Author: Satya-Day

Ambaji Temple Sandesh

આજથી અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આજથી અંબાજીમાં 4 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોના મહામારીના કારણે ભાદરવી મેળાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ભાઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવા માસના પ્રારંભથી પદયાત્રીઓનું શક્તિપીઠ અંબાજી ખાતે આગમન શરૂ થઇ જતું હોય છે. પરંતુ કોરોના મહામારીનું ગ્રહણ ચાલું વર્ષે દરેક તહેવારોમાં લાગી રહ્યું છે. કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે 24 ઓગસ્ટ સોમવારથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રહેશે. ભાદરવી મહામેળાનોને લઈને…

Read More
preg

દેશમાં કોરોના વાયરસનો (Coronavirus) સંક્રમણ જેટલી ગતિથી વધી રહ્યો છે એટલી જ ગતિથી તેમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ , કોરોનાનો (Corona) SARS-CoV-2 સંક્રમણ સગર્ભા સ્ત્રીઓ (Pregnant Women) માટે એક મોટા જોખમ જેવું છે. જણાવી દઈએ કે મુંબઈમાં (Mumbai) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોરોના સંક્રમણને કારણે એક મહિલાનો ત્રિમાસિકમાં ગર્ભપાત થઈ ચૂક્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસનો સંક્રમણ ગર્ભનાળ અને પ્લેસેન્ટા દ્વારા ગર્ભ સુધી પહોંચ્યો હતો. કાંદિવલીની ESIS (કર્મચારી રાજ્ય વીમા યોજના) હોસ્પિટલના સહયોગથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હેલ્થ (NIRRH) દ્વારા ગત અઠવાડિયે બહાર પાડવામાં આવેલ એક સંશોધનથી…

Read More
Arogya Setu App image

આરોગ્ય સેતુ એપ માં એક નવું ફિચર્સ ઉમેરવામાં આવ્યું છે. જેના થકી સંગઠનોને પોતાના કર્મચારીઓ તથા અન્ય યુઝર્સના સ્વાસ્થ્યની જાણકારી તેમની પ્રાઈવસીના ઉલ્લંઘન વિના મળી શકશે.  આરોગ્ય સેતુ એપ વિશ્વમાં આ પ્રકારની અત્યાર સુધીની સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ છે. હવે તેના યુઝર્સની સંખ્યા 15 કરોડના પાર પહોંચી ચૂકી છે. આ નવા ફિચર્સ ‘ઓપન API સર્વિસ’ થી લોકો, કંપનીઓ અને અર્થવ્યવસ્થાને સામાન્ય સ્થિતિમાં પરત ફરવામાં મદદ મળશે. આ નવું ફિચર્સ એડ કરવાનો હેતું COVID-19નો ભય અને જોખમ ઓછું કરવાનું છે. આ સેવાનો લાભ દેશના રજીસ્ટર્ડ એવા સંગઠનો અને કંપનીઓ લઈ શકશે, જેના કર્મચારીઓની સંખ્યા 50થી વધુ છે. એક નિવેદનમાં…

Read More
congress 5

 કોંગ્રેસમાં નેતૃત્વને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ કાર્ય સમિતિ ના કેટલાક સભ્યોએ આજે મળનારી બેઠકમાં રાહુલ ગાંધીને એક વખત ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ મૂકવા તૈયારી કરી લીધી છે આ સાથે જ કેટલાક નેતાઓએ આશા વ્યક્ત કરી છે કે, પાર્ટીની કમાન સંભાળવા માટે રાહુલ ગાંધી તૈયાર ના થાય તેવી સ્થિતિમાં પણ નેતૃત્વ અને સંગઠનને લઈને આગળની દિશા નક્કી કરવા માટે CWC સભ્યો વચ્ચે કોઈને કોઈ રોડમેપ પર સહમતી સધાઈ જ જશે. કોંગ્રેસ સુત્રોનું કહેવું છે કે, સોમવારે સવારે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી યોજાનારા આ CWC બેઠકમાં વરિષ્ઠ નેતાઓના પત્ર અને તેમના સૂચવવામાં આવેલ સૂચનોનો મુદ્દો હાવિ થઈ જવાની પ્રબળ…

Read More
17 12

પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે (C.R.Patil) છેલ્લા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર (Saurashtra)ના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવાસ કરીને પાર્ટીના કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ ઉપરાંત સમાજના વિવિધ જ્ઞાતિના આગેવાનો, વિવિધ મંદિરો અને આશ્રમોમાં જઈને દર્શન પણ કર્યા હતા. પાટીલે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી (Assembly elections)માં તમામ બેઠકો પર વિજય મેળવવાનો એજન્ડા સેટ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં 26માંથી 26 બેઠકો આપણને કાર્યકરોની શકિતમાંથી જ મળી છે, એટલે મને તમારી શકિતઓ શું છે ? તે ખબર છે, તેમણે આગામી દિવસોમાં કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયોનાં લાભો જનજન સુધી…

