Author: Satya-Day

RAIN GUJARAT

આગામી સમયમાં અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્ય ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આજથી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નદીઓના જળસ્તર વધવાથી શકયતા છે, જેને કારણે નદીમાં પૂરની સ્થિતિની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર સર્જાતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ઊંઝામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. તો ભારે વરસદાને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.…

Read More
valsad

જેઈઈ મેઇન પરીક્ષા 1-6 સપ્ટેમ્બરે તથા નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવાશે તથા લગભગ 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે. એડવાઇઝરી અનુસાર આખી પરીક્ષાને ટચ ફ્રી કરી દેવામાં આવી છે. સાથે સાથે ઉમેદવારોને રિપોર્ટિંગ માટે ટાઇમ સ્લોટ પણ આપવામાં આવશે અને તમામ સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓના તાપમાનની પણ ચકાસણી કરવામાં આવશે. આ દરમિયાન જો કોઈ વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો દેખાશે તો તેમને આઇસોલેશન રૂમમાં બેસાડીને પરીક્ષા લેવાશે. પરીક્ષા કેન્દ્રમાં એક પછી એક વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે જોકે તે પહેલાં વિદ્યાર્થીઓએ તેમના એડમિટ કાર્ડ, સરકારી ફોટો ઓળખપત્ર દેખાડવા પડશે. 15થી 20 મિનિટમાં આ આખી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. ત્યાર બાદ ફરી વાર…

Read More
1 41

શહેર અને જિલ્લામાં (Surat City And District) વરસાદ ધીમો પડતા શહેરમાંથી પસાર થતી ખાડીઓની સપાટીમાં ઘટાડો નોધાતા પાંડેસરા અને લીંબાયત વિસ્તારોમાં ખાડીપૂરના (Khadi Flood) કારણે ભરાયેલા પાણી ઓસરી ગયા હતા. હાલમાં પૂરગસ્ત વિસ્તારોમાંથી પૂરનું સંકટ ટળી ગયું છે. શુકવારે મોડી રાત્રિથી ખાડીઓનું જળસ્તર (Khadi Level) નીચું જતા પૂરના પાણી ઓસરવાનું (Decreased Level) શરૂ થયું હતું. પૂરના સંકટમાંથી મુકત થયેલા લોકોએ રાહતનો દમ લીધો હતો. અને સાફ સફાઇ શરૂ કરી હતી. શહેરમાંથી પસાર થતી ખાડીની સપાટીમાં ઘટાડો થયો હતો. શનિવારે સાંજે આઠ કલાકે કાકરા ખાડીની સપાટીમાં 55 સેન્ટીમીટરનો ઘટાડો, ભેદવાડ ખાડીની સપાટીમાં 70 સેન્ટીમીટરનો ઘટાડો, મીઠીખાડીની સપાટીમાં 60 સેન્ટીમીટરનો ઘટાડો, ભાઠેના…

Read More
International Business Center Piplod Surat. 1140x620 1

શહેરમાં કોરોનાનો આંક ધીમી ગતિએ વધી રહ્યો છે. ઓગસ્ટ માસમાં કોરોનાના કેસ ઓછા થયા છે. સાથે જ મૃત્યુદર પણ ઘટી રહ્યો છે. શનિવારે શહેરમાં વધુ 166 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને કુલ આંક 14, 934 પર પહોંચ્યો હતો. જ્યારે વધુ 3 મોત સાથે કુલ મૃત્યુઆંક 593 પર પહોંચ્યો છે. શનિવારે શહેરમાં વધુ 183 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,505 દર્દીઓ સાજા થયા છે. શનિવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સેન્ટ્રલ ઝોનમાં 16, વરાછા-એ ઝોનમાં 11, વરાછા-બી ઝોનમાં 9, રાંદેર ઝોનમાં 33, કતારગામમ ઝોનમાં 22, લિંબાયત ઝોનમાં 14, ઉધનામાં 31 તેમજ અઠવા ઝોનમાં વધુ 30 કેસનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લખનીય…

Read More
Gandhi Spectacles

મહાત્મા ગાંધીને ૧૯૦૦ના દાયકામાં ભેટમાં મળેલા અને તેમણે જે પહેર્યા પણ હોવાનું મનાય છે તે સોનાનો ઢોળ ચડાવેલા ચશ્મા ૨૬૦૦૦૦ પાઉન્ડની કિંમતે વેચાયા છે અને તેણે યુકેના હરાજીના તમામ વિક્રમો તોડી નાખ્યા છે. આ ચશ્મા ઇસ્ટ બ્રિસ્ટોલ ઓકશન્સ નામના હરાજી ગૃહ દ્વારા ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવ્યા હતા. હરાજીમાં મૂકવામાં આવ્યા ત્યારે એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે તેના ૧૦૦૦૦થી ૧૫૦૦૦ પાઉન્ડ ઉપજશે પણ અોનલાઇન બિડ્સ પર બોલીઓ બોલાતી જ ગઇ અને કિંમત વધતી જ ગઇ અને છેવટે આ ચશ્મા છ આંકડાની રકમમાં વેચાયા હતા. એક બિડરે આ ચશ્મા માટે ૨૬૦૦૦૦ પાઉન્ડ (લગભગ ૨પ૪૮૦૦૦૦ રૂપિયા)ની બોલી લગાવી હતી અને આ કિંમતે…

