Author: Satya-Day

29 13

રાજ્યમાં આ વખતે બરાબર વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે અને વરસાદે પણ ધમાકેદાર બેટિંગ કરી છે. એવામાં ફરી વાર હવામાન વિભાગે 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત (North Gujarat) અને સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutch)ના કેટલાંક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે તેવી આગાહી કરી છે. વધુમાં હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ શક્યતા દર્શાવી છે. રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલ (Harshad R. Patel)ના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપ (Weather Watch Group)નો વેબ સેમિનાર આજે ગાંધીનગર ખાતેથી યોજાયો હતો. બેઠકમાં રાહત કમિશ્નર પટેલે જણાવ્યુ હતુ કે, મંગળવારે સવારે 6 થી બપોરના 2 સુધી 93…

Read More
4 28

વલસાડ જિલ્લામાં (Valsad District) હાલમાં કોરોના પર કાબૂ મેળવવામાં થોડા ઘણા અંશે સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. શરૂઆતના તબક્કે જિલ્લામાં કોઇ જ કેસ નહીં હતા. ત્યારબાદ ધીરે ધીરે કોરોનાએ જિલ્લામાં પગપેસારો કર્યો હતો. જિલ્લામાં હાલમાં 929 કેસ નોંધાયા છે. તેમ છતાં વલસાડ જિલ્લામાં કોરોના પર કાબૂ મેળવવા સફળતા મળી છે. આરોગ્ય વિભાગને (Health Department) જિલ્લામાં વાપી અને વલસાડ (Vapi-Valsad) વિસ્તાોરમાં વધુ કેસો જોવા મળ્યા હતાં. જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો અને નોકરી ધંધા શરૂ થતાં કેસો પણ વધતા ગયા હતાં. આ તબક્કે જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અર્પિત…

Read More
ha 01 1

સત્તાધારી પક્ષના વધુ એક MLAનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતનાં ધારાસભ્ય હર્ષ સંઘવી આ ઘાતક વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે, તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હર્ષ સંઘવી સુરતના મજૂરાથી છે ધારાસભ્ય, તેમણે ટ્વિટમાં અપીલ કરી છે કે મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય તેઓ ટેસ્ટ કરાવી લે, ઉલ્લેખનીય છે કે આ વાયરસની ઝપેટમાં સત્તાધારી પક્ષકે વિપક્ષ હોય રાજનેતા આવ્યા છે સંકજામાં.

Read More
3 39

કોરોનાવાયરસે તમારા ખિસ્સા પર કેટલી અસર નાંખી છે? બને શકે કે તેની તેમને ખબર ન હોય પણ એક અંદાજ અનુસાર આ રોગચાળાએ તમારા ખિસ્સા પર રૂ. 27 હજારની અસર પાડી છે. આ કોઇ અદ્ધરતાલ વાત નથી પણ દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. 17 ઓગસ્ટે એસબીઆઇનો એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે કોરોનાવાયરસને કારણે રાજ્ય સરકારોને રૂ. 38 લાખ કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. આ નુકસાન કેટલું વધુ છે તેને સમજવું હોય તો તેની નુકસાનીની રકમ તમામ રાજ્યોની કુલ જીડીપીના લગભગ 17 ટકા છે અને તેની અસર દરેકના ખિસ્સા પર પડશે એ…

Read More
Atal Rohtang Tunnel jpg

10 હજાર ફીટ પર સ્થિત વિશ્વની સૌથી લાંબી  ‘અટલ રોહતાંગ ટનલ.’ દેશમાં બનીને તૈયાર થઇ ગઇ છે. તેને બનાવવામાં 10 વર્ષ લાગી ગયા છે. પરંતુ હવે આનાથી લદ્દાખ વર્ષભર સંપૂર્ણ રીતે જોડાયેલું રહેશે. આ સાથે જ તેના કારણે મનાલીથી લેહની વચ્ચે અંદાજે 46 કિમીનું અંતર ઓછું થઇ ગયું છે. તેનું નામ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવેલ છે. સપ્ટેમ્બરમાં PM મોદી આ રોડ ટનલનું ઉદ્ઘાટન કરી શકે છે. 10,171 ફીટની ઊંચાઇએ બનેલી આ અટલ રોહતાંગ ટનલ ને રોહતાંગ નજીકથી જોડીને બનાવવામાં આવી છે. આ વિશ્વની સૌથી ઊંચી અને સૌથી લાંબી રોડ ટનલ છે. આ ટનલ અંદાજે 8.8…

Read More
20 15

નર્મદા જિલ્લા (Narmada District)ના ડેડીયાપાડા તાલુકા (Dediapada Taluka)ના કનબુડી ગામના એક ખેતરમાંથી 700 વર્ષ જુના 3 શિલાસ્તંભો મળી આવ્યા છે. પુરાતત્વ વિભાગ (Archeology Department)ને આ મામલે જાણ કરતા હવે પુરાતત્વ વિભાગ હવે તપાસ કરી સત્ય અને ઐતિહાસિક મહત્વ (Historical significance) ને વધુ ઉજાગર કરશે. આ ખેતર રાજ્યના પૂર્વ વનમંત્રી (Former Minister of Forests of the State)નું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતનો નર્મદા જિલ્લો (Narmada district) આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે. નર્મદા જિલ્લા (Narmada district) માં એવા ઘણા સ્થળો છે જે રાજા-રજવાડાઓ અને આદિવાસીઓની સંસ્કૃતિ (King-kingdoms and tribal culture)ના વર્ષો જૂનો ઇતિહાસની સાક્ષી પુરાવે છે. રાજપીપળામાં હાલમાં પણ ઘણી બધી…

