Author: Satya-Day

NAVRATRIII

ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે, ખેલૈયાઓ આ તહેવારની રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે નવરાત્રિ કેન્સલ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતના ખેલૈયાઓને નવરાત્રિમાં ગરબા રમવા રાજ્ય સરકાર છૂટછાટ આપી શકે છે. રાજ્ય સરકારે અગાઉ નવરાત્રીનું આયોજન નહીં થાય તેવું અનેક નિવેદનોમાં જણાવી ચૂકી છે, તેમ છતાં હાલ રાજકોટના સૌથી મોટા ગરબા આયોજક સુરભી ક્લબ દ્વારા પાસના બુકિંગની જાહેરાત કરવામાં આવી છે. કોરોનામાં બનાવેલ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન સાથે નવરાત્રિ આયોજનની છૂટ મળી શકે છે, તેવા આધારભૂત સૂત્રો…

Read More
Lockdown in odisha 620x430 1

કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક 4.0 માટેની તૈયારી શરૂ કરી દીધી છે. સોમવારે મળેલા રિપોર્ટ્સ મુજબ માં 1 સપ્ટેમ્બરથી અનલોક-4 શરુ થશે. જેમાં મેટ્રો ટ્રેન સર્વિસને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી શકે છે. ઉપરાંત સિનેમાઘરો અને થિયેટરો ખોલવા અંગે પણ નિર્ણય લેવાઇ શકે. પરંતુ  શાળા-કોલેજો ખુલવાની હજુ કોઈ શક્યતા જણાતી નથી. દેશભરની શાળા તથા શૈક્ષણિક સંસ્થાઓએ રાજ્ય સરકારો મારફતે કેન્દ્રને મોકલેલા પ્રતિભાવોમાં કહ્યું છે કે શાળા ખોલવા અંગે સ્થિતિ સામાન્ય થયા બાદ જ નિર્ણય લેવામાં આવે. બાળકોના આરોગ્ય અને જીવનને લઈ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી શકાય નહીં. આ અંગે કોઈ ઉતાવળીયો નિર્ણય લેવાની જરૂર નથી. કોરોના વાઈરસના વધી…

Read More
RAIN GUJARAT

ગુજરાતમાં હજુ પણ 24 કલાક રાજ્ય માટે ભારે હોવાનું કહેવાય છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 24 કલાક ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં વધુ એક લૉ પ્રેશર સિસ્ટમ સર્જાયી છે. જેના કારણે દેશના પશ્ચિમી રાજ્યો ખાસ કરીને ગુજરાત માટે આગામી 24 કલાક ભારે છે. આ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને પગલે લોકોને ભારે…

Read More
2 46

શહેરમાં (Surat City) છેલ્લા એકાદ માસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમુક અમુક દિવસોના અંતરે વરસાદ એટલો જોરદાર પડ્યો છે કે 15મી ઓગસ્ટ સુધીમાં જ સુરતનો સરેરાશ મનાતો 50 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ તો વરસાદના (Rain) બે માસ બાકી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરમાં અનેક રસ્તાઓ તૂટી (Damage Roads) ગયા છે. જો કે, કોરોનામાં મનપાનો તમામ સ્ટાફ વ્યસ્ત હોવાથી રસ્તાઓ તરફ આ વખતે ધ્યાન આપી શકાયું નથી તેમજ રસ્તાઓના નુકસાન બાબતે સરવે કરાયો નથી. મનપાનાં જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે વરરસાદ પડ્યો છે. અને જે સ્થિતિ છે તે જોતાં શહેરના 200થી…

Read More
2 49

વલસાડ નગરપાલિકા (Valsad Municipality) સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં ચોરીના બે આરોપીઓ પોઝિટિવ આવતા તેમને દાખલ કર્યા હતા જે બંને હોસ્પિટલમાથી ભાગી છૂટયા હતા. તેઓને ભીલાડ પોલીસની (Police) ટીમે મુંબઈથી બંનેને ઝડપી પાડીને વલસાડના કોવિદ રૂમમાં દાખલ કરી દીધા છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી (LCB) પોલીસની ટીમે સરીગામ ત્રણ રસ્તા પાસેથી ચોરીના બે આરોપી ઉમરગામ ભડારવાડમા રહેતા પ્રકાશ જયંતી ભંડારી અને સુનિલ તિલકરામ નીશાર બન્ને ઝડપાઈ ગયા હતા પોલીસે બન્ને પાસેથી રૂપિયા ૨.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે બંનેના કોરોના ટેસ્ટ કરાવતા બંનેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા જેના પગલે બંને વલસાડ નગરપાલિકાની હોસ્પિટલમાં કોવિદ રૂમમાં દાખલ કર્યા હતા…

