Author: Satya-Day

corona 5 1024x683 1

નવસારી જિલ્લામાં (Navsari District) આજે વધુ 9 કેસો વધતા જિલ્લામાં કુલ કેસનો આંકડો 829 કેસો નોંધાયા છે. પરંતુ આજે વધુ બે ના મોત નીપજ્યા હતા.નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહયા છે. જોકે તેની સામે 800 થી વધુ સેમ્પલો (Sample) લેવામાં આવી રહયા છે. તેની સામે માત્ર 10 જ જેટલા જ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાઈ રહયા છે. આ બાબતે નવસારી જિલ્લા માટે ઘણી સારી છે. કારણ કે જેટલા સેમ્પલો લેવામાં આવી રહયા છે તેનો ૧ ટકા જેટલા જ પોઝીટીવ દર્દીઓ મળી રહયા છે. જેથી કોરોના કાબુમાં આવ્યો હોય તેમ લાગી રહયુ છે. મંગળવારે વધુ 976 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે. જેથી…

Read More
dadet green

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ની ઉજ્વળ ભવિષ્ય માટે અનેક કોલેજો ને સરકારી ગ્રાન્ટ આપવામાં આવે છે જેથી કરીને અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકે પરંતુ અમદાવાદ ના ખેડા પાસે આવેલી ડી.એ.પોલીટેક્નિક કોલેજ આ પ્રકાર ની સરકારી લાભો નો કથિત રીતે ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવતા ભારે ચકચાર મચી છે અને આ આખા કૌભાંડ માં કોલેજ ના ટ્રસ્ટી થી લઈ આચાર્ય સુધીની લોબી શંકા ના ઘેરા માં આવી ગઈ છે.  આખા ખેલ માં સરકારી ગ્રાન્ટ મેળવી લઈ ને વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે અને સરકાર સાથે પણ ચેડાં કર્યા હોવાની…

Read More
33 14

દેશમાં જેવી રીતે કોરોના કહેર (Corona Pendemic) વકર્યો છે તેને જોતા હાલ કોરોનાને નિયંત્રિત કરવું મુશ્કેલ દેખાઈ રહ્યુ છે. દેશમાં ગત 24 કલાકમાં કુલ 60975 કેસો નોંધાયા છે જ્યારે સર્વાધિક 66550 દર્દીઓ કોરોનાથી રિકવર (Patients recover from corona) થયા છે. ગત 24 કલાકમાં દેશમાં કુલ 848 દર્દીઓનાં મોત (Patients died) થયા હતા. દેશમાં કુલ કોરોના કેસો (Corona cases)નો આંકડો 31 લાખ 67 હજારથી ઉપર નોંંધાઈ ચૂક્યા છે જ્યારે 24 લાખ દર્દીઓ કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં કુલ 7 લાખથી વધુ કોરોનાનાં એક્ટિવ કેસો (Active cases) છે જ્યારે અત્યાર સુધી દેશમાં કુલ 58390 દર્દીઓનાં મોત થયા છે. દેશમાં કોરોના દર્દીઓનો…

Read More
rain11

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ તા. 25 ઓગસ્ટ-2020ની સવારે 6:00 કલાકની સ્થિતિએ છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 33 જિલ્લાનાં 242 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ (Gujarat Rains) વરસ્યો છે. જેમાં રાજ્યનાં 10 તાલુકાઓમાં ચાર ઈંચથી નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લાનાં અબડાસા તાલુકામાં 225 મીમી એટલે કે નવ ઈંચ અને રાજકોટનાં ગોંડલ તાલુકામાં 179 મીમી એટલે કે સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાણવડમાં 165 મીમી, લખપતમાં 160 મીમી, જામ જોધપુરમાં 135 મીમી, રાધનપુરમાં 115, સાંતલપુરમાં 114 મીમી, ટંકારામાં 104 મીમી, માંડવી (કચ્છ) માં 101 મીમી અને ધોરાજીમાં 100 મીમી સુધીનો વરસાદ (Gujarat Rains) વરસ્યો છે. રાજ્યનાં…

Read More
RBI

આજે એટલે કે મંગળવારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank Of India-RBI) એ બે તબક્કામાં 20,000 કરોડની મતાની સરકારી સિક્યોરિટીઝ (Government Securities) નું ઓપન માર્કેટ ઓપરેશન (Open Market Operation- OMO) કરવાની જાહેરાત કરી છે. વર્તમાન અને વિકસતી પ્રવાહિતા (liquidity) અને બજારની સ્થિતિની સમીક્ષા કરીને RBIએ ઓપન માર્કેટ ઓપરેશન (ઓએમઓ) હેઠળ સરકારી સિક્યોરિટીઝની એક સાથે રૂ. 10,000 કરોડના બે તબક્કાઓમાં હરાજી કરવાનું નક્કી કર્યુ છે. આ હરાજી 27 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરના રોજ ગોઠવાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ આ તારીખોએ સવારે 10 થી 11 દરમિયાન આરબીઆઈ કોર બેંકિંગ સોલ્યુશન ઇ-કુબેર સિસ્ટમ (E-Kuber System) પર…

