સુરતઃ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીઓ કોઈપણ હદને પાર કરતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. અહીં એક તરફી પ્રેમમાં પાગલ 17 વર્ષના કિશોરને 14 વર્ષની તરુણીને પામવા માટે એવું પગલું ભર્યું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. કિશોરે સોશિયલ મીડિયાનો સહારો લઈને તરુણીને પામવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આવું કરવું તેને ભારે પડ્યું હતું. સુરતમાં સાઇબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના ઉધના વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરુણીના નામે ફૅક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના પ્રોફાઈલ તસવીરમાં તરુણીનો ફોટો મૂકી દેવામાં આવ્યો હતો. સફાઈ કામદારની 14 વર્ષીય પુત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગત 25…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
અજબ-ગજબ ડેસ્કઃ વ્યવસ માણસના જીવનને બરબાદ કરી નાંખે છે. આવા અનેક કિસ્સાઓ આપણી આજુબાજુમાં બનતા રહે છે. જો કે નશાના રવાડે ચડાલા એક વ્યક્તિને ભીખ માંગવાનો વારો આવ્યો છે. એવું નથી કે આ વ્યક્તિ પાસે પૈસા નથી. આ વ્યક્તિ કરોડોની સંપત્તીનો આસામી છે. પરંતુ નશાના લતના કારણે તેની આવી હાલત થઈ છે. રમેશ યાદવ નામનો આ વ્યક્તિ કેન્દ્ર સરકારની દીનબંધુ પુર્નવસન યોજના અંતર્ગત ભિક્ષુકો અને આશ્રય વગરના લોકો માટે પંજાબ અરોડવંશી ધર્મશાળામાં લાગેલા શિબિરમાં રહે છે. શિબિરમાં અત્યાર સુધીમાં 109 એવા લોકોને લાવવામાં આવ્યા છે જે કાં તો ભિક્ષાવૃતિ કરે છે કે નિરાશ્રીતોની જેમ રસ્તાઓ પર જ રહે છે. શિબિરમાં…
અમદાવાદઃ છ મહાનગરપાલિકા બાદ પંચાયત ચૂંટણી પરિણામમાં કૉંગ્રેસનો સફાયો થયો છે. ચૂંટણી પરિણામોમાં કૉંગ્રેસ જોજનો દૂર પણ દેખાતી નથી. છ મહાનગર પાલિકામા કૉંગ્રેસના સૂપડા સાફ થયા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે, આ દરમિયાન અમદાવાદ જિલ્લા પંચાયતનું પરિણામ રસપ્રદ આવ્યું છે. આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ST બેઠક માટે અનામત છે. અમદાવાદ જિલ્લામાં એક માત્ર શાહપુર બેઠક ST માટે મહિલા અનામત સાથે અનામત રખાઇ હતી. જેમા કૉંગ્રેસ મહિલા ઉમેદવાર પારૂબહેન પઢાર ભાજપના ઉમેદવાર હરાવી ચૂંટણી જીત્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને 34માંથી 30 બેઠક મળી છે. અનામત બેઠક પર કૉંગ્રેસના મહિલા ઉમેદવાર…
ઉત્તર પ્રદેશઃ સામાન્ય રીતે પ્રેમી યુગલ એકબીજા સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જતા હોય છે. અને લગ્ન પણ કરતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશની એક યુવતી પ્રેમ લગ્ન કરવા માટે ભાગી તો ખરા પરંતુ મૂંઝવણમાં મુકાઈ હતી કારણ કે આ યુવતી એક કે બે યુવક સાથે નહીં પરંતુ ચાર યુવકો સાથે ઘરેથી ભાગી ગઈ હતી. અને હવે કોની સાથે લગ્ન કરવા તે અંગે ચિંતામાં પડી હતી. જોકે, આ અજીબોગરીર કિસ્સામાં બાળક દ્વારા ચીઠ્ઠી ઉપાડીને નિર્ણય કરાયો હતો કે યુવતી કોની સાથે લગ્ન કરશે. આ વિચિત્ર કિસ્સો ઉત્ત પ્રદેશના આંબેડકર નગરના ટંડા કોટવાલીના અજીમનગર પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે સંબંધિત આ…
હરહોઈઃ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં લોકો ઉંમર, નાત જાત, સંબંધો પણ નથી જોતા. ઉત્તર પ્રદેશમાં પણ એક સગીરા યુવક સાથે પ્રેમમાં હતી. સગીરાના આ પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પુત્રીને પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોતા પિતાએ જ પોતાની સગી પુત્રીનું માથું વાઢી નાંખી હત્યા કરી હતી. અને ત્યારબાદ માંથુ લઈને પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. આ કમકમાટી ભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાવી દીધી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હતી. આ કમકમાટી ભરી ઘટના મંઝિલા પોલીસ સ્ટેશનના પાંડેતારા ગામની છે. અહીં તે સમયે હોબાળો થઈ ગયો જ્યારે ગામના રહેવાસી એક…
