કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર  ગુજરાતમાં આયુષ વિભાગની કામગીરી અત્યંત નબળી જોવા મળે છે. કોરોના વાયરસના સંક્રમણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આયુષની ગાઇડલાઇન પ્રમાણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની લોકોને સલાહ આપે છે ત્યારે ગુજરાતમાં આયુષની કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ગુજરાતમાં અન્ય રાજયો કરતાં આયુષ વિભાગની કામગીરી નબળી જોવા મળી રહી છે. તેનું પહેલું એક કારણ એ છે કે એક જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારીને રાજય સરકારે આયુષ વિભાગના ઈન્ચાર્જ ડાયરેકટર તરીકે નીમ્યા છે. આ ઉપરાંત ડેપ્યૂટી ડાયરેકટર આયુર્વેદ અને ડેપ્યૂટી ડાયરેકટર હોમીયોપેથીનો પણ ચાર્જ તેમની જ પાસે છે. અલબત્ત, હાલમાં આ અધિકારી જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારી તરીકે નિયમિત પોસ્ટિગ ધરાવે…

Read More

ગાંધીનગર ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ ગંભીર બની છે. પોઝિટીવ કેસો સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે જ્યારે રિકવરીના આંકડા ઘટતા જાય છે. ભારતમાં કેરાલા એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં રિકવરી 70.48 ટકા જોવા મળી છે જ્યારે ગુજરાતમાં રિકવરી 7.44 ટકા છે. ગુજરાત એ સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ પોઝિટીવ કેસો ધરાવતું બીજાનંબરનું રાજ્ય બન્યું છે. દેશના હરિયાણા રાજ્યમાં 59.85 ટકા, તામિલનાડુમાં 40.64 ટકા, ઓરિસ્સામાં 38.55 ટકા, કર્ણાટકમાં 30.68 ટકા અને બિહારમાં 29.79 ટકા જોવા મળી છે. પોઝિટીવ દર્દીઓમાં સૌથી ઓછી રિકવરીમાં ગુજરાત પછી મધ્યપ્રદેશનો નંબર આવે છે. આ રાજ્યમાં 9.58 ટકાની રિકવરી જોવા મળી છે.…

Read More

ગાંધીનગર – ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન લંબાવાયું છે અને હજી ત્રીજો તબક્કો આવવાની સંભાવના છે ત્યારે રિટેલર્સ, કન્ઝ્યુમર કંપનીઓ, રેસ્ટોરન્ટ્સ અને મોલના સંચાલકોએ સોશિયલ મીડિયા પર ઓનલાઇન કૂકિંગ ક્લાસિસ શરૂ કર્યા છે. મધ્યમ વર્ગ અત્યારે નવી વાનગીઓ પર હાથ અજમાવી રહ્યો છે અને ઘરે ઘરે નવી જાતની રસોઇ બની રહી છે તેને ધ્યાને લઇને આ એકમોએ દિશા બદલી છે. રેસ્ટોરન્ટ ચેઇન જેમી ઓલિવરના CEO જેસ્પર રીડ અને વેન્ડીઝ દર્શકોને દર શુક્રવારે તેમના જ ઘરના રસોડામાંથી ક્લાસિક સ્પેગેટી કારબોનારા, કેસર સેલડ અને અન્ય ભારતીય વાનગીઓ બનાવવાનું શિખવાડે છે. રિલાયન્સ ફ્રેશે શેફ અમ્રિતા રાયચંદ સાથે સિરીઝ ‘લાઇવ લોકડાઉન કૂકિંગ શોઝ’ લોન્ચ કરી…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તેવી કેટલીક બાબતો એવી છે કે લોકો તેના પર ધ્યાન આપતાં નથી. આપણે પ્લાસ્ટીકની બેગ પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ પોલીસ એવું કહે છે કે કાપડની થેલી લઇને શાકભાજી લેવા જશો નહીં, નહીંતર કોરોના થઇ જશે. અમદાવાદમાં શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિએ 65 લોકોને કોરોના પોઝિટીવનો ચેપ લગાડ્યો છે. બજારમાં મળતાં શાકભાજી પણ શંકાથી ઘેરાયેલા છે. રાજ્યમાં ઘણી એવી જગ્યાએથી રોકડા રૂપિયા વિખરાયેલા મળ્યા છે કે જે શંકા ઉપજાવે છે. લોકો રસ્તામાં 500, 200 અને 100ના દરનો નોટ ફેંકી દેતા હોય છે. આ ક્યા લોકો છે તેની પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદ પોલીસે…

Read More

ગાંધીનગર – ભારતનું પ્રથમ પ્લાઝમા થેરાપી સ્ટડી સેન્ટર અમદાવાદને મળ્યું છે. શહેરની એસવીપી હોસ્પિટલને આ સુવિધા મળી છે. ભારત સરકારે આ સ્ટડી સેન્ટરને માન્યતા આપી છે.અમદાવાદ મ્યુનિસિપવ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છે કે, એસ.વી.પી. હોસ્પીટલમાં પ્લાઝમાં થેરાપી સેન્ટર અને સંલગ્ન અભ્યાસ કેન્દ્ર કાર્યરત થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના આરોગ્ય મંત્રી સાથે ટેલિફોનિક વાત કરી એસ.વી.પી. હોસ્પીટલ ખાતે પ્લાઝમા થેરાપી સ્ટડી પ્રોટોકોલ નિયત કરવા માટે સત્વરે વ્યવસ્થા ઉભી કરવા સહકાર માંગ્યો હતો પરિણામે આ સુવિધા ઉભી થઈ છે. આ અભ્યાસનું નામ ‘’ફેઝ-૨ ઓપન લેબલ રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલ ટુ અસેસ ધી સેફ્ટી એન્ડ એફિકસી ઓફ કોન્વેલસન્ટ પ્લાઝમા ટુ લિમિટ ધ…

