Author: Satya-Day

made in china boycott 1

ચીની એપ્લિકેશન (Chinese Application)પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ભારત ફરીથી ચીનને (China) આર્થિક આંચકો આપવાની યોજના બનાવી રહ્યું છે. ભારત સરકારે હવે ચીનને આર્થિક ફટકો આપવા માટે ચાઇનાથી આયાત (Chinese Import) કરેલા રમકડા ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં 80 ટકા રમકડાં ચીનથી આયાત કરવામાં આવે છે. આંકડા મુજબ, ભારતમાં ચીનના રમકડા વ્યવસાય આશરે 2000 કરોડ રૂપિયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ચાઇનીઝ રમકડામાં (Chinese Toys) વપરાતા પ્લાસ્ટિક અને રંગો હાનિકારક હોય છે અને તે નાના બાળકોના સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય, ચાઇનીઝ રમકડામાં વપરાતા રસાયણો ખૂબ હાનિકારક હોય છે. ચીન…

Read More
International Business Center Piplod Surat. 1140x620 1

શહેરમાં હવે કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. તંત્રના અથાગ પ્રયત્નો બાદ અને શહેરીજનોના સહયોગને કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ નબળું પડ્યું છે. અને શહેરમાં રિકવરી રેટ વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા પોઝિટિવ કેસના આંક સામે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા લગભગ બમણી જેટલી નોંધાતી હતી. પરંતુ મંગળવારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં ખુબ જ ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે શહેરમાં 169 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે માત્ર 82 દર્દીઓ સાજા થયા હતા. શહેરમાં હાલમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15,424 પર પહોંચી છે. જ્યારે વધુ 3 મોત સાથે કુલ મૃત્યુઆંક 602 પર પહોંચ્યો છે. તેમજ મંગળવારે શહેરમાં વધુ…

Read More
bhc 1

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે ચૂકાદો આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિને બે પત્નીઓ હોય અને બંને તેના ધન ઉપર દાવો કરે છે તો માત્ર પહેલી જ પત્નીનો તેના ઉપર અધિકાર છે. પરંતુ બંને લગ્થી થયેલા બાળકોને તે ધન મળશે. ન્યાયમૂપ્તિ એસ. જે. કથાવાલા અને ન્યાયમૂર્તિ માધવ જમાદારની પીઠે આ મૌખિક ટીપ્પણી કરી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, હાઈકોર્ટની ઓરંગાબાદ પીઠે આ પ્રકારનો નિર્ણય પહેલા જ આપ્યો હતો બાદમાં તેણે આ ટીપ્પણી કરી હતી. ન્યાયમૂર્તિ કથાવાલાની અધ્યક્ષતાવાળી પીઠ મહારાષ્ટ્ર રેલ્વે પોલીસ દળના સહાયક ઉપનિરીક્ષક સુરેશ હાટનકરની બીજી પત્ની તરફથી કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરી રહી છે. હાટનકરની 30 મેના રોજ કોવિડ-19થી…

Read More
Unlock 3.0

આપણા દેશમાં કોરોનાવાયરસનો ફેલાવો અટકાવવા માટે ૨પમી માર્ચે દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું ત્યારબાદ આખા દેશમાં  લાંબા સમય સુધી લોકોની હરફર અને આર્થિક પ્રવૃતિઓ  ઘણે અંશે અટકી ગઇ હતી. જો કે પહેલી  જૂનથી દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી તે પછી આર્થિક  પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવી અને લોકોની હરફર પરના નિયંત્રણ પણ ધીમે ધીમે હળવા બનાવવામાં આવ્યા, પરંતુ તબક્કાવાર ત્રણ અનલોક અમલી બનાવવામાં આવ્યા પછી છેક અત્યારે કરવામાં આવેલા એકવિશ્લેષણમાં એવી માહિતી મળી છે કે નિયંત્રણો ઘણે અંશે ઉઠી ગયા હોવા છતાં હજી પણ લોકો  બહાર નીકળતા ડરી રહ્યા છે અને આના કારણે એવો સંકેત મળી રહ્યો છે કે અર્થતંત્રને સંપૂર્ણ બેઠું થતા હજી ઘણી વાર લાગી શકે…

Read More
ukaiii

ઉકાઈ઼ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ વરસવાની સાથે જ ઇનફલો પણ ઘટીને 64,000 કયુસેક થઇ ગયો હતો. આમ પરિસ્થિતિ થાળે પડતા જ શહેરીજનોમાંથી પૂરના હાઉ દૂર કરવા માટે સતાધીશોએ ઉકાઇ ડેમના દરવાજા ખોલીને 12 દિવસ, 295 કલાક એકધારુ પાણી છોડયા બાદ આજે સાંજે સાત વાગ્યાથી ડેમના તમામ દરવાજા બંધ કરીને ચાર હાઇડ્રોમાં 25,000 કયુસેક પાણી છોડી ડાઉન થયેલી સપાટી ઉપર લઇ જવાની શરૃઆત કરી છે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં સાગબારામાં ૩.૫ ઇંચ સિવાય બાકીના રેઇનગેજ સ્ટેશનમાં વરસાદે વિરામ લીધો હતો. તો હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દઇને ૪૯,૦૦૦ કયુસેક કરી દેવાયુ છે. આમ વરસાદની સ્થિતિ સામાન્ય થતા ઉકાઇ…

