કોરોના કાળમાં પહેલીવાર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 24 ની ઓગસ્ટે યોજાનારી ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ધો. 12 પછી ઈજનેરી, ફાર્મસી અને એગ્રિકલ્ચરમાં પ્રવેશ લેવા માંગતા સુરતના 1200 થી વધારે શાળાના 26,244 વિદ્યાર્થીઓએ 79 પરીક્ષા કેન્દ્રો પરથી ગુજકેટની પરીક્ષા આપી હતી. જેમાં ફિજીક્સ-કેમેસ્ટ્રી વિષયમાં 13112, બાયોલોજીમાં 7033 અને મેથ્સમાં 6099 વિદ્યાર્થીઓએ હાજરી નોંધાવી હતી. ગુજકેટની પરીક્ષામાં 10 વાગ્યે કેમેસ્ટ્રી-ફીઝીક્સનું પહેલું પેપર , જ્યારે બપોરે 1થી 2 કલાક દરમિયાન બાયોલોજી અને 3થી 4 કલાક દરમિયાન ગણિતનું પેપર લેવાયું હતું. પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત માસ્ક અને થર્મલ ગનથી ચેકીંગ કરીને જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષાખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી પરીક્ષા લેવામા આવી હતી.
ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 1 લાખથી વધારે બાળકોનું એક જ દિવસમાં થર્મલ સ્ક્રીનીંગ કરાયું
કોરોના કાળને કારણે ગત માર્ચથી સમગ્ર ભારતમાં શૈક્ષણિક કાર્ય ખોરંભે ચડ્યું હતું ત્યારે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં માર્ચ 2020 પછી પહેલી વત ગુજકેટની જાહરે પરીક્ષા યોજાઈ હતી. આજે એક સાથે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આજની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરવ્યવ્હાર કે કોરોનાના કેસ ન નોંધાતા ગુજરાતે સમગ્ર ભારતમાં એવો દાખલો બેસાડી દીધો છે કે કોરોનાની મહામારી વચ્ચે પણ સાવચેતી અને તકેદારી રાખીને પરીક્ષાઓ યોજી શકાય છે. ગુજકેટની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે શિક્ષણ વિભાગ કોલેજો અને યુનિવર્સિટીની પણ ઓફલાઈન પરીક્ષા લેવા અંગે વિચારણા કરી શકે છે.
બાયોલોજી
ગુજકેટનું બાયોલોજીનું પેપર એનસીઈઆરટીના અભ્યાસક્રમ પર આધારીત હતું. ખૂબ અધરું પણ ન કહીં શકાય તે રીતે પેપરમાં પાઠ્યપુસ્તકની સામાન્ય હેડલાઈનમાંથી પણ પ્રશ્નો બનાવીને પૂછવામાં આવ્યા હતા. ત્રણ પ્રશ્નો આકૃતિ બેઈઝ્ડ હતા. જે વિદ્યાર્થીઓએ પુસ્તકની લીટીએ લીટી રીફર કરી હશે તેઓ બાયોલોજીના પેપરમાં પુરા માર્ક્સ કવર કરી શકશે.
કેમેસ્ટ્રી
બાયલોજીના પેપરની સરખામણીમાં કેમેસ્ટ્રીનું પેપર થોડું હાર્ડ રહ્યું હતુ. કેમેસ્ટ્રીના પેપરમાં પાઠ્યપુસ્તકમાંથી સીધા પ્રશ્નોની જગ્યાએ નીટની પરીક્ષાની પેટર્ન પ્રમાણે પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા. જો કે પ્રશ્નો તમામ સરળ હતા. પેપરમાં એક સરફેસ કેમેસ્ટ્રી, 1 ઓર્ગેનિક અને 1 કોમ્પ્લેક્ષ કમ્પાઉન્ડ આ ત્રણ પ્રશ્નોએ વિદ્યાર્થીઓને વિચારતા કરી દીધા હતા.
મેથ્સ
ગુજકેટનું મેથ્સનું પેપર 100 ટકા પાઠ્યપુસ્તક આધારીત હતું. વિદ્યાર્થીઓને વધારે વિચારવાની કે મથવાની જરુર પડી નહોતી. ગુજકેટના તમામ વિષયોના પેપરની સરખામણીમાં ગણીતનું પેપર ખૂબ સરળ હતું. પરુંતું ગણતરી આધારીત પ્રશ્નો વધારે હોવાથી ઘણા વિદ્યાર્થીઓને ગણતરીમાં સમય ઘટવાને કારણે પેપર છૂટી જવાની સમસ્યા સર્જાઈ હતી.
ફિજીક્સ –
ફિજીક્સનું પેપર પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ સરળ રહ્યું હતું. આખું પેપર પાઠ્યપુસ્તક આધારીત જ હતું. ગણતરીના પશ્નો પણ ખૂબ સરળ હોવાથી વિદ્યાર્થીઓએ સમય પહેલા જ પેપર પૂર્ણ કરી દીધું હતું. ફિજીક્સનું પેપર સરળ હોવાથી વિદ્યાર્થીઓ આ વિષયમાં મહત્તમ સ્કોરીંગ કરી શકશે.