Author: Satya-Day

election commission 875

ગુજરાતમાં પહેલાથી વિધાનસભાની પેટા ચૂંટણી વિલંબમાં પડી છે, હવે ખાલી પડેલી આઠેય બેઠક ઉપર ઓક્ટોમ્બર સુધીમાં નવી માર્ગદર્શિકાના અમલ સાથે પેટા ચૂંટણી યોજાઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ પૈકી લીમડી, ગઢડા, અબડાસા, ડાંગ અને ધારી એમ પાંચ બેઠકો ઉપર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ નિયત થયેલી છ મહિનાની મુદ્દતની ગણતરીએ મોડામાં મોડા ૧૫ સપ્ટેમ્બર પહેલા નવા જનપ્રતિનિધિ (ધારાસભ્ય)નું ચૂંટાવું અનિવાર્યુ છે. જો કે, કોરોનાને કારણે આ સમયાવધિમાં ચૂંટણી શક્ય નહોતી. આથી ગુજરાતમાં પહેલાથી ઘોંચમાં પડેલી પેટા ચૂંટણીઓ હવે બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સાથે ઓક્ટોબરમાં યોજાય તો નવાઈ નહી. સચિવાલય સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારી અને ય્છડ્ઢમાંથી મળતી વિગતો મુજબ કરજણ, કપરાડા…

Read More
1 53

ગુજરાત પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમના પગલે હજુયે આગામી તા.24મી સુધી ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે શુક્રવારે ગાંધીનગરમાં સવારે ભારે વરસાદની સાથે વીજળીના કડાકા – ભડાકા થયા હતા, જેના પગલે ગાંધીનગરના શહેરીજનો રીતસરના ગભરાઈ ગયા હતા. આકાશમાં મિસાઈલ પડતી હોય તે રીતે વીજળીના કડાકા સંભળાતા હતા. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે એવી ચેતવણી આપવામાં આવી હતી કે આગામી 24 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ થશે. જેમાં એક બીજી લો પ્રેશર સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ પર રહેલી છે, જે ગુજરાત તરફ સરકીને ભારે વરસાદ આપશે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની…

Read More
Coronavirus EPS 12

ભારતની કોવિડ-19ની સંખ્યા ઝડપથી વધીને 29 લાખને પાર ગઈ હતી જ્યારે એક દિવસ પહેલાં જ તેણે 28 લાખનો આંકડો પાર કર્યો હતો. દેશમાં એક દિવસમાં 68,898 પૉઝિટિવ કેસ નોંધાયા હતા. સાજા થનાર દર્દીઓની સંખ્યા 21,58,946 થઈ હતી જેના પગલે સાજા થવાનો દર 74 ટકાથી વધુ થયો હતો, એમ આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જારી કરેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. દેશમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 29,05,823 થઈ હતી જ્યારે એક દિવસમાં 983 દર્દીઓનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 54,849 થયો હતો, એમ મંત્રાલયે સવારે 8 વાગે જારી કરેલા આંકડાઓથી જાણવા મળ્યું હતું. આંકડાઓ મુજબ, કેસ મૃત્યુદર ઘટીને 1.89 ટકા થયો હતો…

Read More
Untitled 3 1

અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાક દિવસથી ભભૂકી રહેલી જંગલો અને ઝાડીઓની આગે હવે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને સાઠ હજાર કરતા વધુ લોકોને પોતાના ઘરો છોડીને સલામત સ્થળે ભાગી છૂટવાની ફરજ પડી છે. કેલિફોર્નિયાની વાઇન કાઉન્ટિમાં તો બુધવારથી આજ સુધીમાં આ આગનો ફેલાવો બમણા જેટલો થઇ ગયો છે અને ૧૩૧૦૦૦ એકર જેટલા વિસ્તારમાં આ આગ ફેલાઇ ગઇ છે. કેલિફોર્નિયામાં હાલ લગભગ ૨૬ જેટલી મોટી જંગલી આગ ભડકી રહી છે અને ૬૨૦૦૦ જેટલા લોકોએ તેમના ઘર છોડીને ભાગી છૂટવું પડ્યું છે અને એવો ભય છે કે હજી વધુ એક લાખ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવું પડશે.…

