Author: Satya-Day

who chief ap

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે, બે વર્ષની અંદર મહામારીનો અંત આવી શકે છે. જિનીવામાં વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સિંગ દરમિયાન ટેડ્રોસના જણાવ્યા પ્રમાણે, અમારી પાસે મહામારીને અટકાવવા માટે ટેક્નોલોજી પણ છે અને નોલેજ પણ છે. ઇતિહાસ પર નજર કરીશું તો જાણી શકાશે કે, મહામારી અર્થવ્યવસ્થા અને સમાજમાં પરિવર્તનનું કારણ બને છે. 1918માં સ્પેનિશ ફ્લુને નાબૂદ કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. વર્તમાનમાં ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે, તેથી કોરોનાને ટૂંક સમયમાં અટકાવી શકાય છે. શુક્રવારે WHOના સ્વાસ્થ્ય આપત્તિ કાર્યક્રમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.માઈકલ રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોના કેસ ત્રણ અઠવાડિયામાં બમણા થઈ રહ્યા છે છે, પરંતુ મામલા સતત વધી…

Read More
3 35

સુરત શહેરમાં (Surat City) શનિવારે સમગ્ર રાત્રિ દરમ્યાન ભારે વરસાદ ઝીંકાયો હતો. મોડી રાત સુધીમાં લગભગ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સવારે 6 વાગ્યાથી સાંજ સુધીમાં 2 થી 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લામાં (District) પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. આ તરફ ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) પણ 1,09,446 ક્યૂસેક પાણી છોડાતા તાપી નદી બંને કાઠે ભરપૂર વહી રહી છે. જેના પગલે તાપી નદી તટના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તટ વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે. ઉપરવાસમાં ફરી ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી…

Read More
RAIN GUJARAT

રાજયમાં (Gujarat State) છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ થઈ રહયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ વરસાદ થયો છે. કચ્છમાં (Kutch) મોસમનો 162.81 ટકા વરસાદ થયો છે. જયારે ઉત્તર ગુજરાતમાં 75.15 ટકા , મધ્ય- પૂર્વ ગુજરાતમાં 73.77 ટકા , સૌરાષ્ટ્રમાં 123.59 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 86.19 ટકા વરસાદ (Rain) થયો છે.સમગ્ર રાજયમાં 1990થી 2019 સુધી સરેરાશ 831 મીમી એટલે કે 33 ઈંચ વરસાદ થાય છે. જેની સામે ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં રાજયમાં સરેરાશ 31 ઈંચ એટલેકે 94 ટકા વરસાદ થઈ ચૂકયો છે. પટેલે કહયું હતું કે, રાજ્યમાં ૫૭ તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો ૧૦૦૦ મીમી થી વધુ વરસાદ વરસ્યો…

Read More
Xi Jinping China defense propaganda Maoist Jonathan Bartlett illustration article

લદ્દાખમાં ભારત ચીનના સૈનિકોની ઘુસણખોરી ચીનને આર્થિક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યુ છે. જેના કારણે બંન્ને દેશના વ્યાપારને પણ વ્યાપક અસર થઇ રહી છે. ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટીકલ, કોસ્મેટિકની વસ્તુ બનાવવાથી લઇને દરેક ક્ષેત્રના વ્યાપારમા લાગી રહ્યુ છે કે, આ બંન્ને દેશોની વચ્ચેના સંબંધો સુધરશે નહીં તો આવનારા સમયમા મોટો આર્થિક ફટકો લાગી શકે છે. ભારત અને ચીનના આયાત-નિકાસના જાણકારોનુ કહેવુ છે કે, કોવિડ-19થી અર્થવ્યવસ્થાને જેટલી અસર થઇ છે, તેનાથી વધારે આર્થિક સંકટ આવનારા ભવિષ્ચમા જોવા મળશે. આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના સપના પૂરા કરવા માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલનુ મુખ્ય ફોક્સ ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવુ અને ચીનની આયાતને ઘટાડવી.…

Read More
Fredie Blom Sandesh

દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ ફ્રેડી બ્લોમનું 116મો જન્મ દિવસ મનાવ્યાના ચાર મહિના બાદ નિધન થઇ ગયું છે. 8 મે 1904ના રોજ જન્મેલા દક્ષિણ આફ્રિકાના ફ્રેડી બ્લોમની આ દુનિયામાંથી જતા પહેલાં એક ઇચ્છા કોરોના વાયરસના લીધે પૂરી થઇ શકી નહીં અને ઇચ્છા અધૂરી રહી ગઇ. ફ્રેડીને સિગરેટ પીવાનો ખૂબ શોખ હતો પરંતુ કોરોના વાયરસના લીધે તમાકું મળતું નહોતું તેના લીધે સિગરેટ બનાવી શકયા નહીં. પોતાનો 116મો જન્મદિવસ મનાવ્યા બાદ ફ્રેડીએ કહ્યું હતું કે હું ઇશ્વરની કૃપાથી આટલા દિવસ સુધી જીવતો છું. સ્થાનિક મીડિયાના મતે કોરોના વાયરસના લીધે સાઉથ આફ્રિકામાં લોકડાઉન લાગેલું છે. તેના લીધે તેઓ સિગરેટ બનાવા માટે તમાકુ ખરીદી શકયા…