Read More
ukaiii

ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વિતેલા 48 કલાકથી વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં ડેમમાં પાણીનો સતત મોટો પ્રવાહ ધસમસતો આવી રહ્યો છે. ડેમના બ્લાઈન્ડ કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને (Rain) કારણે ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતા આજે પણ 1.74 લાખ ક્યુસેક પાણીની આવકની સામે 1.31 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમનો કેચમેન્ટ વિસ્તાર અતિ વિશાળ હોવાની સાથે બ્લાઈન્ડ કેચમેન્ટ વિસ્તાર (Catchment Area) પણ ઘણો મોટો છે. સિંચાઈ વર્તુળ અને ઉકાઈ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગઈકાલથી વરસાદ (Rain) શાંત પડ્યો છે. 21 રેઈન ગેજ સ્ટેશનોએ મળીને માત્ર 165 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ સાગબારામાં…

Read More
34 4

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. આજે જિલ્લામાં ફક્ત 33 કેસ નોંધાતા તંત્રએ રાહતનો દામ લીધો હતો.  નવા નોંધાયેલા દર્દીઓ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 4131 નોંધાઈ છે. જિલ્લામાં નવા બે મરણ સાથે 64 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. મહુવા અને ઉમરપાડામાં છેલ્લા બે દિવસથી એક પણ કેસ ન નોંધાતા લોકોમાં ખુશીનો માહોલ પ્રવત્યો છે આજે નવા 335 દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરતા જિલ્લામાં ક્વોરન્ટાઈન થયેલા લોકોનો આંક 6805 નોંધાયો છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 693 નોંધાઈ છે. જિલ્લામાં નોંધાચેલા બે મરણમાં બારડોલીના 51 વર્ષના પુરુષ અને પલસાણાના 80 વર્ષના પુરુષનું મોત નિપજ્યું છે.…

Read More
EXAM

કોરોના કાળમાં પહેલીવાર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 24 ની ઓગસ્ટે યોજાનારી ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે.  ધો. 12 પછી ઈજનેરી, ફાર્મસી અને એગ્રિકલ્ચરમાં પ્રવેશ લેવા માંગતા સુરતના 1200 થી વધારે શાળાના 26,244 વિદ્યાર્થીઓએ 79 પરીક્ષા કેન્દ્રો પરથી ગુજકેટની પરીક્ષા આપી હતી. જેમાં ફિજીક્સ-કેમેસ્ટ્રી વિષયમાં 13112, બાયોલોજીમાં 7033 અને મેથ્સમાં 6099 વિદ્યાર્થીઓએ હાજરી નોંધાવી હતી. ગુજકેટની પરીક્ષામાં 10 વાગ્યે કેમેસ્ટ્રી-ફીઝીક્સનું  પહેલું પેપર , જ્યારે બપોરે 1થી 2 કલાક દરમિયાન બાયોલોજી અને 3થી 4 કલાક દરમિયાન ગણિતનું પેપર લેવાયું હતું.  પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત માસ્ક અને થર્મલ ગનથી ચેકીંગ કરીને જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષાખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી…

Read More
vnsgu 5068475 835x547 m

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે છેલ્લા ત્રણ મહીનાથી રામભરોસે ચાલતી પ્રવેશ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત માધ્યમિક અને અચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 12 નું પરીણામ જાહેર થયાને 100 દિવસ વિતી ગયા હોવા છતા પણ એક પણ અભ્યાસક્રમના જે-તે કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ ફાળવવાની કામગીરી હજી પણ શરૂ કરવામાં આવી નથી. રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીમાં ઓનલાઈન પ્રવેશનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈને બીજા તબક્કાનો પ્રારંભ પણ થઈ ગયો છે, જ્યારે નર્મદ યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાના જ હજી કઈ ઠેકાણા નથી. યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયાના વિલંબિત કાર્યને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરાવવા માટે સેનેટ મેમ્બર…

Read More
valsad

કોરોનાના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવના જોખમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સપ્ટેમ્બર માસમાં યુજી અને પીજીના અંતિમ વર્ષના 60 હજાર વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન મોડમાં પરીક્ષાનો આરંભ થનાર છે. બીજી તરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. નર્મદ યુનિવર્સિટી પરીક્ષા લેવાની જીદ્દ પર છે, આવા સંજોગોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ઓફલાઈન પરીક્ષા રદ્દ કરીને ઓનલાઈન અથવા ઓપન બુક પરીક્ષા લેવા માટે માંગ કરવામાં આવી છે. અત્યાર સુધી એક પણ યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી નથી અને જ્યાં લેવામાં આવી છે ત્યાં કોરોનાના કેસ મળ્યા છે. કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે જો હજારો વિદ્યાર્થીઓ એક સ્થળે ભેગા થઈને પરીક્ષા…

Read More