કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

રતલામઃ સામાન્ય રીતે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય ત્યારે આપણે તેને હેપ્પી બર્થડે કહીને શુભેચ્છા પાછવતા હોઈએ છીએ. ત્યારે સામેની વ્યક્તિ આભાર કહીને વળતો જવાબ આપે છે. પરંતુ રતલામમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વકીલે મહિલા ન્યાયાધીશના જન્મદિવસ ઉપર હેપ્પી બર્થડે કહીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વકીલે મહિલા જજને ઇમેઇલ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, શુભેચ્છાની સામે વકીલને 20 દિવસની જેલની સજા થઈ હતી. આ મામલો મધ્ય પ્રદેશની ઇન્દોર કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં વકીલની જામીન અરજી ઉપર સુનાવણી થશે. આ મામલો રતલામ જિલ્લા કોર્ટમાં વકીલાત કરી રહેલા એક વકીલનો છે. રતલામમાં એક મહિલા ન્યાયાધીશનો જાન્યુઆરીમાં જન્મદિવસ…

Read More

નવી દિલ્હીઃ ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીનમાં કોરોના વાયરસને એક વરસ કરતા પણ વધુનો સમય થયો છે. ત્યારબાદ ધીમે ધીમે કોરોનાએ આખા વિશ્વમાં પોતાનો આતંક મચાવ્યો હતો અને લાખો લોકોનો ભોગ લીધો હતો. હવે કોરોના વયરસે દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં મચાવ્યો છે. 24 કલાકમાં બ્રાઝિલમાં 1386 કોરોના દર્દીઓના મોત થયા છે તેમજ 24 કલાકમાં કોરોનાના નવાં 61,602 નવાં કોરોના દર્દીઓ નોંધાયા છે. કોરોનાનાની આ અકળ પરિસ્થિતિના કારણે અત્યારે બ્રિટન અને અમેરિકા રસીકરણ પૂરજોશમાં કરી રહ્યા છે. આજે વિશ્વભરના કેસોનો આંક 11,45,45,709 થયો છે. કોરોનાએ હજુ પણ સમગ્ર વિશ્વને અજગર ભરડામાં રાખ્યું છે. એક સમયે…

Read More

નવી દિલ્હીઃ એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાંધણ ગેસના બોટલના ભાવમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનાના પહેલા જ દિવસે એલપીજી ગેસ સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડર ઉપર થયેલા ભાવ વધારાની વાત કરીએ તો 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 14 ફેબ્રુઆરીએ 50 રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. તે જ સમયે 25 ફેબ્રુઆરીએ તેમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં રૂ .100નો વધારો થયો છે. ફરી એકવાર, 14.2 કિલો નોન સબસિડી વગરનો એલપીજી ગેસ સિલિન્ડર 25 રૂપિયા મોંઘો થઈ ગયો છે. ભાવમાં વધારા સાથે…

Read More

બનાસકાંઠાઃ બનાસકાંઠના મોટા જામપુર ગામમાં રવિવારનો દિવસ બે પરિવાર માટે કાળો દિવસ બની ગયો હતો. રવિવારે સાંજના સમયે ખેતર માલિક અને તેમના ભાગીદાર ખેતરમાં રહેવા બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થવાના કારણે સાફસફાઈ કરવા માટે ઉતર્યા હતા. જોકે, કૂવામાં ઓક્સિજનની અછતના કારણે શ્વાસ રૂંધાતા બંનેનું મોત નીપજ્યું હતું. પોતાના સ્વજનો ગુમાવ્યા બાદ બંને પરિવારો ઉપર આભ તૂટી પડ્યું હતું. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી. ધટના અંગે મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામ ખાતે રવિવારે રાત્રે બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા ખેતર માલિકના પુત્ર અને ભાગીદારનું કરુણ…

Read More

મહિસાગરઃ ગુજરાત અને દેશમાં માર્ગ અકસ્માતો દિવસેને દિવસે વધતાં જાય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવોજ એક ગમખ્વાર અકસ્માત મહિસાગર જિલ્લાના લુણાવાડા-સંતરામપુર હાઇવે ઉપર સર્જાયો હતો. હાઇવે ઉપર કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્મતા થયો હતો. જેના પગલે એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હતા. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રવિવારે સાંજના સમયે લુણાવાડા સંતરામ પુર હાઈવે પર બાઈક પર એક પરિવાર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક મોત બનીને પાછળથી આવતી કારે ફૂલ સ્પીડમાં બાઈક સવારોને હવામાં ફંગોળી દીધા, જેમાં માતા-અને પુત્રી રોડ પર પટકાયા તો પિતા અને પુત્ર ઝાડીઓમાં પટકાયા. આ અકસ્માતમાં એક…

