Author: Satya-Day

40 corona testing

શરીરમાં ઑક્સિજનનું સ્તર ઘટવા પર સૌથી ઝડપી અને સૌથી ખરાબ અસર આપણી રોગપ્રતિકારક ક્ષમતા પર પડે છે. એવી પરિસ્થિતિમાં કોઇ પણ વાયરસ અને બેક્ટેરિયા આપણા શરીર પર હાવી થઇ શકે છે. જાણો, શરીરમાં ઑક્સિજનનું લેવલ ઓછું થવાના લક્ષણ અને કારણો શું હોય છે? – શરીરમાં ઑક્સિજન ઓછું થવાનો અર્થ છે કે શરીરને પોતાની નિયમિત ક્રિયાઓને સારી રીતે ચલાવવા માટે જેટલા પ્રમાણમાં ઑક્સિજન જોઇએ, એટલા પ્રમાણમાં ઑક્સિજન ન મળી શકવું. – જ્યારે શરીરમાં ઑક્સિજન ઘટવા લાગે છે ત્યારે સૌથી પહેલા વ્યક્તિને થાકનો અનુભવ થાય છે, શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અથવા શ્વાસ ફૂલવા લાગે છે. ત્યારબાદ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની ગતિ ધીમી…

Read More
corona 3 2

કોરોના વાયરસ મહામારી દરમિયાન કેરળમાં કોવિડ ફર્સ્ટ લાઈન ટ્રીટમેન્ટ સેન્ટર્સમાં નિમણૂંક લગભગ 900 ડોકટર્સે તેમના પગારમાં કપાત મામલે રાજીનામું આપી દીધું છે.  આ વર્ષે સરકારી કોલેજમાંથી પાસ થયેલા 1080 એમબીબીએસ ગ્રેજ્યુએટમાંથી 900 ડોક્ટર્સે રાજીનામું આપ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમને 42,000 માસિક પગાર પર નોકરી પર રાખવામાં આવ્યા હતા પરંતુ તેમને માત્ર 27,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. કેરળ જૂનિયર ડોક્ટર્સ એસોસિએશન 2020-21ના અધ્યક્ષ ડૉ. ઉસ્માન હુસૈને જણાવ્યું કે, સેલેરીમાંથી 8,400 રૂપિયા સરકારી પગાર આપવામાં થઈ રહેલી મુશ્કેલીના નામ કાપી લેવામાં આવ્યા. આ ઉપરાંત અને ટીડીએસ અને અન્ય ટેક્સના નાણાં પણ કાપવામાં આવ્યા. હવે અમને માત્ર 27,000 રૂપિયાની ચૂ6કવણી…

Read More
IMG 20200902 125852

કોરોનાની મહામારી વચ્ચે પણ શાળા સંચાલકો ફી ની ઉધરાણી બંધ કરવાનું નામ લઈ રહ્યા નથી. એક તરફ વાલીઓની આર્થિક સ્થિતિ કથળી છે તો બીજી બાજુ શાળાઓ હજી વાસ્તવિક રીતે શરૂ થઈ નથી. આવા સમયે શાળાઓનું વાલીઓ પર ફી ભરવા માટેનું દબાણ કેટલું યોગ્ય છે. શહેરની વેસુમાં આવેલી એલ.પી. સવાણી શાળા દ્વારા ફી ન ભરનાર વાલીઓના બાળકોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની સાથે તેમને એલ.સી. આપવાની પણ ધમકી આપવામાં આવી છે. હાઈકોર્ટના ફક્ત ટ્યુશન ફી લેવાના ઓર્ડરનું ઉલ્લંધન કરીને શાળા દ્વારા તમામ ફી ની ઉધરાણી કરતા અંતે ઉશ્કેરાયેલા વાલીઓએ કલેક્ટરને શાળા વિરુદ્ધ પગલા લેવા અને ઓનલાઈન એજ્યુકેશન શરુ કરવા માટે આવેદન આપ્યું…