Read More
IMG 20200826 WA0137

ગણેશચતુર્થીના અવસર પર દર વર્ષે ઝગમગતું સુરત આ વર્ષે ફીક્કુ પડી ગયું છે. સુરતીઓએ આ વર્ષે ઘરે જ ગણપતિની સ્થાપના કરી છે. ગણેશચર્તુર્થીના માહોલની વચ્ચે સુરતના પાલ વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઉપાધ્યાયે પોતાના ઘરે 650 થી વધારે ગણપતિની મૂર્તીઓ પ્રસ્થાપિત કરી છે. છેલ્લા 34 વર્ષથી ભેગી કરેલી આ તમામ મૂર્તીઓનું તેમણે હજી વિસર્જન કર્યું નથી. ભરતભાઈ પાસે ગણપતિની નાની મોટી મુર્તીઓનું ઉત્તમ કલેક્શન છે. જેમાં સૌથી નાની મુર્તી 1. 5 ગ્રામની અને સૌથી મોટી મુર્તી 37 કિલોની છે. ભરતભાઈ ઉપાધ્યાયે ગુજરાત મિત્ર સાથે પોતાના ગણપતિ કલેક્શન વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ કાનજી દેસાઈ સમાજ શિક્ષણ ભવનમાં સેક્રેટરી તરાકે ફરજ…

Read More
34 4

શહેર સાથે જિલ્લામાં પણ કોરોનાનો પ્રકોપ યથાવત રહ્યો છે. જિલ્લામાં નવા નોંધાયેલા 54 કેસ સાથે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 4233 નોંધાઈ છે. જિલ્લામાં નવા નોંદાયેલા બે મરણ સામે 82 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા અપાઈ છે. જિલ્લામાં નવા 196 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. હાલ જિલ્લામાં કુલ દાખલ દર્દીઓની સંખ્યા 643 પર પહોંચી છે. આજ રોજ નોંધાયેલા બે મ-ત્યુમાં પલસાણાના 68 વર્ષના પુરુષ અને કામરેજની 82 વર્ષની મહિલાનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. જિલ્લામાં નોંધાયેલા કેસ ચોર્યાસી -5 ઓલપાડ -7 કામરેજ -5 પલસાણા-8 બારડોલી -17 મહુવા -1 માંડવી -5 માંગરોળ -6

Read More
Donald TrumpCentral Forehead ContractionEmpathyEmotional ExpressionRapportLikabilityEmotional IntelligenceBody Language ExpertBody LanguageDr. Jack BrownNonverbalSpeakerKeynoteConsultantLos Angele

અમેરિકાએ પોતાના નાગરિકોને પોતાના નાગરિકોને ભારત ન આવવાની સલાહ આપી છે. અમેરિકાએ તેની પાછળનું કારણ ભારતમાં કોરોના સંકટ, ક્રાઈમ અને આતંકવાદને ગણાવ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ 4 નક્કી કર્યું છે કે જે સૌથી ખરાબ માનવામાં આવે છે. આ શ્રેણીમાં ભારતની સાથે યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદનું કેન્દ્ર પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને યમન સામેલ છે. અમેરિકાએ કહ્યું કે,ભારતમાં કોરના સંકટ છે. આ ઉપરાંત દેશમાં ગુનાઓ અને આતંકવાદની ઘટનાઓમાં તેજી આવી છે. એટલે અમેરિકી નાગરિક ભારતની યાત્રા ન કરે. અમેરિકાએ પોતાની એડવાઈઝરીમાં અન્ય કારણોમાં મહિલાઓની સામેના ગુનાઓ અને ઉગ્રવાદને પણ કારણ ગણાવ્યું છે.તો ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સંઘે (FAITH)…

Read More
2Pune ICMR approves Golwilka

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘણા એવા રાજ્યો છે જ્યાં સંક્રમણની સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. મંગળવારે દેશમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની કુલ સંખ્યા 32 લાખને પાર કરી ગઈ છે. તે જ સમયે, કોરોનાને કારણે 59 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતીય તબીબી સંશોધન (ICMR) ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે મંગળવારે કહ્યું કે, દેશમાં કોરોનાના ઝડપીથી વધવાના કેટલાક મોટા કારણો છે. તેમણે કહ્યું કે, કેટલાક બેજવાબદાર લોકો માસ્ક ન પહેરતા હોવા અને સોશિયલ ડિસ્ટનસિંગ ન રાખવાને કારણે ભારતમાં કોરોના વાયરસ મહામારી વધી રહી છે. ભાર્ગવે એમ પણ કહ્યું હતું કે આઇસીએમઆરએ બીજો રાષ્ટ્રીય સીરો સર્વે…

Read More