Author: Satya-Day

petrol diesel

ભારતમાં ગુરૂવારે છેલ્લા છ મહિનામાં સૌપ્રથમ વખત ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે, પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી ઓઈલ કંપનીઓએ ગુરૂવારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 16 પૈસાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા સાથે દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 73.40 થયો છે, જે અગાઉ પ્રતિ લીટર રૂ. 73.56 હતો. પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. 82.08 છે, જેમાં કોઈ ફેરફાર કરાયો નહોતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 88.73 જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 79.94 થયો છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 83.57 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 76.90 છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.…

Read More
PUBG 886916 1

ભારતે મોબાઈલ ગેમ PUBG પર પ્રતિબંધ મુક્યા પછી કંપનીની સંપત્તિમાં 14 અબજ ડોલર જેટલો જંગી ગાબડું પડ્યું હતું. ટેન્સેન્ટ એ ચાઈનિઝ ટેકનોલોજી કંપની છે અને હોંગકોંગના શેરબજારમાં તેનું લિસ્ટિંગ થયેલું છે. 1998માં સ્થપાયેલી આ કંપનીની ગણતરી જગતની ટોચની ટેકનોલોજી કંપનીઓમાં થાય છે. ટેન્સેન્ટનું કુલ માર્કેટ કેપ જ 660 અબજ ડોલરથી વધારે છે. પરંતુ ભારતના એક નિર્ણયથી ટેન્સેન્ટને ધોળા દિવસે તારા દેખાઇ ગયા છે. ચીની વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતે રાષ્ટ્રીય સુરક્ષાના કારણનો દુરુપયોગ કરી ચીની કંપનીઓ સામે પક્ષપાતી પ્રતિબંધાત્મક પગલાં લીધાં છે. ચીન ભારત સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરે છે અને ભારતને ખોટી…

Read More
corona..

વિશ્વમાં સમયાંતરે મહામારીઓ આવતી જ રહી છે પરંતુ જો કોઈ મહામારી લાંબી ચાલી હોય તો તે કોરોનાની મહામારી છે. ગત ડિસેમ્બર માસમાં 2019માં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ચીનથી શરૂ થયેલી  કોરોનાની મહામારી આખા વિશ્વમાં ફેલાઈ ચૂકી છે. વિશ્વમાં તા.2જી ડિસેમ્બર સુધીમાં કોરોનાના 2.59 કરોડ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 8.61 લાખ જેટલા દર્દીનો મોત પણ થઈ ચૂક્યા છે. સૌથી વધુ 62.58 લાખ  કોરોનાના કેસ અમેરિકામાં નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ભારત પણ કોરોનાના કેસમાં પાછળ નથી. ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 37.73 લાખ સુધી પહોંચી ગઈ છે અને નજીકના દિવસોમાં જ ભારત કોરોનાના કેસની  સંખ્યાની દ્રષ્ટિએ આખા વિશ્વમાં અમેરિકા પછી…

Read More
4 1 1

શહેરના પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે સવારે ગુમ થયેલી 7 વર્ષની બાળકીને શોધવા પોલીસની 14 ટીમમાં કુલ 150થી વધારે જવાનો કામે લાગી હતી. મધરાતે બાળકી પરવતપાટીયા પાસે મળી આવી હતી. બાળકીને તેનો પિતા મારપીટ કરતો હોવાથી તે પરવતપાટીયા ખાતે રહેતી બેનપણીને ત્યાં જતી રહી હતી.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મુળ મહારાષ્ટ્ર નાગપુર ઇન્દ્રાનગરનો વતની અને સુરતમાં પાંડેસરા ખાતે જલારામનગરમાં રહેતા 55 વર્ષીય દગળુ સુખદેવ રણશીગેની 7 વર્ષની બાળકી ગઈકાલે સવારે ગુમ થઈ ગઈ હતી. પરિવારે આજુબાજુ શોધખોળ કરી છતાં બાળકી મળી નહોતી. બપોરે પરિવાર પાંડેસરા પોલીસ સ્ટેશને (Police Station) ફરિયાદ કરવા પહોંચ્યો હતો. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ બાળકીને શોધવા કામે લાગી…

Read More
corona repoting 3

રાજયમાં (State) ગુરુવારે કોરોનાના કુલ કેસોનો આંક વધીને 1 લાખને પાર કરી ગયો છે. જયારે 24 કલાકમાં રાજયમાં કોરોનાના 75,487 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. નવા 1325 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજયમાં ગુરૂવારે વધુ 16 દર્દીઓનાં મૃત્યું થયાં છે.આરોગ્ય વિભાગના (Health Department) સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં 24 કલાકમાં નવા 1325 કેસો નોંધાયા છે. જયારે 24 કલાકમાં રાજયમાં 1126 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જેના પગલે દર્દીઓનો સાજા થવાનો દર (Recovery Rate) વધીને 80.88 ટકા થયો છે.મહાપાલિકા વિસ્તારમાં આજે નવા 663 નવા કેસો નોંધાયા છે. જેમાં સુરત મનપામાં 179 કેસો , અમદાવાદ મનપામાં 150 , જામનગર મનપામાં 97,…

