરવા પડ્યાં છે. રૂપાણીએ આજે રાજ્યમાં 9 કરોડ 80 લાખ ના ખર્ચે નવા બનેલા 4 બસ મથકોનો ઇ લોકાર્પણ તેમજ 28 કરોડ 15 લાખ ના ખર્ચે તૈયાર થયેલી 5 આરટીઓ કચેરીઓના લોકાર્પણ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોરોના સમયમાં…
ગાંધીનગર—ગુજરાતના રાજકારણમાં અણધાર્યો વળાંક લાવનારા પિતા-પુત્રની જોડીએ એવો સંકેત આપ્યો છે કે અમારા આદિવાસીઓની માગણી જે પાર્ટી સ્વિકારશે તેને અમારો મત આપીશું. આ બન્નેએ સોદાબાજીના દરવાજા ખોલ્યાં છે. બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા કહી રહ્યાં છે કે ગુજરાતમાં શાસક પક્ષ અને વિપક્ષ અમારા પ્રશ્નો ઉકેલવામાં સિરીયસ નથી તેથી હું બન્નેથી નારાજ છું. બીટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જાહેર કર્યું હતું કે અમે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાના નથી. આ નિવેદન પછી કોંગ્રેસના પ્રદેશ નેતાઓને ફાળ પડી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે અમે આદિવાસીઓની સાથે છીએ અને તેમને પ્રશ્નોની અસરકારક રજૂઆત કરીશું. બીજી તરફ ભાજપના નેતાઓએ બીટીપીના બન્ને સભ્યોનો…
ગાંધીનગર— અમદાવાદમાં આજે સવારે કમકમાટીભરી ઘટના બની છે જેમાં એક જ પરિવારના છ સભ્યોના આત્મહત્યામાં મોત થયાં છે. શહેરના વટવા સિત્રામાં પ્રયોસા રેસિડેન્સીમાં આવી ઘટના બની છે. આ વિસ્તારમાં અરેરાટીની લાગણી વ્યક્ત થઇ રહી છે. પોલીસ આ ઘટના અંગેની તપાસ કરી રહી છે. આ ઘટનામાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી નથી. પોલીસને જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલથી જ…
ગાંધીનગર કોરોના સંક્રમણ સમયે ભાજપે મોટો જુગાર ખેલીને રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજી બેઠક મેળવવા માટે મરણિયા પ્રયાસ શરૂ કર્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ અસ્તિત્વનો જંગ સમજીને બીજી બેઠક બચાવવા દોડધામ શરૂ કરી છે. કોંગ્રેસની રિસોર્ટ પોલિટીક્સની સામે ભાજપની ચાણક્ય ચાલ કેટલી તીવ્ર છે અને તેની અસર કેટલી જોરદાર છે તેનો ફેસલો આજે સાંજે આવી જશે. ગુજરાતમાં આજે એટલે કે 19મી જૂને રાજ્યસભાની ચૂંટણી થવાની છે. ભાજપે તેના તમામ ધારાસભ્યોને વ્હિપ આપી દીધો છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમના બાકી બચેલા 65 ધારાસભ્યોને સાચવી રહ્યાં છે. આ ચૂંટણીમાં માત્ર બે મત માટે રસાકસી સર્જાય તેવી સંભાવના છે. જો કોંગ્રેસમાં…
ગાંધીનગર — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપે તૈયારી કરી દીધી છે. પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપની સરકારે રાજ્યના છ મહાનગરોની હદ વધારવાનો નિર્ણય કરતાં હવે આ શહેરોમાં વોર્ડ અને કોર્પોરેટરોની સંખ્યામાં વધારો થશે. કોરોના સંક્રમણ સમયે ભાજપના માથે માછલાં ધોવાઇ રહ્યાં છે અને કેન્દ્રીય મોવડીમંડળ કેટલાક મુદ્દે પ્રદેશ ભાજપની કામગીરીથી નારાજ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજય મેળવવો આવશ્યક છે. જો આ પરિણામ સારા આવ્યાં તો તેમને 2022 સુધી કોઇ હટાવી નહીં શકે. ગુજરાતના ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં અમારૂં કામ વધી ગયું છે, કારણ કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને…
ગાંધીનગર — રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને વિજેતા બનાવવા માટે કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા અને બળવાખોર આઠ ધારાસભ્યો પૈકી માત્ર ત્રણને ભાજપની ટિકીટ મળી શકે તેમ છે, બાકીના પાંચ ધારાસભ્યોને પાર્ટીએ અલગ રીતે સાચવી લીધા છે. કોંગ્રેસ છોડીને જનારા ધારાસભ્યો પૈકી એકમાત્ર મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલી આ આઠ બેઠકોની પેટાચૂંટણી થશે ત્યારે પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા આઠ સભ્યોને ફરીથી ટિકીટ આપવાના મૂડમાં નથી. તેમને જ્યારે રાજીનામાં અપાવ્યા હતા ત્યારે તેમની સાથે બીજી કોઇ શરત કરી ન હતી તેથી તેમનું રાજકીય ભાવિ…
ગાંધીનગર — કોરોનાની રસી અને દવા બની નથી ત્યારે કોરોનામાં અસરકારક સાબિત થઇ રહી છે એક એવી દવા જે ગુજરાત સરકાર દર્દીઓ અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને મફતમાં આપે છે. હોમિયોપથીમાં બનાવેલી ગ્લોબ્યુલ્સ ગોળીઓ શરીરની આંતરિક શક્તિમાં વધારો કરે છે. આ ગોળીના સેવન પછી માનસિક તનાવ અને શારીરિક થાકમાં રાહત મળે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને એલોપેથી સારવારની સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર પણ ફાયદાકારક નિવડે તે માટે સરકાર દ્વારા તમામ પ્રય્તનો કરવામાં આવ્યા છે. આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે હોસ્પિટલમાં હોમિયોપેથી સારવાર આપવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે ઘણા લોકોમાં ભય, ચિંતા,હતાશા,ગભરાટ, માનસિક તણાવ, મૃત્યુનો ભય, એકલવાયાપણું, શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ,…
ગાંધીનગર — કોરોના મહામારીના સમયમાં ગાંધીનગરમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અભિષેક બચ્ચન અને રાની મુકરજી અભિનિત બંટી-બબલી જેવું એક કપલ રૂપિયા પડાવી રહ્યું છે. આ કપલ સરકારી નોકરી આપવાના નામે લોકોને છેતરી રહ્યું છે. કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે… ગાંધીનગરમાં લોભિયા છે અને ધુતારા પણ છે. ગાંધીનગર શહેરના સેક્ટર-ર6માં રહેતા કોન્ટ્રાકટરની બે પુત્રી અને એક પુત્રને સરકારી નોકરી અપાવવાના બહાને દંપતિએ અલગ અલગ સમયે 4.05 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા અને ત્યારબાદ નોકરી અપાવી નહોતી. તેમની પાસેથી રૂપિયા પરત માંગતા જે થાય તે કરી લેવાની ધમકી તેઓએ આપી હતી. આ દંપતિ સામે સેક્ટર-ર1 પોલીસ…