કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

નવસારીઃ પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ દરરોજ સામે આવતા જ રહે છે. પરંતુ નવસારીમાં લગ્નેત્તર સંબંધોનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પત્નીએ પતિ પાસે છૂટાછેડા માંગ્યા હતા પરંતુ પતિએ છૂટાછેડા ન આપતા પતિનો પીછો છોડાવા માટે પત્નીએ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આમ પતિની હત્યાથી ત્રણ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ અંગે પોલીસે પત્ની સાથે હત્યામાં સામેલા પ્રેમીના મિત્રોની ધરપકડ કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્ય આરોપી એવા પ્રેમીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મુંબઈ રહેતી મહિલાએ પ્રેમી અને બે સાગરીત સાથે ઉભરાટ આવી…

Read More

અમદાવાદઃ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ત્યારે લોકો એકબીજા સાથે સળતાથી વાત કરી સંપર્કમાં આવે છે. જોકે, સોશિયલ મીડિયાનો દુર ઉપયોગ એટલો જ વધ્યો છે. લોકો સોશિયલ મીડિયાના દુરઉપયોગ કરતા લોકોની જાળમાં ફસાઈને છેતરાતા પણ હોય છે. ત્યારે તાજેતરમાં હનીટ્રેપ ગેંગ સક્રિય થઈ છે અને કમાતા યુવકોને સોશિયલ મીડિય દ્વારા પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લે છે. આવી જ એક હનીટ્રેપનો ભોગ વેપારી બન્યો હતો. મહિલાએ તેને જાળમાં ફસાવીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. અને જો નહીં આપે તો રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. મળતી માહિતી પ્રમાણે શહેરના રબારી કોલોની ચાર રસ્તા નજીક રહેતા…

Read More

નવી દિલ્હીઃ ચીન પોતાની હરકતોથી ક્યારે બાજ આવતું નથી. તે આંતરરાષ્ટ્રીય સીમાઓ ઉપર કોઈના કોઈ એવી હરકત કરે છે જેનાથી વિવાદ ઊભો થાય છે. તાજેતરમાં ચીનના લશ્કરી જહાજો ફિલિપાઈન્સની જળસીમામાં ઘૂસી જતાં ફિલિપાઇન્સ ગુસ્સે ભરાયું હતું. મળતી માહિતી પ્રમાણે ચીનના આશરે 220 લશ્કરી જહાજો દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સની જળસીમામાં ઘૂસી આવતા ફિલિપાઇન્સ ધૂંઆપૂંઆ થયું છે. આ સમુદ્રીય વિસ્તારમાં આવેલી વ્હીટસન રીફમાં આ જહાજોએ પ્રવેશ કર્યો છે અને વ્હીટ્સન રીફ પર ફિલિપાઇન્સની દાવેદારી છે, જો કે થોડાં કેટલાંક સમયથી વ્હીટસન રીફ પર ચીન પણ દાવેદારી કરી રહ્યું છે. જો કે અત્યારે ફિલિપાઇન્સે ચીનને ચેતવણી આપી પીછેહઠ કરવાની સૂચના આપી છે. વ્હીટસન…

Read More

નવાપુરઃ તમે કોઈ કહે કે તમારા રાજ્યમાં ઊભેલી ટ્રેનની ટીકીટ લેવા માટે પાડોશી રાજ્યમાં જવું પડશે તો તમને ચોક્કસ નવાઈ લાગશે. પરંતુ આ વાત ઉપર તમને વિશ્વાસ પણ નહીં આવે કે આવું કેવી રીતે બને કે એક રાજ્યમાં ઊભેલી ટ્રેનની ટીકીટ લેવા માટે બીજા રાજ્યમાં જવું પડે. પરંતુ આ હકીકતમાં છે. ગુજરાતમાં આવેલા નવાપુર રેલવે સ્ટેશન ઉપર કંઈક આવું જ દ્રશ્ય જોવા મળે છે. આ રેલવે સ્ટેશનની ખાસ વાત તો એ છે કે અહીંયા અડધુ સ્ટેશન ગુજરાતમાં આવે છે તો બાકીનો ભાગ મહારાષ્ટ્રમાં આવે છે. એવું ભારતમાં આવેલા કેટલાક રેલવે સ્ટેશનોની સાથે પણ છે. એટલું જ નહીં, આ રેલવે સ્ટેશન…