Read More

ગાંધીનગર તાજેતરમાં સરકાર દ્વારા કર્મચારીઓને હાજર થવા બાબતે કરવામાં આવેલા આદેશોનું પાલન કરતાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ સરકારની ગાઈડ લાઈન મુજબ, કર્મચારીઓને હાજર થવા માટેનો પરિપત્ર કર્યો હતો. જે મુજબ 20 એપ્રિલથી વર્ગ 1 થી 4 ના કર્મચારીઓ સરકારના ધરાધોરણો મુજબ જીટીયુ ખાતે હાજર થયા હતાં. દેશ આખો કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે તેનો ફેલાવો ના થાય તે માટે જીટીયુ દ્વારા સ્વાસ્થ સુરક્ષાલક્ષી તમામ પ્રકારના પગલાં ભર્યા છે. જેના કારણે આવા વિકટ સંજોગોમાં ફરજ પર હાજર થયેલા કર્મચારીઓનું સ્વાસ્થ સુરક્ષીત રહે. જેના અનુસંધાને જીટીયુમાં પ્રવેશ દ્વાર પર જ ઈન્ફારેડ થર્મોમીટર ટેમ્પરેચર ગનથી કર્મચારીનું તાપમાન માપવામાં આવે છે, તથા…

Read More

ગાંધીનગર અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ દાવો કર્યો છે કે 3જી મે સુધી લોકડાઉનનું અસરકારક પાલન થશે તો આપણે મે મહિનામાં ગમે ત્યારે કોરોના વાયરસ સામે નિયંત્રણ મેળવી શકીશું. તેમણે જાહેર જનતા જોગ આ અપીલ કરી છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાથી કેટલાક વિસ્તારો હોટસ્પોટ બનાવવામાં આવેલા છે અને આ વિસ્તારોમાં તમામના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કેસો વધવાનું કારણ પણ સતર્કતા અને ટેસ્ટનું વધતું પ્રમાણ છે. વિજય નહેરાએ કહ્યું કે આપણી પાસે જેટલા દિવસ રહે છે તેટલા દિવસોમાં લોકડાઉનનું પાલન કરવું પડશે. થોડીક પણ ચૂક થશે તો આપણી મહેનત પર પાણી ફરી વળશે. આપણી શક્તિ અને સંગઠન…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોની સંખ્યા 2000ને પાર જઇ રહી છે ત્યારે હોમ ક્વોરેન્ટાઇનની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં 26590 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. બીજા સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન થયેલા કેસોની સંખ્યા 3436 અને ખાનગી ફેસિલિટીમાં 328 સાથે કુલ 30354 કેસોમાં ક્વોરેન્ટાઇન થયેલા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 35543 લોકોના લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા છે જે પૈકી 33477 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે જ્યારે 2066 પોઝિટીવ કેસો છે. છેલ્લા 24 કલાકમાં 3339 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 3124 નેગેટીવ આવ્યા છે. રાજ્યની કોવિડ હોસ્પિટલોમાંથી કુલ 131…

Read More

ગાંધીનગર- ભારતના વડાપ્રધાન આટલી વ્યસ્તતા વચ્ચે પણ પ્રેરણારુપ કામ કરનાર લોકોની પીઠ થાબડવાનું ચૂકતા નથી… મોદીએ પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરને ટેલિફોન કરીને કોરોનાની બીમારી સામેની લડાઈમાં પોતાનો નાંણાકીય સહયોગ આપવા રૂપિયા 51000 નો ચેક મુખ્ય મંત્રી રાહત ફંડમાં આપવા બદલ હ્રદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.એટલું જ નહી પરંતુ તેમના આ અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે “આટ્લી જૈફ વય આપના જુસ્સાને હું બિરદાવું છું…આપના જેવા લોકોના કારણે જ આપણી સંસ્કાર પરંપરા ઉજળી બની છે એમ તેમણે ઉમેર્યું હતું…” મોદીએ રત્નાભાઈની તબીયતની પૃચ્છા કરી તેમના દીર્ઘાયુંની કામના કરતા જણાવ્યું હતું કે, “ બાપા, આ ઉંમરે પણ આપ આટલું પ્રેરણારૂપ શ્રેષ્ઠ કામ કરો છો…આપને…

Read More

ગાંધીનગર ગુજરાતમાં ઉદ્યોગોને અનુરૂપ સ્ટાર્પઅપ તો જોયાં હશે પરંતુ દવા બનાવી શકતા સ્ટાર્ટઅપ જોવા હોય તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ના આ વેબિનારમાં હિસ્સો લેવો પડે તેમ છે. જીટીયુના ફાર્મસી વિભાગ દ્વારા આયોજીત ફાર્મા સ્ટાર્ટઅપ અવરનેસ વેબિનારમાં ભાગ લેવા માટે ગુજરાતના ફાર્મા સાથે સંકળાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહ્યો છે. આ બિમારીના નિરાકરણ માટે રસીની શોધમાં દરેક દેશના ફાર્માસિસ્ટ કાર્યરત છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની માન્યતા મેળવેલા અમેરિકા બહારના સૌથી વધુ પ્લાન્ટ ભારતમાં છે. વિશ્વમાં 60% થી વધુની ફાર્મા પ્રોડક્સની નિકાસ ભારતમાંથી થાય છે. દેશમાં ગુજરાત ફાર્મા બિઝનેસમાં અગ્રેસર હબ…

Read More