રાજકોટઃ અત્યારે યુટ્યૂબ ઉપર ગૃહિણીઓ રસોઈ શો જોઈને રસોઈ બનાવતા શીખે છે ત્યારે કેટલાક બદમાશો યુટ્યૂબ ઉપર કેવી રીતે ગુનાઓ આચરાય એ અંગે માહિતી મેળવીને શીખતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ એક યુટ્યૂબ ઉપરથી શિખીને નકલી નોટો છાપતા યુવકોને ઝડપી પાડ્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટો બનાવવાની ફેક્ટરીમાં દારૂની મહેફિલ માણતા દબોચી લીધા હતા. શહેરમાં વધુ એક વખત નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, વાવડી વિસ્તારમાં આવેલા કારખાનામાં દોઢ વર્ષથી પ્રિન્ટર મારફતે 2000, 500 તેમજ 200 રૂપિયાના દરની નકલી નોટો છાપવામાં આવી રહી છે. તે બાબતની હકીકત ક્રાઇમ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સુરતઃ પોલીસ ધારે તો શું નથી કરી શકતી એનું ઉદાહરણ તાજેતરમાં વલસાડ પોલીસે આપ્યું હતું. અને હવે સુરત પોલીસે પણ એક બાળકીના અપહરણ કરનાર યુવકને શોધી કાઢ્યો છે. પોલીસે નરાધમને શોધવા માટે 10,000થી વધારે પોસ્ટરો છપાવ્યા હતા. બાળકીનો ફોટો કે આરોપી કોઈ વિગત નહિ હોવા છતાંય પોલીએ બાળકીને છોડાવીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે બનાવની વિગતો એવી છે કે સુરતમાં આજથી અઢી મહિના પહેલાં પાંડેસરાના ગોવાલક નગર ખાતે ક્ષેત્રપાલ નગરમાં રહેતો ઝારખંડના પરિવારની 3 વર્ષની બાળકી અચાનક ગુમ થઇ જવાની તેના પાલક પિતાએ ફરિયાદ આપી હતી. જોકે પડોસમાં રહેતો સંજય રાવળ નામનો યુવાન બાળકીને લઇ ગયા બાદ બાળકી ગુમ…
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને બીજી તરફ ગાંધીનગર મનપાની ચૂંટણી પણ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રેલીઓમાં ભારે ભીડ ઉમટી હતી. ત્યાર બાદ ગુજરાતમાં કેસોમાં ધરખમ વધારો થતો રહ્યો છે. ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મહત્વનો નિર્ણય કર્યો છે. આજથી તમામ પક્ષ પોતાનું કેમ્પઈન શરૂ કરશે. જોકે, ભાજપે આ વખતે જાહેર રેલી તથા સંમેલનો ન કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના કહેર વચ્ચે યોજવા જઇ રહેલી ગાંધીનગર મનપાની ચૂંટણીએ રાજકીય પાર્ટીઓને ધર્મ સંકટ સમાન છે. જોકે, ભાજપ દ્વારા સમગ્ર ચૂંટણીમાં ટોળા એકઠા ન થાય અને ભીડ ન થાય એ…
મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. તો મુંબઈમાં બોલિવૂડ જગતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક પછી એક દિગ્ગજ કલાકારોને કોરોના પોતાની ઝપેટમાં લે છે. બોલિવૂડ જગતના સૌથી ચુસ્ત દુરુસ્ત અભિનેતા અક્ષય કુમારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ પહેલા આમિર ખાન, આલિયા ભટ્ટ પણ કોરોના પોઝિટિવ થયા હતા. અક્ષય કુમારે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, આજે સવારે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના નિયમો પાળીને મેં તરત જ મારી જાતને આઇસોલેટ કરી લીધી છે. હું હાલમાં ઘરમાં જ ક્વૉરન્ટીન થયો છું.…
નવી દિલ્હી: દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે ત્યારે ભારતને કોરોનાએ હચમચાવી નાંખ્યું છે. દેશમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ છે. શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં અધધ 81,466 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 469 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,356 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં એક્ટિવ દર્દી ઓની સંખ્યા 6,14,696 પાર પહોંચી છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 93.7 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,23,03,131 કેસ નોંધાયા છે.…