Read More
Nizamuddin01

દિલ્હીની એક કોર્ટે સાકેત જિલ્લા કોર્ટમાં ટ્રાયલનો સામનો કરી રહેલા તબલીગ જમાતના આઠ લોકોને સોમવારે છોડી મૂક્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. કોર્ટે જે આઠ લોકોને નિર્દોષ સાબિત કર્યા છે તેમાંથી બે ઈન્ડોનેશિયા, એક કિર્ગિસ્તાન, બે થાઈલેન્ડ, એક નાઈજેરિયા, એક કઝાકિસ્તાન અને એક વ્યક્તિ જોર્ડનનો નાગરિક છે. માર્ચ મહિનામાં નિઝામુદ્દીન મરકઝમાંથી કોરોના વાયરસના કેસ સામે આવ્યા હતા. વિઝા શરતોના ઉલ્લંઘન કરવા અને મિશનરી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપ હેઠળ દિલ્હી પોલીસે 955 તબલીગ જમાતના લોકોની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. તેમાંથી કેટલાક લોકોએ અરજી દાખલ કરી હતી અને પોતાના દેશ પરત…

Read More
2 40

સુરત (Surat) સહિત સમગ્ર જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં વરસાદે ધૂંઆધાર બેટિંગ કરી હતી. જેમાં ઉમરપાડામાં સર્વાધિક પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે માંડવી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના (weather department) જણાવ્યા મુજબ, લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન રાજસ્થાન તરફ મુવ થઈ છે. જેને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હવે ઘટતું જશે. વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટાછવાયા વરસાદ નોંધાશે. આ સિવાય આગામી 26 તારીખે વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ તરફ જવાની સંભાવના છે. આ સિવાય હાલ બંગાળની ખાડી અને અરબ સાગરમાં અન્ય કોઈપણ સિસ્ટમ…

Read More
Narendra Modi Jagdish Chaudhary

પીએમ નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્રકમાં પ્રસ્તાવક રહેલા ડોમ રાજાનું આજે સવારે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. વારાણસીના 55 વર્ષના ડોમ રાજા સિગરાના એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સારવાર હેઠળ હતા. ડોમ રાજાના કુટુંબીજનોએ જણાવ્યું હતું કે આજે પરોઢિયે તેમની તબિયત વધુ બગડતાં અમે તરત તેમને એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં લઇ ગયા હતા. ત્યાં થોડીવાર પછી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જાંઘમાં થયેલા એક જખમના કારણે તેમની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. ડોમ રાજાના નિધનના સમાચાર મળતાં તરત લોકો ત્રિપુરા ઘાટ પર આવેલા ડોમ રાજાના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા હતા. કુટુંબીજનેાએ કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર મણીકર્ણિકા ઘાટ પર કરવામાં આવશે.…

Read More
saurashtra university university campus rajkot institutes 2w9edgs

જર્મન યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે એક ખાસ પ્રોગ્રામ અંતર્ગત એવા વિદ્યાર્થીઓને ગ્રાન્ટ અપાશે કે જે કંઈ જ નહીં કરે.  જર્મન યુનિવર્સિટી કંઈ ન કરવા માટે વિદ્યાર્થીઓને 1.4 લાખ રૂપિયાની સ્કોલરશીપ આપશે. આળસુ વિદ્યાર્થીઓને આળસ માટે અનોખી ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ માટે 15 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. આ સ્કોલરશીપ માટે અરજી કરનારે બે સવાલોના જવાબો આપવાના રહેશે. તમે કેમ કામ કરવા નથી માગતા? તમે જે કામ કરવા નથી માગતા એ ન કરવું કેમ જરૂરી છે? જે વિદ્યાર્થીઓ આ સવાલના સંતોષકારક જવાબ આપશે તેને 1.4 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે. આ અનોખી શિષ્યવૃત્તિ ડિઝાઈન કરનારા પ્રોફેસર ફ્રેડરિક વોન બોરિસે જણાવ્યું હતું…

Read More
covid vaccine 1140x620 1

પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII), ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત સંભવિત કોવિડ -19 વેક્સિન (Coronavirus Vaccine) ના બીજા તબક્કાનું હ્યુમન ક્લિનિકલ પરીક્ષણ મંગળવારે એટલે કે આજથી શરૂ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘કોવિશિલ્ડ’ ની સુરક્ષા અને રોગપ્રતિકારક શક્તિની તપાસ માટે પૂણે સ્થિત ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તંદુરસ્ત પુખ્ત વયના ભારતીયો પર નિયંત્રિત અભ્યાસ કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રેજેનિકા (AstraZeneca) માટે વિકસિત સંભવિત કોવિડ -19 વેક્સિનના ઉત્પાદનમાં એસઆઈઆઈ ભાગીદારી કરી રહ્યું છે. એસઆઈઆઈના સરકારી અને નિયમનકારી બાબતોના અધિક નિયામક પ્રકાશ કુમારસિંહે જણાવ્યું હતું કે, ‘અમને સેન્ટ્રલ ડ્રગ ધોરણો અને નિયંત્રણ…

Read More