Read More
3 2 1

કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે (State Government) શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્યો માટે પણ પ્રેરણાદાયી બની ચૂકી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ ગુજરાતની ધન્વંતરિ રથ  આરોગ્ય સેવાની પ્રશંસા કરી હતી. મોબાઈલ ટીમમાં તૈનાત ડોકટર અને તેમની ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરઆંગણે જઇને વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કરીને દવાનુ વિતરણ કરવાની સાથોસાથ રેપિડ એન્ટીજેન ટેસ્ટ પણ કરે છે. ધન્વંતરિ રથના તબીબ પાસેથી કોરોનાથી બચવાનું માર્ગદર્શન પણ લોકો મેળવી રહ્યા છે.સુરત મહાનગરપાલિકા (SMC) કમિશનરશ્રી બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં ધન્વંતરિ રથ આરોગ્ય સેવાને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ખાસ ફરજ પરના અધિકારી શ્રી એસ.કે. લાંગાને ધન્વંતરિ રથની જવાબદારી સોંપવામાં…

Read More
hardik 5

રોડ રસ્તા પર ગાબડા પડ્યા બાદ ભાજપમાં પણ હવે ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના વોર્ડ નંબર-5નાં મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાએ હાર્દિક પટેલની હાજરીમાં કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સી.આર.પાટીલની સૌરાષ્ટ્ર મુલાકાત બાદ તુરંત ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને એ પણ CM રૂપાણીના ગઢમાં. વોર્ડ નં.5ના કોર્પોરેટરના દક્ષાબેન ભેસાણિયા તો બીજી બાજુ સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડનાં વેપાર એસોસિયેશનના પ્રમુખ અતુલ કમાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના પ્રખ્યાત સામાજિક આગેવાન ચાંદનીબેન લીંબાસીયા પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત ABVP અને યુવા ભાજપનાં 20 હોદ્દેદારો…

Read More
GTU

સુરત :  જીટીયુ દ્વારા બે તબક્કામાં ઓનલાઈન પરીક્ષા બાદ હવે ત્રીજીવાર ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. ઓફલાઈન પરીક્ષાની પસંદગી આપનારા અનેક વિદ્યાર્થીઓે ઓનલાઈન પરીક્ષાની માંગણી કરતા યુનિ.એ કરતા ફરી એકવાર ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.  જીટીયુ દ્વારા ફરીવાર પરીક્ષાની વિકલ્પ પસંદગી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 3 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ ફરી એક વખત પરીક્ષા માટે વુકલ્પ પસંદ કરી શકશે. જીટીયુ દ્વારા સૌપ્રથમ ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને પરીક્ષા લેવાનું નક્કી કરાયા બાદ બંને પરીક્ષાના વિકલ્પ પસંદગી માટે રજિસ્ટ્રેશન કરાયુ હતુ અને જેમાં યુજી,પીજી અને ડિપ્લોમાના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી 25 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા પસંદ કરી…

Read More
KA 1

તાપીના કાકરાપાર અણુમથકમાં કોરોનાના વકરતા કેસને લઈને આગામી  છ સપ્ટેમ્બર સુધી સેલ્ફ લોકડાઉન કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિકો અને પરપ્રાંતિઓ દ્વારા વકરતા કોરોના સંક્રમણને જોતા અણુમથકના સત્તાધીશોએ આ નિર્ણ લીધો છે. અણુમથક પ્લાન્ટમાં ઓપરેશન વિભાગ અને આવશ્યક સેવા સિવાયના તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા છે.

Read More
Job Loss 1140x620 1

ભારતમાં લૉકડાઉન ઉઠાવી લેવાયા પછી પણ બેરોજગારી ઘટવાના બદલે વધી છે અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જુલાઇમાં જેટલી બેકારી હતી તેના કરતા ઓગસ્ટમાં તેનું પ્રમાણ વધ્યું છે અને શહેરી વિસ્તારોમાં આજે દર દસમાંથી એક વ્યક્તિ રોજગારી વિહીન હોય તેવી સ્થિતિ છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા ગઇકાલે જારી કરવામાં બેરોજગારીના માસિક આંકડાઓ પરથી જાણવા મળે છે કે દેશના શહેરી વિસ્તારોમાં જુલાઇમાં ૯.૧૫ ટકા બેકારી હતી તેની સામે ઓગસ્ટમાં આ દર વધીને ૯.૮૩ ટકા થયો છે, બીજા શબ્દોમાં કહીએ તો શહેરી વિસ્તારોમાં દર દસ વ્યક્તિમાંથી એક વ્યક્તિ બેરોજગાર છે. દેશની કુલ બેકારી પણ વધી છે, જેમાં જુલાઇમાં દેશમાં ૭.૪૩ ટકા…

Read More