Read More
Coronavirus Masks PTI

WHO એ બાળકોના માસ્ક પહેરવાને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે, WHOએ જણાવ્યુ કે, પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોએ માસ્ક પહેરવા ના જોઇએ. આ નિર્ણય માસ્ક પહેરવાની ક્ષમતાને ધ્યાનમા રાખીને કહેવામા આવ્યુ છે. વૈશ્વિક સ્વાસ્થ્ય નિકાયએ બાળકોની સુરક્ષા અને તેમના સમગ્ર સ્વાસ્થ્ય જેવા અન્ય કારણો પર પણ વિચાર કર્યો છે. WHOએ પોતાના કોરોના વાઇરસ પેજ પર 6 થી 11 વર્ષની ઓછી ઉંમર ઘરાવતા બાળકો માચે કેચલાક માપદંડ સૂચવ્યા છે. WHOનુ કહ્યુ છે કે, કેવળ તે જ ક્ષેત્રના બાળકોએ માસ્ક પહેરવા જોઇએ જ્યા કોરોના વાઇરસનો પ્રભાવ વ્યાપક પ્રમાણમા છે. સંગઠનએ જણાવ્યુ કે, બાળકોના માસ્ક પહેરવાની ક્ષમતા, પુખ્ત દેખરેખ અને સીખવાની સંભાવનાનો પ્રભાવ…

Read More
valsad

સપ્ટેમ્બરમાં NEET, JEE સહિત તમામ એન્ટ્રન્સ એક્ઝામ રાખવા વિરુદ્ધ દેશભરના વિદ્યાર્થીઓ સત્યાગ્રહ કરીને પોતાનો વિરોધ નોંધાવવાના છે. આજે સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ એક દિવસની ભૂખ હડતાલ કરી પ્રદર્શન પર ઉતર્યા છે. સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ વાલીઓ પોતાનો આવાજ બુલંદ કરી રહ્યા છે. તેમની માંગને આગળ ધપાવતા રાજકીય દળો પણ તેમાં કૂદી પડ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રવિવારે એક ટ્વીટ કરી તેના પર વિચારવાનું જણાવ્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટમાં લખ્યુ છે કે, “કોરોનાને લઇને દેશમાં પરિસ્થિતિ અત્યારે સામાન્ય નથી થઇ. એવામાં જો NEET અને JEE પરીક્ષા આવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ કેટલીક ચિંતા જાહેર કરી છે તો…

Read More
2 44

ગુજરાત (Gujarat) ઉપર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ગુજરાતમાં સાબેલાધાર વરસાદ થઈ રહયો છે.જેના પગલે હવે એનડીઆરએફની 13 ટીમે અને રાજયની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. હજુયે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામા આવી છે. રાજ્યમાં એનડીઆરએફ (NDRF)ની ૧૩ ટીમો તૈનાત તેમજ એનડીઆરએફ, એસડીઆરએફ (NDRF-SDRF)ની અન્ય ૧૩ ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર…

Read More
RAIN GUJARAT

આગામી સમયમાં અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્ય ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આજથી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નદીઓના જળસ્તર વધવાથી શકયતા છે, જેને કારણે નદીમાં પૂરની સ્થિતિની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર સર્જાતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ઊંઝામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. તો ભારે વરસદાને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.…

Read More
valsad

જેઈઈ મેઇન પરીક્ષા 1-6 સપ્ટેમ્બરે તથા નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવાશે તથા લગભગ 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે. એડવાઇઝરી અનુસાર આખી પરીક્ષાને ટચ ફ્રી કરી દેવામાં આવી છે. સાથે સાથે ઉમેદવારોને રિપોર્ટિંગ માટે ટાઇમ સ્લોટ પણ આપવામાં આવશે અને તમામ સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓના તાપમાનની પણ ચકાસણી કરવામાં આવશે. આ દરમિયાન જો કોઈ વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો દેખાશે તો તેમને આઇસોલેશન રૂમમાં બેસાડીને પરીક્ષા લેવાશે. પરીક્ષા કેન્દ્રમાં એક પછી એક વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે જોકે તે પહેલાં વિદ્યાર્થીઓએ તેમના એડમિટ કાર્ડ, સરકારી ફોટો ઓળખપત્ર દેખાડવા પડશે. 15થી 20 મિનિટમાં આ આખી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. ત્યાર બાદ ફરી વાર…

Read More