Author: Satya-Day

Screenshot 20200829 170916 01

ચીની વિદેશ મંત્ર્યાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી હતી કે તમે અમારી વી ચેટ એપ પર પ્રતિબંધ લાદશો તો ચીની પ્રજા આઇ ફોન અને એપલ વાપરવાનું બંધ કરી દેશે. છેલ્લા થોડા સમયથી અમેરિકા અને ચીન વચ્ચે સતત મૈં મૈં તૂ તૂ ચાલી રહ્યું હતું. અમેરિકાએ ગયા પખવાડ઼િયે ચીની એપ્સ બંધ કરવાની ધમકી ઉચ્ચારી હતી. ટીક ટૉક અંગે તો ટ્રમ્પે બે માસની મુદત સુદ્ધાં જાહેર કરી હતી. એક અમેરિકી કંપની ટીક ટૉક ખરીદી રહી હોવાના અહેવાલ પણ વહેતા થયા હતા. ભારતે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદ્યો એ પછી અમેરિકાએ પણ અમેરિકી એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.…

Read More
TAX

સરકારે કહ્યું કે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી ભરવામાં મોડું થશે તો 1 સપ્ટેમ્બરથી કુલ ટેક્સ પર વ્યાજ લાગશે. આ વર્ષની શરૂઆતમામં જીએસટી પેમેન્ટમાં મોડું થવાના કારણમે 46000 કરોડ રૂપિયાનું બાકી વ્યાજ વસૂલવાને લઈને ચિંતા સેવાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની 39મી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 2017થી કુલ કરના જીએસટી પેમેન્ટમાં મોડું થવા માટે વ્યાજ લેવાશે. મોંઘી થશે ફ્લાઈટ્સની મુસાફરી 1 સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સની મુસાફરી મોંઘી થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1 સપ્ટેમ્બરથી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રિય યાત્રીઓ માટે ઉચ્ચ વિમાન સુરક્ષા શુલ્ક લેવાનું નક્કી કર્યું છે. તેના કારણે હવે યાત્રીઓ પાસે 150ને બદલે 160 રૂપિયા લેવાશે. આંતરરાષ્ટ્રિય મુસાફરો પાસે 4.85…

Read More
27 13

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મન કી બાતને લઈને વડાપ્રધાન પર નિશાન તાક્યું છે. જેઈઈ-નીટ પરીક્ષા વિવાદને ટાંકીને રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થી વડાપ્રધાન પાસેથી ‘પરીક્ષા પર ચર્ચા’ની આશા કરી રહ્યા હતા. જો કે વડાપ્રધાન મોદી ‘રમકડા પર ચર્ચા’ કરી રહ્યા છે. સપ્ટેમ્બર માસમાં જેઈઈ પરીક્ષાનું આયોજન કરાવવાના સરકારના નિર્ણયનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કાર્યકારી અધ્યક્ષ સોનિય ગાંધીએ શુક્રવારે વીડિયો મેસેજ દ્વારા સરકારને પરીક્ષાઓ મોકૂફ રાખવાની માગ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં સ્વદેશી ટોય (રમકડાં) હબ બનાવવાની વાત કરી હતી. સાથે જ તેમણે આ ક્ષેત્રને અપીલ…

Read More
MP Floods 1

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના 12 જિલ્લાના 411 ગામો પૂરની ચપેટમાં છે. આ ગામોના લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સ (NDRF) અને સેનાની મદદ લેવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે (Shivraj Singh Chouhan) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વરસાદને કારણે નદી-નાળાઓની સ્થિતિ ખરાબ છે, તે જ સમયે, વિવિધ ડેમોના જળસ્તરમાં વધારો થતાં પાણીનો ગટર ચાલુ છે. આને કારણે નદીઓના કાંઠે વસેલા વિસ્તારો પૂરનો ભોગ બન્યા છે. ગામો અને…

Read More
27 13 1

અનલોક-4 હેઠળ કેટલીક છૂટ આપવામાં આવી છે, જેની અંતર્ગત 30 સપ્ટેમ્બર સુધી શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. જો કે નવમા ધોરણથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને કેટલીક છૂટ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને નિયમિત વર્ગખંડની પ્રવૃત્તિ માટે 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-4 માટે જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર, 21 સપ્ટેમ્બરથી 100 વ્યક્તિઓની મહત્તમ મર્યાદા સાથે સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે. માર્ગદર્શિકા અનુસાર, તેમ છતાં, આવા કાર્યક્રમોમાં માસ્ક પહેરવા,…

