અમદાવાદ શહેર માં દારૂનું વેચાણ કરવું એ કોઈ નવી બાબત નથી. છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ ના જુહાપુરા માં બરફ ની ફેક્ટરી પાસે ખુલ્લે આમ દારૂ નો અડ્ડો ચલાવવા માં નસીમબાનું નું નામ આખી ગુજરાત પોલીસ માં મોખરે છે. હાલ ગુજરાત માં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે વેજલપુર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માં બરફ ની ફેક્ટરી આવેલ છે. ત્યાંજ વેજલપુર પોલીસ દ્વારા ચેક પોસ્ટ બનાવવા માં આવેલ છે જ્યાં આ નસીમબાનું ઉર્ફે આપા ના નામથી મોખરે બુટલેગર નું ઘર આવેલું છે. અને ત્યાંજ આ દારૂ નો અડ્ડો ચાલુ હોવા છતાં પણ વેજલપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. હોય એ.સી.પી.…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના કેસ પોઝિટીવ આવ્યો છે. સોમવારે બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ. ટ્વિટમાં લખ્યુ હતુ કે આ વખતે હોસ્પિટલની યાત્રા એક પ્રક્રિયાના સ્વરૂપમાં છે. મને કોરોના પોઝિટિવ આવ્યો છે. વધુમાં કહ્યુ કે ગયા અઠવાડિયામાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તે બધા ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઇ જાય. પ્રણવ મુખરજીની ઉમર 84 વર્ષ છે. તેમની વધતી ઉમરને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચુકેલ પ્રણવ મુખરજી 2012 થી 2017 ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. વર્ષ 2019માં કેંન્દ્ર સરકારે પ્રણવ મુખરજીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે માસ્ક ન પહેરનાર સામે દંડ વસુલવામાં આવશે અથવા તો,ચહેરો કોઇપણ રીતે ઢંકાયેલી ન હોય તેવી વ્યક્તિ તથા જાહેરમાં થુકનાર વ્યક્તિ સામે કાયદેસરના પગલા લઇ તેઓની પાસેથી રૂ.1000/- લેખે દંડ વસુલવામાં આવશે. ત્યારે 11 ઓગસ્ટથી આ નિયમ લાગુ પડી જશે. રસ્તા ઉપર વાહન ચલાવતા માસ્ક નહિ પહેરો કે જાહેરમાં તમે માસ્ક નહિ પહેરો તો 1000 રૂપિયા દંડની વસુલાત કરવામાં આવશે. જો કે આ જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા કરવામાં આવી છે. 500 રૂપિયાથી વધારી રૂપિયા 1000 કરવો.
જુનાગઢમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છ ઇંચ જેટલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યુ છે. તો કેટલી જગ્યા ઉપર વિનાશ પણ વેર્યો હતો. વિસાવદર – જૂનાગઢનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. વિસાવદર અને બિલખાને જોડતા પુલનુ કામ પુરૂ ન થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વિસાવદર અને ધારી બાયપાસ પણ બંધ થઇ ગયો છે. ત્યારે પુરા ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી છે ક્યાંક વિનાશ પણ જોવા મળી રહ્યો છે. ક્યાં કેટલો વરસાદ પડ્યોઃ ઉંમરપાડા 5.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, માંગરોડ 3.5 ઇંચ કેશોદ 3 ઇંચ ડેડિયાપાડા 2.5 ઇંચ સાગબારા 2 ઇંચ વાલિયા 2 ઇંચ નેત્રંગ 1.5…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી આવેલી શિક્ષણ નીતિ ઉપર વિસ્તારથી વાત કરતા જણાવ્યુ હતુ કે કેબિનેટ તરફથી નવી શિક્ષણનીતિને મંજૂરી આપવામાં આવી છે. 34 વર્ષ બાદ નવી શિક્ષણનીતિમાં ફેરફારકરવામાં આવ્યો છે. 4 વર્ષ ના મહા મંથન બાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિચાર કરી ને અમલ કરવામાં આવ્યો. નવી શિક્ષણ નીતિ આવ્યા બાદ કોઈ એક તરફો ઝુકાવ નહીં રહે. તેમણે વધુમાં જણાવ્યુ કે હું પુરી રીતે તમારી તરફ અને સાથે છું. વર્ષ 2030 સુધીમાં દેશ ના દરેક બાળકો નું ભવિષ્ય સુધરી જશે. પ્રાથમિક શિક્ષણ ધોરણ 6 થી 9 નું રહેશે. બોર્ડ ની પરીક્ષાને પણ બે ભાગ માં વહેંચવામાં આવશે. 3 થી 6 વર્ષ…