Read More
DSC 2172 1140x620 1

કોરોનાના કાળ વચ્ચે શનિવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે સુરતમાં ગલીએ ગલીએ ધામધુમ પુવર્ક ગણેશ મહોત્સવ ઉજવાતો તહેવાર છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે સાદાઈથી ગણેશ ઉત્સવ ઉજવવા માટે સરકાર દ્વારા અપીલ કરાઈ છે. તેમજ પોતાના ઘરમાં બાપ્પાની સ્થાપના કરવાનું કહેવામાં આવ્યું છે અને ઘરે જ ગણેશજીનું વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું છે. તેથી અતિ લોકપ્રિય અને મુંબઇ બાદ દેશમાં જયા સૌથી વધુ ધામધુમથી ગણેશ ઉત્સવ ઉજવાય છે તે સુરતમાં મોટા ઝાકઝમાળ કે પંડાળો જોવા મળશે નહી. સુરતમાં આ વખતે સાર્વજનિક ગણેશોત્સવ નહીં હોય. જેને કારણે મંડપોની ઝાકમઝોળ અને ડીજેનો અવાજ આ વખતે જોવા નહીં…

Read More
3 37

દર વર્ષે સુરત શહેરમાં (Surat City) ગણશે ઉત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે ગણેશ ઉત્સવ સાર્વજનિક રૂપથી શહેરમાં મનાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. એટલુંજ નહીં સોશ્યલ ડિસ્ટન્સિંગ (Social Distancing) સાથે ઘરમાં જ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની સાથે સાદગી પૂર્વક આ તહેવાર ઉજવવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યારે 2 ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતી પ્રતિમાઓ વેચવા અને સ્થાપના કરવા બાબતે પણ પોલીસ કડક વલણ અપનાવી રહી છે. જેને પગલે શુક્રવારે ખટોદરા પો.સ્ટે. વિસ્તારમાં યુનીક ચાર રસ્તા થી મજુરાગેટ સુધી ગણેશજી ની પ્રતિમા વેચનારને ત્યાં ચેકિંગ હાથ ઘરવામાં આવી હતી. અહીં ર ફુટથી ઉંચી અને…

Read More
Rain08

વલસાડ જિલ્લા (Valsad District) સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ સક્રીય થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ, નવસારી, વલસાડમાં 4 ઈંચથી વધુ વરસાદ (Rain) નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. વલસાડ જીલ્લા સહિત સંઘપ્રદેશમાં વરસી રહેલી વરસાદની હેલીએ જન જીવનને પ્રભાવિત કરી દીધું છે. વલસાડ જિલ્લામાં છેલા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં (Umargam Talika) 8 ઈંચ અને વલસાડમાં 5 ઈંચ ખાબક્યો હતો. ઉપરાંત વાપી-પારડીમાં 4-4 તેમજ ધરમપુરમાં અઢી અને કપરાડામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સાડા પાંચ ઈંચ…

Read More
Navratri

આ વર્ષે કોરોના (Corona) ની પરિસ્થિતિમાં ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી (Gandhinagar Cultural Forum’s Navratri) નહીં યોજાય. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી ટોચ અગ્રતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ છેલ્લા 25 વર્ષોથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે. આઠમની મહાઆરતી અને પરંપરાગત શાસ્ત્રીય ગરબા ગાનને કારણે કલ્ચરલ ફોરમના ગરબા ગુજરાતમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતુ આ વર્ષે કોરોનાની…

Read More
1 53

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદની આગાહીને પગલે ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડવામાં આવ્યો હતો. જોકે વરસાદનું જોર ઘટતા ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડીને સાંજે 1.49 લાખ ક્યુસેક કરાયું હતું.મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે ઉકાઈ ડેમમાંથી ગઈકાલે 1.76 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલું કરાયું હતું. ડેમનું રૂલ લેવલ 335 ફુટ હોવાથી સપાટી રૂલ લેવલથી માત્ર પોણા ફુટ દૂર હતી. ડેમના સત્તાધિશોએ આયોજન પૂર્વક ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અગાઉથી પાણીનો મોટો જથ્થો છોડવાનું શરૂ કર્યુ હતું. જેને પગલે ગઈકાલે પોણા બે લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. વિતેલા ચોવીસ કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે. જેને પગલે…

Read More
river

હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ સર્વે 2020નો રિપોર્ટ આવ્યો હતો. જેમાં ગુજરાતનાં 4 શહેરોનો સમાવેશ થાય છે તેમ છતાં ગુજરાતમાં સાબરમતી અને તાપી બંને નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અક્ષમ્ય વિલંબ માટે કેન્દ્ર સરકારે રૂપાણી સરકારની ઝાટકણી કાઢી છે. નદીઓને શુદ્ધ કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પૈસા ફાળવ્યાં હતાં પરંતુ સરકારે હજુ કામ પૂર્ણ કર્યું ન હોવાંને કારણે બેદરકારી બદલ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ફિટકાર લગાવતો પત્ર લખ્યો છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત કરવા 2014માં 444 કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું. જેને લીધે આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત કરવાનો…

Read More