Read More
27 13

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી આવનાર તા.31મી ઓકટોબરના રોજ એટલે કે બે મહિના પછી સરદાર સાહેબ (Sardar Vallabhbhai Patel)ની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવે તેવો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. મોદી અમદાવાદ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ની પણ મુલાકાત લેશે. રાજય સરકાર દ્વારા જે એકશન પ્લાન ઘડાયો છે, તે મુજબ અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ (Sabarmati River Front), સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં અંબાજી પાસે ધરોઈ ડેમ-સરોવરમાં અને પાલીતાણા (Palitana) જવા માટે શેત્રુંજય ડેમ-સરોવરમાં સી પ્લેન ઉતરી શકે તેવી સુવિધા વિકસાવવામાં આવનાર છે. પીએમ નરેન્દ્ર મોદી…

Read More
13 15 1

ગુજરાતમાં ગત રોજ સર્વાધિક 1282 કોરોના કેસો નોંધાયા છે એવામાં પ્રથમ વાર મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત એટીએસ (Gujarat ATS)નાં 11 જેટલા પોલીસકર્મીઓ પણ ગત રોજ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તાજેતરમાં જ ભાજપ નેતા ગોરધન ઝડફિયા (Gordhan Zadafia)ની હત્યા માટે આવેલા શાર્પ શૂટર ઈરફાન (Sharp shooter Irfan)ની ધરપકડ કરવા ગયેલી એટીએસ ટીમના અધિકારીઓ કોરોનામાં સપડાયા છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના રિલીફ રોડ પરની એક હોટલમાંથી એટીએસની ટીમે શાર્પ શૂટર ઈરફાન ઇલિયાસ ઉર્ફે કાલીયા શેખની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેના મેડિકલ રિપોર્ટ (Medical report) કરાવવાતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યો હતો. જેના પગલે ગુજરાત એટીએસના 11…

Read More
corona plasma 1200 1140x620 1

કોરોનામાંથી બહાર નિકળવા માટે વિશ્વ આખું કોરોનાની રસી મળવાની રાહ જોઈ રહી છે. આવા સમયમાં ઑસ્ટ્રેલિયામાં એક ઇમામ સુફયાન ખલિફાએ કોરોનાની રસી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમોને કોરોનાની રસી નહીં લેવાની સલાહ આપી છે અને કહ્યું છે કે રસી લેવી હરામ છે. સુુફિયાન ખલીફા નામના ઈમામે એક વીડિયો પોસ્ટ કરીને તેમના ફોલોઅર્સને કોરોનાની રસી નહીં લેવાની અપીલ કરી છે અને રસીનું સમર્થન કરી રહેલા અન્ય મુસ્લિમ સંગઠનો પર સવાલ ઉઠાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા ઈમામે તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સને અપીલ કરી છે કે તેઓ ફાસિઝ્મનો વિરોધ કરે અને રસી ન લગાવે. અંગ્રેજી અખબાર ડેઈલી મેલના રિપોર્ટ મુજબ અન્ય…

Read More
34 4

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 78,761 નવા કેસ સામે આવ્યા છે. ત્યાંજ દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 63,498 સુધી પહોંચી ગયો છે. શુક્રવારે દેશમાં કોરોનાના 77,266 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શનિવારે 76,472 કેસ નોંધાયા હતા. જો કે ભારતમાં રિકવરી રેટ અને પોઝિટિવિટી રેટ સારો છે અને મૃત્યુંદર ઓછો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 948 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.  અત્યાર સુધી 27,13,933 દર્દી સાજા થઈ ગયા છે અને 63,498 લોકોના મોત થઈ ગયા છે. 29 ઓગસ્ટના રોજ 10,55,027 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Read More
ukai

તાપી નદીના (Tapi River) ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકમાં ફરી વરસાદે ધબધબાટી બોલાવતા ઉકાઈ ડેમમાં આજે 38 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. જેની સામે ડેમમાંથી 70 હજાર કયુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમ કંટ્રોલ રૂમ અને સિંચાઈ વર્તુળની કચેરીમાંથી મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સતત વરસતા વરસાદને પગલે ડેમમાં ફરી પાણીની આવક શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે હાલ ઉકાઈ ડેમ રૂલ લેવલને પાર કરી ગયો છે. 31 ઓગસ્ટ સુધી ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે. આજે ડેમની સપાટી 335.22 ફુટ નોંધાઈ છે. ઉપરવાસમાં અઠવાડિયા સુધી વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલે સવારથી ફરી વરસાદે બેટીંગ શરૂ…

Read More