Author: Satya-Day

40 corona testing

રાજ્યમાં આજે સતત બીજા દિવસ કોરોનાના નવા કેસો 1100થી ઘટીને એક હજારની આસપાસ નોંધાયા છે. મંગળવારે સારવાર (Corona Treatment) દરમ્યાન વધુ 25 દર્દીઓનો મોત (Patient Death) થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1020 કેસો નોંધાયા છે. જેમાં મહાપાલિકા (Corporation) વિસ્તાર પૈકી સુરત મનપા (SMC)માં 194 કેસો, અમદાવાદ મનપા (AMC)માં 138, વડોદરા મનપામાં 84, રાજકોટ મનપામાં 61, ભાવનગર મનપામાં 38, જુનાગઢ મનપામાં 21, જામનગર મનપામાં 18, ગાંધીનગર મનપામાં 8 કેસો સાથે મનપા વિસ્તારમાં 562 કેસ, જ્યારે જિલ્લાઓમાં 458 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસો (Corona Cases) વધીને 65,704 સુધી પહોંચી ગયા છે. રાજ્યમાં મંગળવારે વધુ 25 દર્દીઓના…

Read More
Patanjali

કોરોનાની મહામારી વચ્ચે ગત દિવસોમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની તરફથી તૈયાર કરવામાં આવેલ કોરોનિલ દવા ખુબ જ કારગર છે. જેને લઈ વિવાદ પણ ઉભો થયો હતો, અને બાદમાં રામદેવે કહ્યુ હતું કે, કોરોનિલ દવા ઈમ્યુનિટી વધારવામાં કારગર છે. રામદેવનું માનીએ તો, પતંજલિ આયુર્વેદને કોરોનિલ માટે દરરોજ 10 લાખ પેકેટની માગ મળી રહી છે. બાબા રામદેવે બુધવારે કહ્યું કે, હરિદ્વાર સ્થિત આ કંપની માગને પૂરા કરવા માટે ઝઝૂમી રહી છે, કેમ કે અત્યારે રોજના એક લાખ પેકેટની આપૂર્તિ કરી રહી છે. તેઓએ દાવો કર્યો કે, આજે અમારી પાસે રોજ કોરોનિલના 10 લાખ પેકેટની માગ છે અને અમે…

Read More

મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં બુધવારના રોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં સિંચાઈ માટેની વીજળી ખેડૂતોને 10 કલાક સુધી મળશે. બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ખેડૂતોને આપવામાં આવતી વીજળીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આગામી 7 ઓગસ્ટથી વીજળી 10 કલાક આપવાનો સરકારે નિર્ણય લીધો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આથી લાભ થશે હાલમાં ચોમાસું ખેંચાતા અને વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને વરસાદ નહી વરસતા તેમને પોતાનો પાક ગુમાવવો પડે અને મોટુ નુક્શાન થવાની સંભાવનાઓ છે, ત્યારે આ નિર્ણયથી ખેડૂતોના…

Read More
st bus andolan

સુરત અને અમદાવાદમાં વધી રહેલા કેસોને જોતા અમદાવાદથી સુરત ઉપડતી બસ વધુ સાત દિવસ સુધી બંધ રેહશે. આવતી કાલથી અમદાવાદથી સુરતની એસ. ટી બસ શરૂ થવાની હતી. જો કે, સુરતમાં સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી વધુ સાત દિવસ બસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સુરતના બસ સેવા ૧૨ ઓગસ્ટ સુધી સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા જતા કોરોના કેસને લઈને એસ. ટી. વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૨ ઓગસ્ટ સુધી સુરતની એસ. ટી બસ સેવા સંપૂર્ણપણે બંધ રહેશે

Read More
ONLINE

કોરોના મહામારીના કારણે હાલ કોલેજો શરૂ કરવામાં આવી નથી. કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી, ગ્રાન્ટેડ કોલેજોમાં ઓનલાઈન એજયુકેશન આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે  ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે. રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-3માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. યુનિવર્સિટીના પ્રોફેસરોના કહ્યા પ્રમાણે, રાજયની ટેકનીકલ યુનિવર્સિટીને બાદ કરીએ તો બાકીની…

Read More
Gujarat High Court min

સ્કૂલ ફી અંગેના ગુજરાત સરકારના પરિપત્રનો છેદ ઉડાડી ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે વિધીવત રીતે ચૂકાદો આપી ખાનગી સ્કૂલોને ટયુશન ફી લેવાની મંજૂરી આપી છે અને શાળાઓ વિધિવત શરૂ ન થાય ત્યાં સુધી સંચાલકોને કોઈ પણ પ્રકારની ફી ન ઉધરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત એવી પણ ટકોર કરી છે શૈક્ષણિક કાર્ય વિધિવત શરૂ ન થાય ત્યાં સુધી ખાનગી સ્કૂલોએ ટયુશન સિવાયની કોઇપણ અન્ય એક્ટીવીટી માટેનો ચાર્જ ન કરવો જોઇએ. શહેરની 1200 થી વધારે ખાનગી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ શરૂ રહેશે વાલીઓને ટ્યુશન ફી નિયમિત રીતે ભરવા માટે આદેશ કરાયા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેવા ચૂકાદા પ્રમાણે સ્વનિર્ભર શાળાઓ વાલીઓ પાસેથી…

