Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

LIC 1

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે વીમા કંપનીઓ પોતાના ગ્રાહકોની સુરક્ષા અને સુવિધા માટે ખાસ ધ્યાન રાખી રહી છે. ત્યારે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ‘ જીવન વીમા નિગમ’ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રોકાણની ઘણી સ્કીમ આપે છે. જેમાં ગ્રાહકોને સારું વળતર મળે છે. એલઆઈસી પાસે આવી જ એક યોજના છે, જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે LICની નવી ચિલ્ડ્રન્સ મની બેક યોજના વિશે વાત કરી રહ્યા છીએ. આ સ્કીમની વિશેષ સુવિધાઓ – આ વીમો મેળવવા માટે લઘુતમ વય 0 વર્ષ છે. – વીમો લેવાની મહત્તમ વય 12 વર્ષ છે. – તેની ન્યૂનતમ રકમ 10,000 રૂપિયા…

Read More
train fire

વડોદરાઃ ટ્રેન સાથે અકસ્મતો થવાની ઘટના છાસવારે બનતી રહે છે ત્યારે વડોદરામાં પણ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. મેમુ ટ્રનેના ત્રણ ડબ્બામાં લાગેવીલ વિકરાળ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં આગ લાગી છે. આગ લાગવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. જોકે, ફાયરવિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. આ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકવામાં આવી હતી. જ્યારે તેમાં આગ લાગી ત્યારે તે બંધ હતી અને અંદર કોઇપણ વ્યક્તિ ન હતું. આ દુર્ઘટનામાં હજી જાનહાનીનાં કોઇ સમાચાર સામે આવ્યાં નથી. આગની જાણ થતા પોલીસના કાફલો તથા રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના…

Read More
DAP

નવી દિલ્હી : એક તરફ તોકતેના કારણે ગુજરાતના તેમજ અસરગ્રસ્ત રાજ્યોના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે ખેડૂતોના પક્ષમાં ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેમાં ડીએપી ફર્ટિલાઇઝરના એક બેગ પર હવે ખેડૂતોને 1200 રૂપિયાની છૂટ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચેસ્તરીય બેઠકમાં ડીએપી ફર્ટિલાઇઝર પર આપવામાં આવતી સબસિડીમાં 140 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી કેન્દ્ર સરકારને સબસિડીના 14,775 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ડીએપી ફર્ટિલાઇઝરના એક બેગ પર ખેડૂતોને 500 રૂપિયા છૂટ મળતી હતી.પ્રધાનમંત્રી મોદીએ ખાતરની કિંમતોના મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ફોસ્ફોરિક…

Read More
tauktae Gujarat

અમદાવાદઃ ગુજરાતમાં એક દિવસની તારાજી સર્જીને રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં પાછળ કોરોડનું નુકસાન અને અનેક લોકોનો ભોગ લેતું ગયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં મૃત્યું આંક ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોતના સમચારા મળી રહ્યા છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. ક્યાં કેટલા મોત? અમરેલીમાં 15 મોત થયા છે. જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 લોકોનાં મોત થયા છે. ભાવનગરમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત…

Read More
laptop

નવી દિલ્લી: શું તમે ઓછા પૈસામાં ધમાકેદાર લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે અમેરિકાની ટેક કંપની AVITAએ ભારતમાં તેનું એક લેપટોપ Cosmos લોન્ચ કર્યું છે. આ લેપટોપમાં કંપની દ્વારા જોરદાર ફિચર્સ આપવામાં આવી રહ્યા છે. લેપટોપની સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં 2 ઈન 1 ફોર્મ ફેક્ટર છે, સાથે જ ઈન્ટેલ સેલેરોન ડુઅલ કોર ચિપસેટ. દમદાર બેટરી જે 6 કલાક સુધીનો એકઅપ આપે છે. સ્ક્રીનમાં કંપનીએ 11.6 ઈંચની ટચ સ્ક્રીન ડીસ્પેલ આપી છે. સાથે જ કંપનીએ તેની કિંમત માત્ર 17,990 રૂપિયા રાખવામાં આવી છે. અને આ લેપટોપ ઈ-કોમર્સ વેબસાઈટ ફિલ્પકાર્ટ પર સેલ…

Read More
mitali raj

નવી દિલ્હીઃ આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડ જશે ત્યારે ભારતી મહિલા ટીમ પણ એક ટેસ્ટ મેચ રમવા માટે ઈંગ્લેન્ડ જવાની છે. આવી પરિસ્થિતિ વચ્ચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે બીસીસીઆઈ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. હરમનપ્રીત કૌરએ ટ્વિટ કરીને સ્પષ્ટ કર્યું કે, બીસીસીઆઈએ પુરુષ અને મહિલા ટીમ માટે એક ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણય કોરોનાની સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે. પુરુષ અને મહિલા ક્રિકેટર પ્રત્યેના વ્યવહારને લઈને બીસીસીઆઇને સોશિયલ મીડિયા પર પક્ષપાતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હરમનપ્રીતે ટ્વિટ કર્યું છે…