Read More

નવી દિલ્હીઃ સુરક્ષિત રોકાણ કરવા માટે રોકાણકારો સોનામાં રોકાણ કરે છે. ત્યારે અત્યારની સ્થિતિમાં સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. બીજી તરફ સરકાર પણ પ્રજાને સસ્તું સોનું ખરીદવાની તક આવી રહી છે. ફરી એકવાર સરકારની સરકારની સોવેરન ગોલ્ડ સ્કીમ રોકાણકારો માટે ખુલ્લી મુકાઈ છે. જેમાં તમે આજથી એટલે કે 1 માર્ચથી 5 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. ગોલ્ડ બોન્ડ માટે આ વખતે સરકારે ઇશ્યૂ પ્રાઇસ 4,662 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 46,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કર્યો છે. સોવેરન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે આપની પાસે PAN કાર્ડ હોવું જરૂરી છે. રોકાણકારો આ બોન્ડ ઓનલાઇન પણ ખરીદી શકે છે.…

Read More

નવી દિલ્દીઃ ભિખારી આપણી પાસેથી માંગેલા બે-પાંચ-દસ રૂપિયા ભેગા કરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે દેશમાં એવા કેટાલક ભિખારી છે જેમનું કામ ભીખ માંગવાનું છે પરંતુ કરોડોની સંપત્તીના આસામી છે. અહીં આપણે દેશના પાંચ અમીર ભિખારી વિશે વાત કરીશું જેમની પાસે ફ્લેટ સહિત કરોડો રૂપિયાની સંપત્તી છે. પત્રિકામાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ પ્રમાણે સૌથી પાંચ સમૃદ્ધ ભિખારીઓમાં પ્રથમ નામ મુંબઈના પરેલ ક્ષેત્રમાં ભીખ માંગનાર ભરત જૈનનું આવે છે. ભરત પાસે મુંબઈમાં બે ફ્લેટ છે, જેની કુલ અંદાજિત કિંમત 140 લાખ રૂપિયા છે. મતલબ કે ભિખારી પાસે 1.40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ્સ પ્રમાણે ભરત જૈન દર મહિને ભીખ…

Read More

ગાંધીનગરઃ ગુજરાતમાં રોજેરોજ માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક કમકમાટી ભરી ઘટના ગાંધીનગરના દહેગામ-બાયડ રોડ ઉપર બની હતી. અહીં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. જેમાં બાયડના ડોક્ટર દંપત્તીનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગે કાબુમાં લીધી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી. ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના દહેગામ બાયડ રોડ પર રોયલ સ્કૂલથી લીહોડા ગામ વચ્ચે આજે રવિવારે બપોરના સમયે આઇવા ટ્રક નંબર અને ક્રેટા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત…

Read More

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજનીચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. કેટલીક ઘટનાઓને બાદ કરતા ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થયું હતું. મતદાનની ટકાવારીની વાત કરીએ તો ગુજરાતમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે નગરપાલિકામાં પણ મતદાનની ટકાવારી 54થી 55 ટકાની આસપાસ રહી છે. ઉલ્લેખનીય છે કે પાલિકા પંચાયતોની કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો મેદાનમાં છે. 240 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પર કુલ 2.97 કરોડ નોંધાયેલા મતદારો હતા.…

Read More

સુરતઃ અત્યારનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. અને યુવાનોને નશિલા દ્રવ્યો પુરા પાડવાનું કામ કેટલાક અસામાજિક તત્વો કરી રહ્યા છે. પરંતુ પોલીસ આવા તત્વો ઉપર બાજનજર રાખીને તેમને પકડી પાડતી હોય છે ત્યારે સુરતમાં એક યુવતી ઝડપાઈ છે જેની પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું છે. આશરે 19.94 લાખનું એમડી ડ્રગ્સ સાથે યુવતીની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં નશાનો કાળો કારોબાર ફરી સક્રિય થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાતી હોવા છતાં પણ નશાનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. શહેર એસઓજીએ સુરત રેલ્વે સ્ટેશન…

Read More