Author: Satya-Day

2 40

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની વર્તમાન સિઝનમાં 39.55 ઈંચ સાથે સરેરાશ 120.91% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને અનેક જિલ્લાઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં હાલ કોઇ નોંધપાત્ર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય નહીં હોવાથી આગામી દિવસોમાં વરસાદ ઓછો થતો જાય તેની પૂરી સંભાવના છે. ગુજરાતમાં 1990થી 2019 એમ 30 વર્ષમાં વરસાદની સરેરાશ 32.71 ઈંચ છે અને તેની સામે 39.55 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. મંગળવારે ગાંધીનગર ખાતે વેધર વોચ ગૂ્રપનો વેબિનાર યોજાયો હતો. જેમાં હવામાન વિભાગે એવી શક્યતા દર્શાવી છે કે હાલમાં કોઇ નોંધપાત્ર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય નહીં હોવાથી ગુજરાતમાં વરસાદ ઓછો થઇ શકે છે. આગામી 4…

Read More
Ambaji Temple Sandesh

બુધવારે ભાદરવા સુદ પૂર્ણિમા અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ છે. હવે 3 સપ્ટેમ્બરથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી મંદિરે એક યાદીમાં જણાવ્યું કે, ‘દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોરોના વાયરસથી જનજીવનનું રક્ષણ થાય તેવા આશયથી ચાચર ચોકમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞા યોજાઇ રહ્યો છે. મંગળવારે છઠ્ઠા દિવસે માતાજીના લલીતાસહસ્ત્રનું પઠન-અર્ચન-હોમ કરાયા હતા. ચંડીપાઠમાં બ્રાહ્મણો દ્વારા માતાજીના મંદિરમાં બેસી 1 હજારથી વધુ પાઠ કરાયા હતા. સંપૂર્ણ યજ્ઞાની પ્રાપ્તિ થાય માટે આ…

Read More
640px the petronas twin towers in kuala lumpur malaysia

ભારતમાં  રોગચાળાનો સામનો કરી રહેલા ભારતીયો માટે હવે મલેશિયાથી ખરાબ સમાચાર આવ્યા છે, અહીંની સરકારે દેશમાં ભારતીયોનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જો કે આ પ્રતિબંધ ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સનાં નાગરિકો પર પણ લાગુ પડશે. અત્રે ઉલ્લેખનિય છે કે મલેશિયાની સરકારનાં આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત લાંબા ગાળાના પાસ ધારકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસી નાગરીકો થવાના છે. તે સાથે જ સ્થાનિક નાગરિકો પણ તેનાથી અસર થશે, આ પ્રતિબંધ ક્યાં સુધી લાગુ રહેશે તે અંગે કોઇ માહિતી બહાર આવી નથી, ઉલ્લેખનિય છે કે, માર્ચથી જ મલેશિયામાં તમામ વિદેશી પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવેલો છે. મલેશિયાના પ્રધાનમંત્રી મોહિઉદ્દીન યાસીને ગત શુક્રવારે એક ભાષણમાં…

Read More
modi rahul

રાહુલ ગાંધીએ પોતાના નવા ટ્વિટરમાં લખ્યું છે કે મોદી સરકાર ભારતના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે. અહંકારના કારણે તે JEE-NEETના ઉમેદવારોની વિસ્તાવિક ચિંતાની સાથે એસએસસી અને અન્ય પરીક્ષાની માંગણી કરનારને નજર અંદાજ કરી રહ્યા છે. નોકરી આપો, ખાલી નારા ના લગાવો. ઉલ્લેખનિય છે કે વિપક્ષો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોવિડ-19 ના ફેલાવા અને કેટલાક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિને કારણે સરકારે જેઇઇ મેન્સ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું આયોજન મોકૂફ રાખવા માંગ કરી રહ્યા હતા. જો કે, સરકારે પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું, જે પછી જેઇઇ મેન્સની પરીક્ષા મંગળવારથી શરૂ થઈ. આ પહેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ જીડીપી વિકાસ દર (GDP Growth…

Read More
gutka ban 1571549405 725x725 1585797910

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલ કેસને લઈ સરકારની ચિંતામાં હાલ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વરાછા અને કતારગામ ઝોનમાં કોરોના ચેપને નિયંત્રણમાં લેવા માટે પાનના ગલ્લાઓ પર ફરી એક વખત તવાઇ આવી છે. આ બે ઝોનમાં પાનના ગલ્લાઓ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે. પાનના ગલ્લાઓ પર મોડી રાત સુધી લોકોની ભીડ થતી હોવાની ફરિયાદ બાદ ગલ્લાઓ બંધ કરાવવા તાકીદ કરવામાં આવી છે. સુરત શહેરના વરાછા અને કતારગામા ઝોનમાં બહારથી આવતા લોકોની અવરજવર પર હાલ પાલિકાઓ દ્વારા સખત તકેદારી રાખવા માટે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે, છેલ્લા બે દિવસથી લારીઓ પર ભાર ભીડ એકઠી થતી હોવાના કારણે…