Read More
yogi 5

રામ મંદિર માટે ભૂમિપૂજન બાદ યોગી આદિત્યનાથે કહ્યુ કે પાંચ સદી બાદ આજે 135 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. દેશમાં લોકતાંત્રિક રીતથી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. સીએમ યોગીએ કહ્યુ કે આ ઘડીની પ્રતીક્ષામાં કેટલીય પેઢીઓ પસાર થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂઝબુઝ અને પ્રયાસોના કારણે આજે સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. અમે ત્રણ વર્ષ પહેલા અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આજે તેની સિદ્ધિ થઈ રહી છે. સીએમ યોગીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંકલ્પ 6 વર્ષ પહેલા લઈને ચાલ્યા હતા તે આજે પૂરો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની…

Read More
RAMA

રામ મંદીરના ભૂમિ પૂજન બાદ લોકોના મનમાં એક સવાલ છે કે લોકોના મનમાં સવાલ છે કે ભવ્ય રામ મંદિર કયાં સુધી બનીને તૈયાર થઈ જશે અને શ્રદ્ધાળુઓને રામલલાના દર્શન કરવાનો મોકો ક્યારે મળશે? એવામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે રામ મંદિર બનવાનો એક સમય નક્કી કર્યો છે અને 2024 પહેલા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે અયોધ્યામાં મંદિર નિર્માણ માટે સાડા ત્રણ વર્ષમાં કોઈ પણ કાળે બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. ટ્રસ્ટે મંદિર નિર્માણ માટે લાર્સન એન્ડ ટૂબ્રો કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જો કે, ટ્રસ્ટે મંદિર નિર્માણ માટે 32 મહીનાની અંદરનો સમય આપી રાખ્યો છે…

Read More
29 2

અરબી સમુદ્રમાં આકાર પામેલી અપર એર સરકયૂલેશનની સિસ્ટમ (System of upper air circulation) ની અસર હેઠળ મંગળવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Heavy rains in Saurashtra) થયો છે. ખાસ કરીને દ્વારકાના ભાણવડ (Bhanwad) તાલુકામાં છ ઈંચ વરસાદ થયો છે. એકંદરે 31 તાલુકાઓમાં 6થી 1 ઈંચ જેટલો વરસાદ થયો છે. સરેરાશ મંગળવાર સાંજ સુધીમાં રાજયમાં 52 કરતા વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો હતો. ગાંધીનગરમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (Emergency Operations Center)ના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે, ભાણવડમાં 6 ઈંચ, વેરાવળમાં 5 ઈંચ, ખાંભામાં 5 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 5 ઈંચ, અમરેલીના બગસરામાં 5 ઈંચ, સુત્રાપાડામાં 4 ઈંચ, સાવરકુંડલામાં 4 ઈંચ કુતીયાણામાં 4 ઈંચ, જાફરાબાદમાં…

Read More
GTU Result

ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. (જીટીયુ) દ્વારા કોરોનાના કહેર વચ્ચે યુનિ. સંલગ્ન ડીગ્રી-ડીપ્લોમાં કોલેજોની ઇન્સ્પેકશન કામગીરી આરંભવામાં આવી છે. પરંતુ ઇન્સ્પેકશનની કામગીરી માટે જે અધ્યાપકોને ઓર્ડર આપવામાં આવ્યા છે તેમાંથી અડધોઅડધ અધ્યાપકોએ કોરોનાના કહેરના કારણે કોલેજોના ઇન્સ્પેકશન માટે હાથ ઉચા કરી દીધાનુ જાણવા મળ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુનિ. દ્વારા અધ્યાપકોની સમંતી લીધા વગર જ કોલેજોના ઇન્સ્પેશન માટે ઓર્ડર કઢાયેલ હતા, આથી અધ્યાપકોએ સ્વયંભૂ ઈન્સપકેશનની કામગીરીમાંથી પીછેહટ કરી લીધી છે. કોરોનાના વધતા જતા કહેર અને સંક્રમીત દર્દીઓની સંખ્યામાં સતત થતા વધારાના કારણે અનેક અધ્યાપકોએ કોલેજોના ઇન્સ્પેકશન માટે નનૈયો ભણી દીધો હોવાનું જાણવા મળ્યુ છે. આ અગાઉ યુનિ. દ્વારા ઇન્સ્પેકશન માટે…

Read More