Read More

બિકાનેરઃ ગુજરાતના પડોશી રાજ્યમાં એક ચોંકાવનારી અને માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના બની હતી. અંહી એક સાથે પાંચ બાળકોના રમતાં રમતાં મોત નીપજ્યા હતા. આ ચોંકાવનારી ઘટના ત્યારે બની જ્યારે પાંચ બાળકો રમતા હતા ત્યારે તે અનાજ ભરવાની કોઠીમાં સંતાયા હતા જોકે, કોઠીનું ઢાંકણું બંધ થતાં તમાના શ્વાસ રૂંધાવાના કારણે મોતને ભેટ્યાં હતા. આ તામમની ઉંમર ત્રણથી આઠ વર્ષ વચ્ચેની હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી. બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે ભીયારામ અને તેમની પત્ની ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. બપોરે અઢી વાગ્યે બંને પરત આવ્યા હતા. આ દરમિયાન ભીયારામ ઘરમાં…

Read More

અંબાજીઃ અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પર લગાવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે, નમ્ર વિનંતી- ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી. ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં પ્રવેશ ન કરવા વિનંતી. મહત્તવનું છે કે, અંબાજી મંદિરમાં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.…

Read More

સિડનીઃ અત્યારે ઓસ્ટ્રેલિયાના મધ્ય ઉત્તર કોસ્ટ વિસ્તારમાં પૂરે તબાહી મચાવી છે. ઓસ્ટ્રેલિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. અડધી રાત્રે અનેક લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર થવાની ફરજ પડી હતી. રવિવારે લોકોને સ્થળાંતર કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ન્યુ સાઉથ વેલ્સ સ્ટેટ ડિઝાસ્ટર સર્વિસે શનિવારે સહાય માટે 640 કોલનો જવાબ આપ્યો હતો, તેમાંથી 66 કોલ્સ પૂરમાંથી બચાવવા માટે કરવામાં આવ્યા હતા. રાજ્યના વડા પ્રધાન ગ્લેડીસ બેરેજિક્લિયને કહ્યું કે સેંકડો લોકોને બચાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે લગભગ 100 વર્ષમાં પહેલીવાર આવી દુર્ઘટના આવી છે અને રાજ્યના મધ્ય ઉત્તર કોસ્ટ (ઓસ્ટ્રેલિયા…

Read More

અમદાવાદઃ કેટાક સમયથી શહેરના પશ્વિમ વિસ્તારના એસપી રીંગ રોડ ઉપર ખેતરો પાસે મોટી સંખ્યામાં રૂપલલનાઓ ઊભી રહીને લોકોને દંગા ઇશારા કરતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે પોલીસની એક ટીમ સઘન તપાસ માટે નીકળી હતી. પોલીસને ટીમે ભાજડથી શીલજ જવાના રોડ ઉપર ખેતરો પાસે અને ઓગણજ જવાના રોડ ઉપર 15 જેટલી લલનાઓ આવતા જતા પુરુષોને ગંદા ઇશારા કરતી હતી. આમ સોલા પોલીસની ટીમે 15 જેટલી મહિલાઓને પકડી પાડી હતી. મળતી માહિતી પ્રમાણે ગોતાથી ઓગણજ, ભાડજ, શીલજ જવાના રોડ પર અવાવરું જગ્યાઓ પર આવેલા ખેતરો પાસે કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. જેથી ઘણા સમયથી સોલા પોલીસની ટીમ અહીં ચાલતી ગેરકાયદે…

Read More

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી 20 શ્રેણી રમાઈ હતી. હવે ત્રણ ઓડીઆઈ પૂણે ખાતે રમાવાની છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ પુણે પહોંચી ગઈ છે. બંને વચ્ચે 23 માર્ચ મંગળવારથી શરુ થશે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે પુણે જવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાં વિરાટ કહોલી પુત્રી વામિકા અને પત્ની અનુષ્કા સાથે સ્પોટ થયો હતો. કોહલી પરિવારના આ તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે વિરાટ અને ટીમ ઈન્ડિયા 21 માર્ચ (રવિવાર) બપોરે પુણે માટે અમદાવાદથી રવાના થયા હતા. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર કોહલીની સાથે અનુષ્કા અને…

Read More

રાજકોટઃ ઘરમાં જુગારધામ ચાલતા પકડાય એ સામાન્ય બાબત છે. રાજકોટમાં છાસવારે જુગારધામ પકડાઈ રહ્યા છે ત્યારે વધુ એક જુગારધામ પકડાયું છે. પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં રહેણાંક મકાનમાંથી બીયરના ટીન મળી આવતા પ્રોહિબશનનો પણ ગુનો દાખલ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ઘર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં આમ આદમી પાર્ટી પક્ષમાંથી ચૂંટણી લડેલા અશ્વિન વલ્લભભાઈ ઠાસરના નાના ભાઈ નિલેશભાઈ વલ્લ્ભાઈ ઠાસરાનું હતું. અને તેઓ આ જુગાર રમાડી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, ધર્મરાજ સોસાયટી શેરી નંબર-1 પાટીદાર ચોકમાં રહેતા…

Read More