Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

rupee rain

રામપુર : સામાન્ય રીતે આપણે ચોમાસામાં વરસાદ જોય છે તો બરફીલી જગ્યાઓ ઉપર બરફનો વરસાદ થતો હોય એવું સાંભળ્યું છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે એક ગામમાં ઝાડ ઉપરથી નોટો વરસાદ થયો હતો તો તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ આ વાત એકદમ સાચી છે. આ ચમત્કારીક ઘટના ઉત્તર પ્રદેશના રામપુરમાં થઈ હતી. અહીં અચાનક એક ઝાડ પરથી રૂપિયાનો વરસાદ શરૂ થઈ ગયો. 100, 200 અને 500 ની નોટોને હવામાં ઉડતી જોઈને, પહેલા તો લોકો વિશ્વાસ કરી શક્યા નહીં કે આ શું મામલો છે, પરંતુ જ્યારે આ નોટો ઉડીને જમીન પર પડવા લાગી, ત્યારે તેને ભેગી કરવા માટે જાણે હરીફાઈ…

Read More
sputanik v india

નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટ વચ્ચે પસાર થઈ રહેલા ભારત માટે રસીકરણ અભિયાન તેજ બનાવવું એક માત્ર વિકલ્પ દેખાઈ રહ્યો છે ત્યારે રસીકરણ અભિયાનને તેજ બનાવવા માટે રસીના ડોઝની સંખ્યામાં વધારો કરવો રહ્યો. ભારતે રશિયા પાસેથી તેની સ્પૂતનિક વી વેક્સિન માંગી હતી. આ પહેલા પહેલી ખેપ આવી હતી. જ્યારે આજે રવિવારે રશિયાની કોરોના વાયરસની વેક્સીન સ્પૂતનિક Vની બીજી ખેપરવિવારે ભારત પહોંચી ગઈ છે. તે હૈદરાબાદમાં પ્લેનથી લાવવામાં આવી. તેની સાથે જ ભારતમાં રશિયાના રાજદૂત એન. કુદાશેવ એ કહ્યું છે કે ભારતમાં સ્પૂતનિક V વેક્સીનનું ઉત્પાદન વધારીને દર વર્ષે 85 કરોડ ડોઝ કરવાની આશા છે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ, રશિયાના રાજદૂતે…

Read More
karnataka and kearala

નવી દિલ્હીઃ ભારતના પશ્વિમ-દક્ષિણ વિસ્તારના દરિયા કિનારા ઉપર અત્યારે તૌક્તે વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત ઉપર પણ તૌક્તે વાવાઝોડાનો ખતરો છે. જોકે, તૌક્તે વાવાઝોડાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂં કરી દીધું છે. વાવાઝોડાની અસર માત્રથી કેરળમાં 2 લોકો અને કર્ણાટકમાં ચાર લોકો આમ તૌક્તેના કારણે છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગોવામાં ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો છે. ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું તૌક્તે સક્રિય અને વધુ મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે, ગુજરાતના દરિયા કિનારા તરફ…

Read More
salman khan

નવી દિલ્હીઃ કોરોના વાયરસની પરિસ્થિતિમાં સિનેમાઘરો બંધ હોવાથી ઓટીટી પ્લેટફોર્મ ઉપર ફિલ્મો રિલિઝ થઈ રહી છે ત્યારે બોલિવૂડના ભાઈ જાન સલમાન ખાનની ઇદના સમયમાં રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલિઝ થઈ હતી. જોકે, ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પાઈરેટ થયા બાદ પાઇરેટ સાઈટ્સ થકી લોકો રાધે ફિલ્મ જોઈ રહ્યા છે ત્યારે સલમાન ખાન આ ઉપર ભડક્યો હતો. અને પાયરેટેડ વર્ઝન જોવા ઉપર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇની રિલીઝ બાદ જ્યારે ફિલ્મ લીક થઇ તો ફેન્સે સલમાન ખાનને એક્શન લેવા કહ્યું. હવે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું…

Read More
wahab riaz

ઈન્ડિયન પ્રિમિયર લીગએ ક્રિકેટની દુનિયામાં ધૂમ મચાવી છે. ભારતમાં આઈપીએલને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. તો હવે આઈપીએલનો રંગ હવે પાકિસ્તાનના ક્રિકેટરો ઉપર પણ ચડ્યો છે. પાકિસ્તાની ક્રિકેટરો આઈપીએલના વખાણ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઝડપી બોલર વહાબ રિયાઝએ આઇપીએલને લઇને પોતાનો મત રજૂ કર્યો છે. પાકિસ્તાનમાં એક મિડીયા વાતચીત દરમ્યાન વહાબ રિયાઝ એ કહ્યુ હતું કે, આઇપીએલ એક એવી લીગ છે, જ્યાં વિશ્વના તમામ ટોપ ખેલાડીઓ રમવા આવે છે. તેઓ ત્યાં રમે છે, તમે આઇપીએલ સાથે પાકિસ્તાન સુપર લીગની તુલના નથી કરી શકતા. મને લાગે છે કે, આઇપીએલ નું સ્તર બીલકુલ અલગ છે. તેની પ્રતિબદ્ધતા, જેમ કે તે…

