Author: Satya-Day

cf82e232b8f642d89e1ad569e741927b 18

નવી સિવિલ હોસ્પિ.માં સતત 6 દિવસ વેન્ટિલેટર અને 20 દિવસ ઓક્સિજન પર રહ્યાં બાદ સુરતના 50 વર્ષીય પ્રવિણભાઈ શેટા કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. પ્રવિણભાઈ ઘરે સુખરૂપ પરત ફરતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પ્રવિણભાઈના મજબૂત ઈરાદા અને નવી સિવિલના ડોકટરોની યોગ્ય સારવાર થકી ૩૯ દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. ડભોલીના દેવપૂજા સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ શેટા તા.૨૩મી જૂલાઈના રોજ તાવ, શરદી અને ઉધરસ સાથે શારીરિક નબળાઈ જેવા લક્ષણો જણાતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તંદુરસ્તીમાં કોઈ સુધારો ન થતાં ૨૪મી જૂલાઈના રોજ નવી સિવિલ હોસ્પિ.માં દાખલ કરવામાં આવ્યા. જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.…

Read More
EARTH

જામનગરમાં બાદ હવે કચ્છમાં ભૂકંપના સતત આંચકા નોંધાઈ રહ્યા છે. ગઈકાલે બપોરે 4.1ની તીવ્રતાનો મોટા આંચકો આવ્યા બાદ બીજા આંચકાઓ ચાલુ જ રહ્યા છે. ગઈકાલે બપોર બાદ કચ્છમાં સાગમટે પાંચ આંચકા અનુભવાયા છે. આમ, કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા આવી ગયા છે. કચ્છના દુધઈ, દુદઈ, રાપર અને ભચાઉમાં આંચકા અનુભવાયા છે. ગઈકાલે કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ મોટા આંચકા બાદ વધુ 4 આંચકા આવ્યા હતા. જેમાં તીવ્રતા અનુક્રમે 1.6, 2.5, 1.2 અને 1.9 રહી હતી. આમ, કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યાં છે. ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરનાં 2.09 કલાકે આવેલા…

Read More
Chinanuclear 1 620x400 1

ચીન આવનારા દસ વર્ષમાં પોતાના અણુશસ્ત્રો 200થી ઓછામાં ઓછા બમણા કરવા માગે છે, એમ અમેરિકાના સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોનનો એક અહેવાલ જણાવે છે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકી સેનાએ ચીનના અણુ શસ્ત્રોની સંખ્યા જાહેર કરી છે. ચીનની જમીન આધારિત આંતરમહાદ્વિપીય બેલેસ્ટીક મિસાઈલની સંખ્યા આવનારા 5 વર્ષોમાં વધીને 200 જેટલી થશે, આ મિસાઈલો અમેરિકાને ધમકાવવામાં સક્ષમ છે, એમ અહેવાલમમાં જણાવાયું હતું. આ ઉપરાંત પેન્ટાગોને જણાવ્યું હતું, ચીન પોતાની પ્રાદેશિક અને સમુદ્રી મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે બળપ્રયોગના નીતિઓ અજમાવે છે, દક્ષિણ અને પૂર્વ ચીની સમુદ્રોમાં અને સાથો સાથ ભારત અને ભૂતાન સાથેની તેની સરહદે તે આ નીતિઓ અપનાવી રહ્યું છે અને પોતાની લશ્કરી…

Read More
hiv aids effects on body thumb

આખું વિશ્વ હાલ કોરોનાની દવા શોધવા માટે મથામણ કરી રહ્યું છે, ત્યારે એક એઈડ્સ ગ્રસ્ત વ્યક્તિ કુદરતી રીતે જ – આપમેળે  સાજો થઈ ગયો છે, જેના કારણે તબીબો અને વૈજ્ઞાાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એચઆઇવી-એઈડ્સની પણ કોઈ દવા નથી અને તેના દર્દીએ આખી જિંદગી દવાઓ અને સાવચેતીને સહારે જીવવું પડે છે. તબીબી વિજ્ઞાાનમાં પહેલી વખત એવો કિસ્સો જોવા મળ્યો છે કે, જેમાં દર્દીના શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિએ જ એચઆઇવીનો ખાતમો બોલાવી દીધો હોય. આ માટે તેને કોઈ દવા કે રસી આપવામાં આવી નહતી. અગાઉ કેટલાક દર્દીઓને એચઆઇવીથી મુક્ત કરવાના પ્રયાસરૂપે તેમને બૉન મૈરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જે પછી…

Read More
40 corona testing

રાજ્યમાં 24 કલાકમાં 74523 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે નવા 1305 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બુધવારે સારવાર દરમિયાન રાજ્યમાં 12 દર્દીનાં મૃત્યુ થયાં છે. જો કે, સૌથી ગંભીર સ્થિતિ રાજકોટમાં છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 32 દર્દીના કોરોનાને કારણે મોત થયાં છે. સીએમના હોમ સિટીમાં સ્થિતિ ગંભીર જણાતાં આરોગ્ય સચિવે રાજકોટની મુલાકાત લીધી હતી. કોરોનાથી રાજકોટનાં મેયર પણ બાકાત રહ્યાં નથી. આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1305 કેસ નોંધાયા છે. જ્યારે બુધવારે 1141 દર્દી સાજા થઈ જતાં રજા આપવામાં આવી છે. મહાપાલિકા વિસ્તારો પૈકી સુરત મનપામાં 176 કેસ, અમદાવાદ મનપામાં 149,…

Read More
corona repoting 3

વી દિલ્હી : ભારતમાં 3 સપ્ટેમ્બર, ગુરુવારે સવારે જાહેર થયેલા કોરોના વાયરસના ડેટાથી અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના રેકોર્ડ 83,883 નવા કેસો નોંધાયા છે. આ એક દિવસ માટેનો સૌથી મોટો આંકડો છે. આ સાથે, ચેપગ્રસ્ત કોરોનાની કુલ સંખ્યા વધીને 38,53,407 થઈ ગઈ છે. જેમાંથી આશરે 8.15 લાખ કેસ હજુ પણ સક્રિય છે. મહારાષ્ટ્રમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 8.8 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, આંધ્રપ્રદેશમાં દર્દીઓની સંખ્યા 4.45 લાખની નજીક છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11,70,000 થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.…

Read More
PUBG 886916 1

મોદી સરકારે વધુ એક વખત ડિજિટલ સ્ટ્રાઈક (Digital Strike) કરતાં બુધવારે 118 મોબાઈલ એપ્લિકેશન (Mobile Apps) પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વખતે કેન્દ્ર સરકારે જે ચાઈનીઝ એપ્સ (Chinese Apps) પર પ્રતિબંધ મૂક્યો છે, તેમાં સૌથી લોકપ્રિય ગેમ પબજી (PUBG) પણ સામેલ છે. આ સિવાય ભારત સરકારે સુરક્ષાનું કારણ આપતા લિવિક, વીચેટ વર્ક, વીચેટ રીડિંગ, એપલૉક, કૈરમ ફ્રેન્ડ્સ જેવી અન્ય લોકપ્રિય મોબાઈલ એપ્સ પર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. અગાઉ પણ ભારત સરકાર (Indian Government) શોર્ટ વીડિયો શેરિંગ એપ્લિકેશન ટીકટૉક (TikTok) સહિત અન્ય કેટલીક ચીની એપ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવી ચૂકી છે. PubG ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ સોશિયલ…

Read More
ukaiii

ચાલુવર્ષે સર્વત્ર વરસાદ (Rain) સારો વરસ્યો છે. ઉપરવાસમાં થયેલા વરસાદથી ઉકાઇ ડેમ ભરાઈ ગયો છે. હાલ ડેમની સપાટી 337.29 ફૂટે પહોંચતા હાઈએલર્ટ લેવલની (High Alert Level) પાસે પહોંચી જતાં તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. આજે સાંજે ડેમની સપાટી 337.29 ફૂટે પહોંચી હતી. જ્યારે પાણીની આવક (Water Inflow) 49 હજાર ક્યુસેક અને જાવક 17 હજાર કયુસેક નોંધાઈ હતી. ઉકાઈ ડેમ 340.84 ફૂટે 90 ટકા ભરાતાની સાથે હાઈએલર્ટ સ્ટેજમાં મુકાય છે. આ તબક્કામાં ડેમમાં 6672.86 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થાય છે. હથનુર ડેમની (Hathnur Dam) સપાટી 211.52 મીટર નોંધાઈ છે. જ્યારે ડેમમાંથી 27 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.…

Read More
1 4

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી (Sardar Sarover Dam) વિપુલ માત્રામાં જે પાણી છોડાયું એની અસર નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં થઈ છે. કેટલાક ગામો બેટમાં ફેરવાયા તો કેટલાક ગામોમાં ખેતીમાં ભારે નુકશાન થયું. જો કે સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે એટલી માત્રામાં પાણી છે કે વરસાદ ઓછો પડે તો પણ 2 વર્ષ સુધી ગુજરાતને પીવા અને સિંચાઈના પાણીની બિલકુલ તકલીફ નહીં પડે. ઉપરવાસમાં વધુ વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં રોજનું લાખો ક્યુસેક પાણીની આવક (Water Inflow) થઈ રહી હતી. નર્મદા ડેમની સપાટી વધારવા સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી ગઈ છે. હવે નર્મદા ડેમ તેની મહત્તમ…

Read More
Samkit 2

ભાજપના રાજમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૮ ટકાથી ઘટીને ૬ ટકા પર આવી ગયો તેમાં તો વિપક્ષોએ ઉહાપોહ મચાવી દીધો હતો. હવે કોરોનાને કારણે કહો કે લોકડાઉનને કારણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં ગ્રોથ રેટ માઇનસ ૨૩.૯ ટકા પર પહોંચી ગયો તે ભારતના અર્થતંત્રના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના છે. જે ગ્રોથ રેટમાં એકાદ ટકાનો ઘટાડો જોવા મળતાં ખતરાની ઘંટડીઓ વાગવા મંડતી હતી તેમાં ૨૩.૯ ટકાનો ઘટાડો દેશને પૂરપાટ પતન તરફ લઈ જનારો છે. આ પતનનું સૌથી મોટું કારણ કોરોના વાયરસ નથી, પણ સરકાર દ્વારા વગર વિચાર્યે કરવામાં આવેલું લોકડાઉન છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન વિકાસમાં થયેલા ધબડકા માટે દૈવી…

Read More