હિંદુ ધર્મના લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવે છે. તુલસી બુધનુ પ્રતિનિધિત્વ કરે છે. જે ભગવાન કૃષ્ણનુ એક રૂપ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણને તુલસી બહુ પ્રિય છે. ભગવાન કૃષ્ણને ભોગ તુલસી વગર નથી લગાવવામાં આવતો. જે પરિવાર કૃષ્ણને માને છે તેના ઘરમાં તુલસીનો ક્યારો જોવા મળે છે. ઘણા લોકો સાંજે તુલસીના ક્યારા આગળ દીવો લગાવે છે. પરંતુ તુલસીનો છોડ બધા માટે શુભ નથી હોતો. તુલસીનો ક્યારો લગાવવાની સાથે સાથે તેના અમુક નિયમોનુ પણ પાલન કરવુ પડે છે. જો એ પાલન કરવામાં ના આવ્યુ તો તમને નુકસાન પણ થઇ શકે છે. – જે લોકો માસનુ સેવન કરતા હોય તેવા…
નાગપંચમી શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે. ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરી નો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. જેને પણીયારા ઉપર નાગદેવતા નું કંકુ થી ચિત્ર દોરી ઘી નો દીવો કરી વંદન કરે છે અને શ્રીફળ વધેરે છે હિન્દુ ધર્મ માં મોટા ભાગ ની બહેનો આ વ્રત કરતી હોય છે. નાગ નો સ્વભાવ તો ઝેર કાઢવાનો છે પણ તેને હેરાન ના કરવા માં આવે તો તે કરતો નથી. કમનસીબે આજનો માણસ ઝેરી બનતો જાય છે. હ્રદય અને મનમાં કેટલાક માણસો માં ઝેર ભર્યું હોય છે. જો કે આવો…
સકારાત્મક વિચારની સાથે જીવન જીવવાવાળો માણસ કાયમ સફળતાને પ્રાપ્ત કરે છે. આચાર્ય ચાણક્યએ પણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર માની ન હોતી. અને પોતાના જીવનમાં આગળ વધતા રહ્યા. તેમણે પોતાની નીતિ ઓના બળ ઉપર એક નાના બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો રાજા બનાવી દીધો. તેમની નીતિઓ માણસના જીવન માટે હંમેશા મદદગાર રહી છે. તે તેમના નીતિ શાસ્ત્ર એટલે ચાણક્ય નીતિ માં એવી આદતો વિશે બતાવે છે. જે માણસે કાયમ માટે છોડી દેવી જોઈએ.આ આદતોની સાથે જીવવા વાળો વ્યક્તિ કોઈ દિવસ સુખ પ્રાપ્ત કરી શકતો નથી. ધનનો ખોટો ઉપયોગઃ જે લોકોને પોતાના પૈસા ઉપર અભિમાન હોય છે અને એ તેનો ઉપયોગ બીજાને નુકશાન…
દક્ષિણ મુંબઇનુ કોલાબા ક્ષેત્ર જ્યા ગેટવે ઓફ ઇંન્ડિયા જેવુ નામાંકિત સ્થાન છે. તે ક્ષેત્રમાં 46 વર્ષોમાં પહેલી વખત ઓગષ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી આપવામા આવી. વરસાદ અને ચક્રવતી હવાનો વેગ 107 કિમીને પાર કરી ગયો જેના કારણે શહેર અને આજુ બાજુના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. ટ્રેન, બસ જેવી સેવાઓ પણ પ્રભાવિત થયા જેના કારણે સામાન્ય જન જીવન પણ ખોરવાઇ ગયુ. જરૂરી સેવાને છોડીને બધુ બંધ રહ્યુ. જ્યારે મોસમ વિભાગે હજુ પણ વરસાદ પડી શકે છે તેવી ચેતાવણી વ્યક્ત કરી હતી. તો આ સાથે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે લોકોને ઘરમાં રહેવાની જ સલાહ આપી અને કહ્યુ કે જ્યા સુધી…
કોરોનાની મહમારીથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે બોલીવુડના નાના પડદા ઉપર સુસાઇડના એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે ટીવી એક્ટર સમીર શર્માએ સુસાઇડ કરી લીધુ છે. સમીર શર્મા ક્યોકિ સાસ ભી કભી બહૂ થી સીરીયલ માં કામ કરી ચુક્યો છે. 44 વર્ષના સમીર શર્માએ બુધવારની રાત્રે મલાડ પશ્ચિમ વિસ્તારમાં સીએચએસ બિલ્ડિંગમાં તેમના ઘરે ફાંસી લગાવી જીવન ટુંકાવ્યુ હતુ. મલાડ પોલીસનુ કહેવુ છે કે સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં આ એપાર્ટમેંન્ટ ભાડે લીધો હતો. રાતના સમયે ડ્યુટી કરતા ચોકીદારે તેમની બોડી લટકી જોઇ હતી.