જૂનગાઢઃ ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે જૂનાગઢના કેશોદમાં ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. કેશોદના અગતરાય ગામે એક શખ્સે પોતાના પરિવારના સભ્યો સાથે મળી અને રસ્તેથી પસાર થતી મહિલા સાથે તકરાર થતા તેને ઢસડી અને પોતાના ઘરમાં લઈ જઈ હાથ પગ બાંધી અને ઢોરમાર માર્યો છે. આ મામલે પોલીસ મથકે ગ્રામજનો ધસી જતા પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાની કલમો લગાડી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, ઘટનાના પગલે નાનકડા અગતરાય ગામમાં ભારેલો અગ્નિ છે. બનાની વિગતો એવી છે કે પીડિત મહિલા રમાબેને હૉસ્પિટલના બિછાનેથી આપેલા નિવેદન મુજબ ‘હું ખેતરમાંથી આવતી હતી ત્યારે કાનાના ઘર પાસે શ્વાને…
મુંબઈઃ અત્યારે કોરોનાએ સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાનો આતંક મચાવ્યો છે. મુંબઈમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 8,646 કેસ સામે આવ્યા છે. મુંબઈમાં એક દિવસે નોંધાયેલા આ સૌથી વધારે કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 43 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને પગલે 18 દર્દીનાં મોત થયા છે. 5,031 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવ છે. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે કોવિડ-19ને પગલે મુંબઈમાં અત્યારસુધી 11,704 દર્દીના મોત થઈ ગયા છે, હાલ 55,005 લોકો સારવાર હેઠળ છે. આ દરમિયાન મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે મુંબઈમાં લૉકડાઉન લાગશે કે નહીં તે અંગે બહુ ઝડપથી…
ખંભાળીયાઃ લગ્ન પ્રસંગો અને બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામતી હોવાની અનેક ઘટનાઓ સામે આવતી રહી છે. પરંતુ જામખંભાળિયામાંથી એક ટીડીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટીડીઓએ પોતાના નિવૃત્તિના દિવસ હોવાથી આ પહેલા દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. ટીડીઓનો દારૂ પીતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે દેવભુમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એસ.કે મેણાતનો આજે નિવૃત્તિનો છેલ્લો દિવસ હોઈ, ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા પૂર્વ આયોજિત આયોજન કરી દારૂની મહેફિલ માણતા હોય એવો વીડિયો વાઇરલ કરતાં સરકારી કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ વીડિયોમાં તાલુકા વિકાસ અધિકારી રીતસર દારૂના જામ મારતા હોઈ પ્રાથમિક દૃષ્ટિએ…
સુરતઃ શહેરમાં વીડિયોના આધારે બ્લેકમેઈલ કરવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. તાજેતરમા હનીટ્રેપમાં ફસાયેલા યુવકને વીડિયો કોલ ઉપર યુવતી નિર્વસ્ત્ર થઈ હતી અને રૂપિયા પડાવ્યા હતા. ત્યારે વધુ એક બ્લેકમેલિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી સાથે સૃષ્ઠી વિરુદ્ધનું કૃત્ય કરીને તેનો વીડિયો ઉપારી કોરોડ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવક બીબીએનો અભ્યાસ કરે છે. તેના પિતા દુધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છ માસ અગાઉ યુવકના પિતાએ તબેલો વેચી દેતા તેમની પાસે રૂ.દોઢ કરોડ જેવી રકમ આવી હતી. આ…
નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ જગતમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ સૌથી મોટો અને પ્રતિષ્ઠીત ગણાય છે. ત્યારે સાઉથના સુપર સ્ટાર રજનીકાંતને આ એવોર્ડ મળશે એવી જાહેરાત થઈ છે. આ સમાચારના પગલે રજનીકાંતના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ છે. ગુરુવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ‘દાદા સાહેબ ફાળકે અવોર્ડ’ની જાહેરાત કરી છે. દક્ષિણની ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘છેલ્લા 5 દાયકાથી રજનીકાંત ફિલ્મી જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. આ જ કારણે જ્યુરીએ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.’ રજનીકાંતને 51મો…