Read More
Sardar Sarovar Dam

નવસારી જિલ્લામાં (Navsari District) વરસાદનું જોર ધીમું પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો. જેના પગલે જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી (Rain) પાણી ભરાયા હતા. તો બીજી તરફ ગામડાઓમાં કેટલાક રસ્તાઓ ઉપર વધુ પાણી ભરાયા હોવાથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. હાલ પણ જોકે કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. પરંતુ વરસાદી પાણી ઓસરતાં જ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે. સાથે વરસાદી પાણીથી ખાડા ખાબોચિયાઓ ભરાયા છે.આ તરફ વલસાડ જિલ્લામાં (Valsad District) પણ વસાદનું જોર ઘટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં વાપી, પારડી, ધરમપુર અને કપરાડામાં 1 ઈંચ વરસ્યો હતો. જિલ્લામાં સતત વરસતા…

Read More
ukai dam759 1

ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં આજે સવારથી ફરી પાણીની આવકમાં મોટો વધારો થયો છે. મોડી સાંજે ઉકાઈ ડેમમાં 1.24 લાખ ક્યુસેક પાણીની આવકની સામે 1.24 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું હતું. હવામાન વિભાગે મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે ડેમમાંથી બે દિવસથી પાણીનો મોટો જથ્થો ઠલવાઈ રહ્યો છે. વિતેલા ચોવીસ કલાકમાં ઉપરવાસમાં આવેલા રેઈન ગેઝ સ્ટેશને ભારે વરસાદ (Rain) ખાબક્યો છે. જેને પગલે હથનુર ડેમમાંથી (Hathnur Dam) 94 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં આજે 1.24 લાખ…

Read More
3 39

શહેરમાં કોરોનાની ગતિ ધીમી (Slow) પડતા હવે કોરોના કેસનો આંક પણ ધીમો પડ્યો છે. શહેરમાં ઓગસ્ટ માસમાં કોરોનાના કેસ ઓછા થયા છે. સાથે જ મૃત્યુદર પણ ઘટી રહ્યો છે. શનિવારે શહેરમાં વધુ 166 પોઝિટિવ કેસ (Positive Case) નોંધાયા હતા. અને કુલ આંક 14, 934 પર પહોંચ્યો હતો. તેમજ વધુ 3 મોત સાથે કુલ મૃત્યુઆંક 593 પર પહોંચ્યો છે. તેમજ શનિવારે શહેરમાં વધુ 183 દર્દીઓ સાજા (Patien Recover) થયા હતા. અને અત્યારસુધીમાં કુલ 12,505 દર્દીઓ સાજા થયા છે. તેમજ શનિવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સેન્ટ્રલ ઝોનમાં 16, વરાછા-એ ઝોનમાં 11, વરાછા-બી ઝોનમાં 9, રાંદેર ઝોનમાં 33, કતારગામમ ઝોનમાં 22, લિંબાયત ઝોનમાં 14,…

Read More
4 19

શહેરમાં કોરોના કાબુમાં આવતા શહેરીજનોની (Citizens) સાથે સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે સુરતમાં રીકવરી રેટ પણ વધી રહ્યો છે. નવા પોઝિટીવ કેસની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા હવે વધવા લાગી છે. શુક્રવારે શહેરમાં વધુ 169 પોઝિટિવ કેસ નોંધાયા હતા તેની સામે શહેરમાં 340 દર્દીઓ સાજા થયા હતા. એક સર્વે પ્રમાણે કોરોનાના દર્દીઓની સંખ્યા પીક પર પહોંચ્યા બાદ જો રીકવરી રેટ 75 ટકા પર પહોંચે તો કોરોનાને નાથવામાં ઘણે અંશે સફળતા મળી શકે છે. જણાવી દઈએ કે દિલ્હીમાં દર્દીઓનો રિકવરી રેટ સૌથી વધુ 90.10 % છે. દિલ્હી બાદ તમિલનાડુમાં કોવિડ -19 દર્દીઓનો સ્વાસ્થ્ય દર 83.50 % , ગુજરાતમાં…

Read More
Hand Sanitizer 732x549 thumbnail

રાજયમાં અમદાવાદ અને સુરતમાં કોરોનાના દર્દીઓ માટે જીવન રક્ષક ઈન્જેકશન મનાતા ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર બનાવવાના કૌભાંડને પર્દાફાશ કર્યા બાદ હવે ફૂડ અેન્ડ ડ્રગ્સ તંત્રએ ઉત્તર ગુજરાતમાં પાલનપુર પાસેથી નકલી હેન્ડ સેનિટાઈઝર બનાવવાની ફેકટરી શોધી કાઢીને તેમાંથી અંદાજિત 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીના આધારે પાલનપુરના ગેટ વે પ્લાઝા પાછળ, ગઠામણ પાટીયા, હાઇવે રોડ, પાલનપુર ખાતે દરોડો પાડીને જીવન મંગલસિંહ પુરોહિતને ત્યાંથી જુદા જુદા પેકિંગ વાળા રીચ હેન્ડ હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી શુભ કેમિકલ્સ; કેર એન્ડ ક્યોર હેન્ડ સેનિટાઈઝર; સેફ હેન્ડ હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી ઇન્ડ. સેલ્ટોઝ ઇન્ડીયા; એફ એન્ડ ડી હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક…

Read More