નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલું થઈ ગઈ છે. અને કોરોના વાયરસના કેસમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. અને બીજી તરફ કોરોના સામે લડવા માટે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે કોરોનાને ડામવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક કરશે અને કોરોના અંગે તમામ બાબતો ઉપર ચર્ચા કરશે. વડાપ્રધાન 17 માર્ચે બપોરે 12:30 વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એવામાં PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી બેઠક ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કોરોના સંકટ ઉપરાંત વડાપ્રધાન દેશમાં…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સુરતઃ કોરોના કાળ બાદ હજારો લોકો બેરોજગાર બની ગયા હતા. જોકે, કેટલા લોકો બેકારીના કારણે કંટાળીને આત્મહત્યા જેવા પગલાં પણ ભર્યા હતા. જોકે, સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ રોજે રોજ બને છે. બેકારીએ વધુ એક યુવકનો ભોગ લીધો છે. સુરતના યુવાને પરિવારનું ભરણ પોષણ કરવામાં નિષ્ફળ રહેતા આપઘાત કર્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછામાં શક્તિ વિજય સોસાયટીમાં રહેતો અમિત જયંતીલાલ હાથીવાલા સંચાખાતામાં નોકરી કરતો હતો. લોકડાઉન બાદ તેનું કામ બરાબર ચાલતું ન હતું જેના કારણે તેને નાણાંકીય તકલીફ પડતી હતી. સતત પ્રયાસ બાદ પણ તેને નોકરી નહીં મળતા પરિવારની આર્થિક જરૂરિયાત અને ભરણ પોષણ કરવામાં તે નિષ્ફળ રહ્યો હતો. જેને…
ગાંધીનગરઃ અત્યારે ગાંધીનગર વિધાનસભા સત્ર યોજઈ રહ્યું છે ત્યારે સત્ર દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટીશર્ટ પહેરીને આવ્યા હતા. જોકે, ગૃહના અધ્યક્ષને આ પહેરવેશ અયોગ્ય લાગતા તેમને ગૃહમાંથી બહાર મોકલાયા હતા. જોકે, આ બાબતે ગૃહમાં ધમાસાણ મચ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સોમનાથના ધારાસભ્ય અને કૉંગ્રેસના યુવા નેતા વિમલ ચુડાસમા વિધાનસભામાં ‘free spirit’ લખેલું બ્લેક કલરનુ રાઉન્ડ નેક ટીશર્ટ પહેરીને આવ્યા હતા. દરમિયાનમાં આ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમાને શોભે તેવું ટી-શર્ટ પહેરીને આવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, વિમલ ચુડાસમાએ પોતાનો પહેરવેશ યોગ્ય હોવાનું ટાક્યું હતું. દરમિયાનમાં ગહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ…
રાજકોટઃ રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 30 વર્ષ પહેલા સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જનાર એક વૃદ્ધ માણસની પોલીસે ધરપકડ કરી હતી. 40 વર્ષની ઉંમરે સગીરાને ભગાડી ગયો હતો અત્યારે 70 વર્ષનો થયો ત્યારે આરોપી પોલીસના હાથે લાગ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીને તરુણી થકી બે સંતાનો પણ થયા છે. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અત્યારે બં સતાનોની માતા પહેલી યુવતીની પણ શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીના સુપેડી ગામેથી વર્ષ 1991ની સાલમાં સગીરાને ભગાડી ગયેલા આરોપી ધીરુભાઈ સોવસીયાને રાજકોટ ગ્રામ્ય પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વૉડે ઝડપી પાડ્યો છે. એન્ટી…
લખનૌઃ ઉત્તર પ્રદેશથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મોહનલાલગંજ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સાંસદ કૌશલ કિશોરીની મોટી પૂત્રવધીએ પોતાની હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, પુત્રવધૂને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવતા તેનો જીવ બચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સાંસદની મોટી પૂત્રવધૂ અંકિતાએ સાંસદના ઘરની બહાર હાથની નસ કાપી લીધી હતી. આત્મહત્યાના પ્રયાસ પહેલા રવિવારે અંકિતાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અંકિતાએ પતિ આયુષ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અંકિતાએ કહ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. હૉસ્પિટલમાં અંકિતાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, તેણે આયુષના ઘરની બહાર જ બ્લેડથી નસ કાપી.…
