કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

સુરતઃ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામૂ 23 માર્ચ સુધી વાતાવરણમાં પલટાની આગાહી કરી હતી. જોકે, આજે સોમવારે વહેલી સવારથી જ સુરત જિલ્લાના બારડોલી સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણ બદલાયુ છે. વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયુ છે જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામને કરવો પડી રહ્યો છે. આ સાથે આ પંથકના ખેડૂતોમાં પણ ચિંતા છવાઇ છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે 21થી 23 માર્ચ સુધી વાતાવરણમાં પલટાની આગાહી કરી હતી. આગાહી પ્રમાણે, રાજ્યના ગીર સોમનાથ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગે ગાજવીજ સાથે…

Read More

રાજકોટઃ કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ કરવું ફરજિયાત થયું છે ત્યારે માતા-પિતાને પોતાના સંતાનો માટે મોબાઈલ ખરીદીને આપે છે. પરંતુ ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આડા રસ્તે વળી જતા હોય છે. માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. અહીં ધોરણ.12માં અભ્યાસ કરતી દીકરીને મોબાઈલ આપ્યો હતો. જોકે, મોબાઈલમાં સોશિયલ મીડિયા મારફતે સગીરા સાથે મિત્રતા કેળી યુવકી તેની છેડતી કરી હતી. જોકે, છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી મયુર દ્વારા ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી. સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, કોરોનાના કારણે મારે ઓનલાઇન અભ્યાસ…

Read More

અમદાવાદઃ અત્યારે કોરોનાના કાળમાં કોરોના દર્દીઓને સારવારના ખર્ચામાં સહારો મળવવા માટે મેડીક્લેઇમનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આમાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું છે. શહેરની જાણિતી હોસ્પિટલમાં બીમારી વગર કોરોના દર્દીઓ બતાવીને મેડીક્લેઈમ પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલો પોલીસે હોસ્પિટલના બે કર્મચારીઓની ધરપકડ કરી હતી. અને વધુ તપાસ હાથધરી હતી. કૌભાંડ કરનાર બીજું કોઈ નહિ પણ શેલબી હોસ્પિટલના કોર્પોરેટ ડેવલપમેન્ટ વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ મિહિર અગ્રવાલ અને મેડિક્લેમ વિભાગના આસિ. મેનેજર ભાવિક નિમાવત છે. આનંદ નગર પોલીસે બન્નેની ધરપકડ કરી દીધી છે. આરોપી પૂછપરછમાં બન્ને કર્મચારીઓના મિત્રોના ડોક્યુમેન્ટથી ડમી ફાઇલ બનાવી મેડીકલેઇમ પાસ કરવાનું કાવતરું રચ્યું હોવાનું આનંદનગર…

Read More

અમદાવાદઃ લોકો સસ્તા ભાંડા અને લાંબા અંતરની મુસાફરી કરવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ટ્રેનમાં સામાન અને માણસોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો થતા જ રહે છે ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મહિલાઓ માટે ચેતવણીરૂપ ઘટના બની છે. એક માનસિક વિકૃતે વિકૃતીની તમામ મર્યાદાઓ લાંધી નાખી છે. અમદાવાદ રેલવે એલસીબી અને એસઓજીએ એક લંપટની ધરપકડ કરી છે. આ લંપટ પર ટ્રેનના ટોઇલેટમાં સ્પાય કેમેરો મૂકવાનો આરોપ છે. કમ્પ્યુટરના જાણકાર આ લંપટ ટ્રેનનો હાઉસ કિપીંગ સુરપરવાઇઝર છે. બનાવની વિગત એવી છે ગત તારીખ 16મી માર્ચના રોજ મુંબઈથી ભગતનકી કોઠી જતી ટ્રેનમાં એક ટોઇલેટમાંથી સ્પાય કેમેરા પકડાયો…

Read More

અરવલ્લીઃ અત્યારે લૂંટેરી દુલ્હનનો આતંક વધી રહ્યો છે. એક પછી એક લૂંટેરી દુલ્હનો દ્વારા યુવકો લૂંટાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ બાદ હવે અરવલ્લી જિલ્લામાંથી આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુરના માલપુરના ઉભરાણમાંથી એક 35 વર્ષના યુવક પાસેથી બે લાખ લઇને લૂંટેરી દુલ્હન ફરાર થઇ ગઇ હતી. પણ વાત અહીં જ નથી અટકતી આ યુવતીએ આ પહેલા 15 વાર આ રીતે યુવાન અને તેના પરિવારને લૂંટ્યા છે. હાલ તે જૂનાગઢની જેલામાં બંધ હતી. તે દરમિયાન જ આ આખો પ્લાન ધડીને ફરીથી ઉભરાણના યુવાનને લૂંટીને ફરાર થઇ ગઇ છે. જે અંગે હાલ યુવકે પોલીસ ફરિયાદ કરી છે.…