Read More
2ebf9a80 0ca1 42a0 b811 13c6df474d02

સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટતા આજે લાંબા સમય બાદ ઉઘાડ નીકળ્યો હતો. ઉઘાડ નીકળતાની સાથે જ જનજીવન રાબેતા મુજબ થયું હતું. ઉપરાંત તાપી નદીના જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઉકાઈના ઉપરવાસમાં પણ વરસાદનો વિરામ થતાં ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવાયું હતું. શહેર તથા જિલ્લામાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ત્યારે સતત વીસેક દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે મેઘરાજાએ વિરામ લેતાં આકાશમાં સુર્યનારાયણના દર્શન થયા હતા. તો સાથે જ જનજીવનની ગાડી પણ પાટા પર આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલાં પાણીના કારણે ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. વિતેલા 48 કલાકથી સુરત સહિત તાપી નદીના ઉપરવાસમાં…

Read More
PM CARE Fund 1

PM CARES FUNDની શરૂઆત 2.25 લાખ રૂપિયાની રકમ સાથે થઇ હતી. પરંતુ આના શરૂ થવાના 5 દિવસની અંદર જ ફંડને દેશ-વિદેશથી ખુબ જ સમર્થન મળ્યું. 5 દિવસમાં જ ફંડમાં ભારત અને વિદેશથી યોગદાનના રૂપમાં 3,076 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. આ વાતનો ખુલાસો પીએમ કેર્સ ફંડના પહેલા ઑડિટ બાદ સામે આવ્યો છે. ફંડને SARC & Associates દ્વારા ઑડિટ કરવામાં આવ્યું. નોંધપાત્ર છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા પીએમ કેર્સ ફંડની સ્થાપના 27 માર્ચના જ થઇ ગઈ હતી. જો કે હાલ એ વાતની જાણકારી આપવામાં આવી નથી કે ફંડમાં કોણે કેટલું યોગદાન આપ્યું છે. જણાવી દઈએ કે ફંડના પહેલા ટ્રસ્ટી નરેન્દ્ર…

Read More
191014 turkey soldiers syria cs 324p 0ac591b72f8c9c0f913e5770e1c3176e.focal 758x379 1

 એલએસી પાસે ચીને ભારતીય સરહદમાં ઘુસણખોરીના પ્રયાસો વધારતા ભારતીય લશ્કરના જવાનોએ ફરી તેની આ ચાલને નિષ્ફળ બનાવી દીધી છે. છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત ચીને ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતનું વલણ મક્કમ છે જેને પગલે ચીનના સૈનિકોને પારોઠના પગલાં ભરવા પડ્યા છે. એલએસી પર સ્થિતિ તણાવપૂર્ણ છે. ચીનની આ હરકતથી અમેરિકાએ પણ કડક વલણ અપનાવતા તેને ચેતવણી આપી છે. અમેરિકાના વિદેશ મંત્રીલાયે જણાવ્યું કે અમે આ મુદ્દે ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખીએ છીએ. અગાઉ પણ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ  અનેક વખત જણાવ્યું છે કે બેઈજિંગ પોતાના પાડોશીઓ અને અન્ય દેશો સાથે ઘણું આક્રમક…

Read More
Railway 1

વધુ માગવાળા વિસ્તારોમાં મુસાફરોની અવર જવરમાં સહેલાઈ રહે તે માટે રેલવે વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે જે વર્તમાનમાં ચાલી રહેલી 230 વિશેષ ટ્રેનો સિવાયની હશે, આ માટે રાજ્ય સરકારો પાસે તેમની સંમતિ માગવામાં આવી છે, એમ એક અધિકારીએ કહ્યું હતું. જો કે રેલવે મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું ન હતું કે કેટલી નવી ટ્રેનો ઉમેરવામાં આવશે પણ હેવાલો મુજબ 100 ટ્રેનો શરૂ થશે.અત્યારે કોરોના વાયરસ કટોકટીના કારણે સમસ્ત નિયમિત મુસાફર ટ્રેનો રદ્દ છે. સૂત્રોએ કહ્યું હતું કે આવનારા 1-2 દિવસોમાં નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે.‘વધુ સ્પેશિયલ ટ્રેનોની યોજના બનાવાઈ છે. રાજ્ય સરકારો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે ખાસ કરીને બિન-એનડીએ શાસિત…

Read More
education policy

યુરોપVE દેશોમાં ફરીથી શાળા-કોલેજો શરૂ કરી દેવામાં આવી છે. અસંખ્ય બાળકોએ શાળા-કોલેજમાં જઈને મહિનાઓ બાદ ક્લાસ ભર્યા હતા. કોરોનાના ઉદ્ભવ સૃથાન ચીનના વુહાનમાં પણ જનજીવન નોર્મલ થયું હતું. વુહાનની શાળા-કોલેજો પણ શરૂ થઈ છે. કોરોનાના ભય વચ્ચે મહિનાઓથી શાળા-કોલેજો દુનિયાભરમાં બંધ હતી. હવે ભય ઓછો છતાં અસંખ્ય દેશોએ ફરીથી શાળા-કોલેજો ચાલુ કરી દીધી છે. કોરોનાના એપી સેન્ટર એવા વુહાનમાં શાળા-કોલેજો ચાલુ થઈ ગઈ છે. વુહાનના સત્તાવાર આંકડા પ્રમાણે 5થી સાત વર્ષના 2842 વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે શાળામાં હાજરી આપી હતી. યુરોપિયન દેશોમાં પણ શાળા-કોલેજો શરૂ ગઈ છે. માસ્ક પહેરીને હજારો વિદ્યાર્થીઓએ બ્રિટનમાં શાળા-કોલેજોના ક્લાસ ભર્યા હતા. પાંચ મહિના પછી શાળા-કોલેજોના ક્લાસરૂમની…

Read More
who chief ap

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) નું કહેવું છે કે યુરોપ અને દુનિયાના અન્ય દેશ વગર વેક્સિન પણ કોવીડ-19 (Covid-19 Vaccine) પર નિયંત્રણ રાખી શકે છે, અને તેના માટે તેમને સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવું પડશે. WHOના યુરોપના નિર્દેશકે કહ્યું કે તેમને નથી લાગતું કે અહીં રાષ્ટ્રીય સ્તર પર લોકડાઉન સફળ રહ્યું છે, પરંતુ જ્યાં સંક્રમણ ફેલાવાનો સૌથી વધુ ભય છે ત્યાં આની ખુબ જ જરૂરત છે. બીજી બાજુ ઇટલીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના સંક્રમિત દર્દીને વાયરસથી સાજા થવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યુરોપના પ્રાદેશિક નિર્દેશક હૈન્સ ક્લુગે એક ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું, ‘જયારે આપણે…

Read More
Rain08

રાજ્યમાં  છેલ્લાં 30 વર્ષમાં આઠમી વખત રાજ્યમાં સરેરાશ વરસાદ 40 ઇંચથી વધારે થયો છે. 47 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ ઓગસ્ટ મહીનામાં વરસ્યો છે. જો કે હવે રાજસ્થાન પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે પાકિસ્તાન બાજુ ફંટાઈ ગઇ છે. જેનાં કારણે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઇ આગાહી જ નથી. ગુજરાતમાં સીઝનનો સરેરાશ 121 % વરસાદ નોંધાયો છે. જે અંતર્ગત રાજ્યના 111 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે 22 ડેમ 90%થી વધુ ભરાઇ ગયા છે. સદીમાં ચોથી વખત ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યથી 26.6% વધુ વરસા પડ્યો છે. આ અગાઉ 1926, 1933 અને…

Read More