મોરબીઃ અત્યારના સમયમાં આત્મહત્યાઓના કિસ્સાઓ રોજે રોજ બનતા રહે છે. ત્યારે મોરબીના હળવદમાં પણ એક યુવતીએ આપઘાત કર્યો છે. યુવતીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેના આધારે પોલીસે ચાર લોકો સામે યુવતીને આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે. મંગેતરે અનેક વખત શરીરસંબંધ બાંધ્યા બાદ સગાઈ તોડવાની ધમકી આપતા યુવતીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મનસુખભાઈ નરસિંહભાઈ દલવાડીની દીકરી અંકિતાની સગાઈ કલ્પેશ રવજીભાઈ કણજારીયા નામના રણજીતગઢ ગામના યુવાન સાથે થઇ હતી. ત્યારબાદ કલ્પેશ રવજીભાઈને તેના પિતા રવજીભાઈ મનજીભાઈ કણજારીયા અને…
અમદાવાદઃ અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ગરમીનો પારો ઉપર જતો જાય છે. જોકે, અત્યારના દિવસોમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો અને ઉત્તર ભારત સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો. જેના કારણે ગુજરાતમાં ગરમી હજી પ્રમાણમાં ઓછી છે. પરંતુ આગામી સમયમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકોને હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.. કારણે કે આગામી 4 દિવસમાં મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાનું છે. અમદાવાદમાં ક્રમશ ગરમીનો પારો વધશે, તેમજ ગુરુવાર સુધી ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધીને…
નવી દિલ્હીઃ જો તમે હજી પણ આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારી તક આવી રહી છે. આ અઠવાડિયે 5 કંપનીઓના આઈપીઓ બજારમાં આવી રહ્યા છે. આ કંપનીઓ બજારમાંથી આશરે 3,764 કરોડ રૂપિયા એકત્ર કરશે. ચાલો જાણીએ આ પાંચ આઈપીઓ વિશે વિગતવાર ક્રાફ્ટમેન ઓટોમેશન કંપનીનો ઇસ્યુ આજે 15 માર્ચથી આવશે જે 17 માર્ચે બંધ થશે. કંપનીએ ઇશ્યૂ માટેના પ્રાઈસ બેન્ડને 1,488-1,490 રૂપિયા નક્કી કર્યા છે. આ ઇશ્યૂમાં 150 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ આવશે, જ્યારે કંપનીના હાલના શેરહોલ્ડરો માટે 45,21,450 શેર ઓફર ફોર સેલ આપશે. ક્રાફ્ટ્સમેન ઓટોમેશનના આઈપીઓ પહેલાં કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી આશરે 247 કરોડ રૂપિયા ઉભા…
મુંબઈઃ અભિનેતા સોનૂ સૂદ કોરોના કાળમાં પ્રવાસી મજૂરો માટે મશીહા બન્યો હતો. ત્યારથી અત્યાર સુધી સોનૂ સૂદ ગરીબોની સેવા કરવામાં લાગ્યો છે. જે કોઈ તેની સામે મદદ માટે હાથ ફેલાવે છે તેને સોનૂ સૂદ હંમેશા માટે બનતી મદદ કરે છે. સોનૂ સૂદ અત્યારે ગરીબોના ભગવાન જેવો બની ગયો છે ત્યારે સોનૂ સૂદે મોટી જાહેરા કરી છે. સોનૂ સૂદે દેશમાં એક લાખ નોકરીઓની જાહેરાત કરી છે. અને આનાથી તે 10 કરોડ લોકોના જીવન બદલશે. સોનૂ સૂદે તેનાં એક મહત્વકાંક્ષી પ્લાનની ટ્વિટર પર જાહેરાત કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તે દેશનાં 1 લાખ બેરોજગાર લોકોને નોકરી આપશે. સોનૂ સૂદની આ…
નવી દિલ્હીઃ કોરોના વાયરસે દેશમાં જોર પકડ્યું છે. કૂદકેને ભૂસકે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. 2020ની જેમ જ કોરોનાએ આ વર્ષે પણ ડરાવવાનું શરું કર્યું છે. ગત એક સપ્તાહમાં જે ઝડપથી કોરોનાના કેસ વધ્યા છે તેણે ડિસેમબર બાદના તમામ આંકડાઓને પાછળ છોડી દીધા છે. આ ઉપરાંત ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે કોરોના કેસમાં 33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. વાયરસના કારણે મૃતકોની સંખ્યા 6 સપ્તાહમાં સૌથી વધુ 28 ટકા વધી છે. દેશમાં કુલ 2.99 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ…