Author: Satya-Day

RAIN GUJARAT

બંગાળની ખાડીમાં ફરી લૉ પ્રેશર સર્જાતા  આગામી 3 દિવસ ભારે વરસાદની આ સ્થિતિ સર્જાઇ છે. ભારતીય હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં મોનસૂનની દિશા ઉત્તર- પશ્ચિમ તરફ વળી હોવાનું જણાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આગાહી મુજબ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત ,નવસારી અને વલસાડ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી વાતાવરણ જામેલું રહેશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચમાંથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ મુજબ શનિવારે સુરત, નવસારી, વલસાડ જ્યારે રવિવારે આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર ,બોટાદ,વડોદરા, ભરૂચ સુરત પોરબંદર…

Read More
covid vaccine 1140x620 1

સાર્સ-કોવી-2 વાયરસ જે કોવિડ-19 બીમારી માટે જવાબદાર છે તે માનવ શરીરમાં લગભગ સમસ્ત અંગો પર ખરાબ અસર નાંખી શકે છે, એમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના (એમ્સ) નિષ્ણાતોએ કહ્યું હતું અને કેસોને હળવા, મધ્યમ અને ગંભીર વર્ગોમાં વહેંચવાની પદ્ધતિ પર ફરીથી વિચાર કરવા પર ભાર આપ્યો હતો. ડૉ. રણદીપ ગુલેરિયા સહિત એમ્સના નિષ્ણાતોએ કોવિડ-19થી થતી વિવિધ શક્ય જટીલતાઓ પર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં સામેલ નિષ્ણાતોએ એવા વિવિધ કેસોને ટાંક્યા હતાજેમાં દર્દીઓને એસિમ્પ્ટોમેટિક ઠરાવવામાં આવ્યા હતા પણ બાદમાં તેમનામાં ફેંફસાથી અલગ ગંભીર જીવ માટે જોખમી જટીલતાઓ વિકસીત થઈ હતી જેમ કે હાર્ટ અટેક અને હાર્ટ બ્લોક. ડો. ગુલેરિયાએ કહ્યું…

Read More
tuberculosis Hv

ટીબી સાથે ગંભીર કોવિડ-19 બીમારીનું 2.1 ગણુ જોખમ જોડાયેલું છે, એમ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું અને ભલામણ કરી હતી કે જેમને હાલમાં જ ટીબીનું નિદાન થયું છે અથવા જેઓ વર્તમાનમાં તેની સારવાર લઈ રહ્યા છે તેમનો કોવિડ-19 માટે ટેસ્ટ થવો જોઈએ. સાથે જ જેમને કોરોના થયો છે એ તમામનો ટીબીનો ટેસ્ટ કરવો. વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે કોવિડ-19 દર્દીઓ પૈકી ટીબીનું પ્રચલન 0.37થી 4.47 ટકા છે, એમ મંત્રાલયે કહ્યું હતું અને ખાસ ધ્યાન અપાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં જાન્યુઆરીથી જૂન વચ્ચે ટીબીના દર્દીઓની નોંધણીમાં 26 ટકાનો ઘટાડો થયો હતો જેનું કારણ કોવિડ-19 બીમારી છે.મંત્રાલયે કહ્યું હતું અભ્યાસમાં જાણવા…

Read More
Funeral

ગરીબ, ખેતમજુર, આદિવાસી અને દલિત જેવા તમામ પરિવારોમાં કોઈ સભ્યનું મુર્ત્યું થયા બાદ કેટલીક વખત અંતિમ સંસ્કાર કરવા બાબતે વર્ગ વિગ્રહ અને ઘર્ષણની ઘટના બનતી હોય છે. સુરતમાં મૃતદેહના અંતિમ સંસ્કાર (Funeral) કરવા માટે ની સંપૂર્ણ જવાબદારી વિશ્વ હિન્દૂ પરિષદ (Surat VHP) દ્વારા લેવામાં આવી છે. હાલમાં જ સુરતના બારડોલી તાલુકાના એના ગામમાં આવી જ ઘટના બની હતી. જેમાં અંતિમ સંસ્કાર (Funeral) માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી આ પ્રકારનો વિવાદ બીજી વખત ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. હાલમાં જ સુરત જિલ્લાના એના ગામના હળપતિ સમાજના મોહનકુમાર રાઠોડનું મોત નીપજ્યું હતું . તેમની અંતિમ વિધિ (Funeral)કરવા…

Read More
4 28

કોરોનાના કેસ દેશમાં રેકોર્ડ બ્રેક સ્પીડે વધી રહ્યા છે, વધુ એકવાર એક જ દિવસમાં સર્વાધિક 77,266 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસનો આંકડો 33,87,500 થઇ ગયો છે. જ્યારે શુક્રવારે કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને 25,83948 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1057નાં મોત થવાની સાથે કુલ મરણાંક વધીને 61,529 થઇ ગયો છે એવું સવારે 8.00 વાગ્યે અપડેટ કરાયેલા ડેટામાં જણાવાયું છે.દેશમાં રિકવરી રેટ 76.28 પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુદર ઘટીને 1.82 ટકા થઇ ગયો છે. ડેટા અનુસાર દેશમાં હાલ કુલ 7,42,023 સક્રિય કેસ છે, જે દેશના કુલ કેસની સરખામણીએ 21.90 ટકા છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર 27 ઓગસ્ટ સુધીમાં…

Read More
Supreme Court

કોરોના મહામારી ચાલી રહી છે તેથી હાલ ચૂંટણી ન યોજવામાં આવે તેવી માગણી કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની શક્યતાઓ છે. સાથે કહ્યું છે કે કોરોના મહામારી કોઇ ચૂંટણીને અટકાવવાનું કારણ ન બની શકે. બિહારમાં બે મહિના પછી ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે. જેને લઇને ચૂંટણી પંચે કેટલીક ગાઇડલાઇન પણ જારી કરી દીધી છે. આ સિૃથતિ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં જે પીઆઇએલ દાખલ થઇ હતી તેની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચે હજુસુધી બિહારમાં ચૂંટણી યોજવા અંગે કોઇ જ જાહેર નામુ નથી બહાર પાડયું, એવામાં આટલા…

Read More
RAIN GUJARAT

ગુજરાત રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેથી રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે એટલે કે 30 તારીખે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ છે. તો 31 તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના ભાગરૂપે આજથી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.ગુજરાતમાં અત્યારસુધી મોસમનો ૧૦૦%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જોકે, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેની પૂરી સંભાવના છે.

Read More
5 27

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં (Sardar Sarovar) પાણીની આવકમાં વધારો થતાં ડેમમાંથી દોઢ થી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરાતા નર્મદામાં પુરની સ્થિતિ ઉભી થવાની સંભાવનાને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ નદી કિનારાના 17 જેટલા ગામોને એલર્ટ (Village Alert) કરાયા છે. જ્યારે જિલ્લાના ત્રણ તાલુકાના ૨૮ ગામોને એલર્ટ કરાયા માછીમારીને નદીમાં મચ્છીમારી કરવા ન જવા માટે પણ સૂચનાઓ અપાઈ છે.ભરૂચ ડિઝાસ્ટર વિભાગના (Bharuch Disaster Management Department) સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર 30 ઓગષ્ટ સુધીમાં જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી છે. સાથે જ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી (Narmada Dam) દોઢથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાની કવાયત હાથ ધરાવવાની છે.…

Read More
diamond 1

શહેરમાં (Surat City) હવે કોરોનાનું સંક્રમણ ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યું છે. પરંતુ શહેરમાં ફરીથી કોરોના બેકાબુ ના બને તે માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પણ શહેરમાં સઘન ચેકીંગ કરવામાંઆવી રહ્યું છે. કામકાજના સ્થળો પર એસ.ઓ.પી નું પાલન ન કરતા હોય તેવી સંસ્થાઓને બંધ પણ કરવામાં આવી રહી છે. સુરત મનપાના કતારગામ ઝોન વિસ્તારમાં વિવિધ ડાયમંડ યુનિટો (Diamond Unit) તેમજ દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નંદુ દોષીની વાડી પાસે એન.નરેશ એન્ડ કંપની ડાયમંડ યુનિટમાં કામ કરતા રત્નકલાકારોના રેપીડ એન્ટીજેન ટેસ્ટ કરતા 14 રત્નકલાકારો પોઝિટિવ આવતા સમગ્ર યુનિટ બંધ કરાવાયું હતું. શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મનપા દ્વારા…

Read More
e

અમેરિકાનું સૌથી જૂનો ડિપાર્ટમેન્ટ સ્ટોર લોર્ડ એન્ડ ટેલર કોરોના વાયરસ મહામારીના દબાણ હેઠળ પોતાના સમસ્ત સ્ટોર બંધ કરી દેશે, આમ 200 વર્ષથી ચાલી રહેલી ડિપાર્ટમેન્ટ સ્ટોરની ચેનનો અંત આવશે. કંપનીએ ગુરુવારે કહ્યું હતું કે તે પોતાના સમસ્ત 38 સ્ટોર પતાવટના વેચાણ માટે બંધ કરી દેશે, જો કે ગયા અઠવાડિયે કંપનીએ નિર્ણય લીધો હતો કે તે પોતાના 14 સ્ટોર્સને ખુલ્લા રાખશે. લોર્ડ એન્ડ ટેલર મેનહટ્ટનમાં 1824માં શરૂ કરાયો હતો તેને ગયા વર્ષે ફ્રાન્સની કંપની લે ટોટે ઈન્કને વેચવામાં આવ્યો હતો. આ મહિને બંનેએ વર્જીનિયામાં એક અદાલતમાં નાદારીથી સુરક્ષા માટે અરજી દાખલ કરી હતી.લે ટોટેના વલરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં કહ્યું હતું ‘અમે…

Read More