Read More
Rain08

 શહેરમાં સિઝનનો અત્યાર સુધીનો 30 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં રવિવારે સૌથી વધી 54 મિમી (2 ઈંચથી વધુ) વરસાદ ગોતા વોર્ડમાં પડ્યો છે. આ સિવાય રાણીપ અને ચાંદખેડામાં 50-50 મિમીથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે સરખેજમાં 46 મિમી, ઉસ્માનપુરામાં 41, દૂધેશ્વરમાં 40, દાણીલીમડામાં 40, બોડકદેવમાં 39, નરોડામાં 37, કોતરપુરમાં 34, મેમ્કોમાં 34 અને પાલડીમાં 34 સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અમદાવાદમાં રવિવાર સુધી સિઝનનો 767 મિલીમીટર (30 ઈંચથી વધુ) વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 870 મિલીમીટર વરસી ચૂક્યો છે. મધ્ય ઝોનમાં 798 મિલીમીટર, દક્ષિણમાં 776, પશ્ચિમમાં 768, પૂર્વમાં 768…

Read More
2 30 1

ઉકાઈ ડેમમાં  રવિવાર બપોર સુધી પાણીની આવક 2,25,000 હોવાથી સાંજે ૬ વાગ્યા સુધી ડેમમાંથી 1,15,000 સુધીની જાવક નોંધાઈ હતી. જો કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક 2,29,000 નોંધાતા મોડી રાત્રે જાવકમાં વધારો કરાયો હતો તંત્ર દ્વારા સપાટી જાળવી રાખવા માટે ઉકાઈ માંથી 1,29,834 પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપીમાં પાણીની આવક 2 લાખ ક્યૂસેક જેવી થવા પામી છે.  જેને કારણે તાપી નદી બંને કાંઠે ભરપૂર વહી રહી છે. તાપી નદીમાં પાણીની આવકમાં વધારો થતાં  નદીની આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે સુરતમાં વરસાદની જોરદાર બેટિંગને પગલે શનિવારે રોજ સવારે 6થી…

Read More
60315731 various of vegetables at the street market in mumbai india 1140x620 1

ભારે વરસાદને લીધે બટાકા, ડુંગળી અને લીલા શાકભાજીના ભાવોમાં અસહ્ય ઉછાળો આવતા ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયંુ છે. જમાલપુર માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઓછી છે.જેના લીધે છૂટક વેપારીઓ દ્વારા શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં બટાકા રૂ.૧૦ થી ૧૨ કિલો મળતા હતા તે વધી રૂ.૪૦ થી ૫૦ વેચાય છે. એ જ રીતે ડુંગળી રૂ. ૧૨ કિલો હતી તે વધીને રૂ. ૩૦ થઈ ગઈ છે. ફુલાવરનો એટલો બધો પાક થયો હતો ત્યારે પૂરતો ભાવ નહીં મળવાને લીધે ખેડૂતોએ રસ્તા ઉપર ફેંકી દીધી હતી. આ ફુલાવર સામાન્ય દિવસોમાં રૂ.૫ થી ૧૦ કિલો મળતો હતો. જે હાલમાં રૂ.…

Read More
34 4

દક્ષિણ ગુજરાતમાં રવિવારે કોરોના  નવા 302 કેસ નોંધાયા હતા. દક્ષિણ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 162 કેસ સુરત શહેર અને જિલ્લામાં 86 કેસ મળી આવ્યા હતા. જ્યારે નવસારીમાં 7, તાપીમાં 5, વલસાડમાં 6, દા.ન.હ.માં 20 અને દમણમાં 16 દર્દી દેખાયા હતા. ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં કોરોનાના 300થી વધુ કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં કોરોનાની ચપેટમાં આવેલા વધુ 3 દર્દી મોતને ભેટયાં હતાં. શહેરમાં સિવિલમાં દાખલ ગોડાદરાનો 62 વર્ષીય વૃદ્ધ, પાંડેસરાનો 63 વર્ષીય વૃદ્ધ અને ભટાર રોડના 92 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે સુરત જિલ્લામાં બારડોલી મોટાનો 63 વર્ષીય વૃદ્ધ અને માંડવીનો 79 વર્ષીય વૃદ્ધ કોરોનામાં મોતને ભેટયો હતો. આ…

Read More
Surat Desi Tamancha

સુરતમાં નવા આવેલા પોલીસ કમિશનર અજય કુમાર તોમરના કડક વલણને કારણે સુસ્ત થયેલીમાં અચાનક તેજી આવી ગઈ છે, , ત્યારે શહેર પોલીસની પીસીબી દ્વારા દેશી તમંચા બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, તો એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરતમાં વધેલા ક્રાઇમ રેટને અટકાવવા નવા પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે કરેલા આદેશને લાગલે શહેરના અલગ અલગ પોલીસ મથકોના અધિકારીઓની સાથે જ અલગ અલગ શાખાની પોલીસે છેલ્લા 15 દિવસથી દોડધામ શરૂ કરી છે. દરરોજ ગુનેગારોને પકડવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા ગુનેગારોને શોધી શોધીને જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે. ત્યારે…

Read More