મુંબઈઃ દેશમાં કોરોના ધીમે ધીમે વધારે ફેલાતો જાય છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે. દેશમાં સૌથી વધારે કોરોનાનો કહેર મહારાષ્ટ્રમાં વર્તાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 9855 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. અને 42 દર્દીઓનું કોરોનાના કારણે મોત થયું હતું. જોકે, બીજી તરફ કોરોના વેક્સીન અભિયાન પણ ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,66,16,048 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,407 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.…
સુરતઃ સામાન્ય રીતે પૈસાની બાબતમાં મસમોટા ઝગડા અને ખૂની હુમલાઓ થતાં આપણે જોયા હશે. પરંતુ સુરતમાં બનેલી એક ઘટનાથી સ્થાનિક લોકો ચોંકી ગયા હતા. અહીં લાખો રૂપિયા નહીં પરંતુ માત્ર 20 રૂપિયા માટે થયેલા ઝગડાએ ખુની સ્વરૂપ ધારણ કર્યું હતું. અને 20 રૂપિયાની લેવડ઼દેવડમાં એક મિત્રએ બીજા મિત્રનું ખુન કરી નાંખ્યું હતું. નશાની હાલતમાં એક યુવકે બીજા યુવકને પહેલા માળેથી ધક્કો મારી દીધો હતો. જેના પગલે યુવક પટકાતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. સુરત જાણે કે ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેવા બનાવો દરરોજ સામે આવતા રહે છે. હવે સુરત શહેરમાં માત્ર…
વડોદરાઃ વડોદરાની યુવતીને ટ્રેનમાં કડવો અનુભવ થયો હતો. ટ્રેનમાં મુસાફરી કરતી આ યુવતીની સામે એક યુવક બેઠો હતો અને ત્યારબાદ અશ્લિલ હરકત કર્યા બાદ અર્ધનગ્ન થયો હતો. આ દ્રશ્યો જોઈને યુવતી ગભરાઈ ગઈ હતી અને યુવકનો વીડિયો બનાવ્યો હતો. અને આ વીડિયો રેલવે મંત્રી પિયુષ ગોયલ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક રેલવે પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ યુવતી ઉદયપુર-ઇન્દોર ઇન્ટરસીટી એકસપ્રેસમાં નીમચ જતી હતી ત્યારે સવા આઠ વાગે કોચની લાઇટ શરૂ થયા બાદ એક યુવક સામે આવી બેસી ગયો હતો અને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. આ અંગેનો વીડિયો બનાવી યુવતીએ આઈઆરસીટીસી અને રેલવે મંત્રી પિયુષ ગોયલને…
ઉત્તર પ્રદેશઃ ડોક્ટરોને ધરતી પરના ભગવાન ગણવામાં આવે છે. ત્યારે કેટલાક એવા ડોક્ટરો હોય છ જેમની એક ભૂલ દર્દીનું જીવન બર્બાદ કરી દેતી હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે. અહીં એક હિલા ડોક્ટરની બેદરકારીને કારણે એક મહિલાનો જીવ જોખમમાં મુકાયો છે. આ મહિલા ડોક્ટર ઓપરેશન દરમિયાન રુમાલ દર્દીના પેટમાં જ ભુલી ગઇ અને ટાંકા પણ લગાવી દીધા. ત્યારબાદ તે મહિલા દર્દીની હાલત બગડી અને તેના પેટમાં ઇન્ફેક્શન ફેલાયું. આશ્ચર્યની વાત તો એ છે કે તબિયત બગડતા ફરીથી આ ડોક્ટર જ તેની સારવાર કરતી રહી. જ્યારે દર્દીને ફાયદો ના થયો તો તેણે બીજી ડોક્ટરને બતાવ્યું અને…
જુનાગઢઃ જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર ફિલ્મી સ્ટાઈલમાં ખૂની દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં એક યુવકે બીજા યુવક ઉપર છરી વડે હુમલો કર્યો હતો. છરીના ઘા માર્યા બાદ યુવક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. જો કે, આ સમગ્ર ઘટના સ્થળ નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર બાબા કોમ્પલેક્ષ પાસે ફરિયાદી ફારૂકભાઈ હસનભાઈ ઘોઘારી યુવી. 50 રહે. સરદાર બાગ, ગરીબ નવાઝ સોસાયટી, જૂનાગઢની રસની લારી ઉપર તેઓ સાથે અગાઉના મન દુઃખના કારણે ઝઘડો કર્યો હતો, આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ અને એક સગીર દ્વારા છરી વડે હુમલો કરી, છાતી, માથામાં તથા બંને પગમાં…