Author: Satya-Day

aa

ઇલેક્ટ્રોનિક સામાનમાં ઉપયોગમાં આવતો સૌથી મહત્વનો ભાગ સેમિકન્ડક્ટરને (Semiconductors) લઈને આત્મનિર્ભર બનવા માટે ભારતે પગલું ભર્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જાપાનની કંપનીઓના સહયોગથી દેશમાં મોટા પાયે સેમીકન્ડક્ટરની મેનુફેક્ચરિંગની (Manufacturing) તૈયારી શરૂ કરી દીધી છે. આવતા અઠવાડિયે, ડીપીઆઇઆઇટીએ (DPIIT) સંબંધિત મંત્રાલયો બોલાવ્યા છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં (High Level Meeting) મેક ઇન ઇન્ડિયા (Make in India) અંતર્ગત રોકાણ માટેની વિશેષ પ્રોત્સાહન યોજનાથી (Special Incentive Scheme) લઇ નિયમનકારી (Regulatory) અવરોધોને દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલ ભારત વિદેશથી 99 ટકા સેમીકન્ડક્ટરની આયાત (import) કરે છે. ખાસ કરીને ચાઇના અને તાઇવાનથી મંગાવામાં આવે છે. સેમીકન્ડક્ટરના ઉત્પાદનમાં ભારત…

Read More
EARTH

ઇન્સ્ટિટયૂટ ઓફ સીસ્મિક રિસર્ચ (ISR), ભૂકંપ ત્રાટકે તેની ૪૦ સેકન્ડ પહેલાં લોકોને તેમના મોબાઇલ પર SMS મારફતે એલર્ટ- સાવધ કરીને ઘર કે ઓફિસના બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માટેની તક પૂરી પાડશે. ગાંધીનગરમાં ISR એડવાન્સ અર્થક્વેક વાર્નિંગ (EEW) સિસ્ટમ પર કામ કરી રહી છે અને તેનો હેતુ નાગરિકોને તેમના મોબાઇલ પર ૪૦ સેકન્ડ પહેલાં ભૂકંપ વિશે આગોતરી જાણ કરીને તેમની કીમતી જિંદગી અને ગેસ, વીજળીની લાઈન જેવી મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવાનો છે. લગભગ ૨૦ વર્ષ પહેલાં ૨૦૦૧ની .૨૬ જાન્યુઆરીના રોજ સવારે બનેલી વિનાશક ભૂકંપની દુર્ઘટનાને આજે પણ અમદાવાદીઓ ભૂલ્યા નથી. પ્રજાસત્તાક દિનની સવારે કેટલાંક લોકો જાહેર રજાને લીધે મીઠી નીંદર માણી રહ્યાં…

Read More
Vijaywada Fire

આંધ્ર પ્રદેશમાં આવેલ એક કોવિડ કેર સેન્ટરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દર્દીઓને સુરક્ષિત રીતે અન્યત્ર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છ આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિજયવાડામાં સ્વર્ણ પેલેસ નામની હોટલમાં વહીવટી તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જ્યાં 22 કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન રવિવારે વહેલી સવારે 5 વાગ્યે કોવિડ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં ફાયર…

Read More
Coronavirus Masks PTI

સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું કે જ્યાંથી કોરોના વાઇરસ ફેલાયો તે વુહાન શહેરમાંથી રવાના થયેલાં લોકોને ઓળખી કાઢી તેમનામાં કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા ત્યાં સુધી તેમના પર બારીક નજર રાખવામાં આવી હતી. કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો વરતાવાનો સમયગાળો ચારથી પાંચ દિવસ નહીં પણ આઠ દિવસ લાંબો હોઇ શકે છે તેમ એક નવા અભ્યાસમાં જણાયું છે. ચીનની પેકિંગ યુનિવસટીના વિજ્ઞાાની ચોંગ યુએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસના લક્ષણો ચેપ લાગ્યાના ચાર-પાંચ દિવસમાં વરતાય છે તેવો વર્તમાન અંદાજ મર્યાદિત ડેટા અને નાની સંખ્યાના સેમ્પલ સાઇઝ પર આધારિત હતો. જ્યારે વર્તમાન અભ્યાસમાં કોરોનાના 1084 દર્દીઓનો સંપર્ક…

Read More

 કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગાપાળા યાત્રાઓ તેમ જ પદયાત્રિકો માટેના સેવા કેમ્પો તેમ જ તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રા, સરઘસ વગેરે પર ગુજરાત સરકારે પ્રતિબંધ જારી કર્યો છે. આ પ્રતિબંધના અમલીકરણની જવાબદારી શહેરી વિસ્તારમાં મ્યુનિ. કમિશ્નર તથા પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષક તથા અન્ય વિસ્તારોમાં સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટને જવાબદારી સોંપવામાં આવી છે કેન્દ્રીય ગહ મંત્રાલયના હુક્મ સાથેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. ઉપરાંત ધાર્મિક સ્થાનો અને પુજાના સ્થળો સંબંધમાં કેન્દ્ર સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલી એસ.ઓ.પી.ને અનુલક્ષીને રાજય સરકાર દ્રારા 7મી જૂને જરૂરી સૂચના બહાર પાડી છે. રાજયમાં હાલ કોરોનાની મહામારીની સ્થિતિને લક્ષમાં લઇને…

Read More
Primary School

કોરોનાના સમયમાં વાલીઓ અને સંચાલકો વચ્ચે થયેલા ઉહાપોહમાં ગુજરાત હાઈકોર્ટે કરેલા આદેશ પ્રમાણે ખાનગી શાળાઓએ ટયુશન ફી સિવાય અન્ય કોઈ પણ પ્રકારની ફી લેવાની રહેશે નહીં. તેમજ શિક્ષણ ફી સરકાર અને શાળા સંચાલકોએ સાથે બેસીને કેટલી શિક્ષણ ફી લેવી તે નકકી કરવાનું રહેશે. આ અન્વયે વાલી મહામંડળનું માનવું છે કે ખાનગી શાળાઓએ અત્યાર સૂધીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી મસમોટી ફી લઈને મોટા પ્રમાણમાં નફો કરેલ છે અને મિલકતો પણ વસાવેલ છે તો ખાનગી શાળાઓએ જેટલો સમય શાળાઓ બંધ રહે અને ફરી જયારે શાળાઓ શરૂ થાય તે વચ્ચેના સમયગાળાની ફી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી વસૂલ કરવી જોઈએ નહીં. કોરોનાના સમયમાં વાલીઓ…

Read More
freepressjournal import 2015 02 Unemployment

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બેકાર યુવાનોને સહાય કરવા જુલાઇની 27મીએ એક જોબ પોર્ટલ શરૂ કર્યું હતું. આ પોર્ટલમાં જુદી જુદી કંપનીઓએ બાવીસ લાખ વેકેન્સીની વિગતો મૂકી હતી. બેકાર યુવાનોએ ધડાધડ અરજીઓ કરી હતી અને છેલ્લા દસ દિવસમાં બાવીસ લાખમાંથી દસ લાખ જગ્યાઓ ભરાઇ ગઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. દિલ્હીની સરકારે ડુપ્લીકેટ એન્ટ્રી કે બનાવટી લાગે એવી એન્ટ્રી રદ કરી હતી. આમ છતાં બાવીસમાંથી 19 લાખ વેકેન્સીની વિગતો આ પોર્ટલ પર હતી. હવે લગભગ દસ લાખ વેકેન્સી ભરાઇ જતાં હજુ નવ લાખ જગ્યાઓ ખાલી પડી હતી. દિવસે દિવસે બેકારોની નવી નવી અરજીઓ આવે છે. જેવી જેની યોગ્યતા એ રીતે…

Read More
news image 246555 primary

કેનેડામાં  બચેલી અંતિમ હિમશિલાનો મોટા ભાગનો હિસ્સો પણ વૈશ્વિક તાપમાન વધવાના કારણે તૂટીને વિશાળ હિમશિલાના ટાપુઓમાં વિખેરાઈ ગયો છે. હિમશિલાએ બરફનું તરતું માળખું હોય છે જે કોઈ ગ્લેશિયર કે હિમચાદર જમીન પરથી સમુદ્રની સપાટીમાં વહી જાય એટલે બને છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે એલેસમેરે દ્વીપની ઉત્તર પશ્ચિમે આવેલી કેનેડાની 4,000 વર્ષ જુની હિમશિલા જુલાઈ મહીનાના અંત સુધી દેશની અંતિમ અખંડિત હિમશિલા હતી. કેનેડિયન હિમ સેવાની બરફ નિષ્ણાંત એડ્રીન વ્હાઈટે ઉપગ્રહથી લેવામાં આવેલી તસવીરમાં તેનો 43 ટકા હિસ્સો તૂટી ગયો હોવા અંગે ધ્યાન દોર્યું હતું. તેમના કહેવા પ્રમાણે 30 જુલાઈ કે 31 જુલાઈની આસપાસ આ ઘટના બનેલી છે. વ્હાઈટના કહેવા પ્રમાણે તે…

Read More
school

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત સહિતના રાજયોમાં મોંઘા શિક્ષણનો ઉહાપોહ છે. સ્કુલ ફી ઉપરાંત ખાનગી ટયુશન પાછળ ભારતીય પરિવારો વર્ષે 25000 કરોડનો ખર્ચ કરતાં હોવાનું બહાર આવ્યું છે. જો કે જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે શાળામાં હવે એવી પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે, જેથી બાળકોને ખાનગી ટ્યુશનની જરૂરિયાત ઉભી  થશે નહીં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તથા સંસ્થાના રીપોર્ટમાં બાળકોના ખાનગી ટયુશન પાછળ જ વર્ષે 25000 કરોડનો ખર્ચ થાય છે. આ ખર્ચમાં વિવિધ એન્ટ્રન્સ ટેસ્ટના ખર્ચનો સમાવેશ થતો નથી. શાળા-શિક્ષણ અને સાક્ષરતા મંત્રાલય 59845 કરોડનું બજેટ ધરાવે છે તેની સરખામણીએ ભારતીય પરિવારો 35 ટકા ખર્ચ ખાનગી ટયુશન પાછળ કરે છે. પ્રાયમરી…

Read More
How to Become a Professor

કોરોના મહામારીમાં લોકોની સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા આકરા નિર્ણય લઇ લોકોના જીવ બચાવવાના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે ત્યારે શાળાઓ અને કોલેજો પણ બંધ છે વિદ્યાર્થીઓ ઘરે બેસને જ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીએ વધુ એક નિર્ણય લઇ પ્રોફેસરોને પણ વર્ક ફ્રોમ હોમ આપવાનું નક્કી કર્યું છે. પ્રોફેસરોએ હવે કોલેજ આવવું ફરજિયાત નહીં રહે કારણ કે પ્રોફેસરોની વર્ક ફ્રોમ હોમની માંગણી સરકારે સ્વીકારી લીધી છે. હવેથી પ્રોફેસરો ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ આપી શકશે. 31 ઓગસ્ટ સુધી પ્રોફેસરોને કોલેજ જવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 31 ઓગસ્ટ સુધી કોલેજના પ્રાધ્યાપકોને કોલેજ જવામાથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે.…

Read More