Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

traukte Gujarat

અમદાવાદઃ એક તરફ ગુજરાત ઉપર કોરોના વાયરસનો કહેર તો ચાલું છે ત્યારે બીજી તરફ અરબી સમુદ્ર તરફથી એક નવી આફત ગુજરાત તરફ આવી રહી છે. અરબી સમુદ્રમાં તૌક્તે નામનું વાવાઝોડું વધારે મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે હવે તૌક્તે પોરબંદરથી નલિયા વચ્ચેથી પસાર નહીં થાય જોકે, વાવાઝોડું ફંટાયું હોવાથી પોરબંદર-મહુવા વચ્ચેથી પસાર થવાનું અનુમાન છે. અને તૌક્તે 18મી મેના વહેલી સવારે પોરબંદર-મહુવા વચ્ચે ટકરાશે. અત્યારે દક્ષિણપૂર્વ વેરાવળથી 730 કિલોમીટર દૂર છે. મળતી માહિતી પ્રમાણે વાવઝોડાના કારણે કેરળ, કર્ણાટક, ગોવા, ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારમાં વરસાદ થશે. કચ્છ અને દિવના વિસ્તારમાં ભારે વરસાદની અગાહી હવામાન…

Read More
Gujarat tauktea

અમદાવાદઃ ગુજરાત રાજ્ય અત્યારે કોરોના વાયરસના પ્રકોપ સામે લડી રહ્યું છે. ગુજરાત ઉપર બીજી એક આફત આકાર લઈ રહી છે. અરબી સમુદ્રમાં તૌક્તે વાવાઝોડું વધારે શક્તિશાળી બન્યું છે ત્યારે ગુજરાત ઉપર સંકટ વધારે ઘેરું બનતું જાય છે. અને તૌક્તે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધતું જાય છે. સાથે સાથે દરિયા કિનારા ઉપર તમામ પોર્ટ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે 18 મે એટલે કે મંગળવારે ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, 16થી 18 ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 16મેના અમદાવાદ, આણંદ, ભરૂચ,સુરત,ડાંગ,નવસારી, વલસાડ, તાપી,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ,…

Read More
whats app

નવી દિલ્હીઃ વોટ્સએપની નવી પોલિસી અપડેટ કરવા માટે યૂઝર્સ પાસે માત્ર થોડોક સમય બાકી છે. આ નવી પોલિસી 15મેથી લાગુ થશે, હાલમાં કોઈપણ યૂઝરનું એકાઉન્ટ ડિલીટ કરવામાં નહીં આવે. કંપનીએ જણાવ્યું છે કે જો પ્રાઈવસી પોલિસીનો સ્વીકારવામાં નહીં આવે, તો વ્હોટ્સએપની ફંક્શનાલિટી ઓછી થઈ જશે. પોલિસીનો સ્વીકાર ન કરવા પર કયા ફીચર્સ કામ નહીં કરે તે અહીં જણાવવામાં આવ્યું છે. શું બંધ થઈ જશે વોટ્સઅપ? આ સર્વિસ પર રોક લગાવવામાં આવશે : વ્હોટ્સએપે પ્રાઈવસી પોલિસીને લઈને કેટલાક ખુલાસા કર્યા છે. કંપની અનુસાર યૂઝર સતત રિમાઈન્ડર દરમિયાન જ વ્હોટ્સએપના અનેક ફીચર અવેલેબલ નહીં રહે. તે બાદ કંપની લિમિટેડ ફંક્શનાલિટી મોડમાં મુકશે.…

Read More
corona India

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના પ્રકોપ વચ્ચે સરકારો દ્વારા કેટલાક કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે દેશમાં કોરોનાની વાયરસની બીજી લહેર થોડી હળવી થતી જોવા મળી રહી છે. દેશમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 3,26,098 કેસ નોંધાયા છે. આ આંકડો મે મહિનામાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોનાથી 3890 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 10મી મેના રોજ કોરોનાના 3 લાખ 29 હજાર કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા એક દિવસમાં કોરોનાના નોંધાયેલા આંકડાને ઉમેરતા દેશમાં અત્યારસુધી કોરોના દર્દીઓની કુલ સંખ્યા 2 કરોડ 43 લાખ 72 હજાર 907…

Read More
sonam kapoor Eid

મુંબઈઃ શુક્રવારે 14 મે 2021નાં આખી દુનિયામાં ઇદ નાં જશ્ન મનાવવામાં આવ્યું. બોલિવૂડ સેલિબ્રિટીઝે તેમનાં ચાહકોને પોતાનાં જ અંદાજમાં સોશિયલ મીડિયા દ્વારા ઇદની વધામણીઓ આપી હતી. સોનમ કપૂરએ પણ તેનાં ફેન્સને તેની ડેબ્યૂ ફિલ્મ ‘સાંવરિયા’નો એક વીડિયો શેર કરતાં ફેન્સને ઇદની શુભેચ્છાઓ આપી હતી. જ્યાં કેટલાંક લોકોએ એક્ટ્રેસની પોસ્ટ પર કમેન્ટ કરતાં તેમને ઇદની વધામણીઓ આપી છે તો કેટલાંક યૂઝર્સે સોનમને આમ ઇદની શુભેચ્છાઓ આપે તે પસંદ આવ્યું ન હતું. તેથી યૂઝર્સે તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી. સોનમ કપૂરે વીડિયો શેર કર્યો હતો. જેમાં તે રણબીર કપૂરની સાથે નજર આવે છે. વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું હતું, ‘મારા ભાઇઓ…

