Author: Satya-Day

6610 air india new

આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Aviation Ministry) કોરોના રોગચાળા (Corona Crisis) વચ્ચે 78 નવા હવાઇ માર્ગો (air route) ને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. ‘ઉડાન’ (Udan Scheme) યોજનાનો આ ચોથો તબક્કો – ‘ઉડાન-4.0’ (Udan-4.0) (fourth phase) છે. દેશના દૂરના વિસ્તારો સાથે જોડાણ વધારવા માટે નવા રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે. તેમાં ઉત્તર પૂર્વના રાજયો અને પર્વતનો વિસ્તાર (north east states – hill stations) મુખ્ય રીતે શામેલ છે. ગુવાહાટીથી તેજુ, રૂપસી, તેજપુર, પેસીઘાટ, મીસા અને શિલોંગ જવાના માર્ગ સાથે ઉત્તર પૂર્વમાં કનેક્ટિવિટીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લોકો આ ઉડાન-4.0 રૂટ હેઠળ હિસારથી ચંદીગઢ, દહેરાદૂન અને ધર્મશાળા જવા માટે સમર્થ…

Read More
34 4

ગુજરાતમાં કોરોનાનો ચેપ દિવસે અને દિવસે વધતો જઈ રહ્યો છે. તો બીજી તરફ બહોળી માત્રામાં લોકો સાજા થઈને ઘરે પણ જઈ રહ્યા છે. હવે કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસમાં અચાનક વધારો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1190 પોઝિટિવ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને હવે 91,329એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 1193 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. એ સાથે જ રાજ્યમાંથી અત્યાર સુધીમાં ઘરે સાજા થઈને જનારાની સંખ્યા 73,501 થઈ ગઈ છે. તેમજ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક…

Read More
Pranab Mukherjee Sandesh

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વર્તમાન સમયમાં કોમામાં જતા રહ્યા છે. તેઓ સતત વેન્ટિલેટર સપોર્ટ પર છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલને મેડિકલ બુલેટીન જારી કરીને કહ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ છેલ્લા 16 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને બ્રેઈન સર્જરી બાદ ગંભીર સ્થિતિમાં છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં સંક્રમણ થઈ ગયુ છે. જેની સારવાર સતત કરવામાં આવી રહી છે. ત્યાં તેમની કિડનીની સ્થિતિ મંગળવારથી ઠીક નથી. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં સંક્રમણ થઈ ગયુ છે. જેની સારવાર સતત કરવામાં આવી રહી છે. તેમની હાલત…

Read More
ambaji temple

અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે તો બંધ કરી દેવામાં આવ્યા છે. અંબાજી મંદિર દ્રસ્ટ દ્વારા અગાઉ મંદિરના કપાટ 4 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ નિર્ણયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અંબાજી મંદિર 4 સપ્ટેમ્બર સુધી નહીં, પરંતુ 2 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ ચાલું થઈ જશે. ભાઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવા માસના પ્રારંભથી પદયાત્રીઓનું શક્તિપીઠ અંબાજી ખાતે આગમન શરૂ થઇ જતું હોય છે. પરંતુ કોરોના મહામારીનું ગ્રહણ ચાલું વર્ષે દરેક તહેવારોમાં લાગી રહ્યું છે. કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે 24…

Read More
modibirthday 1505586666

17 સપ્ટેમ્બર એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) જન્મદિવસ છે. આ વર્ષે પીએમ મોદી 70 વર્ષના થઈ જશે. તેથી ભાજપ (BJP) આ પ્રસંગને યાદગાર બનાવવા માંગે છે. આ વખતે પણ તેમનો જન્મદિવસ ‘સેવા દીવસ’ તરીકે ઉજવાશે. કોરોનાવાયરસના (Corona Virus) વધતા સંક્રમણને કારણે, તેમનો જન્મદિવસ સરળતા સાથે ઉજવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોઈ એવો કાર્યક્રમ યોજવામાં આવશે નહીં જ્યાં વધુ ભીડ હોય. તેમના જન્મદિવસ પર માસ્ક, સેનિટાઇઝર અને દવાઓનું વિતરણ કરવાની તૈયારીઓ ચાલુ છે. આ ઉપરાંત રક્તદાન શિબિર પણ યોજવામાં આવશે. 70 માં જન્મદિવસ પર 70 કાર્યક્રમો તાજેતરમાં જ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી માટે ભાજપ…

Read More
2 46 1

શહેરમાં રસ્તાઓમાં (Roads) વિવિધ જગ્યાઓ પર ખાડા પડી જતા સુરત મનપાના જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ રસ્તાઓની કામગીરી બાબતે અને ઝોનવાઈઝ તુટેલા રસ્તાઓની માહિતીનો રિપોર્ટ (Report) માંગ્યો છે.શહેરમાં અતિવરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે અને તેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી સુરત મનપાના (SMC) જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ રસ્તાઓનો ઝોનવાઈઝ રિપોર્ટ મંગાવ્યો છે. તેઓએ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન, આર.ડી.ડી. વિભાગ તથા તેને સંલગ્ન ઝોનવાઈઝ વિસ્તારોમાં કોરોનાનો કારણે સમયસર ન બનેલા રસ્તા તેમજ અતિભારે વરસાદના કારણે ટી.પી.રસ્તા તેમજ સોસાયટીના આંતરિક રસ્તાઓ કાર્પેટ, રી કાર્પેટ, સી.સી./પોલીમરીક સીમેન્ટ કોક્રીટ /માઈક્રો સરફેસી તથા વી.ડી.એસ. પદ્ધતિથી પી.સી.સી કરેલા રસ્તાઓ તુટ્યા…

