સિડનીઃ અત્યારે ઓસ્ટ્રેલિયામાં પૂરે તબાહી મચાલેવી છે ત્યારે પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે લોકો પૂરથી બચવા માટે સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે એક કલપ પૂર વચ્ચે ફોટો શૂટ કરાવવા પહોંચી ગયું હતું. જોકે, આવું કરવું કપલ માટે મુશ્કેલ બની ગયું હતું. ફોટો શૂટદરમિયાન કપલ પૂરમાં ફસાયું હતું. અને સ્થાનિક તંત્ર દ્વારા કપલનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા કેટલાક દિવસથી પૂરના પાણીએ તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 18000 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે.અહીં હાલત એટલી બધી ખરાબ છે કે રોડ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. કેટલાય વૃક્ષો પડી ગયા છે.…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ઇટાવાઃ રોજબરોજ દેશ અને દુનિયામાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવે છે. ઉત્તર પ્રદેશમાંથી પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો. જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. અહીં એક પૂત્રવધૂએ સાસુના મોત બાદ આશરે 16 વર્ષ સુધી પેન્શન લીધું હતું. જોકે, આ અંગે જાણ થતાં પોલીસે પુત્રવધૂની ધરપકડ કરીને જેલ ભેગી કરી હતી. પુત્રવધૂએ પોતાના સૌનિક સસરાના મોત બાદ સાસુને પેન્શન આવતું હતું. જોકે, સાસુના મોત બાદ પેન્શન બંધ ન થઈ જાય તે માટે ગજબનું તિકડમ લડાવીને 16 વર્ષ સુધી પેન્શન લીધું હતું એટલે જ નહીં ફંડ વગેરે ઉપરથી પણ હાથ સાફ કરી દીધો હતો. હકીકતમાં વર્ષ 2019માં 17 નવેમ્બરે ઈટાવા જિલ્લાના…
નવી દિલ્હી: એક સમયે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા હતા. જોકે, બે દિવસથી દેશવાસીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ગુરુવારે 25 માર્ચ ડીઝલ 20 પૈસા અને પેટ્રોલ 21 પૈસા સસ્તું થયું છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 90.78 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ 81.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.19 રૂપિયા અને ડીઝલની કિંમત 88.20 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ…
સુરતઃ સુરતમાં જાહેરમાં હત્યાની ઘટનાઓ વધી જાય છે ત્યારે વધુ એક ઘટના બની હતી. સુરતના સરથાણામાં માથાભારે વ્યક્તિ તરીકે છાપ ધરાવતા યુવકની જાહેરમાં પાચ વ્યક્તિઓએ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. ઘટનાને અંજામ આપીને હત્યારાઓ ફરાર થયા હતા. ઘટના મામલે પોલીસે તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈને મામલે તપાસ શરૂ કરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં એક યુવાની હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે જાહેર રોડ પાર પસાર થઈ રહેલા આણંદના સિદ્ધાર્થ સંદીપ રાવલ નામના યુવાને પોતાની ગાડીમા સરથાણા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે પાંચ જેટલા ઈસમોએ આવીને આ યુવાનનની ગાડી અટકાવી જાહેરમાં…
પુણેઃ અત્યારે પૂણેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચોની શ્રેણી રમાઈ રહી છે ત્યારે મંગળવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ઓડીઆઈ શ્રેણીની પહેલી મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રૂકેટર હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાને પણ ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં કૃણાલ પંડ્યાએ હાફ સેન્ચૂરી ફટકારી હતી. ત્યારબાદ બાદ કૃણાલ પંડ્યા પપ્પાને યાદ કરીને ઇમેશનલ થયો હતો. પોતાના બાદ હાર્દિક પંડ્યાને ગળે લાગીને રડવા લાગ્યો હતો. આ વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ઓપનર ધવને 98 અને કે.એલ. રાહુલે 43 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે અણનમ 62 રન બનાવ્યા…