Read More
rakhi sawant

મુંબઈઃ મનોરંજન જગતમાં ડ્રામા ક્વિન રાખી સાવંત ચર્ચાઓમાં છે. તે તેનાં નિવેદનોથી મોટાભાગે સૌને ચોકાવી દે છે. સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે રિતેશની સાથે તેનાં લગ્ન અને તેની ફાઇનાશિયલ કંડિશન અંગે ખુલાસો કર્યો છે. રાખી સાવંતએ હાલમાં જ ટેલી ચક્કરની સાથે એક ખાસ વાતતચીત કરી હતી. જેમાં તેણે તેનાં લગ્ન અંગે ખુલીને વાત કરી છે. તેણે તેનાં મેરેજ સ્ટેટસ અંગે કહ્યું કે, શોર્ટેડ હૈ, કોમ્પિકેટેડ હૈ કે પછી કંઇ મોટો નિર્ણય લેવાનો છે. આ જવાબ આપતાં રાખી સાવંતે કહ્યું કે, આ ત્રોણેયનું મિશ્રણ છે. મારા પતિ રિતેશએ મને કહ્યું કે, તે મારી સાથે રહેવાં…

Read More
petorl diesel

નવી દિલ્હીઃ એક તરફ દેશવાસીઓ કોરોના સામે લડી રહ્યા છે. કોરોનાના કારણે આર્થિક તંગીમાંથી પણ પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવે પણ સામાન્ય લોકો માટે પડતા ઉપર પાટા જેવો ઘાટ સર્જાયો છે. દેશમાં ઈંધણના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. આ સપ્તાહમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો હતો. દેશમાં શુક્રવારે પેટ્રોલમાં પ્રતિ લીટર ૨૯ પૈસા અને ડીઝલમાં ૩૪ પૈસાનો વધારો કરાયો હતો. ઈંધણના ભાવમાં વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૯૨.૩૪ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૮૨.૯૫ની સર્વોચ્ચ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. દેશમાં કેટલાક સ્થળો પર પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થઈ…

Read More
delhi girl

નવી દિલ્હી: “લવ યૂ જિંદગી” ગીતના શબ્દો પર ઝૂમતી હોસ્પિટલના બિછાને 30 વર્ષની યુવતીનો વીડિયો જોયો હશે. ગત દિવસોમાં આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તેણીના ડૉક્ટરે લોકોને અપીલ કરી હતી કે તેના સ્વાસ્થ્ય અને ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરો. આ યુવતીનું ગઈકાલે નિધન થયું છે. ડૉક્ટર મોનિકાએ ગુરુવારે આ માહિતી આપી હતી. આ યુવતીને શરૂઆતમાં હૉસ્પિટલ બેડ મળી ન હતી. જે બાદમાં તેણીને ICU વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યાં શરૂઆતમાં તેણીની તબિયાત બહુ ખરાબ ન હતી. જોકે, આખરે યુવતી કોરોના સામે જંગ હારી ગઈ છે. આ અંગે ટ્વિટર પર જાહેરાત કરતા ડૉક્ટર મોનિકાએ લખ્યું છે કે, “હું દિલગીર છું.…

Read More
who corona

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના મહામારી ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. ભારત અત્યારે જેવી રીતે કોરોનાની બીજી લહેરમાં ફસાયું છે તેને જોઈને આ અંદાજ પણ લગાવી શકાય છે. ભારતની સાથે સાથે જાપાન પણ હવે આ મહામારીમાં ખૂબ ગંભીર રીતે ફસાયું છે. દેશમાં ઇમરજન્સી લગાવવાની સ્થિતિ ઊભી થઈ છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે ચેતવણી ઊચ્ચારી છે કે, આપણે લોકો આ મહામારીના બીજા વર્ષમાં છીએ. આ પ્રથમ વર્ષથી અનેકગણી વધારે ઘાતક સાબિત થઈ શકે છે. આ સાથે જ WHO તરફથી અમીર દેશોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બાળકોના રસીકરણ અંગે ફરીથી વિચાર…

Read More
tapi builder sd

વ્યારાઃ તાપી જિલ્લાના વ્યારામાં ખુની ખેલ ખેલાતા સન્નાટો ફેલાયો હતો. અહીં એક બિલ્ડરની રાત્રે તલવારના 15થી વધુ ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. જ્યારે પોલીસ પણ દોડતી થઈ હતી. આ સાથે બિલ્ડરના મોતથી પરિવાર ઉપર પણ આભતૂટી પડ્યું હતું. અને પરિવારમાં શોક ફેલાયો હતો. જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે પોંહચી આગળની તપાસ હાથ ધરી છે વ્યારા ખાતે બિલ્ડરનાં વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ શાહ શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યે પોતાના ઘરેથી મોટરસાઇકલ પર નીકળી નજીકમાં આવેલા શનિદેવ મંદિર પાસેનાં ચારરસ્તા ખાતે આવેલા તરબૂચવાળાને ત્યાં ઊભા હતાં. ત્યાં કાર નં.જીજે-5જેપી-2445ના ચાલકે તેમના બાઇકને કારથી…

Read More