Read More
1 2

મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે ચાલી રહેલા રસાકસી વચ્ચે મહારાષ્ટ્રનાં પરભણી (Parbhani)થી શિવસેના સાંસદ સંજય જાધવ (Sanjay Jadhav)એ લોકસભાની સદસ્યતાથી રાજીનામુ આપી દીધુ છે. પરભણી જિલ્લાનાં જિંતુર તાલુકા (Jintur taluka) નગરપાલિકામાં કોંગ્રેસની દખલગીરીનાં કારણે સંજય જાધવે રાજીનામુ આપ્યુ છે. સંજય જાધવે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને પત્ર લખીને જણાવ્યુ કે, હું શિવસેના કાર્યકર્તાઓ સાથે ન્યાય કરવામાં અસમર્થ છું. સંજય જાધવે જણાવ્યુ કે, પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે ન્યાય ન કરી શકવાના કારણે મને સાંસદ હોવાનો કોઈ અધિકાર નથી. હું ગત 10 મહિનાથી પરભણીનાં જિંતુર નગરપાલિકાનાં પ્રશાસક તરીકે મામલાને જોઈ રહ્યો છું. હવે એનસીપીનાં એક વ્યક્તિને ગેર-સરકારી…

Read More
Job Loss 1140x620 1

ગ્લોબલ પ્રોફેશનલ કંપની એસેન્ચરમાં દુનિયાભરના 5 લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. જો કે હવે આ કંપની સારૂ પ્રદર્શન ના કરનારા કર્મચારીઓની સંખ્યામાં ઓછામાં ઓછા 5 ટકાનો કાપ મૂકવા જઈ રહી છે. આ સાથે જ હજારો ભારતીયોને પણ આર્થિક મંદી વચ્ચે નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે. ઑસ્ટ્રેલિયન ફાઈનાન્સિયલ રિવ્યૂ (AFR)માં છપાયેલ એક રિપોટ્માં સૌથી પ્રથમ આ જાણકારી આપી છે. જેણે ઓગસ્ટના મધ્યમાં એસેન્ચરના CEO જૂલી સ્વીટ દ્વારા કરવામાં આવેલી એક ઈન્ટરનલ મિટિંગમાં આ જાણકારી આપી છે. ભારતમાં એસેન્ચરના લગભગ 2 લાખ કર્મચારીઓ છે. કંપનીના આ પગલાથી હજારો ભારતીય કર્મચારીઓ પણ પ્રભાવિત થઈ શકે છે. એસેન્ચરે જણાવ્યું કે, આ સમયે કંપની વધારાના…

Read More
ration card asmitanews

દેશના અલગ અલગ ભાગમાંથી રાશનકાર્ડ પર અનાજ ન મળવાની અથવા તો ઓછું મળવાની ફરિયાદો આવી રહી છે. રાશન ડીલર કાર્ડધારકોની સાથે તેમના કોટાનો ભાગ આપવામાં પણ આનાકાની કરે છે. આ સમસ્યાથી રાહત મેળવવા ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. ગ્રાહકો અહીં ફરિયાદ કરી શકે છે. જ્યારે ફરિયાદ મળશે ત્યારે તરત જ કાર્યવાહી કરાશે.કેન્દ્ર સરકારે લોકડાઉન પછી આત્મનિર્ભર ભારત અભિયાન યોજનાના આધારે પ્રવાસી શ્રમિકોને અનાજ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. આ સમયે એવી ફરિયાદ આવી છે જેમાં ડીલર દ્વારા ઓછું અનાજ અપાય છે. જો કોઈ રાશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજ મેળવવામાં તકલીફ પડી રહી છે તો તેઓ તેની…

Read More
Supreme Court 1

કોરોના મહામારી વચ્ચે લાંબા સમય સુધી કેન્દ્ર સરકારે કરેલા લોકડાઉનના પગલે કરોડો લોકોને આર્થિક ફટકો લાગ્યો છે જ્યારે બીજી તરફ કોરોનાના કેસોમાં બહુ જ મોટો ઉછાળો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લોકડાઉન અને તેની અસરો મુદ્દે ફટકાર લગાવી હતી. સાથે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે તમે પુરા ભારતને લોકડાઉન કરી દીધુ હતું હવે લોકોને તમે જ રાહત આપો. ઇએમઆઇ ભરવામાં તો કેન્દ્રએ વધુ સમય આપ્યો હતો પણ સાથે વ્યાજ વસુલી પણ જારી રાખી હતી તેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તમે રિઝર્બ બેંકની પાછળ ન છુપાઇ શકો,…

Read More