Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

mamata didi

કોલકાતા: પશ્વિમ બંગાળમાં ફરીથી મમતા બેનર્જીની સરકાર બની છે. ત્યારે ફરીથી એક નારદા કૌંભાડ ચર્ચામાં આવ્યો છે. સીબીઆઇ ટીમે સોમવારે મમતા બેનર્જીની સરકારમાં કેબિનેટ મંત્રી હિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર શોભન ચેટર્જીની ધરપકડ કરી લીધી. સીબીઆઇ ટીમે સોમવારે સવારે તેમના ઘર તથા અન્ય ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને પછી પૂછપરછ માટે ઓફિસ લઈ ગઈ હતી. આ વાતની જાણ થતાં જ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી પણ પાછળ-પાછળ સીબીઆઇ ઓફિસ પહોંચી ગઈ, ત્યાં તેમણે સીબીઆઇને કહ્યું કે, મારી પણ ધરપકડ કરી લો અને જેલમાં મોકલો. આ પહેલા રાજ્યના મંત્રી અને ટીએમસીના મોટા નેતા ફિરહાદ હાકિમે આરોપ…

Read More
Gujarat CM tauktae

ગાંધીનગરઃ તોકતે વાવાઝોડું તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તંત્ર પણ આફસ સામે લડવા માટે સજ્જ થયું છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્ર વાવાઝોડા ઉપર ધ્યાન રાખી રહ્યા છે. સંભવિત વાવાઝોડા સામે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવવામાં આવી હતી. જે બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે અને તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. CM વિજય રૂપાણીએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું કે, હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે કે, આજે સાંજે એટલે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકશે. તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને…

Read More
morbi murder SD

રાજકોટઃ શહેરના મોરબી રોડ ઉપર સંબંધોના ખુનનો ચોંકાવનારી ઘટના બની હતી. અહીં યુવકને તેના જ સસરાએ છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યામાં યુવકની પત્ની અને સાળી પણ શંકાના દાયરામાં હોય પોલીસે બંનેને સકંજામાં લીધી હતી. યુવક પત્નીના ચારિત્ર પર શંકા કરતો હોય તેની હત્યા કર્યાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. શહેરના મોરબી રોડ પરના ચામડિયા ખાટકીવાસમાં રહેતા યુવકને તેના જ સસરાએ છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 35 વર્ષીય ફારૂક રહેમાનભાઇ મુસાણીને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના આંતરડા બહાર નીકળી…

Read More
Groom uttar pradesh

કન્નૌજઃ લગ્નો અંગે અજીબોગરબી ઘટનાઓ બનતી રહે છે. થોડા મહિનાઓ પહેલા એવું બન્યું હતું કે એક જ યુવતીને લગ્ન કરવા માટે ચાર દુલ્હાઓ પહોંચ્યા હતા. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કન્નૌજમાં સામે આવી હતી. અહીં એક જ માંડવે બે જાન પહોંચી હતી. આવી સ્થિતિએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, પંચાયત અને પોલીસ વચ્ચે પડીને એક ચોક્કસ સમાધાન કાઢ્યું હતું. જે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. કન્નૌજના સૌરિખ પોલીસ મથક હેઠળ આવતા કકલાપુર ગામમાં દુલ્હો દુલ્હનના ઘરે જાન જોડીને પહોંચી ગયો હતો. છોકરીના પરિવારજનોએ દુલ્હાનું જોરદાર સ્વાગત કર્યું હતું. લગ્નની તમામ વિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી.…

Read More
Indian railway

નવી દિલ્હીઃ ગુજરાત ઉપર તોકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે તંત્ર પણ આ અંગે સજ્જ બન્યું છે. ભારતીય રેલવેએ પણ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોને રદ્દ કરી છે. તોકતે વાવાઝોડાના કારણે ભારતીય રેલવે વિભાગે 56 ટ્રેન રદ કરી છે. જેમાં ગુજરાતના કેટલાક રૂટોને પણ અસર પહોંચી હતી. 21મે સુધીની અલગ અલગ 56 ટ્રેન રદ કરી દેવાઈ છે. જેમાં વારાણસી-ઓખા, હાવડા-પોરબંદર, દાદર-ભૂજ ટ્રેન રદ કરી દેવાઈ છે. સાથે મુંબઈ સેન્ટ્રલ-ઓખા સહિતની 56 ટ્રેન રદ કરવામાં આવી છે. ઓખા-રામેશ્વર-એર્નાકુલમની ટ્રેન અમદાવાદથી ઉપડશે. ગુજરાત માટે રદ્દ થયેલી 22 ટ્રેનની યાદી દાદર-ભુજ બાન્દ્રા ટર્મિનસ-ભુજ બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ ભાવનગર-બાન્દ્રા ટર્મિનસ મુંબઇ સેન્ટ્રલ-ઓખા સોમનાથ-જબલપુર…

Read More
corona vaccine 2

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે એક માત્ર હથિયાર એટલે રસીકરણ. રસીકરણ થકી દેશમાંથી કોરોના દૂર કરવાનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. જોકે, રસી લેનારા લોકોને સામાન્ય તાવ, શરીર દુખાવા જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના રસી આપ્યા બાદ વ્યક્તિ ઉપર 28 દિવસ સુધી નજર રાખવી પડે દેશના એક ઉચ્ચ આરોગ્ય અિધકારી અને રાષ્ટ્રિય કક્ષાએ બનેલી એડવર્સ ઇવેન્ટ્સ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશનનાં સભ્ય ડો.એન.કે.અરોરાનું કહેવું છે કે કે બીજી ઘણી રસી બજારમાં આવવા માટે તૈયાર છે અને આવી સ્થિતીમાં રસીકરણ પછીની આડઅસરોનું મોનિટરિંગ વધારવું જોઈએ. તેમણે કહ્યું કે તમામ એઈએફઆઈ ડેટા ટૂંક સમયમાં જાહેર પોર્ટલ પર મુકવામાં આવશે. તેમણે…

Read More
coronavirus india 5

નવી દિલ્હીઃ દેશમાં કડક પ્રતિબંધોની અસર ધીમે ધીમે દેખાઈ રહી છે. કોરોનાની ગતિ ઓછી થતી જાય છે પરંતુ મોતના આંકડા હજી પણ ચાર હજારથી વધારે છે. ઘણા દિવસો બાદ 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા 3 લાખની નીચે નોંધાઈ છે, પરંતુ રવિવારે કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયેલો છે. પરંતુ હજુ ચિંતા ઓછી નથી થઈ કારણ કે એક દિવસમાં કોરોના સામે જંગ હારનારા દર્દીઓની સંખ્યા 4 હજારથી ઉપર જ નોંધાઈ છે. ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કહેર વરસાવી રહી છે. સોમવારે 17 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24…

Read More
tauktae cyclone gujarat

અમદાવાદ: અરબી સમુદ્રમાં ગુજરાત માટે એક મોટું સંકટ આગળ વધી રહ્યું છે. કોરોનાના સંકટ વચ્ચે સમુદ્રી આફત ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહી છે. તોકતે વાવાઝોડું વધારે મજબૂત બની ગયું છે અને આજે રાત્રે 10 વાગ્યાની આસપાસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાશે. આમ તંત્ર દ્વારા દરિયાકાંઠે ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેનો મતલબ થાય છે કે વાવાઝોડું વધારે નુકસાન પહોંચાડી શકે છે. જેના પગલે હવે ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની બની છે. શું છે ગ્રેટ ડેન્જર સિગ્નલ? ગ્રેટ ડેન્જર સિગ્નલને 10 નંબરનું સિગ્નલ પણ કહેવામાં આવે છે. આ સિગ્નલ ભાગ્યે જ લગાવવામાં આવતું હોય છે. જેનો મતલબ થાય છે…

Read More
kedarnath open

દેહરાદૂઃ સમગ્ર દેશ અત્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. અને બીજી તરફ પશ્વિમી વિસ્તારના દરિયાકાંઠાના રાજ્યો ઉપર તોકતે વાવાઝોડાનું પણ સંકટ મંડરાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે 11માં જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા હતાં. આજે 17મી મેના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે મેષ લગ્નમાં વિધિ વિધાન સાથે કપાટ ખુલ્યા હતા. અને આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું સંપુર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. 11મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામના કપાટ આજે એટલે કે 17 મેના રોજ સવારે પાંચ વાગ્યે મેષ લગ્નમાં વિધિ વિધાન સાથે ખુલી ગયા છે. આ દરમિયાન કોરોના પ્રોટોકોલ હેઠળ તીર્થ પુરોહિત, પંડા સમાજ અને હકકૂધારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી…

Read More
surat tautkae effect

સુરતઃ ગુજરાત ઉપર તૌક્તે વાવાઝાડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેની ગુજરાત ઉપર અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. જોકે ભારે પવન અને વરસાદના કારણે સુરત જિલ્લાના કામરેજના માંકના ગામે ભીમકાય ઝાડ પડ્યું હતું. ઝાડ નીચે દટાઈ જતાં મોત આધેડનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકના ગામમાં દાનાભાઈ આહીર પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ પશુપાલન કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ત્રણ દીકરા પણ છે. આજે રવિવારે તેઓ ઝાડ નીચે હતા ત્યારે અચાનક ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે ભીમકાય ઝાડનો એક…

Read More