Read More

જેસલમેરઃ વિમાનમાં ટેકનિકલ ખામી કે અન્ય કોઈ બાબતથી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડતું હોય છે. પરંતુ એવું બને કે લેન્ડિંગ વખતે જ કોઈ ખાની સર્જાય અને વિમાન લેન્ડ જ ના થઈ શકે તો શું થાય? આવી જ એક ઘટના અમદાવાદથી જેસલમેર જતા સ્પાઈસજેટના વિમાન સાથે બની હતી. સ્પાઇસ જેટનુ વિમાન ટેક્નિકલ કારણોને લીધે જેસલમેર એરપોર્ટના રનવે પર લેન્ડ ન કરી શક્યું. પાયલોટે ત્રણ વખત જુદા જુદા પ્રયાસો કર્યા તેમ છતાં લેન્ડિંગ સફળ ન થઇ અને લગભગ 1 કલાક સુધી વિમાન હવામાં જ ચક્કર મારતું રહ્યું. લગભગ 1 કલાક સુધી વિમાન હવામાં ઉડાતું રહ્યું ત્યારે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. બાદમાં…

Read More

મુંબઈઃ મહારાષ્ટ્ર અત્યારે કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના એક ટ્વીટથી રાજકીય હલચલ મચી ગઈ છે. તો બીજી તરફ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ તરફથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તેઓએ રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સંજય રાઉતના ટ્વીટથી રાજકીય દુનિયામાં હડકંપ મચી ગયો છે. અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. સંજય રાઉતએ રવિવારે સવાર-સવારમાં શાયરાના અંદાજમાં ટ્વીટ કર્યું છે. તેઓએ જાવેદ અખ્તરની એક શાયરી ટ્વીટ કરી છે. તેઓએ લખ્યું કે, ‘શુભ પ્રભાત… હમ કો તો બસ તલાશ નએ રાસ્તો કી હૈ, અમ…

Read More

કચ્છઃ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં મોટી માત્રામાં દારૂ પકડાવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. બૂટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અને સંતાડવા માટે રોજનવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે કચ્છ જિલ્લામાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે. પોલીસને બાતમી મળતા આવો જથ્થો ઝડપાઈ પણ જાય છે. કચ્છની અંજાર પોલીસે બાતમીના આધારે ખુલ્લેઆમ કટિંગ થઈ રહેલો 40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. અંજાર પોલીસ મથકના પીઆઈ રાણાને બાતમી મળી હતી કે મનુભા વાઘેલા અને સુજિત તિવારીએ પુના ભરવાડ અને રામા ભરવાડ પાસેથી વિદેશી દારૂ મંગાવ્યો છે. આ વિદેશી દારૂ રાજુ આહિરની અંજારથી ભુજ જતા રોડ પર આવેલી વાડીમાં કટિંગ થઈ રહ્યો છે. દરમિયાન પોલીસે સ્ટાફ…

Read More

મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને એક વધુ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અભિનેતા અમિતાભ બચ્ચને પ્રતિષ્ઠિતચ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આકઇવ્સ એવોર્ડસ 2021થી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ અંગે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ઉપર તસવીરે શેર કરીને ચાહકોને આ અંગે જાણકારી આપી હતી. અમિતાભે આ સમ્માન શુક્રવારે 19 માર્ચના સાંજના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હોલીવૂડ ફિલ્મમેકર્સ માર્ટિન સ્કોર્સેસે અને ક્રિસ્ટોફર નોલનથી પ્રાપ્ત કર્યો હતો. અમિતાભ આ સમ્માન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોને આ એવોર્ડથી સમ્માનત કરવામાં આવે છે જેઓ કોઇને કોઇ રીતે ફિલ્મ હેરિટેજ સંરક્ષણ સાથે સંકળાયેલા હોય છે. અમિતાભે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ અને ટ્વિટર પર આ…

Read More

નવી દિલ્હીઃ કોરોના વાયરસે દેશમાં પોતાના ફૂલ સ્પીડ પકડી છે અને રોજે રોજ હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાનું સ્વરૂપ ડરામણું થઈ રહ્યું છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં 44 હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે. એક્ટિવ કેસોમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને હાલ આંકડો 3 લાખને પાર થઈ ગયો છે. વૈશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ પછી કોરોના કેસમાં ભારત ત્રીજા સ્થાને આવી ગયો છે. દેશમાં કુલ 4 કરોડ 46 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,846…

Read More