Read More
radhuram rajan

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની મહામારીની એન્ટ્રીને આશરે દોઢ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણી આખો દેશ હચમચાવી દીધો છે. કોરોનાની બીજી લહેર દેશવાસીઓ માટે વધારે ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પોતાના એક નિવેદનમાં કહ્યું કે, આઝાદી બાદ કોવિડ-19 મહામારી દેશનો સૌથી મોટો પડકાર છે. રાજને સાથે જ કહ્યું કે ઘણી જગ્યાઓ પર વિવિધ કારણોના કારણે સરકાર લોકોની મદદ માટે હજાર નથી રહી શકતી. દિલ્હીમાં યુનિવર્સિટી ઓફ શિકાગો સેન્ટર દ્વારા આયોજીત એક ઓનલાઈન કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ભારતમાં સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર માટે નાદારી ઘોષિત…

Read More
corona india 1

નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર દેશમાં વધારે ઘાતક બની છે. જોકે, થોડા દિવસથી કોરોના વાયરસના સંક્રમણની ગતિ ધીમી પડી છે. જોકે દેશમાં કોરોનાના કારણે મોતની સંખ્યા હજી પણ 4000ની ઉપર હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં કેટલાક રાજ્યોમાં કડક લોકડાઉન અને અન્ય રાજ્યોમાં રાત્રી કર્ફ્યૂ સહિત કડક પ્રતિબંધોના કારણે આંશિક લોકડાઉનની સ્થિતિના પગલે કોરોનાની સ્પિડ ઉપર બ્રેક લાગી છે. મળતી માહિતી પ્રમાણે 16 મે રવિવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,11,170 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 4,077 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની…

Read More
corona and tauktae

ગીર સોમનાથઃ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા તૌક્તે વાવાઝોડાનો ભય ગુજરાતના કિનારાના ગામડાઓમાં મંડરાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડાએ માર્ગ બદલતા હવે પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થવાની સંભાવના વચ્ચે આ વિસ્તારમાં વસતા હજારો લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથધરવામાં આવી છે. જોકે, બીજી તરફ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. અને બીજી લહેર વધારે ખતરનાક હોવાથી લોકોને તૌક્તે અને કોરોનાથી બચાવવા માટે સરકારે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. સ્થળાંતર થનારા લોકોના પહેલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને સ્થળાંતર કરાશે. પોઝિટિવ લોકોને સાઈસોલેટ કરાશે મળતી માહિતી પ્રમાણે એક તરોફ કોરોનાનો કહેર અને બીજી તરફ તૌક્તે વાવાઝોડાનું તોળાતા સંકટ વચ્ચેતંત્રએ પહેલાં તમામ લોકોના…

Read More
petrol diesel

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતાની સાથે પેટ્રોલના ભાવમાં વધરો થવા લાગ્યો છે. થોડા થોડા અંતરે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. આજે રવિવારે સરકારી ઓઇલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. આમ પણ ગાઝા પટ્ટીમાં ફરી એક વાર તણાવ વધતાં અમેરિકા અને પશ્ચિમ એશિયાના દેશોની ઓઇલ સ્ટ્રેટેજી ઉપર પણ અસર વધી રહી છે. આ કારણે આ સપ્તાહના અંતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ફરી વધ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 103.27 રૂપિયા અને ડીઝલ 95.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. મોટા ચાર શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દિલ્હી- પેટ્રોલ 92.58 રૂપિયા, ડીઝલ 83.22 રૂપિયા…

Read More
rajiv satav

પુણેઃ કોરોના સામે છેલ્લા કેટલાય દિવસોથી જંગ લડી રહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવનું આજે નિધન થયું છે. રાજીવના નિધનથી કોંગ્રેસને એક મોટો ફટકો લાગ્યો છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીમાં શોકની લાગણી પણ ફેલાઈ છે. 23 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 એપ્રિલ સુધી તેમની સ્થિતિ બરાબર હતી. જે બાદ થોડા કોમ્પલિકેશનના કારણે તેમણે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જે બાદ તબિયત સ્થિર થતાં વેન્ટિલેટર હટાવાયું હતું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે જાહેર જીવનમાં યુવા કોંગ્રેસમાં જ્યારે પગલું ભર્યું ત્યારે મારી સાથે જે હતા, અલવિદા મારા મિત્ર.…

Read More