Read More
Nancy Pelosi

ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસની મહામારીના કારણે અનેક રમતો ઉપર અસર પડી રહી છે. ત્યારે આવતા વર્ષે 4 ફેબ્રુઆરી 2022ના રોજ ચીનમાં ચાઈના વિન્ટર ઓલિમ્પિકનું ઉદ્ઘાટન થનાર છે. ત્યારે અમેરિકાએ ચીનમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની તૈયારી કરી લીધી છે. આ વિરોધ પણ અમેરિકાની સંસદમાં ઉઠ્યો છે, જેથી વિશ્વભરે આ બાબતે વિચારવું પડશે. ચીનમાં લઘુમતીના માનવાધિકારના ઉલ્લંઘનને પગલે અમેરિકાના પ્રતિનિધિ સ્પીકર નેન્સી પેલોસીએ મંગળવારે અમેરિકાના રાજદ્વારીઓને ચીન વિન્ટર ઓલિમ્પિક 2022નો બહિષ્કાર કરવા હાકલ કરી છે. અમેરિકન સાંસદ ઓલિમ્પિક બહિષ્કાર અથવા અન્ય સ્થળે આયોજન કરવા બાબતે બુલંદ અવાજ ઉઠાવી રહ્યાં છે. ચીનમાં યુગુર્સ અને અન્ય વંશીય લઘુમતીઓના નરસંહાર બાબતે સરકારના મૌનનો…

Read More
PM modi bhavnagar

ભાવનગરઃ તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં કહેર વરસાવ્યો છે. જેના પગલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ચક્રવાતથી રાજ્યમાં અનેક લોકોનાં મોત અને કરોડોની માલ-મિલકત નાશ પામી છે. સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ત્રાટકેલી આ કુદરતી હોનારતનાં કારણે થયેલા નુકસાનનું હવાઇ નિરિક્ષણ કરવા ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે એરફોર્સના હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ શરું કર્યું છે. પીએમ મોદી ભાવનગરનાં એરપોર્ટ પર ઉતરીને પહેલા અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યાં છે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ…

Read More
ram Gopal varma OTT

મુંબઈઃ કોરોના સમયમાં ઓટીટી પ્લેટફોર્મની બોલબાલા વધી છે. ત્યારે વિવિધ ઓટીટી પ્લેટફોર્મ ઉપર હવે ફિલ્મો અને વેબ સિરિઝ રિલિઝ થઈ રહી છે ત્યારે જાણિતા ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ એક ઓટીટી પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. આ આટીટી પ્લેટફોર્મનું નામ સ્પાર્ક ઓટીટી રાખવામાં આવ્યું છે. રામ ગોપાલ વર્માનું ઓટીટી પ્લેટફોર્મ 15 મેના દિવસે લાઈવ થઈ ગયું છે. સંક્રમણના કારણે થિયેટરો બંધ કરતા ઓટીટી પ્લેટફોર્મ પર લોકોનો રસ વધ્યો છે. સમય સાથે રામ ગોપાલ વર્માએ પણ પોતાનું એક ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરી દીધું છે. આ પ્લેટફોર્મ પર સૌથી પહેલા ‘ડી કંપની’ને રીલિઝ કરવામાં આવી છે. રામ ગોપાલ વર્માની મોટા ભાગની ફિલ્મો મુજબ…

Read More
CM kejariwal

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કરતું ટ્વીટ કર્યું હતું કે, સિંગાપુરમાં જોવા મળેલા કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં ત્રીજી લહેર લાવી શકે છે. જોકે, સિંગાપુરે અરવિંદ કેજરીવાલના ટ્વીરનો જવાબ આપ્યો હતો. સિંગાપુરે કહ્યુ કે ‘B.1.617.2’વેરિએન્ટના હાલમાં અનેક મામલા જોવા મળ્યા છે અને આ સૌથી પહેલા ભારતમાં મળ્યો હતો. બીજી તરફ સિંગાપુરના નિવેદન બાદ વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યુ કે સિંગાપુર સરકારે ‘સિંગાપુર વેરિએન્ટ’ પર દિલ્હીના સીએમની ટ્વીટ પર ભારે વાંધો ઉઠાવ્યા બાદ આજે અમારા ઉચ્ચાયુક્તને બોલાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના અનુસાર ઉચ્ચાયુક્તે સ્પષ્ટ કર્યુ કે દિલ્હીના સીએમની પાસે કોવિડ વેરિએન્ટ અથવા નાગરિક ઉડ્ડયન નીતિ પર ટિપ્પણી કરવાનો અધિકાર…

Read More