Read More
33 14

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના  પટ્ટાવાળાને ગઈકાલે કોરોના પોઝિટિવ આવતા આવતી કાલે ચેમ્બરના સ્ટાફના 45 જેટલા સભ્યના કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ચેમ્બરને સેનેટાઈઝ કરાવવામાં આવી છે. આ સાથે જ આગામી પાંચમી સપ્ટેમ્બરે યોજાનારી ગુજરાત ચેમ્બરની ચૂંટણી સામે પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે. તેમાં જો આવતીકાલના કોરોના ટેસ્ટમાં એકાદ બે વધુ પોઝિટિવ કેસ આવી જશે તો તેવા સંજોગોમાં ચેમ્બરના સત્તાવાળાઓને ચૂંટણી રદ કરવાની ફરજ પડી શકે છે. ચેમ્બરમાં પટાવાળાને કોરોના પોઝિટિવ આવતા ફેલાઈ ગયેલા ફફડાટને પરિણામે ચેમ્બરના હોદ્દેદારો ફરક્યા જ નહોતા. તમણે ઝૂમ પર જ મિટિંગ કરી હતી. બીજું, ગુજરાત ચેમ્બરમાં લોકલ એસોસિયેશનની કેટેગરીમાં ચૂંટણી લડી…

Read More
GUJARATRAIN

ગુજરાતમાં  ભારે વરસાદને પગલે છેલ્લા ૩ દિવસમાં ૩૦ વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં પાણીમાં ડૂબવાથી, ભારે વરસાદને કારણે મકાન પડી જવાથી, ભારે પવન-વરસાદને કારણે ઝાડ પડવાથી મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ પૈકી ૧૨ વ્યક્તિના મૃત્યુ છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ થયા છે. હવામાન વિભાગના મતે આગામી ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જોકે, તેની સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવા લાગશે. ગુજરાતમાં ૨૫ ઓગસ્ટની સવાર સુધી ૩૪.૯૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૦૬.૭૮% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા જારી કરાયેલી ૨૫ ઓગસ્ટના સવારે ૬ની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં…

Read More
3 53 1

લિંબાયત ખાતે આવેલી પંકજ હોસ્પિટલમાં (Pankaj Hospital) અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીની હોસ્પિટલના ડો.જીજાબરાવ પાટીલ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. લિંબાયત પોલીસે વિદ્યાર્થીનીની (Student) ફરિયાદના આધારે વધારે તપાસ હાથ ધરી છે.ડોક્ટરે તેણીને ઓપરેશન માટે ઓટી તૈયાર કરવાના બહાને બોલાવી હતી. તેણી ઓપરેશન થીયેટરમાં તૈયારી માટે ગઈ તે સમયે ડો.જીજાબરાવ પાટીલે પાછળ આવી પાછળથી પકડી પાડી ગળાના ભાગે કીસ કરી હતી. પછી કપાળના ભાગે તથા ગાલ ઉપર કીસ કરી હતી. ગભરાયેલી વિદ્યાર્થીએ અન્ય બહેનપણી અને માતા-પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ (Police complaint) દાખલ કરાવી છે. પોલીસે ડોક્ટરની મોડી સાંજે ધરપકડ કરી લીધી છે. લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાલ લિંબાયત ખાતે…

Read More
773997 rs 2000 new 1140x620 1

રૂપિયા ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટો ૨૦૧૯-૨૦ના વર્ષમાં છાપવામાં આવી ન હતી અને આટલા વર્ષ દરમ્યાન આ નોટોનું સર્ક્યુલેશન ઘટ્યું છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો વાર્ષિક અહેવાલ જણાવે છે. માર્ચ ૨૦૧૮ના અંતે રૂ. બે હજારની ૩૩૬૩૨ લાખ નોટો ચલણમાં ફરતી હતી તે માર્ચ-૨૦૧૯ના અંત સુધીમાં ઘટીને ૩૨૯૧૦ લાખ થઇ ગઇ હતી અને માર્ચ-૨૦૨૦ના અંત સુધીમાં તો ૨૭૩૯૮ લાખ થઇ ગઇ હતી એમ આરબીઆઇનો વાર્ષિક અહેવાલ જણાવે છે. ૨૦૦૦ રૂપિયાના ચલણ મૂલ્યની નોટોનું પ્રમાણ કુલ ચલણી નોટોમાં માર્ચ-૨૦૨૦ના અંતે ૨.૪ ટકા હતું જે માર્ચ-૨૦૧૯ના અંતે ૩ ટકા અને માર્ચ-૨૦૧૮ના અંતે ૩.૩ ટકા હતું. મૂલ્યની રીતે જોઇએ તો પણ દેશના કુલ ચલણમાં…

Read More
EXAM

સુરત : કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ લેવાયા બાદ આજે સુરતના  ધો. 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂરક પરીક્ષાના આજે સવારના સેશનમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 10-30 થી 2 કલાક દરમિયાન ગણિતનું અને બપોરના 3 થી 6-30 જીવ વિજ્ઞાનનું પેપર લેવાયું હતું. જ્યારે ધો. 10 માં 3 થી 6 વાગ્યા દરમિયાન ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર લેવાયું હતું. જો કે પૂરક પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ કરતા હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી નોંધાઈ છે. કોરોનાના ડરને કારણે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા આવવાનું ટાળ્યું હતું. કોરોનાના ભયને કારણે 50 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જ ન…

Read More