Read More
0unlock 204 1

રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. રાજ્યના ગૃહપ્રધાનના જાહેરનામા મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે નીચે પ્રમાણેની છૂટછાટ અપાઈ છે. રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે  સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ, ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે.  ઓનલાઇન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ યથાવત રહેશે. 7મી સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો રેલ સેવા શરૂ થશે. ઓટો રિક્ષામાં માત્ર બે પેસેન્જર મુસાફરી કરી શકશે. કેબ-ટેક્સીમાં બે મુસાફર પ્રવાસ કરી શકશે, જો સીટિંગ કેપેસિટી 6 કે તેથી વધુ હશે તો ડ્રાઈવર સહિત અન્ય ત્રણ મુસાફરી કરી શકશે. હવે પબ્લિક ગાર્ડન…

Read More
Surat

કોવિડ-19 કોરોના સંક્રમણને લીધે સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાએ સુરત એરપોર્ટથી બંધ કરેલુ એર ઓપરેશન 7 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ એર ઇન્ડિયા સુરતથી દિલ્હીની બે ફ્લાઇટ, સુરતથી ભુવનેશ્વર સપ્તાહમાં બે દિવસ અને સુરતથી મુંબઇની સપ્તાહમા ત્રણ દિવસની ફ્લાઇટ ઓપરેટ કરતી હતી. પરંતુ હવે 7 સપ્ટેમ્બરથી સુરતથી દિલ્લી, કોલકાતા, ભુવનેશ્વર, ગોવા અને હૈદ્રાબાદની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે આ સેવા માટે એર ઇન્ડિયા બે વિમાન કાર્યરત કરવાનું હોવાથી દિલ્હી-સુરત, સુરત-કોલકાતા, સુરત-ભુવનેશ્વરની પ્રથમ ફ્લાઇટ સોમવારે અને બુધવારે ચાલશે, જ્યારે દિલ્હી-સુરત, સુરત-ગોવા, સુરત-હૈદ્રાબાદની બીજી ફ્લાઇટ માત્ર રવિવારે ઓપરેટ થશે. એટલે કે એરઇન્ડિયાએ ગોવા, હૈદ્રાબાદ, કોલકાતાના નવા ડેસ્ટિનેશન આપવાની…

Read More
vnsgu 5068475 835x547 m

સુરત : કોરોનાના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થી સંગઠનોના પરીક્ષા ન લેવાના વિરોધ પ્રદર્શન બાદ પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી તમામ ફેકલ્ટીના અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના અંતિમ વર્ષના 60 હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસ અને ગણેશ ચતુર્થીની ઉજવણી બાદ નર્મદ યુનિવર્સિટીમાં યોજાનારી પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે તો તેમાં નવાઈ નહીં. કોરોના મહામારીના કારણે છેલ્લા ચાર મહીનાથી વિદ્યાર્થીઓ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, જે મુજબ હવે અંડર ગ્રેજ્યુએટના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા 10 સપ્ટેમ્બરથી જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટના બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા આજથી શરૂ થશે. ઓફલાઈન પરીક્ષામાં…

Read More
uber and ola drivers go on strike in delhi ncr

Delhi-NCRના લોકોને આજે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓલા અને ઉબર કેબ (OLA-UBER Cab)સર્વિસના બે લાખ ડ્રાઈવર આજે પોતાની વિવિધ માંગોને લઈને હડતાલ કરવા પર ઉભા થયા છે. જણાવી દઈએ કે, આજે દિલ્હીમાં 18 પરીક્ષા કેન્દ્રો પર JEEની પરીક્ષા થઇ રહી છે અને દિલ્હીમાં હાલ પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ છે. કોરોના સંક્રમણને લઇને જારી લોકડાઉનના કારણે મેટ્રો પણ બંધ છે અને બસ પણ ઓછી ચાલી રહી છે. એવામાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ-19 મહામારીના પગલે લોન જમા કરવાની સમય મર્યાદામા વધારો અને ભાડામાં વધારાની માંગને લઈને આજે કેબ ડ્રાઈવર હડતાલ…

Read More
2 1

ભારત-ચીન (India-China) વચ્ચે વિવાદ હજુ સુધી શાંત થયો નથી એનું કારણ માત્ર ચીન છે કારણ કે ભારતે ચીનને શાંતિ સ્થાપવા માટે પણ ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ ચીન પોતાની ચાલથી ભારતને યુદ્ધ માટે ઉશ્કેરવાનાં ભરપુર પ્રયાસો કરી રહ્યુ છે. ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તેની નકારાત્મક કાર્યવાહીને અટકાવી રહ્યું નથી. પૂર્વી લદ્દાખ ક્ષેત્રના પેંગોંગ તળાવ નજીક સોમવારે ચીની સૈનિકોએ ફરી વાર ઘૂસણખોરીનાં પ્રયાસો કર્યા હતા. જો કે, ભારતીય સૈન્ય (Indian Army)એ ચીની સૈનિકોની આ ચાલને અસફળ બનાવી હતી. મળેલ માહિતી અનુસાર, વાસ્તવિક નિયંત્રણ રેખા પર તનાવપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતીય સૈન્યની બટાલિયન ઉત્તરાખંડથી પેંગોંગ તળાવ (Pangong Lake)ની દક્ષિણ કાંઠે તૈનાત…

Read More