મુંબઈઃ ફેફસાંના કેન્સરમાંથી ઊભરી આવેલા બોલિવૂડ સ્ટાર સંજય દત્ત સોશિયલ મીડિયામાં ગણા એક્ટીવ છે. ફિલ્મ અભિનેતા સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તેમણે કેન્સરની સારવાર અંગે પોતાનો જોરદાર લુક બતાવ્યો છે. તેમણે તેમની સ્ટાઇલ સાથે એક પ્રયોગ કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંજયનો નવો લુક તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તે જ સમયે, તેમની પુત્રી ત્રિશાલાને પણ તેમના પિતાનો આ નવો લુક શાનદાર લાગ્યો છે. ત્રિશલાએ તેમના પિતાના નવા અવતારની ફોટા પર કમેન્ટ કરીને પ્રશંસા કરી છે. ફોટોમાં સંજય દત્તના લુક વિશે વાત કરીએ તમે જોઈ…
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર પોલીસ અને સરકાર અત્યારે વિવાદોમાં સપડાયેલી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહએ સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ નિષ્પક્ષ અને સ્વતંત્ર સીબીઆઈ તપાસની માંગણી કરતી અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની આ અરજી ફગાવી હતી. અને કેસ ગંભીર છે પરંતુ હાઇકોર્ટમાં જવા માટે સૂચન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ નિષ્પક્ષ અને સ્વતંત્ર સીબીઆઈ તપાસની માગ કરતી મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર બુધવારે સુનાવણી કરી હતી. વડી અદાલતમાં પરમબીર સિંહ તરફથી મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલાની ગંભીરતા જાણીએ છીએ. આપ હાઈકોર્ટ શા…
કોલકાત્તાઃ આગામી દિવસોમાં પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. અત્યારે પશ્વિમ બંગાળનું રાજકારણ ભારે ગરમાયું છે અને પક્ષપલટો જોવા મળી રહ્યો છે. બોલિવૂડ અભિનેતાએ પણ તાજેતરમાં ભાજપ પક્ષ જોઈન કર્યો હતો. તેમને આશા હતી કે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરશે. પરંતુ મિથુન દાદાની આશાઓ ઉપર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે ભાજપે 13 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં પોતાનું નામ ક્યાંય દેખાયું ન હતું. આમ મિથુન અને તેમના સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. ગત 7 માર્ચે ભાજપમાં શામેલ થયેલા મિથુન ચક્રવર્તી રાશબિહારી સીટથી ટિકિટ મળવાની આશા રાખીને બેઠા હતા. સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે તેમને…
અમદાવાદઃ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે નકલી પોલીસ બનીને લોકો પાસેથી રૂપિયા ખંખેરતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે અમદાવાદમાંથી વધુ એક નકલી પોલીસ ઝડપાઈ હતી. જોકે, રામોલમાં અસલી પોલીસે નકલી પોલીસની પોલ ખોલી હતી. અને ઝડપી પાડ્યો હતો. આ યુવક પીએસાઆઈ બનવાનો શોખ પુરો ન થતાં નકલી પીએસઆઈ બનીને લોકો ઉપર રૌફ જમાવતો હતો. મળતી માહિતી પ્રમાણે, રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજીવ નગર ટેકરા પાછળ ગોપી ડેરીના ગોડાઉન પાસે એક સ્વિફ્ટ ડિઝાયર કાર શંકાસ્પદ હાલતમં જોવા મળી હતી. જે બાદ પોલીસે તેમાં તપાસ કરી હતી અને કારચાલક કનુભાઈ પટેલની પૂછપરછ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ…
જર્મનીઃ જર્મનીમાં ચાન્સેલર એન્જેલ મર્કેલે ઇસ્ટરના તહેવાર ટાણે જ પહેલી એપ્રિલથી પાંચ દિવસનું લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે. વર્તમાન નિયંત્રણોને એપ્રિલની મધ્ય સુધી લંબાવવામાં આવ્યા છે. મર્કેલે ચેતવણી આપી હતી કે જર્મની વધારે ઘાતક કોરોના વાઇરસના મોજાનો સામનો કરી રહ્યો છે. ખાનગી મિટિંગ પાંચ જણના બે જૂથો પૂરતી મર્યાદિત કરવામાં આવી છે. સુપરમાર્કેટને શનિવારે જ ખુલ્લા રાખવામાં આવશે. ચર્ચને પણ સર્વિસ ઓનલાઇન યોજવા માટે જણાવી દેવાયું છે.લોકોને ઘરમાં જ રહેવા અને પ્રવાસ ન કરવા જણાવાયું છે. સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને મોરક્કોને જણાવ્યું છે કે તેમને મળનારા એસ્ટ્રાઝેનેકા રસીના પુરવઠામાં વિલંબ થશે. ગાર્ડિયન અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર…